________________
3/દ્વીપ૰/૧૮૯
યોજન પરિધિ, ઉપર સાધિક ૧૫૮ યોજનની પરિધિ છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર તનુક, એવા ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સર્વે કાનમય સ્વરછ, પ્રત્યેક-પ્રત્યેક પાવરવેદિકા અને વનખંડથી પરિવૃત્ત છે.
તે કંચન પર્વતોની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે ચાવત્ અંતર દેવી-દેવી ત્યાં બેસે છે. ઈત્યાદિ. તેમાં પ્રત્યેકે પ્રત્યેકમાં પ્રદાવતંરાક છે, તે ૬રા યોજન ઉંચા, ૩૧૪ યોજન પહોળા છે. તેમાં બે યોજનની મણિપીઠિકા અને સપરિવાર સિંહાસન છે.
૪૧
ભગવન્ ! આ કાંચન પર્વત, કાંચન પર્વત કેમ કહેવાય છે? ગૌતમ ! કાંચન પર્વતમાં ત્યાં-ત્યાં વાવડીમાં ઉત્પલો યાવત્ તે કંચન વર્ણની આભાવાળા, યાવત્ ત્યાં મહદ્ધિક કાંચન દેવ વિચરે છે. ઉત્તરમાં કાંચનક દેવોની કાંચનિકા રાજધાની છે, જે બીજા જંદ્વીપ છે ઈત્યાદિ બધું પૂર્વવત્ કહેવું.
ભગવન્ ! ઉત્તરકુર ક્ષેત્રનો ઉત્તરકુ દ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત દ્રહની દક્ષિણે ૮૩૪-૪/ યોજન ઈત્યાદિ પૂર્વવત્ નીલવંત દ્રહનો આલાવો કહેવો. બધાં દ્રહોમાં તેના તેના નામના દેવ છે. બધાંમાં પૂર્વ-પશ્ચિમમાં
દશ-દશ કાંચનક પર્વત છે. તે બધાં સમાન પ્રમાણવાળા છે. રાજધાનીઓ ઉત્તરમાં બીજા ત્રંબુદ્વીપમાં છે.
આ પ્રમાણે ચંદ્રદ્રહ, ઐરાવતહ, માલ્યવૃંદ્રહનો પણ એક-એક આલાવો જાણવો.
• વિવેચન-૧૮૯ :
નીલવંત દ્રહની પૂર્વમાં અને પશ્ચિમમાં પ્રત્યેકમાં દશ-દશ યોજન જતાં અપાંતરાલ છોડીને. દક્ષિણોત્તર શ્રેણીમાં દશ-દશ કાંચન પર્વતો કહેલા છે. તે કાંચનક પર્વતો ૧૦૦ યોજન ઉંચા, ૨૫-યોજન ઉદ્વેધવાળા ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ કહેવું. યાવત્ તે પ્રત્યેક પર્વત પદ્મવર્વેદિકા અને વનખંડથી પરિક્ષિપ્ત છે. પાવરવેદિકા, વનખંડ વર્ણન પૂર્વવત્.
તે કાંચનક પર્વતની ઉપર બહુામ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે
એકૈક પ્રાસાદાવતંક કહેલ છે. પ્રાસાદ વક્તવ્યતા યમક પર્વતની ઉપરના પ્રાસાદાવાંસક
માફક સંપૂર્ણ, સિંહાસનકથન સુધી કહેવી.
હવે નામ-અવર્ષે પૃચ્છા-પૂર્વવત્. વિશેષ એ કે જે કારણથી ઉત્પલાદિ કાંચનપ્રભા છે, કાંચન નામના દેવો ત્યાં વસે છે, તેથી અને કાંચનપ્રભા - ઉત્પલાદિ યોગથી,
કાંચનક નામક દેવ અને સ્વામિત્વથી તે કાંચનક કહેવાય છે.
કાંચનિકા રાજધાની યમિકા રાજધાનીવત્ કહેવી. જંબુદ્વીપમાં ઉત્તરકુરુમાં ઉત્તરકુરુ દ્રહ નામે દ્રહ ક્યાં છે ? ગૌતમ ! નીલવંત દ્રહના દક્ષિણ ચરમાંતથી ૮૩૪*/s યોજન જઈને શીતા મહાનદીના બહુમધ્યદેશભાગમાં ઉત્તરકુરુ નામે દ્રહ છે જેમ પહેલાં નીલવંત દ્રહની લંબાઈ-પહોળાઈ-ઉંડાઈ ઈત્યાદિ બધી વક્તવ્યતા કહી, તેમ અહીં પણ અન્યનોક્તિ કહેવું.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
નામકરણની પૃચ્છા-પૂર્વવત્. વિશેષ એ - જેથી ઉત્તકુદ્ધહાકાર, તેથી તેના આકારયોગથી, ઉત્તકુરુ નામે ત્યાં દેવ વસે છે, તેના યોગથી પણ દ્રહનું નામ ઉત્તકુરુ છે. વળી બંને નામો અનાદિકાળથી તેમ પ્રવૃત્ત છે. એ રીતે બીજે પણ જાણવું. ઉત્તરકુરુદેવની વક્તવ્યતા નીલવંત નાગકુમાવત્ કહેવી. રાજધાની આદિ વક્તવ્યતા પૂર્વવત્ જાણવી.
૪૨
=
ચંદ્રદ્રહની વક્તવ્યતા કહે છે – પ્રશ્નસૂત્ર સુગમ છે. ગૌતમ ! ઉત્તકુરુ દ્રહના દક્ષિણી ચરમાંતની પૂર્વે દક્ષિણ દિશામાં ૮૩૪-૪/ ૢ યોજન ગયા પછી શીતા મહાનદીના બહુમધ્યદેશભાગે આ અવકાશમાં ઉત્તકુરુમાં ચંદ્રદ્રહ નામે દ્રહ કહેલો છે. આની પણ નીલવંત દ્રહ માફક લંબાઈ-પહોળાઈ ઉંડાઈ ઈત્યાદિ બધી વક્તવ્યતી કહેવી. નામ અને અન્વર્થસૂત્ર પણ તેમજ છે. વિશેષ એ કે – જે કારણે ઉત્પલાદિ ચંદ્રદ્રહ આકારે, ચંદ્રવર્ણના અને ચંદ્ર નામે દેવ ત્યાં વસે છે. ઈત્યાદિથી ચંદ્ગદ્રહ કહ્યો છે. ચંદ્રરાજધાની અને કાંચનક પર્વતાદિ કથન પૂર્વવત્.
હવે ઐરાવત દ્રહ વક્તવ્યતા – પ્રશ્ન સૂત્ર પાઠસિદ્ધ છે. ઉત્તર આ – ગૌતમ ! ચંદ્રદ્રહના દક્ષિણી ચરમાંતની પૂર્વે દક્ષિણ દિશામાં ૮૩૪ યોજન અને ૐ/૭ ભાગ ગયા પછી, શીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગના અવકાશમાં ઐરાવતદ્રહ નામે દ્રહ છે.
આનો પણ નીલવંત નામક વ્રહની જેમ લંબાઈ-પહોળાઈ આદિ વક્તવ્યતા કહેવી. વિશેષ આ - ઉત્પલાદિ ઐરાવત દ્રપ્રભાવાળા છે. ઐરાવત નામક હાથીના વર્ણવાળા, ઐરાવત નામે દેવ ત્યાં વસે છે, તેથી ઐરાવતદ્રહ નામ છે. ઐરાવત રાજધાની વિજય રાજધાનીવત્, કાંચનક પર્વત વક્તવ્યતા સુધી તેમજ છે.
હવે માલ્યવંત નામે દ્રહ વક્તવ્યતા - પ્રશ્ન સુગમ છે. ભગવંતે કહ્યું – ગૌતમ ! ઐરાવત દ્રહના દક્ષિણ ચરમાંતની પૂર્વે દક્ષિણ દિશામાં ૮૩૪-૪/૭ યોજન જતાં, શીતા નદીના બહુમધ્ય દેશભાગે ઉત્તરકુરુમાં માલ્યવંતદ્રહ છે. શેષ કચન નીલવંતદ્રહ માફક જાણવું. નામ-જે કારણે ઉત્પલાદિ માલ્યવંત દ્રહાકારે, માલ્યવંત નામે વક્ષસ્કાર પર્વતના વર્ણવાળા અને માહ્યવંત દેવ ત્યાં વસે છે માટે માલ્યવંતદ્રહ નામ છે. તેની રાજધાની વિજયા રાજધાનીવત્ કહેવી. - ૪ -
હવે જંબવૃક્ષ વક્તવ્યતા કહે છે –
- સૂત્ર-૧૯૦ :
ભગવન્ ! ઉત્તકુમાં સુદર્શના બીજું નામ જંબૂ તેની જંબૂપીઠ નામે પીઠ ક્યાં કહેલ છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપના મેરુ પર્વતની ઈશાનમાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે ગંધમાદન વક્ષસ્કાર
પર્વતની પૂર્વે સીતા મહાનદીના પૂર્વ કિનારે અહીં ‘ઉત્તર’ કુરુમાં બૂમીઠ નામક પીઠ ૫૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી, ૧૫૮૧ યોજનથી કંઈક અધિક પરિધિથી છે. બહુમધ્યદેશ ભાગમાં ૧૨ યોજન બાહત્વ છે પછી માત્રા-માત્રાની પ્રદેશ હાનિથી સૌથી સમાંતે બે કોશ બાહલ્સથી છે. સર્વ જાંબૂનદમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે.