________________
સૂત્ર-૨૨
કરે છે, કરીને અતિ નીકટ નહીં-અતિ દૂર નહીં [એવા સ્થાને] શ્રવણ ઈચ્છા રાખતા, પ્રણામ કરતા, અભિમુખ રહી, વિનયથી અંજલિ જોડી પપાસે છે. • વિવેચન-૨૨ (અધુરેથી) :
વિન્દ્રેળ - દેવોચિત અર્થાત્ પ્રધાન, સંઘરાણ-સંહનન, વજ્રઋષભનારાય, સાંઠાણસમચતુરસ. રિદ્ધિ-પરિવારાદિ, ચુકવ્યા-વિવક્ષિતાર્રયોગથી, પ્રભા-યાનાદિ દીપ્તિ વડે, છાયા-શોભા, અર્ચિત્-શરીરમાં રહેલ રત્નાદિ તેજો જ્વાલા. તેજસ્-શરીર સંબંધીરુચિ કે પ્રભાવ લેશ્યા-દેહવર્ણ અથવા ધુતિ આદિ શબ્દ એકાર્થક, પ્રકાશ પ્રકર્ષ પ્રતિપાદનપર છે, પુનરુક્તિ નથી. ઉધોતયા-પ્રકાશ કરવાથી, પ્રભાસયંત-શોભતા અથવા એકાર્યક છે. રક્ત-સાનુરાગ તિકપુતો - ત્રણ વખત, આદક્ષિણ-પડખેથી, પ્રદક્ષિણા-દક્ષિણ પડખેથી. વંદંતિ-સ્તવે છે. નર્મસંતિ-શિર નમાવીને નમન કરે છે. બીજી વારાનામાં
પોતપોતાના નામગોત્ર કહે છે.
૧૩૩
• સૂત્ર-૨૩ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની સમીપે અસુરેન્દ્ર સિવાયના ઘણાં ભવનવાસી દેવો પ્રગટ થયા - નાગ, સુવર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશા, પવન, સ્તનિત-કુમાર ભવનવાસી. [તેઓ અનુક્રમે નાગફેણ, ગરુડ, વજ્ર, પૂર્ણકળશ, સીંહ, અશ્વ, હાથી, મગર, વર્ધમાનકથી તેમના મુગટ વિચિત્ર સિંધ-લક્ષણ હતા. તેઓ સુરૂષ, મહદ્ધિક હતા. બાકી પૂર્વવત્ યાવત્ પપાસે છે. • વિવેચન-૨૩ :
-
નાગફડા,
નાગ આદિને નાગફણાદિ ચિહ્નો હોય છે. તે ક્રમથી કહે છે ગરુડ, વજ્ર, પૂર્ણકળશ, સીંહ, અશ્વ, હાથી, મયરંકવર મઉડ, વન્દ્વમાણક. - x - જેના મુગટમાં આ ચિહ્નો [ક્રમશઃ] છે તે. વર્ધમાનક-શરાવલુ અથવા પુરુષ આરૂઢ પુરુષ. તે - તે નિયુક્ત-યથા સ્થાને નિયોજિત વિચિત્ર-વિવિધ, ચિહ્ન-લક્ષણ, ગત-પ્રાપ્ત. -
* * * *
- સૂત્ર-૨૪ -
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની સમીપે ઘણાં વ્યંતરદેવો પ્રગટ થયા. [] પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, ભુજગપતિ અને મહાકાય તથા ગંધનિકાયગણ નિપુણ ગંધર્વ ગીતરતિક એવા અણપણી, પણપછી, ઋષિવાદિક, ચંદિત, મહાÉદિત, કુėડ, પતક [અંતર] દેવો પ્રગટ થયા. તેઓ સંચળ-ચપળ ચિત્તવાળા, ક્રીડા-પરિહાસ પ્રિય, ગંભીર હસિત-ભક્ષિત-પિયગીતનર્તન રતી, વનમાલા-મેલ મઉડ-કુંડલાદિ સ્વચ્છંદ વિકુર્વિત આભરણ અને સુંદર વિભૂષણધારી, સર્વઋતુક સુરભિ પુષ્પોથી સુરચિત-પર્વ-શોભતા-કાંત-વિકસંત
ચિત્ર-વનમાળાથી રચિત વક્ષસ્થળવાળા, કામગમી, કામરૂપધારી, વિવિધ વર્ણ રંગથી ઉત્તમ-વિચિત્ર-ચમકીલા વસ્ત્રો પહેરેલા હતા. વિવિધ દેશના વસ્ત્રાનુસાર તેઓએ વિભિન્ન પ્રકારના પોષાક ધારણ કરેલ હતા. તેઓ પ્રમુદિત-કંદકિલહકેલિ-કોલાહલ પ્રિય, હાસ્ય-બોલ બહુલ, અનેક મણિરત્નથી વિવિધરૂપે નિર્મિત
૧૩૪
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
વિચિત્ર ચિહ્નવાળા, સુરૂપ, મહર્ષિક યાવત્ પાસે છે.
• વિવેરાન-૨૪ --
ભુજગપતિ-મહોરગાધિપ. તેઓ કેવા છે ? મહાકાય-મોટા દેહવાળા, આ વિશેષણ અવસ્થા વિશેષ આશ્રીને છે, અન્યથા બધાં સાત હાય પ્રમાણવાળા હોય છે, કહ્યું છે :- ભવનપતિ-વ્યંતર-જ્યોતિક-સૌધર્મ-ઈશાનમાં સાત રત્ની ઉંચાઈ હોય છે. ગંધર્વ-વ્યંતરના આઠ ભેદરૂપ નિકાય-વર્ગ. ગંધર્વે જ તેઓનો ગણ-રાશિ. પાઠાંતરથી ગંધર્વપતિગણ. તેઓ કેવા છે ? નિપુણ-સૂક્ષ્મ, ગંધર્વ-નાટ્ય સહિત ગાન અને ગીત અને નાટ્ય વર્જિત ગેયમાં રતિ જેમને છે તે.
અણપત્રિકાદિ આઠ વ્યંતરનિકાય વિશેષભૂત, રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦૦ યોજનવર્તી છે. કેવા છે ? ચંચલચપલ ચિતા-અતિ ચપળ માનસવાળા, ક્રીડનક્રીડા, દ્રવ-પરિહાસ પ્રિય. ગંભીર-હસિત જેનું ભણિત-વાપયોગ અને જેમને ગીતનૃત્ય પ્રિય છે - x » X - વનમાલા-રત્નાદિમય, આપપદીન આભરણ વિશેષ, આમેલક-પુષ્પના શિખર યુક્ત મુગટ, સ્વર્ણાદિમય કુંડલ, સ્વચ્છંદ વિકુર્વિતાભરણસ્વ અભિપ્રાયથી નિર્મિત અલંકાર, તે વડે ચારુ વિભૂષણને ધારણ કરે છે. સર્વર્તુકસર્વ ઋતુમાં સંભવ, જે સુરભી-કુસુમ, તે વડે સુરચિતા જે માળા, પ્રલંબ-શોભતીકાંતા-વિકસિત-વિચિત્ર વનમાલા, તેના વડે રચિત વક્ષસ્થળ જેમનું છે તે. કામગમીઈચ્છાગામી, કામરૂપધારી-ઈચ્છિત રૂપને ધારણ કરનાર. - X - ચિત્ર-વિવિધ, ચિલિયદીપ્ત જે નિવસન-પરિધાન [વસ્ત્રો] જેમાના છે તે. વિવિધ દેશિનેપથ્ય-વિવિધ દેશ પ્રસિદ્ધ વસ્ત્રાદિ વડે ગૃહીત વેષ-નેપચ્છ.
પ્રમુદિતોનો જે કંદર્ભ-કામપ્રધાન કેલિ અથવા કામ જ. કલહ-રાટી, રાડ. કેલિ-નર્મ, કોલાહલ-કલકલ, તે સ્વ-પકૃત્ જેમને પ્રિય છે તે અથવા પ્રમુદિત તે કંદર્પાદિપ્રિય. હાસ્ય બોલબહુલ, પાઠાંતરથી હાસકેલિબહુલ. અનેક-ઘણાં મણિરત્નો, વિવિધ-ઘણાં પ્રકારે, નિયુક્ત-નિયોજિત જેમાં છે તે. તે ચિત્ર ચિહ્ન ગતા-પ્રાપ્ત, પિશાયાદિના ચિહ્નો ક્રમેણ કહે છે – કદંબ, ધ્વજ, સુલા, વટ, ખટ્યાંગ, અશોક, નાગ, તુંબરી.
• સૂત્ર-૨૫ ઃ
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની સમીપે જ્યોતિક દેવો પ્રગટ થયા - બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્વર, રાહુ, ધુમકેતુ, બુધ અને મંગળ, જેનો વર્ણ તપ્ત-તપનીય-સુવર્ણ વર્ણી જે ગ્રહો જ્યોતિક ચક્રમાં ચાર ચારે છે તે કેતુ અને ગતિરતિક અઠ્ઠાવીસ પ્રકારના જે નક્ષત્ર દેવગણ, વિવિધ સંસ્થાન સંસ્થિત પંચવર્ણી તારાઓ [પ્રગટ થયા.] તેમાં સ્થિતલૈશ્ય અને અવિશ્રાંત મંડલગતિ વડે ફરનારા [બંને હતા]. પ્રત્યેક પોતાના નામથી અંકિત ચિહ્ન પોતાના મુગટમાં ધારણ કરેલ હતા. મહદ્ધિ યાવત્ પપાસે છે.
• વિવેચન-૨૫ -
અંગારક-મંગળ. પ્રત્યેક જ્યોતિષોના અસંખ્યાતત્વથી બહુત્વ કહ્યું છે. તત