________________
3/દ્વીપ /૧૮૫
વખત શોધવા છતાં સ્વ સ્વરૂપને ન છોડે. તેમા ખર્ભૂસાર - ખજૂરના સારથી નિષ્પન્ન આસવ વિશેષ. મૃદ્ધીકા - દ્રાક્ષના સારથી નિષ્પન્ન આસવ વિશેષ. - ૪ - ૪ - ક્ષૉવરસ - શેરડીના રસથી નિષ્પન્ન ઉત્તમ દારુ. આ મધ વિશેષ કેવા છે ? વર્ણ-ગંધ-રસસ્પર્શયુક્ત કે જેનું વીર્ય પરિણામ બલહેતુક છે. અર્થાત્ પરમ અતિશય સંપન્ન વર્ણગંધ-રસ-સ્પર્શ વડે બલ હેતુથી વીર્ય પરિણામ વડે યુક્ત. વળી જે જાતિભેદથી ઘણાં પ્રકારે છે. તેની જેમ મતાંગક દ્રુમગણો પણ મધવિધિ વડે યુક્ત છે.
કેવી મધવિધિથી વિશિષ્ટ ? અનેક બહુવિવિધ વિસસા પરિણત. તેમાં અનેક જાતીય પણ વ્યક્તિ ભેદથી થાય છે. તેથી કહ્યું પ્રભૂત. વિવિધ - જાતિભેદથી વિવિધ
પ્રકારે. - x - તે કોઈ વડે નિષ્પાદિત પણ સંભવે છે. વિશ્ર્વમા - સ્વભાવથી, તચાવિધ ક્ષેત્રાદિ સામગ્રી વિશેષ જનિતથી પરિણત, પણ ઈશ્વરાદિથી નિષ્પાદિત નહીં તે વિશ્વસા. તે મધવિધિથી યુક્ત છે. તાડાદિ વૃક્ષની જેમ અંકુરાદિમાં નહીં પણ ફળોમાં. ફળમાં મધવિધિ વડે જાણવું પૂળ - સંભૂત. વિષ્યન્તિ - સવે છે - ઝરે છે. - x - x - કુશ વિકુશ વિશુદ્ધ મૂળાદિ પૂર્વવત્.
૨૧
(૨) ઉત્તકુરુમાં ત્યાં-ત્યાં - x - ઘણાં શ્રૃંગાંગક નામક ક્રુમગણો કહેલા છે. જેમ તે કક-ઘટક-કલશ-કર્કરીપાદ-કાંચનિકા - ઉદંકવાદ્ધનિી-સુપ્રતિક ઈત્યાદિ ભાજનવિધિ. તેમાં વિશેષ આ - પાનાનિા - પગ-ધોવા યોગ્ય કાંચનમચી પાત્રી. ઉદંક-જેના વડે પાણી ઉલેચાય. વાનિી-ગલંતિકા, સરક-વાંસનું સીક્કુ. કેવું છે ?
તે કહે છે – કાંચન મણિરત્ન ભક્તિચિત્ર, ઘણાં પ્રકારે - એક એક વિધિમાં અવાંતર
અનેક ભેદ ભાવથી છે. તેવા પ્રકારે ભૂંગાગક દ્રુમગણ પણ છે. કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષમૂલવાળાદિ પૂર્વવત્.
(૩) ઉત્તરકુરુમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણાં તુટિતાંગક નામ દ્રુમગણા કહેલ છે. જેમ કે આલિંગ્સ, મુવ, મૃદંગ, પણવ, પટહ, દર્દક, કરટી, ડિંડમ, ભંભા, હોરંભા, કવણિતા - ૪ - ઈત્યાદિ વાધો છે. તેમાં આલિંગીને વગાડાય તે આલિંગ્ય,
મુરવ-વાધ વિશેષ, મૃદંગ-લઘુમર્દલ, પણવ-ભાંડ, - x - ડિડિમ પણવ વિશેષ, ભંભાઢક્કા, હોરંભા-મહાઢક્કા, વણિતા - કોઈ વીણા, ખરમુખી-કાહલા, મકુંદ-મરુજ વાધ વિશેષ - ૪ - શંખિકા-શંખ કરતા તીક્ષ્ણ સ્વવાળી. પિલી-વચક બંને તૃણરૂપ વાધ વિશેષ છે. પરવાદિની-સાત તંત્રી વીણા, વેણુ-વંશ વિશેષ. સુઘોષા-વીણા વિશેષ, વિપંચી-તંત્રી વીણા - ૪ -
આ વાધો કેવા છે ? તન - હાપુટ, તાલ, વાંસ્વતાન - કંસાલિકા. આના વડે સંપ્રયુક્ત. સુષ્ઠુ - અતિશય, સમ્યક્-ચયોક્ત નીતિ વડે. પ્રયુક્ત-સંબદ્ધ, આતોધ ભેદ. વળી તે કેવા છે ? નિપુણ, નાટ્ય સમયમાં કુશળ, તેમના વડે વગાડાયેલ. વળી – આદિ, મધ્ય, અવસાનરૂપ ત્રણ સ્થાનમાં ક્રિયા વડે - યશોક્ત વાદન ક્રિયાથી શુદ્ધ અવદાત પણ દોષથી ક્લેક્તિ નહીં. તેના જેવા તે “તુટિતાંગક” દ્રુમગણો હતા. અનેક-બહુવિધ-વિસસા પરિણત. તત-વીણાદિ, વિતત-પટહાદિ, ઘન-કાંસ્યતાલાદિ, શુષિ-વંશાદિ. - x -
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
(૪) ઉત્તકુમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણાં દીપશિખા નામક હુમગુણ કહ્યા છે. જેમ સંધ્યારૂપ, વિરુદ્ધ તિમિરરૂપપણાથી રાગ, તે સંધ્યા વિરાગ. તે અવસરે નવનિધિપતિ - ચક્રવર્તી માફક દીપિકા ચક્રવાલ વૃંદ-લઘુદીપના પરિમંડલરૂપ વૃંદ. તે કેવું છે ? બહુસંખ્યક કે સ્ફૂર, પ્રતિપૂર્ણ સ્નેહ-તૈલાદિરૂપ. અત્યર્થ ઉચ્છ્વાલિત, તેથી જ તિમિનાશક. વળી - ગાળેલ સુવર્ણ, કુસુમિત પારિજાતક વન, એ બંને જેવો પ્રકાશ-પ્રભા, આકાર જેનો છે તે.
૨૨
સમુદાય વિશેષણની વિવક્ષા માટે સમુદાયી વિશેષણ કહે છે – દીપિકા વડે શોભતા. કેવી દીપિકા? સુવર્ણ-રત્નમય, સ્વાભાવિક આગંતુકમલ રહિત, મહાર્ટમહોત્સવાર્ત, વિચિત્ર વર્ણયુક્ત દંડ જેમાં છે તે. તથા સહસા પ્રજ્વાલિત અને ઉત્સર્પિત, મનોહર તેજવાળી, દીપ્યમાન-રાત્રિમાં પ્રકાશક, ધૂળ આદિ જવાથી વિમલ. ગ્રહસમૂહ સમાન પ્રભાવાળી, વિતિમિસ્કર સૂરની જેમ જે ઉધોત-પ્રભાસમૂહને પ્રસારે છે, તેના વડે દીપ્યમાન. જ્વાલાની જેમ ઉજ્વલ, પ્રહસિત, તેના વડે રમ્ય. તેથી જ શોભમાન. તેના જેવા દીપશિખા મગણો હતા. તે અનેક બહુવિધ વિશ્વસા પરિણત ઉધોતવિધિયુક્ત, કુશ વિકુશ વિશુદ્ધ વૃક્ષ મૂળવાળા આદિ પૂર્વવત્ કહેવું.
(૫) ઉત્તરકુરુના તે-તે દેશ - ૪ - પ્રદેશમાં ઘણાં જ્યોતિષિકા નામે દ્રુમગણો હતા. જેમ તે તુરંતના ઉગેલ શરદમાં સૂર્યમંડલ અથવા ઉલ્કા સહસ્ર કે દીપતી વિધુત્ અથવા નિધૂમ જ્વલિત ઉંચી જતી જ્વાલાયુક્ત અગ્નિ. - ૪ - ૪ - આ કેવા છે ? સતત અગ્નિ સંયોગથી જે શોધિત અને તપ્ત-તપનીય જે કિંશુક-અશોક-જપા કુસુમ, વિકસિત પુંજ જે મણિરત્ન કિરણ, જે જાત્ય હિંગલોકસમૂહ તપથી અતિશય યથાયોગ વર્ણથી પ્રભા વડે જે સ્વરૂપ તે. તેની જેવા તે જ્યોતિષિકા દ્રુમગણો અનેક બહુ વિવિધ વિશ્વસા પરિણત ઉધોતવિધિથી યુક્ત, કુશવિકુશ વિશુદ્ધ ઇત્યાદિ પૂર્વવત્.
(૬) ઉત્તકુમાં તે-તે દેશ - x - પ્રદેશમાં ઘણાં ચિત્રાંગક નામક ધ્રુમગણો કહ્યા છે. જેમ તે પ્રેક્ષાગૃહ વિવિધ ચિત્ર વડે યુક્ત હોય, તેથી જ રમ્ય, જોતાં મનમાં રમ્ય લાગે. શ્રેષ્ઠ એવી તે ગ્રથિત કુસુમમાળા, તેના વડે ઉવલ, દેદીપ્યમાનત્વથી. તથા વિકસિતપણા અને મનોહર૫ણાથી દેદીપ્યમાન, પુષ્પ પુંજોપચાર વડે યુક્ત - X - પથરાયેલી વિચિત્ર જે માળાઓ, ગ્રથિત પુષ્પમાળા તેમાં જે શ્રીસમુદય તેના વડે અતીવ પરિપુષ્ટ. ગ્રથિમ-સૂત્ર વડે ગ્રથિત. વેષ્ટિમ - જે પુષ્પ મુગટની જેમ ઉપર-ઉપર શિખરાકૃતિથી માળા સ્થાપવી તે. પૂમિ-જે લઘુ છિદ્રોમાં પુષ્પો રાખીને પૂરાય તે. સંઘાતિમ-પુષ્પને પુષ્પ વડે નાલ પ્રવેશથી સંયોજાય તે. તે માળા પરમદક્ષ શિલ્પી વડે જે વિભાગરહિતતાથી યોગ્ય ગ્રંથિમ-વેષ્ટિમ-પૂર્રિમ-સંઘાતિમ તેના વડે બધી દિશામાં સમનુબદ્ધ અને લટકતી - વિપ્રકૃષ્ટ-મોટા અંતરાલથી, પંચવર્ણી ફૂલમાળાથી શોભતી ચંદનમાળા જેની આગળ કરાયેલ છે, તેની જેમ દીપ્યમાન. તેની સમાન ચિત્રાંગક નામ દ્રુમગણો - અનેક બહુ વિવિધ વિસસા પરિણતથી ગ્રન્થિમ આદિ ચાર ભેદે માલ્યવિધિ યુક્ત, કુશવિકુશ વિશુદ્ધાદિ.
(૭) ઉત્તકુરુમાં તે તે દેશમાં - x - પ્રદેશમાં ચિત્રરસા નામે દ્રુમગણો કહ્યા