________________
૧/3/૨૨
૪૮
વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ
મૃદંગ, શ્રેષ્ઠ તરણીયુક્ત મીશબદ્ધ નાટક, ગવાતા ગીતો, સહિત વિપુલ માનુષી કામભોગ અનુભવતો વિચરે છે.
મહાર્ચ-મહાપ્રયોજન, મહાઈ-બહુમૂચ, મહાઈ-મહાનને યોગ્ય. - - દંડદંડનાયક. જીવગાહ-જીવતો, ભડચડગર-યોદ્ધાસમૂહ. મમ્મઈત-હરતપાશ. • x - વિષમ-ઉંચાનીચા, દુર્ગ-દુપ્રવેશ, ગહન-વૃક્ષોથી ઢંકાયેલ. સંપલગ્ન-યુદ્ધ કરવાનું શરૂ કર્યું. વિષfa૦ હત-સૈન્યના હણાવાથી, મથિત-માનના મથનથી, પ્રવરવીર-સુભટ, ઘાતિત-વિનાશિત, જેની ચિહ્નયુક્ત ધજાઓ પડી ગઈ. વિપડિલેહ-ભાગી ગયા.
ઉમથTE • તેવા સ્થાન હિત, અબલ-શારીરબલ રહિત, વીરિય-જીવવીર્ય રહિત, પુરિસક્કારપક્કમ-પૌરુષ અભિમાનથી નિપાદિત સ્વપ્રયોજન પરાક્રમ રહિત. અધારણિજધારણ કરવાનું કે રહેવાને અશક્ય. - - ઉરંઉરેણ-સાક્ષાત્. સામપ્રેમોત્પાદક વચન, ભેદ-પરસ્પર અવિશ્વાસ ઉપજાવવો, ઉપપ્રદાન-અભિમત અર્થે દાન.
અભિતરગાસીસગભમ-નીકટના મંત્રી વગેરે. કેવા ? શિષ્ય જેવા - શિષ્યની ભાંતિ થાય તેવા, વિનિતપણાની શિષ્યતુલ્ય. અથવા મસ્તકના કવયનો ભ્રમ કે શરીરરક્ષવથી શીર્ષભમ. * * * *
• સૂત્ર-૨૩ :
ત્યારપછી તે મહાબલ રાજાએ અન્ય કોઈ દિવસે પુમિતાલ નગમાં એક મોટી મહાતિ મહાલિકા કૂટાકારશાળા કરાવી. તે અનેક શત સ્તંભ ઉપર રહેલી, પ્રાસાદીય, દર્શનીય હતી. પછી મહાબલ રાજાએ અન્ય કોઈ દિને પરિમતાલ નગરે શુક રહિત ચાવત દશ દિવસનો પ્રમોદ-મહોત્સવની ઘોષણા કરાવી, પછી કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું –
હે દેવાનુપિયો . તમે શાલાટવી ચોરપલ્લીમાં જાઓ, ત્યાં તમે અભનસેન ચોર સેનાપતિને બે હાથ જોડીને કહો - હે દેવાનુપિયા નિક્કે પુમિતાલ નગરે મહાબલ સા ઉત્સુક યાવત દશ દિવસનો મહોત્સવ ઘોષિત કરાવેલ છે. તો હે દેવાનુપિય ! તમારે માટે વિપુલ રાશનાદિ, પુષ્પ-વસ્ત્ર-માળા-અલંકાર શીઘ અહીં મોકલીએ કે તમે જાતે જ ત્યાં આવશો ? ત્યારે કૌટુંબિક પુરુષોએ મહાબલ રાજાની આજ્ઞાને બે હાથ જોડી યાવતું સ્વીકારી, સ્વીકારીને પુમિતાલ નગરથી નીકળ્યા. પછી બહુ લાંબા નહીં એવા માર્ગમાં સુખેથી વસતા અને ભોજનાદિ કરતા શાલાટવી ચોરપલ્લીએ આવ્યા.
ત્યાં આભનસેન ચોર સેનાપતિને બે હાથ જોડીને આમ કહ્યું - હે દેવાનુપિયા પુરિમતાલ નગરે મહાબલ રાજાએ શુક સહિત મહોત્સવ જાહેર કર્યો છે તો ચાવતું તમે જાતે જ આવશો ? ત્યારે અભનસેન ચોર સેનાપતિએ કહ્યું - હે દેવાનુપિયો ! હું જાતે જ પુમિતાલ નગરે આવીશ. તે કૌટુંબિક પુરુષોનો સત્કાર કરી વિદાય આપી. - ત્યારપછી તે અભનરોન ચોર સેનાપતિ, ઘણાં મિત્રોથી યાવત પરિવૃત્ત થઈને નાન કરી ચાવતું પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકાર વિભૂષિત થઈ શાલાટવી
ચોરપલીથી નીકળ્યો. નીકળીને પુરિમતાલ નગરે મહાબલ રાજા પાસે આવ્યો, આવીને બે હાથ જોડી, મહાબલ રાજાને જય-વિજયથી વધાવ્યા, વધારીને મહાથ સાવત્ ભટણું ધર્યું.
ત્યારે મહાબલ રાજાએ અભિનસેનના તે મહાઈ ભટણાને યાવતું સ્વીકાર્યું. તેનો સત્કાર, સન્માન કરી વિદાય આપીને કૂટાગારશાળામાં રહેવાનું સ્થાન આવ્યું. ત્યારપછી આભનરોન, મહાબલ રાજા પાસેથી વિદાય પામીને કૂટાગાર શાળાએ આવ્યો. પછી મહાબલ રાજાએ કૌટુંબિક પુરષોને બોલાવીને કહ્યું -
' હે દેવાનુપિયો ! તમે જાઓ, વિપુલ આશન-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવો. તે વિપુલ આશનાદિ અને સુરાને તથા ઘણાં જ પુષ્પગંધ-માળા-અહંકારને અભનસેન ચોર સેનાપતિની કૂટાગારશાળામાં લઈ જાઓ. કૌટુંબિક પુરુષો હાથ જોડી યાવતું લઈ ગયા.
ત્યારે તે અભનરોન ઘણાં મિત્ર, જ્ઞાતિ સાથે પરીવરી સ્નાન કરી રાવતું સવલિંકાર વિભૂષિત થઈ, તે વિપુલ આશનાદિ અને સુરાને આસ્વાદિત કરતો પ્રમાદી થઈ વિચારવા લાગ્યો.
- ત્યારપછી મહાબલ રાજાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો ! તમે જઈને પુરિમાલ નગરના દ્વારોને બંધ કરો અને અભગ્નસેનને જીવતો પકડીને મારી પાસે લાવો.
ત્યારે તે કૌટુંબિક પુરુષોએ બે હાથ જોડી યાવન સ્વીકાર કર્યો સ્વીકારીને પરિમતાલ નગરના દ્વારો બંધ કર્યા. અગ્નિસેન ચોર સેનાપતિને જીવતો પકડીને મહાબલ રાજા પાસે લાવ્યા. ત્યારે મહાબલ રાજાએ અભિનસેન ચોર સેનાપતિને આ વિધાનથી વધ કરવાની આજ્ઞા કરી.
હે ગૌતમ! આ રીતે અભનોન ચોર સેનાપતિ જુનાપુરાણા [પોતાના કમોંથી] યાવતું વિચારે છે. • - ભગવત્ ! અભગ્નસેન મરણ અવસરે મરીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ! તે 38 - વર્ષનું પરમાણુ પાળીને આજે ત્રણ ભાગ શેષ દિવસ બાકી રહેતા શૂળીએ ભેદiઈને કાળ માસે કાળ કરીને રનપભા પૃત્રીમાં ઉત્કૃષ્ટ સ્થિતિક નૈરમિકપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઉદ્ધત્વને, એ પ્રમાણે પ્રથમ અદયયનવતું તેનું સંસાર પરિભ્રમણ જાણવું. ચાવતુ નરકમાંથી ઉદ્ધતી વાણારસી નગરીમાં સૂકપણે ઉત્પન્ન થશે. તે ત્યાં સૂકાપણામાં જીવિતથી રહિત થઈને તે જ વાણારસી નગરીમાં શ્રેષ્ઠી કુળમાં પpપણે જન્મશે. તે ત્યાં બાહ્ય ભાવથી મુકત થઈ, પ્રથમ અધ્યયનવત્ અંત કરશે. નિક્ષેપ કહેવો.
• વિવેચન-૨૩ :
મહતી-પ્રશસ્ત, અતિમહાલિકા-મહા મોટી, કૂટ-સ્પર્વતના શિખરના જેવા આકારવાળી એવી શાળા. અનેક શત સ્તંભ ઉપર રહેલી, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ, વ્યાખ્યા પૂર્વવત્.