________________
સૂત્ર-૧,૨
રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
વૃતાંત કહેવાયો, તે સમયે આમલકWા નગરી હતી. પણ આજે તેવી નગરી વતી નથી. તો બવત્ કેમ કહ્યું? કહેવાનાર વર્ણક ગ્રન્થોક્ત વિભૂતિયુક્ત તેનો અભાવ હોવાથી કહ્યું. વિવક્ષિત ઉપાંગ કાળે તેમ ન હતું. તો કઈ રીતે જાણવું ? આ અવસર્પિણી કાળ, તેમાં પ્રતિક્ષણે શુભ ભાવોની હાનિ થાય છે. તે જિનવચન જ્ઞાતાને સમ્યક્ પ્રતીત છે. તેથી બવત્ કહેવામાં કોઈ વિરોધ નથી.
હવે આ નગરી વર્ણન - રિસ્થિમય સમયદ્વી - ઈત્યાદિ. દ્ધ-ભવન અને નગરજનથી અતી વૃદ્ધિ પામેલ. તિમિત-સ્વચક, પાચક, તકર, ડમરાદિ ઉત્પન્ન ભય-કલ્લોલ-માલા રહિત. સમૃદ્ધ-ધનધાન્યાદિ વિભૂતિયુક્ત. યાવત્ શબ્દથી TITUTધવના વય પ્રમોદવાળા, નગરીમાં વસનારા લોકો અને જનપદમાં પ્રયોજનવશ આવતા એવા લોકો છે. માઇUT HUTIVqસા - મનુષ્યજન વડે આકીર્ણ. સેંકડો અને હજારો હળો વડે ખેડાયેલ, વિકૃષ્ટા-નગરીથી દૂરવર્તી કે બહિર્વર્તી. મનોજ્ઞ અને નિપુણો વડે આપ્ત અર્થાત છેક પુરષો વડે પરિકર્મિત. સેતુસીમા-નહેરના જળથી સિંચિત્ ફોન સીમાવાળા, જે લાખો હળો વડે ખેડાયેલ, વિકૃષ્ટ, છેકપુરુષ પરિકર્મિત સીમા.
કુટ સંપાતિત ગામ - સર્વે દિશા, વિદિશામાં પ્રયુરતાવાળી, બળદ, પાડા, ગાય, ઘેટાંની બહલતાવાળી. સુંદર આકારવાળી, ચૈત્યો અને પચતરણીયુક્ત, વિશિષ્ટ સંનિવેશો જ્યાં ઘણાં છે તેવી. ઉકોટપણે ચરે છે, તેથી શરીર વિનાશકારી ગ્રંયિછેદક, ચોર, દંડપાશક હિત છે. આના દ્વારા તેમાં ઉપદ્રવકારીતાનો અભાવ કહ્યો. અશિવ અને રાજાદિકૃત્ ઉપદ્રવનો અભાવ, ભિક્ષુકોને ભિક્ષાની સુલભતા, વિશ્વસ્વ-નિર્ભય જેમાં લોકોનો આવાસ સુખમય છે તે. અનેક કોટિસંખ્યા કૌટુંબિકોલી આકીર્ણ, સંતુષ્ટજનના યોગથી નિવૃત, શુભવસ્તુયુક્તપણાથી શુભ, નટ-નર્તક-રાજાના સ્તોત્રપાઠક-મલ્લ-મૌષ્ટિકમલ-વિદૂષક-કથક-કૂદનાર કે નધાદિ તરના-રાસ ગાનારાજય શબ્દ બોલનાર કે ભાંડ-શુભાશુભ કથક - મોટા વાંસ ઉપર ખેલનાર - મંખભિક્ષક - તૃણવાધવાળા - તુંબવીણાદિકા - તાળી વગાડનારા આ બધાં વડે જે આસવિતા છે તેવી. - - -
• • • આરામ, ઉધાન, કૂવા, તળાવ, દીધિંકા, કેદારા આદિથી રમ્યતાદિ ગુણોપેતા જેના છે તે. ઉંડ-વિસ્તીર્ણ-ગંભીર-ઉપરથી વિસ્તીર્ણ અને નીચે સંકુચિત ખાત, નીચે-ઉપર સમખાતરૂપ પરિખા જેવી છે તે. ચક્ર, ગદા, અપંઢી, પ્રતોલીદ્વારમાં અંત:પ્રાકારરૂપ અવરોધ, મહાયષ્ટિ કે મહાશિલા જે પાડવાથી સો પુરષોનો ઘાત થાય તે, સમસ્થિ દ્વારા જે નિચ્છિદ્ર એવા દુષવેશ્ય જેના છે કુટિલ ધનુથી પણ વક પ્રાકારથી પરિક્ષિપ્ત, વર્તુળ સંસ્થાનથી શોભતા કપિશીર્ષકયુકત, અટ્ટાલકા-ચરિકાઉન્નત એવા દ્વારા - ગોપુર - તોરણ જેના છે તે. સુવિભક્ત રાજમાર્ગથી યુક્ત. નિપુણ એવા શિલાચાર્યથી રચિત, દૃઢ, અર્ગલા. સંપાટિત બે દ્વારના આધારભૂત એવો પ્રવેશમધ્ય માર્ગ જેવો છે તે. વણિકૃપથ, હાટમાર્ગ અને વણિજોના સ્થાનો તથા
કુંભકારાદિથી નિવૃત્ત, સ્વ સ્વ કર્મ કુશલ વડે આકીર્ણ. શૃંગાટક-ગક-ચતુર્ક-જવર વડે કરીયાણાથી પ્રધાન દુકાનમાં, જ્યાં વિવિધ દ્રવ્ય વડે પરિમંડિત અને સુરમ્ય. -
: - રાજાના ગમનાગમન વડે વ્યાપ્ત રાજમાર્ગ જેવો છે તે. અનેક શ્રેષ્ઠ અશ્વો, ઉન્મત્ત હાર્થીઓ અને રથનો સમૂહ તથા શિબિકા, અંદમાનીકા, યાન, યુગ્યા વડે વ્યાપ્ત છે જે. • x • x • વિકસિત તાજા કમળો વડે શોભિત જળ જેમાં છે તે તથા શેત-ઉત્તમ-ભવન પંક્તિ પવિત ખુલ્લા નયને પ્રેક્ષણીય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતીરૂપ [એવી તે આમલકાનગરી છે.]
નગરીની બહાર ઈશાનખૂણામાં આમની શાખાથી અતિ પ્રચૂરપણે ઉપલક્ષિત જે વન, તે આમશાલવન, તેના યોગથી જે ચૈત્ય આમશાલવન, વિત • લેય આદિ ચયનના ભાવ કે કર્મ તે ચૈત્ય. તે અહીં સંજ્ઞા શબ્દવથી દેવતાની પ્રતિમારૂપે પ્રસિદ્ધ છે. તેથી તેના આશ્રયરૂપ જે દેવતાનું ગૃહ, તે પણ ઉપચારથી ચૈત્ય છે. તે અહીં વંતરાયતન જાણવું, અરિહંત ભગવંતનું આયતન નહીં. તે કેવું છે ?
ઘણાં લાંબા કાળનું, જુનું, ચાવત્ શબ્દથી શદિત, કિર્તીત, જ્ઞાત, સછત્ર, સવજ, ઈત્યાદિ ઉવવાઈ પ્રસિદ્ધ વર્ણન જાણવું આવા પ્રકારના ચૈત્યનું વર્ણન કહીને વનખંડ વક્તવ્યતા કહેવી -
તે આમશાલ વનચૈત્ય, એક મહા વનખંડથી ચોતરફથી સંપરિવૃત હતું. તે વનખંડ કૃષ્ણાવભાસ ઈત્યાદિ યાવત્ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતું. તેમાં કૃણાવભાસપણા આદિ ગુણ વડે, મનને પ્રસાદહેતુત્વથી પ્રાસાદીય, ચલુને આનંદદાયીપણાથી દર્શનીય, અભિરૂપ-પ્રતિરૂપ પૂર્વવત્.
• સૂત્ર-3 :
શ્રેષ્ઠ અશોકવૃક્ષ અને પૃથ્વીશિલાષ્ટકની વકતવ્યતા ઉવવાઈ સૂઝના આલાવા અનુસાર જાણવી.
• વિવેચન-૩ +
• x • તે વનખંડના બહુમધ્યદેશભાગે એક મોટું, ઉત્તમ અશોકવૃક્ષ હતું, તે સાવત્ પ્રતિરૂપ હતું. તે વૃક્ષ બીજા અનેક તિલક ચાવત્ નંદિવૃક્ષોથી ચોતરફથી સંપવૃિત હતું. તે તિલક ચાવત્ નંદિવૃક્ષ કુશ-વિકુશ વિશુદ્ધ વૃક્ષ મૂળવાળું, મૂલમંત, કંદમંત ચાવતુ પ્રતિરૂપ હતું. તે તિલક યાવત્ નંદિવૃક્ષ બીજી ઘણી પદાલતા, નાગ લતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતિકાલતા, અતિમુકતકલતા, કુંદલતા, શામલતાથી ચોતરફ ઘેરાયેલ હતું.
તે પદાલતા ચાવતું શ્યામલતા નિત્ય કુસુમિત ચાવતુ પ્રતિરૂપ હતી. તે શ્રેષ્ઠ અશોકવૃક્ષની ઉપર ઘણાં અષ્ટમંગલો હતા. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્તમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય, દર્પણ. તે બધાં રાનમય, સ્વચ્છ, ગ્લણ, પૃષ્ટ, મૃટ, નીરજ, નિર્મળ, નિષ્પક, નિકંટછાયા, પ્રભા-કિરણ-ઉધોત સહિત તથા પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે.