________________
સૂત્ર-૩૨
ચંદ્રવત્, મનુષ્યોમાં ભરતવત્ ઘણાં વર્ષો, અનેક શત વર્ષો, અનેક સહસ વર્ષો, અનેક લાખ વર્ષો, અનઘસમગ્ર, હષ્ટ-તુષ્ટ, પરમાયુનું પાલન કરો. ઈષ્ટજનથી સંપવૃિત્ત રહી ચંપાનગરીનું તથા બીજાં ઘણાં ગામ, નગર, આકર, ખેડ, કટિ, મડંબ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, નિગમ, સંવાહ, સંનિવેશોનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામિત્વ, ભતૃત્વ, મહત્તસ્કત્વ, આજ્ઞા-ઐશ્વર્ય-સેનાપત્ય કરતા, પાલન કરતા, મહતા અહિત-નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તાલ-ત્રુટિત-ધન મૃદંગ-દુંદુભિ આદિ વાજિંત્રના શબ્દોથી વિપુલ ભોગોપભોગ ભોગવતા વિચરો એમ કહીને જય-જય શબ્દ કરે છે.
૧૫૭
• વિવેચન-૩૨ (અધુરેથી) :
ઈન્દ્ર જેવો ઈત્યાદિ વાયના વ્યક્ત છે. વિશેષ એ કે - અળદ - નિર્દોષ, સમગ્ર-સમગ્ર પરિવાર. હતુ-અતી તુષ્ટ, પરમાઉં પાલચાહિ-તે કાળની અપેક્ષાએ જે ઉત્કૃષ્ટ આયુ તે પરમાણુ. ગામ-જનપદને આશ્રીને. આક-લવણ આદિ ઉત્પત્તિ ભૂમિ, નગર-જ્યાં કર વિધમાન નથી તે. ખેટ-ધૂળીયો પ્રાકાર, કર્બટ-કુનગર, મડંબનજીકમાં નિવેશ ન હોય તે. દ્રોણમુખ-જળમાર્ગ, સ્થળમાર્ગયુક્ત. પત્તન-જળમાર્ગ કે સ્થળમાર્ગયુક્ત, બીજા કહે છે પન-રત્નભૂમિ. આશ્રમ-તાપસ આદિ આવાસ. સંવાહપર્વતના નિતંબાદિ દુર્ગ સ્થાન. સન્નિવેશ-ઘોષ વગેરે [પડાવ]. - આ બધાનું
આધિપત્ય - તેને આશરે રહેલ લોકોથી અધિકપણે તેનું અવસ્થાયિત્વ. પૌરોપત્ય-અગ્રેસરપણું. ભતૃત્વ-પોષકપણું. સ્વામિત્વ-સ્વસ્વામિ સંબંધ માત્ર. મહત્તરત્વ-તેને આશ્રિત જનની અપેક્ષાની મહત્તમપણું. આજ્ઞેશ્વર-આજ્ઞાપ્રધાન જે સેનાપતિ-સૈન્ય નાયક, તેનો ભાવ કે કર્મ. કારેમાણે-બીજા પાસે કરાવતો. પાલેમાણે-સ્વયંજ પાલન કરતો. માનવૃીિય આદિ. અહીં મહત્ વ વડે એટલું જોડવું. પ્રવ્રુતિ - આખ્યાનક પ્રતિબદ્ધ કે અહત અર્થાત્ અવ્યવચ્છિન્ન અથવા આહત-આસ્ફાલિત. જે નાટ્ય-નાટક. તેમાં જે ગીત-ગેય, વાદિત-વાઘ, તથા તંત્રી-વીણા, તલતાલ-હાથ અડાવાનો રવ અથવા તલ-હાથ, તાલ-કશિકા. તુડિયત્તિ-શેષ સૂર્ય, ધનમૃદંગ-મેઘ ધ્વનિર્મદુલ. પટુપ્રવાદિત-દક્ષપુરુષ વડે આસ્ફાલિત, આ બધાંનો જે રવ-ધ્વનિ,
• સૂત્ર-૩૨ (અધુરેથી) :
ત્યારપછી તે ભંભસારપુત્ર કૂણિક રાજા હજારો નયન-માલા વડે જોવાતોજોવાતો, હજારો હૃદયમાળા વડે અભિનંદાતો-અભિનંદાતો, હજારો મનોરથમાળા વડે સાંનિધ્ય ઈચ્છાતો-ઈચ્છાતો, હજારો વચનમાલા વડે અભિસ્તવાતોઅભિસ્તવાતો, કાંતિ-સૌભાગ્ય ગુણો વડે પ્રાર્થના કરાતો-કરાતો, ઘણાં હજારો નર-નારીઓની હજારો અંજલિ માલાઓને પોતાના જમણા હાથ વડે સ્વીકારતોસ્વીકારતો, અત્યંત કોમળ વાણીથી કુશળ વાર્તા પૂછાતો, હજારો ભવનોની પંક્તિઓને ઉલ્લંઘતો-ઉલ્લંઘતો ચંપા નગરીની વચ્ચોવચ્ચથી નીકળ્યો.
• નીકળીને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
મહાવીરની કંઈક સમીપે તીર્થંકરના છત્ર આદિ અતિશય જુએ છે, જોઈને આભિષય હસ્તિ રત્નને ઉભો રાખ્યો, રાખીને આભિષેક્સ હસ્તિરત્નથી નીચે ઉતર્યો. ઉતરીને પાંચ રાજ-ચિહ્નો—ખડ્ગ, છત્ર, મુગટ, ઉપાનહ, ચામરને દૂર કર્યા. પછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે.
૧૫૪
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને પાંચ પ્રકારના અભિગમથી સન્મુખ જાય છે. તે આ પ્રમાણે -૧- સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, ૨- અસિત દ્રવ્યોનો અત્યાગ, ૩- એક શાટિક ઉત્તરાસંગ કરણ, ૪- જોતાંની સાથે જ અંજલિ જોડવી, ૫- મનથી એકત્ર ભાવકરણ વડે. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમન કરે છે. વંદન-નમન કરીને ત્રણ પ્રકારની પથુપાસનાથી પાસે છે. તે આ પ્રમાણે કાયિકી, વાચિકી, માનસિકી, કાયા વડે અગ્ર હાથ-પગ સંકોચીને, શ્રવણની ઈચ્છા કરતા, નમન કરતા, અભિમુખ વિનયથી અંજલિ જોડી પર્યુપાસે છે. વાચા વડે જ્યારે જ્યારે ભગવન્ બોલતા હતા. ત્યારે-ભગવન્ ! તે એમજ છે, ભગવન્ ! તે તેમજ છે, અતિથ છે, અસંદિગ્ધ છે, ઈચ્છિત છે, પ્રતિચ્છિત છે, ઈચ્છિત-પ્રતિચ્છિત છે. ભગવન્ ! તમે કહો છો તેમજ તે છે, એ રીતે અનુકૂળ વચન બોલતો હતો. માનસિક વડે મહા સંવેગ જનિત તીવધનુિરાગરત થઈ સેવે છે.
• વિવેચન-૩૨ (અધુરેથી) :
-
नयनमाला શ્રેણિમાં રહેલ લોકોની નેત્ર પંક્તિ વય માનાસદમંદિ મિવિજ્ઞમાળે - હજારો લોકોના મન વડે સમૃદ્ધિને પામીને જય જીવ-નંદ ઈત્યાદિ પર્યાલોચન વડે અભિનંદન કરાતા. કન્નનમાળ ઉન્નતિને કરતા કે પામતા. મણોહરમાલા સહસ્તેહિં વિચ્છિ૫માણે - “આમના વાસમાં વસીએ'' ઈત્યાદિ લોકોના
વિકલ્પો વડે વિશેષથી સ્પર્શ કરતો - X - કંતિસોભગ્ગગુણેહિંપત્થિજ્યમાણે-કાંતિ આદિ ગુણ અને હેતુથી પ્રાર્થના કરાતો-ભર્તા કે સ્વામીપણે લોકો વડે અભિલાષ કરાતો. મંજુમંજુણાઘોસેણ પડિપુચ્છમાણ-અતિ કોમળ સ્વર વડે નમીને સ્વરૂપાદિ વૃત્તાંત પૂછાતો. પાઠાંતરમાં પશ્ચિવુમાળ પાઠ છે અર્થાત્ અપ્રચલાયમાન, જાગૃત કરાતો - ૪ -. સમઝમાળ - અતિક્રમાન્ ઉલ્લંઘન કરાતો.
બીજી વાચનામાં ‘તંત્રી-તલ-તાલ-ત્રુટિત-ગીત-વાધના રવ-ધ્વનિ વડે “તે વ્યક્ત છે. કેવા પ્રકારનો રવ ? - મધુર. તેથી જ મનહર તથા જય શબ્દ ઉદ્ઘોષ વિષયથી મંજુમંજુલ ઘોષ વડે. જય શબ્દનો ઉદ્ઘોષ, વિશદ-સ્પષ્ટ જેમાં છે તે તથા તેના વડે. મંજુમંજુના-કોમળ ઘોષ-ધ્વનિ વડે. - x -
નવનિરિવિવાળુરગિરિવર૰ ઈત્યાદિ. તેમાં કંદર-પર્વતની દરી, વિવસ્તુહરગુફા કે પર્વતનું અંતર, ગિરિવર-પ્રધાન પર્વત, પ્રાસાદ-સાત માળનો આદિ, ઉર્ધ્વધનભવન-ઉંચા અવિરલ ગૃહ, દેવકુલ, શ્રૃંગાટક-ત્રિક-ચતુષ્ક-ચત્વર પૂર્વવત્. આસમપુષ્પજાતિ પ્રધાન વનખંડ, ઉધાન-પુષ્પાદિ યુક્ત વૃક્ષવાળા, કાનન-નગરથી દૂરવર્તી, સભા-આસ્થાયિકા, પ્રપા-જલદાનનું સ્થાન, આ બધાંનો જે પ્રદેશ-દેશરૂપ ભાગ તે.