________________
સૂઝ-૨૯
રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
અંતરમાં વિશિષ્ટ શોભા નિમિત્ત રત્નોનું જેમાં છે તે જાલાંતરરત્ન.
પંજર-પેટીમાંથી બહાર કાઢેલ. જેમ કોઈ વસ્તુ પંજર-વંશાદિમય આચ્છાદન વિશેષથી બહાર કાઢેલ અત્યંત વિનષ્ટ છાયાવથી શોભે, તે રીતે તે પ્રાસાદાવતેસકો પણ શોભે છે. તથા મણિકનકમયી સ્કૂપિકા-શિખરો જેમાં છે તે. વિકસિત એવા શતપત્રો અને પંડરીકો દ્વારાદિમાં પ્રતિકૃતિપણે સ્થિત છે. તિલકરત્ન-ભિત્તિ આદિમાં પંડ્રવિશેષ અને અર્ધચંદ્ર દ્વારાદિમાં તેના વડે વિવિધરૂપ કે આશ્ચર્યભૂત જે “વિકસિત શતપત્ર પુંડરીક તિલકરત્નાદ્ધચંદ્ર.”
અનેકરૂપ જે મણિમય પુષ્પમાલા, તેના વડે અલંકૃત તથા અંદર અને બહારથી મમૃણ. તપનીય-સુવર્ણ વિશેષમયી વાલુકાના પ્રસ્તા જેમાં છે તે સુખ સ્પશિિદ પૂર્વવતુ જાણવું.
તેના પ્રાસાદાવાંસકોની અંતભૂમિ અને ઉપરના ચંદરવાનું વર્ણન, સિંહાસનઉપરનું વિજય દૂષ્ય-વજાંકુશ અને મુક્તાદામનું વર્ણન એ બધું ચાનવિમાન મુજબ
કહેવું.
તે દ્વારોના પ્રત્યેકના બંને પડખે એક એક ઐધિકી ભાવથી જે બે પ્રકારે પેધિકી, તેના સોળ-સોળ તોરણો કહ્યા છે. તે તોરણો વિવિધ મણીમય છે, ઈત્યાદિ તોરણ વર્ણન યાનવિમાનવ નિરવશેષ કહેવું. તે તોરણોની આગળ પ્રત્યેકને બે બે શાલભંજિકા છે, વર્ણન પૂર્વવતું. તે તોરણોની આગળ બળે નાગદંતકો કહ્યા છે. તેનું વર્ણન પણ પૂર્વવત્ કહેવું. માત્ર તેમાં ઉપર નાગદતકો ન હોવાથી તેનું કથન ન કરવું.
તે તોરણોની આગળ બબ્બે અશ્વ યુગ્મ છે. એ પ્રમાણે હાથી-નર-કિંનરાદિના યુગ્મ કહેવા. તે કેવા છે ? સર્વ રનમય, સ્વચ્છ, ગ્લણ આદિ પૂર્વવતું. જે રીતે આ ઘોડા આદિના આઠ સંઘાટો કહ્યા છે, તે રીતે પંક્તિ, વીચિ, મિથુનક કહેવા. તેમાં સંઘાટ-સમાન લિંગયુષ્મ રૂપ અને પુષ્પાવકીર્ણ, એક દિકુ વ્યવસ્થિત શ્રેણિ-પંક્તિ, બંને પડખે એકૈક શ્રેણિ ભાવથી જે બે શ્રેણિ, તે વીથિ. સ્ત્રી-પુરુષનું યુગ્મ તે મિથુનક.
તે તોરણોની આગળ બળે પદાલતા છે. યાવતું શબ્દથી બળે નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વાસંતીલતા, કુંદલતા, અતિમુકતલતા ગ્રહણ કરવી. આ લતા કેવી છે ? નિત્ય કુસુમિત ઈત્યાદિ. ચાવત્ શબ્દથી નિત્ય-મુકુલિત, લવચિક, સ્તબયિક, ગૌચ્છિક, ચમલિક, યુગલિક, વિનમિત, પ્રણમિત, સુવિભક્ત પિંડ મંજરિવતંસકધર એની વ્યાખ્યા પૂર્વવત્. વળી તે સર્વે રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. અહીં પણ સ્વચ્છ, ગ્લણાદિ લેવું.
તે તોરણોની આગળ પ્રત્યેકમાં બબ્બે દિપક્ષકો છે, તે બધાં જાંબૂનદમય છે. કવચિત્ સર્વરનમય, સ્વચ્છ ઈત્યાદિ છે. એ રીતે બળે ચંદનકળશો કહ્યા છે. તે શ્રેષ્ઠ કમળ પ્રતિષ્ઠિત છે. ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. બન્ને વૃંગાર છે, તેનું વર્ણન કળશો માફક કહેવું. વિશેષ છે કે છેલ્લે મહા ઉન્મત્ત હાથીના મુખ્ય સમાન કહ્યા છે. અર્થાત્ અતિ વિશાળ જે મુખ, તેના આકાર સમાન છે. તેમ કહેવું.
તે તોરણો આગળ બળે દર્પણ કહ્યા છે તે દર્પણનું આવા સ્વરૂપનું વર્ણન છે - તપનીય સુવર્ણમય પ્રકંઠક-પીઠ વિશેષ, અંકમય - મકરનમય મંડલ, જેમાં પ્રતિબિંબ હોય છે. અવઘર્ષિત તેની નિર્મળતા છે અર્થાત રાખ આદિ વડે નિમર્જિન કરેલું છે. અનવઘર્પિત નિર્મળ છાયા વડે યુક્ત છે. ચંદ્રમંડલ સર્દેશ છે. અતિશય મહતુ અર્ધકાયા પ્રમાણ, હે આયુષ્યમાત્ શ્રમણ ! તે કહ્યા છે.
તે તોરણોની આગળ બબ્બે વજમય નાભિયુક્ત સ્થાલ કહ્યા છે. તે સ્થાલ ૩૭ - નિર્મળ, શુદ્ધ, સ્ફટિકવત્ ત્રણ વખત છડેલ, તેથી જ નખ સંદષ્ટ, મુશલાદિ વડે છડિત જેમાં છે, એવા શાલિ નંદુલ વડે પરિપૂર્ણ, પૃથ્વી પરિણામરૂપ • x • તથા સર્વથા જાંબુનદમય, નિર્મળ, પ્લણ ઈત્યાદિ. અતિ મહીનું રથયક સમાન કહ્યા છે.
- તે તોરણો આગળ બબ્બે પાત્રીઓ કહી છે. તે પામીઓ સ્વચ્છ પાણીથી પરિપૂર્ણ છે. તે વિવિધ પ્રકારના લીલા ફળો વડે ઘણી જ ભરેલી એવી છે. ખરેખર તે ફળ નથી, પરંતુ તેવા પ્રકારના શાશ્વત ભાવને પામેલ પૃથ્વી પરિણામને તે ઉપમા આપી છે. સર્વ રત્નમય ઈત્યાદિ પૂર્વવતું. તે અતિશય મોટા ગોકલિંગ ચક્ર સમાન હે આયુષ્યમાનું શ્રમણ કહેલી છે.
તે તોરણોની આગળ બળે સુપતિષ્ઠક-આધાર વિશેષ કહ્યા છે. તે સર્વોષધિ પ્રતિપૂર્ણ છે. વિવિધ પંચવર્ણી પ્રસાધન ભાંડ વડે ઘણાં ભરેલા છે. ઉપમા ભાવના પૂર્વવત્ છે. સર્વે રનમય છે, ઈત્યાદિ. તે તોરણોની આગળ બળે મનોગુલિકા નામે પીઠિકા છે. -x - તે મનોગુલિકા સર્વથા વૈર્યમય, સ્વચ્છ ઈત્યાદિ છે. તે મનોગુલિકામાં સુવર્ણમય અને રૂધ્યમય પાટીયા કહ્યા છે. તે સોના-રૂપના ફલકોમાં ઘણાં વજમય નાગદંતક-કુટકો છે. તે નાગદંતોમાં ઘણાં જતમય સિક્કાઓ છે. તેમાં ઘણાં વાતકરક અર્થાત જળશૂન્ય કક્કો છે. તે આ રીતે-કૃષ્ણ સૂત્ર ઈત્યાદિમય ગવચ્છિકા. તે કૃષ્ણ સૂત્રાદિ સિક્કગ ગવચ્છિતા, તે વાતકરકો સર્વથા વૈડૂર્યમય, સ્વચ્છ ઈત્યાદિ છે, તે પૂર્વવતું.
તે તોરણોની આગળ બબ્બે આશ્ચર્યભૂત રત્નકરંડક કા છે, જેમ કોઈ ચતુરંત ચકવર્તી સજા પૂર્વાદિ ચાતુરંત પૃથ્વી પર્યન્ત ચક વડે વર્તે છે, તેની જેમ આશ્ચર્યભૂત વિવિધ મણિમયવથી અથવા વિવિધ, બાહુલ્યથી વૈડૂર્યમણિમય, સ્ફટિક પટલથી આચ્છાદિત પોતાની પ્રભાવી ઈત્યાદિ જેમ તે ચક્રવર્તી નીકટના પ્રદેશોને ચોતરફ બધી દિશામાં સમસ્તપણે અવભાસ કરે છે, તે રીતે પયયિમયથી - ઉધોતિત, તાપિત, પ્રભાસિત કરે છે.
તે તોરણોની આગળ બબ્બે અશ્વકંઠ પ્રમાણરત્ન વિશેષ અને હાથી-મનુષ્યકિંન-કંપુર-મહોરણ-ગંધર્વ-વૃષભ કંઠ પ્રમાણ રત્નવિશેષ છે. - x • સર્વે રનમય, સ્વચ્છાદિ છે.
તે તોરણોની આગળ બબ્બે પુષ્પગંગેરીઓ કહી છે. એ રીતે માળા-ચર્ણ-ગંધવા-આભરણાદિની ચંગેરી પણ કહેવી. આ બધી સર્વથા રનમય, સ્વચ્છાદિ છે. આ પ્રમાણે પુષ્પાદિ આઠના પટલકો બળે સંખ્યક કહેવા. * * છે તોણો આગળ બબ્બે