________________
સૂત્ર-૧૪
૧૦૯
૧૧૦
ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ
આવા પ્રકારના બીજ ઉત્તમ-જાત્યાદિ પ્રધાન, સૌભાગ્યકાંતિ યુક્ત, જાતિમાતૃપક્ષ, કુલ-પિતૃપક્ષ, રૂપ-શરીરનો આકાર, વર્ણ-ગૌરવાદિ, લાવણ્ય-આકારની સ્પૃહણીયતા, વિકમ-પૌરુષ, સૌભાગ્ય-આદેયતા, કાંતિ-દીતિ. ધન-ગણિમ, ધરિમાદિ, ધાન્ય-શાત્યાદિ, નિચય-સંચય, પરિવા-દાસી દાસ આદિ પરિવાર, રૂટિત-ઈશ્વરના અંતરને અતિકાંત, અથવા સર્વ સંગના ત્યાગથી દૂર કરાયેલ. પાઠાંતરથી ઘનઘાનિયય પરિવારા. નરપતિ-રાજા, ગુણ-વૈભવસુખાદિ, અતિરેક-અતિશય.
ઈચ્છિય-વાંછિત, ભોગ-શબ્દાદિ. સુહસંપલલિય-સુખ વડે પ્રકીડિત. કિપાકફલોવમ-વિષવૃાફળનુભ, મુણિયા-જાણીને. જલબુલ્લુઅસમાન-પાણીના પરપોટા સમાન • x • જીવિય-જીવિતવ્ય. આ વિષય સૌખ્ય ધનસંયયાદિ અધુવ-અનિત્ય રૂપ ધૂળની જેમ વસ્ત્રના અગ્ર ભાગે લાગેલ. વિધૂય-જલ્દી છોડીને, ચઈd-ત્યાગ કરીને. શું ? હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, બલ, વાહન, કોશ, કોઠાગાર, રાજ્ય, રાષ્ટ્ર, નગર, અંતઃપુર, વિપુલ ધન-સુવર્ણ-રત્ન-મણિ ઈત્યાદિ છોડીને મુંડ થઈ દીક્ષા લીધી.
અહીં સુવર્ણ-ઘડેલ સોનું, ધન-ગાય આદિ, બળ-રીન્ય, ધન-ગણિમાદિ, કનકન ઘડેલું સોનું, રત્ન-કર્કેતનાદિ, મણિ-ચંદ્રકાંતાદિ, મૌક્તિક-મોતી, શિલાપવાલવિદ્યુમ, તરત-પારાગ, આદિ શબ્દથી વસ્ત્ર, કંબલ આદિ પરિગ્રહ. સંત-વિધમાન, સારસ્વાપત-પ્રધાન દ્રવ્ય, વિચ્છર્ધ-વિશેષચી તજીને, કૃત્વા-વિક્રમણ મહિમા કરીને. સદ્ધિગોઢ-દાનાતિશયથી પ્રકાશીત કરીને. દાનને યોગ્યને પરિમાર્ચ-આપીને. ગોગિકોને આપીને. મુંડાભૂવાન્દ્રવ્યથી મસ્તકનો લોચ કરીને, ભાવતઃ ક્રોધાદિ દૂર કરીને. અગારા-ઘેરથી નીકળીને. અનગારિતાસાધુતા, પ્રવજિતા-ગતા, પામ્યા અથવા પ્રવજિતા-શ્રમણ થઈને..
• સૂત્ર-૧૫ (અધુરુ) :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય-ઘણાં નિોિ હિતા, જેવા કે કેટલાંક અભિનિબોધિક ચાવતુ કેવળજ્ઞાની, કેટલાંક મનોબલિ, વચનબલિ, કાયબલિ. કેટલાંક મન-વચન કે કાયાથી શાપ કે અનુગ્રહમાં સમર્થ, કેટલાંક ખેલૌષધિ પ્રાપ્ત એ રીતે કેટલાંક જલૌષધિ, વિપૌષધિ, આમઔષધિ, સવFષધિ પ્રાપ્ત. કેટલાંક કોષ્ટબુદ્ધિ, બીજબુદ્ધિ કે પટબુદ્ધિ પ્રાપ્ત, કેટલાંક પદાનુસારી, સંભિજ્ઞ શ્રોત, ક્ષીરાશ્રવ, મધ્ધાશ્રવ, સર્પિષાશ્રવ કે અક્ષિણમહાનસિક લબ્ધિ પ્રાપ્ત, કેટલાંક વિપુલમી વિક્વણદ્ધિ પ્રાપ્ત, ચારણવિધાધર, આકાશાતિપાતી.
• વિવેચન-૧૫ (અધુરુ) :
•x• મનોબલિક-મનથી અવટંબવાળા, વા બલિક-પ્રતિજ્ઞાત અર્થના નિવક અથવા પરપણાને ક્ષોભકારી વયનવાળા. કાયબલિક-ક્ષુધાદિ પરીષહોમાં જેમની કાયા ગ્લાનિ પામતા નથી તે. જ્ઞાનબલિક-અવ્યભિચારી જ્ઞાનવાળા, દંસણબલિક-બીજા વડે ક્ષોભ ન પામનાર દર્શનવાળા. ચા»િબલિક. આ ત્રણ વિશેષણ બીજી વાચનામાં જોવા મળે છે. મનથી જ બીજાને શાપાનુગ્રહ-અપકાર, ઉપકાર કરવામાં સમર્થ. આ પ્રમાણે
વાણી અને કાયાથી પણ જાણવું.
ખેલૌષધિ-વ્યંકરૂપ ઔષધિ, સર્વે રોગાદિ અનર્થના ઉપશમ હેતુથી, તેને પ્રાપ્ત કરેલ. એ રીતે બધે જાણવું. જલ-મલ, વિપુષ-મૂત્ર આદિ બિંદુ અથવા fથ - વિઠા, પ્ર - મૂત્ર, એ જ ઔષધિ. માકર્ષા - હાય આદિનો સ્પર્શ. મલ્લી - બધી જ ચુંક, મેલ, મળ-મૂત્ર, કેશ-રોમ-નખાદિ ઔષધિ. કોષ્ઠવત્ - કુશૂલ માફક સૂત્રાર્થ ધાન્યને યથા પ્રાપ્ત અવિનષ્ટ આજન્મ ધારણ કરવાની બુદ્ધિ-મતિવાળા. બીજબુદ્ધિ-વિવિધ અર્થના અધિગમરૂપ વૃક્ષથી જન્મેલ બુદ્ધિવાળા. પડબુદ્ધિ-પટ માફક વિશિષ્ટ વધૃવનસ્પતિ વિસૃષ્ટ વિવિધ ઘણાં કાર્ય પૂ પુષ્પ, ફળના ગ્રહણમાં સમર્થપણાથી બુદ્ધિવાળા.
પદાનુસારીઅનેક સૂત્ર-અવયવ ઉપલબ્ધ હોય, તેને અનુકૂળ સો પદોને અનુસરનારવાના સ્વભાવવાળા. સંભિજ્ઞ શ્રોત-ઘણાં ભેદથી ભિન્ન શબ્દોને પૃથક્ પૃથક્ યુગપતું સાંભળે છે, અથવા શબ્દ વડે વ્યાપ્ત શબ્દગ્રાહી અથવા પ્રત્યેક શબ્દાદિ વિષય વડે જેમની સર્વે ઈન્દ્રિયો [સમર્થ છે તે). ક્ષીરાશ્રવ-દુધની જેમ મધુરવથી શ્રોતાના કર્ણ-મનને સુખકર વચનો કરે છે તે. મળાશ્રવ-પૂર્વવતુ, મધુ મા સર્વ દોષોના ઉપશમ નિમિત્તથી આલ્હાદકવથી તેના વચનને કહ્યું. અક્ષીણમહાનસીક-અનુપાનસ્થાન, તેના આશ્રિતવથી અન્ન પણ મહાનસ કહેવાય છે, તે લાખ પુરુષને આપવા છતાં પોતે ન ખાય ત્યાં સુધી તયાવિધ લબ્ધિ વિશેષથી ખુટે નહીં તેવું ભિક્ષાલબ્ધ ભોજન
ઉજ્જુમઈ-સામાન્યથી મનોમાપ્રસાહિણી મતિ-મનઃ પર્યાયજ્ઞાનવાળા, વિઉલમઈબહુવિઘ વિશેષણયુકત મન્યમાન વસ્તુ-ગ્રાહીત્વથી વિસ્તીર્ણ મતિ-મનઃપચયજ્ઞાનવાળા. તે આ રીતે - આણે “ઘટ' એમ વિચાર્યું, તે દ્રવ્યથી સોનાનો છે, ગણી પાટલિઝનો છે, કાળથી શરદ આદિ ઋતુનો, ભાવથી કાળા વણદિનો છે, તે વિપુલમતિ જાણે છે. ઋજુમતિ તે સામાન્યથી જ જાણે છે તથા ઋજુમતિ અંગુલ ચૂત અઢીદ્વીપ મનુષ્ય ક્ષેત્રમાં રહેલ સંજ્ઞીના મનોભાવ જાણે છે. વિપુલમતિ તેને સંપૂર્ણ જાણે છે. વિદુર્વણા-વૈક્રિયકરણલબ્ધિ પ્રાપ્ત.
વન - ચરણ અgિ ગમન, તેના અતિશયવાળા. તે બે ભેદે છે - જંઘાચારણ અને વિધાચારણ. તેમાં અમઅઠ્ઠમ તપ વડે જે લબ્ધિ ઉત્પન્ન થાય છે, જંઘા વ્યાપારને આશ્રીને એક જ ઉત્પાત વડે તેમાં ચકવર નામક દ્વીપ અને મેરુના શીખરે જે જાય અને પાછા આવે. ત્યાંથી બે ઉત્પાત વડે અહીં પાછા આવવા સમર્થ હોય તે જંઘા ચારણ. જે છઠ્ઠું-છટ્ઠના તપથી ઉત્પન્ન થાય, જે શ્રત વિહિતપણે બે ઉત્પાત વડે નંદીશ્વરદ્વીપ કે મેરુ શિખરે પહોંચે, ત્યાંથી એક જ ઉત્પાદ વડે અહીં પાછા આવવા સમર્થ હોય તે વિધાયારણ. વિકલાઈ - પ્રજ્ઞપ્તિ આદિ વિવિધ વિધાવિશેષધારી. આકાશાતિપાતી-આકાશગામી વિધાના પ્રભાવથી કે પાદપાદિ પ્રભાવથી આકાશથી હિરણ્યવૃષ્ટિ આદિ કે ઈષ્ટ-અનિષ્ટ વડે પાડવાના સ્વભાવવાળા તે આકાશપાતી અથવા અમૂર્ત એવા પદાર્થોના સાધનમાં સમર્થવાદી તે આકાશવાદી.