________________
3/દ્વીપ૰/૧૭૮
૧૯૩
• વિવેચન-૧૭૮ :
તે સિદ્ધાયતનના ઉત્તરપૂર્વમાં એક મોટી ઉપપાત સભા છે. તેનું સુધર્મસભા માફક પ્રમાણ, ત્રણ દ્વારો, દ્વારોની આગળ મુખમંડપ ઈત્યાદિ બધું ગોમાનસી સુધી કહેવું. પછી ઉલ્લોક વર્ણન, ભૂમિભાગ વર્ણન ચાવત્ મણીના સ્પર્શ સુધી કહેવું. તે બહુામ રમણીય ભૂમિ ભાગના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા છે, જે એક યોજન લાંબી-પહોળી, અર્દ્ર યોજન જાડી, સંપૂર્ણ મણીમય ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. તે મણિ પીઠિકા ઉપર એક દેવશયનીય કહેલ છે. તેના સ્વરૂપનું વર્ણન સુધર્મસભાના દેવશયનીયની માફક કહેવું. તે ઉપપાત સભાની ઉપર આઠ-આઠ મંગલકો છે ઈત્યાદિ પૂર્વવત્ કહેવું.
તે ઉપપાત સભાની ઉત્તરપૂર્વમાં અહીં એક મોટો દ્રહ છે. તે સાડાબાર યોજન લાંબો, સવા છ યોજન પહોળો, દશ યોજન ઉંડો છે. નંદાપુષ્કરિણીવત્ સ્વચ્છ, શ્લષ્ણાદિ બધું કહેવું. − x +
તે દ્રહ એક પાવર્વેદિકા અને એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. પાવર વેદિકા અને વનખંડનું વર્ણન – ત્યાં ઘણાં વ્યતર દેવ-દેવીઓ ચાવત્ વિચરે છે. સુધી કહેવું.
તે દ્રહની ત્રણ દિશામાં ત્રિસોપાન પ્રતિરૂપક છે. તે ત્રિસોપાન પ્રતિરૂપક અને તોરણોનું વર્ણન પૂર્વવત્ છે. તે દ્રહની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી અભિષેકસભા કહી છે. તેનું પણ પ્રમાણ-સ્વરૂપ-દ્વાર-મુખમંડપ-પ્રેક્ષાગૃહ મંડપ-ચૈત્યસ્તૂપ ઈત્યાદિનું વર્ણન સુધર્માસભાવત્ કહેવું. તે ગોમાનસી સુધી કહેવું. ત્યારપથી તે પ્રમાણે જ ઉલ્લોક વર્ણન, ભૂમિભાગ વર્ણન મણીઓના સ્પર્શ સુધી કહેવું.
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે એક મોટી મણિપીઠિકા કહી છે. તે એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન જાડી, સંપૂર્ણ મણિમય, સ્વચ્છ
શ્લઢ્યાદિ છે.
તે મણિપીઠિકા ઉપર અહીં એક મોટું સિંહાસન છે. તેનું વર્ણન પૂર્વવત્. અહીં પરિવારભૂત ભદ્રાસનો ન કેહવા. તે સિંહાસનમાં વિજય દેવને યોગ્ય ઘણાં અભિષેક ભાંડ રહે છે. તે અભિષેક સભાની ઉત્તરપૂર્વ દિશામાં મોટી અલંકાર સભા છે. તે પ્રમાણ - સ્વરૂપ - ત્રણ દ્વાર - મુખમંડપ - પ્રેક્ષા ગૃહમંડપાદિ વર્ણન પ્રકારથી અભિષેક સભા પરિવાર રહિત સીંહાસન સુધી કરવું.
તે સિંહાસને વિજયદેવને યોગ્ય ઘણાં અલંકાર ભાંડ રહેલા છે. તે અલંકાર સભાની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી વ્યવસાય સભા છે. તે અભિષેક સભાવત્ પ્રમાણ-સ્વરૂપ-ત્રણ દ્વારૂમુખ મંડપાદિ વર્ણન પ્રકારથી અપરિવાર સિંહાસન સુધી કહેવું. અહીં સિંહાસનમાં એક મોટું પુસ્તકરત્ન રાખેલ છે.
તે પુસ્તકનું વર્ણન આ પ્રમાણે છે - રિપ્ટ રત્નમયી કંબિકા-પુષ્ટક. રજતમય
તપનીયમય દવક જેમાં પત્ર, પ્રોત છે. દવકની આદિમાં વિવિધ મણિમય ગ્રંથિ છે, 18/13
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ જેનાથી પત્રો નીકળતા નથી. અંકરત્નમય પત્રો છે. વિવિધ મણિ-વૈર્યમય લિપ્સાસનમષી ભાજન છે. તપનીયમય સાંકળ છે. મીભાજનની ઉપર ષ્ટિ રત્નમય તેનું ઢાંકણ છે. પ્ટિરવ્નમય મી, વજ્રમય લેખની, ષ્ટિમય અક્ષરોથી ધાર્મિક લેખ્ય છે.
૧૯૪
તે ઉપપાત સભાની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી બલિપીઠ છે. તે બે યોજન લાંબી-પહોળી, એક યોજન જાડી આદિ છે. તે બલિપીઠની ઉત્તરપૂર્વ દિશામાં એક મોટી નંદાપુષ્કરિણી કહી છે. તે દ્રહ પ્રમાણ છે. દ્રહની જેમ તેના પણ ત્રિસોપાન અને તોરણનું વર્ણન પૂર્વવત્ કરવું. વિજય દેવની રાજધાનીનું વર્ણન કર્યુ.
હવે વિજયદેવ, ત્યાં ઉત્પન્ન થાય પછી જે કરે છે, જે રીતે તેનો અભિષેક થાય છે, તેને હવે જણાવે છે -
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદિત કરેલ દ્વીપસમુદ્રાંતર્ગત્ જંબુદ્વીપ-વિજયદ્વારાધિકાર પૂર્ણ