________________
૩/દેવ/૧૫૯
પ્રાકાર, અટ્ટાલક, કપા, તોરણ, પ્રતિદ્વારોથી યુક્ત છે. ઈત્યાદિ વર્ણન * * * x * ચમર સૂત્રવત્ સમજી લેવું ચાવત્ તે ભૌમેય નગરો પ્રાસાદીય, દર્શનીય આદિ છે.
ત્યાં ઘણાં વ્યંતર દેવો વસે છે. જેમકે – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, ભુજગપતિ મહાકાય ગંધર્વગણ અને નિપુણ ગંધર્વગીતરમણ અણપત્તિ, પણપન્નિ, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહામંદિત, કુહંડપતંગ દેવા ચંચલ ચપલ ચિત્ત ક્રીડન અને પરિહાસ પ્રિય હોય છે. ગંભીર હાસ્ય, ગીત, નૃત્યમાં તેમની અનુરક્તિ રહે છે. વનમાળા, કલગી, મુગટ, કુંડલ અને ઈચ્છાનુસાર વિર્વિત આભૂષણોથી તેઓ મંડિત રહે છે. સર્વઋતુક સુગંધી પુષ્પોથી રચિત, લાંબી, શોભનીય, સુંદર અને ખીલતી વનમાળાથી તેમનું વક્ષ:સ્થળ શોભે છે. પોતાની કામનાનુસાર કામભોગોને સેવે છે. ઈચ્છા અનુસાર રૂપ અને દેહના ધારક, વિવિધ વર્ણી વેશભૂષા કરે છે.
તેમને પ્રમોદ, કંદર્પ, કલહ, કેલિ, કોલાહલ પ્રિય છે તેમનામાં હાસ્ય, બોલચાલ ઘણાં હોય છે. તેમના હાથોમાં ખડ્ગ, મુદ્ગર, શક્તિ અને ભાલા પણ રહે છે. તેઓ અનેક મણિ અને રત્નોના વિવિધ ચિહ્નવાળા હોય છે. તેઓ મહર્ષિક, મહાધુતિમાત્, મહાયશસ્વી, ઈત્યાદિ, હારથી શોભિત વક્ષ:સ્થળવાળા યાવત્ દશે દિશાઓને ઉધોતીત અને પ્રભાસીત કરતા વિચરણ કરે છે.
૧૩૩
તેઓ ત્યાં પોત-પોતાના લાખો ભોમેજ્જ નગરાવાસ, હજારો સામાનિકો, અગ્રમહિષીઓ, પર્ષદાઓ, સૈનિકો, સૈન્યાધિપતિ, આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં વ્યંતર દેવ-દેવીઓનું આધિપત્ય યાવત્ ભોગવતા વિચરે છે. પ્રાયઃ સુગમ છે. વિશેષ આ પ્રમાણે –
માય - મહોરગ. ગંધર્વગણ - ગંધર્વ સમુદાય. કેવો ? નિપુણ - પરમ કૌશલયુક્ત, ગંધર્વ-ગંધર્વજાતીય દેવો, તેમના જે ગીત, તેમાં જેમની રતિ છે તે. આવા વ્યંતરોના આઠ મૂળ ભેદો અને આઠ અવાંતર ભેદો - ‘અણપશ્ચિક’ આદિ છે. આ સોળે વ્યંતર દેવો કેવા છે ? અનવસ્થિત ચિત્તવાળા, અતિશય ચપળ, વિવિધ ક્રીડા અને પરિહાસ જેમને પ્રિય છે તેવા. ગંભીર હસિત, ગીત, નર્તનમાં જેમની રતિ
છે તેવા. વનમાલામય શેખરવાળા મુગટ અને કુંડલ તથા સ્વચ્છંદ વિકુર્વિત આભૂષણોને ધારણ કરે છે તથા સર્વ ઋતુવર્તી સુગંધી ફૂલોથી શોભિત લાંબી, શોભતી, કમનીય, અમુકુલિત, અમ્લાન પુષ્પમસી વિચિત્ર વનમાળા હ્રદયે ધારણ કરે છે. તેઓ સ્વેચ્છાચારી છે. જામ - સ્વેચ્છાથી, જામ - મૈથુનસેવા જેમને છે તે મામા - અનિયતકામા. સ્વેચ્છાથી રૂપ અને ઈચ્છિત દેહને ધારણ કરનારા, તે કામરૂપદેહધારી.
- X + X + X - વર્ષ - કામોદ્દીપન વચન ચેષ્ટા, હૈં - રાટિ, કેલિ-ક્રીડા, કોલાહલ-બોલ. અતિ પ્રભૂત હાસ્ય-બોલ યુક્ત, હાથમાં અસિ, મુદ્ગર, શક્તિ, કુંતવાળા, મળિ - ચંદ્રકાંતાદિ, રત્ન - કર્કેતનાદિ, અનેક મણિ-રત્નો વડે નિયુક્ત
ચિહ્નવાળા.
ભગવન્ ! પિશાચ દેવોના ભૌમેય નગરો ક્યાં છે ? પ્રજ્ઞાપના સૂત્રના ‘સ્થાનપદ'
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
મુજબ જાણવું. તે આ રીતે – ભંતે ! પિશાચ દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના રજતમય કાંડના ૧૦૦૦ યોજન બાહલ્યના ઉપર-નીચેના ૧૦૦
૧૦૦ યોજન છોડી વચ્ચેના ૮૦૦ યોજનોમાં પિશાચ દેવોના તિર્થા અસંખ્યાતા ભોમેજ્જ
૧૩૪
નગરો છે તે ભોમેજ્જનગરો બહારથી વૃત્ત, ઈત્યાદિ ઔધિકવત્ કહેવું. ત્યાં ઘણાં પિશાચ દેવો વસે છે. કાલ, મહાકાલ નામે બે પિશાચેન્દ્રો વસે છે ઈત્યાદિ.
ભગવન્ ! દાક્ષિણિલ્લ પિશાચોના ભોમેજ્જ નગરો ક્યાં છે? યાવત્ તે બહારથી વૃત્ત આદિ ઔધિવત્ કહેવું. અહીં પિશાચોના ભોમેજ્જ નગરો કહ્યા છે. ભગવન્ ! દાક્ષિણિલ્લ પિશાચદેવો ક્યાં વસે છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથ્વીના રજતમય કાંડના મધ્યના ૮૦૦ યોજનોમાં દાક્ષિણિલ્લ પિશાચદેવોના ભૌમેય નગરો છે. ત્યાં ઘણાં દાક્ષિણિલ્લ પિશાચ દેવો વરસે છે. ત્યાં કાલ પિશાચેન્દ્ર રહે છે. તે ત્યાં તિર્છા અસંખ્યાતા લાખ ભૌમેય નગરો, ૪૦૦૦ સામાનિક, ચાર અગ્રમહિષી સપરિવાર, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવાદિનું આધિપત્ય કરતાં યાવત્ વિચરે છે.
પર્મદા નિરૂપણ-ભગવન્ ! પિશાચેન્દ્ર કાળની કેટલી પર્ષદા છે ? ગૌતમ ! ત્રણ. ઈસા-ત્રુટિતા-દૃઢ રથા ઈત્યાદિ પૂર્વવત્. દેવ-દેવીની સંખ્યા આદિ સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવા - ૪ - ૪ - ભગવન્ ! ઉત્તલ્લિ પિશાચના ભૌમેય નગરો ક્યાં છે ? તે દેવો ક્યાં વસે છે ? દાક્ષિણિલ્લ જેવી જ વક્તવ્યતા કહેવી. એ રીતે પિશાચ માફક ભૂતથી ગંધર્વ સુધી કહેવું. ભૂતના-સૂરૂપ અને પ્રતિરૂપ, યક્ષના પૂર્ણભદ્ર-માણિભદ્ર, રાક્ષસના ભીમ-મહાભીમ, કિંનના કિંન-કિંપુરુષ, કિંપુરુષના સત્પુરુષ-મહાપુરુષ,
મહોરગના અતિકાય-મહાકાય, ગંધર્વના ગીતરતિ-ગીતયશ. ૦ એ પ્રમાણે વ્યંતરો કહ્યા.