________________
૧/૧/૧
૧૨૩
૧૨૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
માર-બિડાલી, કોલશુનક-મહાશુકર અથવા ક્રોડા-શૂકર, શ્વાન-કીલેયક, શ્રીકંદલક આવર્તવાળા અને એકબુર વિશેષ. કોકંતિકા-લોમટકા, જે સમિમાં ડી ડી એમ બોલે છે. ગોકર્ણ-બે ખુરવાળા ચતુષ્પદ વિશેષ. મૃગ-સામાન્ય હરણ. * * * * * વિઘયવ્યાઘ, છગલ-બકરી, હીપિકા-યિત્રક નામે નાખર વિશેષ. શ્વાન-વન્ય કૌલેયક. તરક્ષ, અચ્છ, ભલ, શાર્દૂલ એ બધાં વાઘ વિશેષ છે. ચિતલ-નખોવાળો પશુ. ચિત્રલ-હરિસ આકારે દ્વિપુર વિશેષ. ચતુષ્પદ વિધાનક તજાતિ વિશેષ.
અજગર-ઉરઃ૫રિસર્પ વિશેષ, ગોણસ-ફૅણ વિનાનો સર્પ, વરાહ-દષ્ટિવિષ સર્ષ, મુકુલી-ફેણવાળો સર્પ, કાકોદર-સામાન્ય સર્પ દર્ભપુષ્પ-દર્પીકર સર્ષ આસાલિક-જેનું શરીર ઉત્કટથી બાર યોજન પ્રમાણ હોય છે. ચક્રવર્તી આદિના ક્ષય કાળે મહાનગર રૂંધાવારની નીચે ઉત્પન્ન થાય છે. મહોરણ-મનુષ્ય ક્ષેત્રની બહાર થનાર, જેનું શરીર ૧૦૦૦ યોજન પ્રમાણ ઉકર્ષથી છે. ઉગવિધાનક કર્યું.
ક્ષીરલ અને શરંબ એ ભુજપરિસર્પ વિશેષ છે. સેહા-તીણ શૂળવાળું શરીર, શાક-જેના ચર્મ અને તેલથી અંગરક્ષા કરાય છે. શરટ-કૃકલાશ, જાહક-કાંટાથી આવૃત શરીરી, મગંસ-ગરગટ, ખાડહિલ-કાળા ધોળા પટ્ટાથી અંકિત શરીરવાળો, શૂન્ય દેવકુલાદિવાસી. વાતોત્પત્તિકા-રૂઢિથી જાણવું. -x• આ સરિસૃપણ કહ્યો. આ અને આવા આન્ય.
- કાદંબ-હંસ વિશેષ, બક-બગલો, બલાક-બિસકંઠિકા, • x • વંજુલ-ખદિર ચાંચવાળા, પિપીલિકા-એક પ્રકારની ચકલી, હંસ-શ્વેતપક્ષી, ધારિષ્ટ્ર-કાળા મુખ અને પગવાળા હંસ, કુલિકોશ-કુટીકોશ, દકતુંડ-જળકુકડી, શ્રીમુખ-સુઘરી, ચકવાકરથગ, ઉકોશ-કુરર, ગરુડ-સુપણ, શુક-પોપટ, બહિણ-કલાપવાળો મોર, મદન શલાકા-સારિકા, મેના. શ્રૃંગારિકા-બે અંગુલ પ્રમાણ શરીરી અને ભૂમિ ઉપર કુદનાર વિશિષ્ટ પક્ષી, યિટિકા-કલંબિકા અને ટિંકા, કુર્કટ-મુરઘો, મયૂર-કલાપરહિત, હદપુંડરીકા-જલીય પક્ષી, પાઠાંતરથી કફ, વાયસ-કાકપક્ષી, ચમસ્થિલા-ચમચટક, વિતત પક્ષી-મનુષ્યક્ષેત્ર બહાર હોય છે. આ બધાં ખેચરવિધાનકૃત છે, તથા આવા પ્રકારના અન્ય. આ બધાં શબ્દોમાં કેટલાંક અજાણ્યા અર્થવાળા છે, કેટલાંક અજાણ્યા પર્યાયવાળા છે, નામકોશમાં પણ કેટલાંકનો પ્રયોગ જણાતો નથી. • * *
જલ-સ્થલ-આકાશચારી, પંચેન્દ્રિય વિવિધ પશુગણ. બે, ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયો જેની છે તે. અર્થાત્ બેઈન્દ્રિય આદિ, તેને-વિવિધ કુળ ભેદથી જીવોને જીવિત પ્રિય છે - પ્રાણ ધારણ કરવા સ્વીકાર્ય છે. મરણ રૂ૫ દુઃખ અથવા મરણ અને દૂર પ્રતિકૂળ છે. તથા તે વરાક-તપસ્વી, બિચારા. શું ? તે કહે છે – બનિ - વિનાશ કરે છે. આવા જીવો ઘણાં સંક્ષિપ્ત કર્મવાળા જાણવા. • • આ પ્રમાણે વધ્યદ્વારથી પ્રાણવધના પ્રકાર કહ્યા. હવે તે પ્રયોજન દ્વારથી કહે છે - હવે કહેવાનાર પ્રત્યક્ષ વિવિધ પ્રયોજન વડે કહે છે. તે પ્રયોજન કયા છે ? તે આ -
ચર્મ-ચામડી, વસા-ચરબી, મેદ-દેહધાતુ વિશેષ, શોણિત-લોહી, યકૃ-દક્ષિણા કુક્ષિમાંની માંસ ગ્રંથિ, ફિફિસ-ઉદર મધ્યેનો અવયવ વિશેષ, મસ્તુલિંગ-ભેજુ, આંગ
આંતરડા, પિત-દોષ વિશેષ, ફોકસ-શરીરનો અવયવ, - X - અસ્થિ-હાડકા, મજાહાડકા મધ્યનો અવયવ વિશેષ, નયન-આંખ, ક-કાન, હાર-સ્નાયુ, નક્ક-નાક, ધમની-નાડી, શૃંગ-શીંગડ, દંષ્ટ્રા-દાઢ, પિચ્છ-પીંછા, વિષ-કાલકૂટ, વિષાણ-હાથીદાંત, વાલ-વાળ અહીં એમ કહે છે - અસ્થિ, મજ્જાદિ હેતુથી હણે છે. ભ્રમર-લોક વ્યવહારથી પુરુષરૂપે ઓળખાવાતો ભમરો, મધુકરી-આપણે વ્યવહાર કરાતી મધમાખી, ગણ-સમૂહ, તેના મધમાં વૃદ્ધ.
તેઈન્દ્રિય ચૂકા-માંકડ, શરીરોપકરણાર્થ - શરીરના ઉપકારને માટે, માંકડ આદિકૃત દુ:ખના પરિહારને માટે અથવા શરીરના ઉપકારને માટે હણે. અર્થાત્ શરીર સંસ્કારમાં પ્રવૃત અને ઉપકાર સાધન સંસ્કાર પ્રવૃત વિવિધ ચેષ્ટા વડે તેને હણે. કેવા ? કૃપણાન-કૃપાના ઈચ્છક.. તથા બેઈન્દ્રિય વલ્ય-વસ્ત્ર, ઉહર-આશ્રયવિશેષ, પરિમંડન-વિભૂષા, કૃમિરાગ વડે રંગેલ વસ્ત્રો. શંખ-શુદ્ધિ ચૂર્ણ વડે આશ્રિતો વિભુષા કરે છે. અથવા વસ્ત્રને માટે અને વિભૂષાને માટે. તેમાં વસ્ત્રોને માટે કૃમિ હિંસા સંભવે છે, માટી, જલ આદિ દ્રવ્યોમાં આશ્રયને માટે રહેલ પોટ આદિનો ઘાત થાય છે. હાર આદિ વિભૂષાર્થે મોતી આદિ બેઈન્દ્રિયનો ઘાત કરે છે.
બીજા પણ આવા અનેક ઘણાં સેંકડો કારણો વડે તે બાલિશો ઈહ-જીવલોકમાં હંતિ-ગસ, પ્રાણોને હણે છે. - - તથા આ પ્રત્યક્ષ એકેન્દ્રિય-પૃથ્વીકાચિકાદિનો તે બિચારા સમારંભ કરે છે. તેઓ માત્ર એકેન્દ્રિયોને નહીં, પણ તેના આશ્રિત બસોને પણ હણે છે. કેવાને ? પાતળા શરીરોને, અનર્થ પ્રતિઘાતકના ભાવથી બાણ, અર્થ પ્રાપક અભાવથી અશરણ, તેથી જ યોગ-ક્ષેમકારી નાયકના અભાવે અનાય, સ્વજન સંપાધ કાર્યના અભાવથી અબાંધવ - ૪ - મિથ્યાત્વના ઉદયથી મંદબુદ્ધિ, જન-લોક તેના વડે દુર્વિોય છે, તે તથા, પૃથ્વીનો વિકાર તે પૃથ્વીમય તે પૃથ્વીકાયિક, તથા પૃથ્વીને આશ્રીને રહેલ અલસ આદિ બસ.
એ પ્રમાણે જલમય-અપ્રકાયિક, પાણીમાં રહેલ પોરા આદિ ગસ-સેવાળ આદિ વનસ્પતિકાચિક, અનણ તેઉકાય, અતિલ-વાયુકાય, તૃણ વનસ્પતિગણ-ભાદર વનસ્પતિનો સમુદાય. - X - તમયતા નઈ - તે અગ્નિ, વાયુ, તૃણ વનસ્પતિગણનો વિકાર, તમય અગ્નિકાયિકાદિ જ, તથા અગ્નિ આદિ જીવો, તદ્યોનિક બસ. • x
તે કેવા છે? તદાહાર-પૃથ્વી આદિ આધાર જેમાં છે તે, તે જ પૃથ્વી આદિનો આહાર કરે છે, તેથી તેનો આહાર છે. તેમાં જ પૃથ્વી આદિના પરિણત વર્ણ-ગંધરસ-સ્પર્શ વડે જે બોદિ શરીર, તે રૂપ-સ્વભાવ જેનો છે તેને. મવાસુપૂ - આંખ વડે ન જોઈ શકાતા. વપન • આંખ વડે ગ્રાહ્ય. આવા પ્રકારના ગણનામ કર્મોદયવર્તી જીવે સશિમાં થનાર, ત્રસકાયિકને હણે છે. તે અસંખ્યાત છે. તથા સ્થાવરકાય-સૂક્ષ્મ અને બાદર, તે-તે નામ કમોંદય વર્તજીવ. પ્રત્યેક શરીર નામકર્મ વિશેષ તે પ્રત્યેક શરીરી અને સાધારણ નામ કર્મોદયવર્તી તે સાધારણ.
સાધારણો અનંત હોય. બાકીના અસંખ્યાતપણાથી સ્થાવર જીવો છે. તેને અજાણતા હણે છે. પરિ નારત - સુખદુઃખ વડે અનુભવતા એકેન્દ્રિયોને હણે છે