________________
સૂત્ર-૧૧
સંભ્રમથી-સ્વનાયક વિષય બહુમાન જણાવનાર, સ્વનાયક ઉપદિષ્ટ કાર્ય સંપાદન માટે જે શક્તિ વસ્તિ પ્રવૃત્તિ...
૩૯
...વાસ, પુષ્પમાળા, આભરણ વિશેષ. સર્વે દિવ્ય ત્રુટિત તેના શબ્દો, તેમના એકત્ર મિલનથી જે સંગતપણે મહાનઘોષ, તેના વડે - ૪ - ૪ - મહા પરિવારાદિ ઋદ્ધિ વડે, મહાધુતિ ઈત્યાદિથી તથા મહાન-શ્રેષ્ઠ આતોધના એક સમયે પટુ પુરુષો વડે પ્રવાદિત જે સ્વ, તેના વડે. આને જ વિશેષથી કહે છે – શંખ, પ્રણવ, ઢોલ, ભેરી, ઝાલર-ખંજરી, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, દુંદુભી. આ બધાંનો નિર્દોષ, ઘંટાની જેમ નાદ, જે વગાડ્યા પછી પણ સતત ગુંજતો રહે, તેવા રવ સાથે સંપવૃિત્ત. આત્મીય પરિવાર સાથે - x - વિના વિલંબે, સૂર્યાભદેવની સમીપે આવો. સૂત્ર-૧૨ :
ત્યારે તે પદાનિકાધિપતિ દેવ, સૂયભિદેવે આમ કહેતા હષ્ટ-તુષ્ટ યાવત્ હૃદયી થઈ, હે દેવ ! ‘તહત્તિ’ કહી વિનયથી આજ્ઞા વચનો સ્વીકારીને સૂયભિ વિમાનમાં સુધર્માંસભામાં મેઘના સમૂહ જેવા ગંભીર મધુર શબ્દો કરતી, યોજન પરિમંડલ સુસ્વરા ઘંટા પાસે આવે છે, આવીને ત્રણ વખત તે સુસ્વરા ઘંટાને વગાડે છે. ત્યારે તે મેઘના સમૂહ જેવા ગંભીર-મધુર શબ્દો વાળી ૪ - ઘંટા વગાડતા સૂભિ વિમાનના પ્રાસાદ વિમાનાદિથી લઈને ખૂણા-ખૂણા સુધીના એકાંત શાંત સ્થાન લાખો પતિધ્વનિઓથી ગુંજી ઉઠ્યા.
-
ત્યારે તે સૂયભિવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ એકાંત રતિ-પ્રાત, નિત્ય પ્રમત, વિષય સુખમાં મૂર્છિત સુવરઘંટારવના વિપુલ બોલથી ત્વરિત, ચપળ, જાગૃત્ત થઈને ઘોષણાના કુતૂહલથી કાન અને મનને એકાગ્ર ચિત્ત કર્યું તથા ઉપયુક્ત માનસ થયા. તે પદાતિ સૈન્યાધિપતિ દેવે તે ઘંટારવ શાંત-પ્રશાંત થતા મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં કહ્યું –
હે સૂયભિવાસી અનેક વૈમાનિક દેવ-દેવીઓ સૂભિ વિમાનાધિપતિના હિતપદ-સુખપદ આજ્ઞા વચનોને સાંભળો. સૂભિ દેવે આજ્ઞા કરી છે કે હે દેવાનુપિયો સૂયભિદેવ જંબૂદ્વીપના ભરતક્ષેત્રની આમલકા નગરીના અમશાલવન ચૈત્યમાં શ્રમણ ભગવન્ મહાવીરને વંદના કરવા જાય છે તો તમે-સૂયભિના દેવો સર્વઋદ્ધિથી, કાળનો વિલંબ કર્યા વિના સૂયભિદેવની પાસે આવી જાઓ.
• વિવેચન-૧૨ :
નાવ પશ્ચિમુખિત્તા ચાવત્ શબ્દથી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને. - X - ત્રણ વખત તાડન કરી - ઉક્ત સુસ્વરા ઘંટાને ત્રણ વખત તાડિત કરી, જે સૂર્યભ વિમાનમાં પ્રાસાદ-નિષ્કુટમાં અથડાતા શબ્દવર્ગણા પુદ્ગલ, તેના વડે ઉછળતા જે ઘંટાના પડઘાં-લાખો શબ્દ, તેનો સંકુલ થયો. અર્થાત્ ઘંટાના મહા પ્રયત્નથી તાડિત કરાતા નીકળેલા શબ્દ પુદ્ગલ, તેના પ્રતિઘાત વશથી બધી દિશા-વિદિશામાં દિવ્યાનુભાવથી ઉછળતા પડઘાં વડે એક લાખ યોજન સર્વ વિમાન બહેરું થઈ ગયું.
રાજપ્રશ્નીચઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
આના વડે બાર યોજનથી આવેલ શબ્દ શ્રોત્રગ્રાહ્ય થાય, પછી નહીં. તો એકત્ર તાડિત ઘંટાની સર્વત્ર શ્રુતિ કઈ રીતે થાય ? એ વાતનું નિરસન કર્યુ છે. દિવ્યાનુભાવથી બધે તે સંભળાય છે. તે સૂર્યભવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવોદેવીઓ એકાંતે રમણ પ્રસક્ત હતા, તેથી જ સર્વકાળ પ્રમત્ત હતા. વિષય સુખમાં મૂર્છિત-આસક્તતાથી નિત્ય પ્રમત્ત. તેઓ સુસ્વરા ઘંટાના રવને જે સર્વે દિશાવિદિશામાં પડઘાતાં સકલ વિમાનવ્યાપી વિસ્તીર્ણ કોલાહલ વડે શીઘ્ર, આકુળ, જાગૃત કરાતા-આ કેવી ઘોષણા થશે ? એવા કુતૂહલ વડે કાન દઈને ઘોષણા શ્રવણના એક વિષયમાં ચિત્તવાળા થઈને, વળી તે પણ ઉપયુક્ત માનસથી [ઉત્સુક થયા.
४०
પદાતિ સૈન્યાધિપતિ દેવે, તે ઘંટારવ અત્યંત મંદરૂપ થતાં, સર્વથા શાંત થતાં, મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા કહ્યું – હર્ષિત થઈ સાંભળો, સ્વામીના આદેશથી શ્રીમત્ મહાવીરને પાદવંદનાર્થે પ્રસ્થાન કરો. - ૪ - સૂર્યાભ વિમાનવાસી અનેક વૈમાનિક દેવો અને દેવીઓ સૂર્યભ વિમાનાધિપતિના હિતાર્થ-સુખાર્થ વચનને સાંભળો. તેમાં હિત - જન્માંતરમાં પણ કલ્યાણ લાવે, તે રીતે કુશલ. સુખ-તે ભવમાં નિરુપદ્રવતા.
- X - X -. -
- સૂત્ર-૧૩,૧૪ :
[૧૩] ત્યારે તે સૂચભિવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ પદાતિ સૈન્યાધિપતિ દેવની પાસે આ અર્થ સાંભળી, સમજી હષ્ટપુષ્ટ યાવત્ હૃદયી થઈને કેટલાંક વંદન નિમિત્તે, કેટલાંક પૂજન નિમિત્તે કેટલાંક સત્કાર નિમિત્તે એ રીતે સન્માન-નિમિત્તે, કુતૂહલ નિમિત્તે, ન સાંભળેલું સાંભળવાને, સાંભળેલના અર્થ-હેતુ-પ્રશ્નો-કારણો-ઉત્તરો પૂછવાને, સૂભદેવના વચનના પાલનને માટે, એકબીજાના અનુકરણ કરવાને, જિનભક્તિના રાગથી, ધર્મ સમજીને, જીતાચાર સમજીને, સર્વ ઋદ્ધિ સાથે યાવત્ વિના વિલંબે સૂયભિદેવની પાસે આવ્યા.
[૧૪] ત્યારે તે સૂયભિદેવ, તે સૂભિ વિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓને વિના વિલંબે સમીપે આવેલા જોયા. જોઈને હષ્ટ-તુષ્ટ યાવત્ હૃદયી થઈ આભિયોગિક દેવને બોલાવે છે. બોલાવીને કહ્યું – ઓ દેવાનુપ્રિય ! અનેક સ્તંભ સંનિર્વિષ્ટ લીલા કરતી શાલભંજિકા યુક્ત, ઈહા-મૃગ-વૃષભ-તુરંગન-મગર-વિહગ-વ્યાલક-કિન-ટુ-સરભ-ચમર-કુંજર-વનલતા-પાલતા આદિના ચિત્રોથી ચિત્રિત, સ્તંભ ઉપર બનેલી વજ્ર વેદિકાયુક્ત હોવાથી રમ્ય, વિધાધર યમલયુગલ સંયુક્ત સમાન, હજારો કિરણોથી વ્યાપ્ત, હજારા રૂપકોથી યુક્ત, તેથી દેદીપ્યમાન, જોતાં જ આંખ ચોંટી રહે, સુખપર્શ હોય, સશ્રીકરૂપ, ઘંટાવલિના ચલનથી મધુર-મનહર સ્વરયુક્ત, શુભ-કાંત-દર્શનીય, નિપુણ શિલ્પી દ્વારા નિર્મિત, દેદીપ્યમાન મણિ અને રત્નોના ઘુંઘરુંથી વ્યાપ્ત, એક લાખ યોજન વિસ્તીર્ણ, દિવ્ય ગમનસજ્જ, શિઘ્રગતિક દિવ્ય યાન વિમાન વિષુ વિકુર્તીને જલ્દી આ આજ્ઞા મને પાછી સોંપો.