SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧/૧૫ થી ૧૭ પક્ષીની પાંખ સમાન કોમળ, સુગંધિત, કાષાય રંગી વસ્ત્ર વડે શરીર લુંછયું. પછી હત, મહાઈ, વસ્ત્રરત્ન ધારણ કર્યું. સરસ સુગંધી ગોશીષ ચંદન વડે શરીરનું લેપન કર્યું. શુચિ પુષ્પ માલા-વર્ણન-વિલેપન કરીને, મણિ-સુવર્ણના અલંકાર પહેર્યા. હાર, અર્ધહાર, મિસરોહાર, લાંબા-લટકતા કટિ સૂત્રથી શોભા વધારી. ચૈવેયક પહેર્યું. આંગળીઓમાં વીંટી પહેરી, અંગ ઉપર અન્યાન્ય સુંદર આભરણ પહેર્યા. વિવિધ મણિના કટક, ત્રુટિકથી ભુજા સ્તંભિત થઈ. અધિક રૂપથી શોભવા લાગ્યો. 33 કુંડલોથી તેનું મુખ ઉદ્દિપ્ત થયું. મુગટથી મસ્તક દિપ્ત થયું, હારથી વક્ષસ્થળ પ્રીતિકર બન્યું. લાંબા-લટકતા ઉતરીયથી સુંદર ઉત્તરાાંગ કર્યું. વીંટીથી આંગળી પીળી લાગવા માંડી. વિવિધ મણી-સુવર્ણ-રત્નથી નિર્મળ, મહાહ, નિપુણ કલાકાર રચિત, ચમકતા, સુરચિત, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, લષ્ટ, સંઠિત, પ્રશસ્ત વીવલય પહેર્યા. કેટલું વર્ણન કરવું ? કલ્પવૃક્ષ સમાન તે સુ અલંકૃત્ - વિભૂષિત-રાજા લાગતો હતો. કોરંટ પુષ્પની માળા યુક્ત છત્રને ધારણ કરતો, બંને તરફ ચાર ચામરો વડે વીંઝાતા શરીરવાળા, રાજાને જોઈને લોકોએ મંગલ-જય શબ્દ કર્યો. અનેક ગણનાયક, દંડ-નાયક, રાજા, ઈશ્વર, તલવાર, માર્ડબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દીવારિક, અમાત્ય, ચેટ, પીઠમ, નગર-નિગમ શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ સાથે પરિવરેલો, ગ્રહ-ગણ-તારાગણ મધ્યે આંતરીક્ષમાં મહામેઘમાંથી નીકળતા શ્વેત ચંદ્ર સમાન રાજા નાનગૃહથી નીકળ્યો. નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળાએ આવ્યો, આવીને ઉત્તમ સીંહાસને પૂિિભમુખ થઈને બેઠો. પછી તે શ્રેણિક રાજા પોતાનાથી ઉચિત સ્થાને ઈશાન દિશામાં આઠ ભદ્રાસન, શ્વેત વસ્ત્રોથી આચ્છાદિત, સરસવના મંગલોપચારથી શાંતિકર્મ કરાવી રચાવ્યા. ચાવીને વિવિધ મણિરત્નમંડિત, અધિક પ્રેક્ષણીય રૂપ, મહાઈ અને ઉત્તમ નગરમાં નિર્મિત લક્ષ્ય અને સેંકડો પ્રકારની રચનાવાળા ચિત્રોના સ્થાનરૂપ, ઈહા-મૃગ-ઋષભ-તુરંગ-નર-મગર-પક્ષી-વાલગ-કંન-ગુરુસરભ-મર-કુંજ-વનલતા-પાલતાદિના ચિત્રોથી યુક્ત, શ્રેષ્ઠ સુવર્ણના તારોથી ભરેલ, સુશોભિત કિનારીવાળી જવનિકા સભાના અંદરના ભાગમાં બંધાવી. બંધાવીને તેના અંદરના ભાગમાં ધારિણી દેવી માટે ભદ્રાસન રખાવ્યું. તે ભદ્રાસન આસ્તરક અને કોમલ તકીયાથી યુક્ત હતું. તેના ઉપર શ્વેત વસ્ત્ર બીછાવેલ, તે સુંદર, સ્પર્શ વડે શરીરને સુખદાયી, અતિ મૃદુ હતું. પછી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું ઓ દેવાનુપિયો ! જલ્દીથી અષ્ટાંગ મહાનિમિત્ત સૂત્રાર્થ પાઠક, વિવિધ શાસ્ત્રકુશલ સ્વપ્ન પાઠકને બોલાવો, બોલાવીને મારી આ આજ્ઞાને જલ્દી પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષો શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળીને હર્ષિત યાવત્ હદયી થઈ, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરી, હે દેવ ! તહતિ' કહી આજ્ઞાથી વિનય વડે તે વચન સ્વીકારીને શ્રેણિક રાજા 14/3 — જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ પાસેથી નીકળ્યા, નીકળીને રાજગૃહનગરની વચ્ચોવચથી સ્વપ્ન પાઠકના ઘરો હતા ત્યાં આવ્યા, આવીને સ્વપ્નપાઠકોને બોલાવ્યા. પછી તે સ્વપ્ન પાઠકો શ્રેણિક રાજાના કૌટુંબિક પુરુષોએ બોલાવતા હર્ષિત યાવત્ હૃદયી થઈ સ્નાન કર્યું, બલિકર્મ કર્યુ ચાવત્ પ્રાયશ્ચિત્ત કરી, અલ્પ પણ મહાઈ આભરણથી શરીર અલંકૃત્ કરી, મસ્તકે દુર્વા તથા સરસવને ધારણ કર્યા. પોત-પોતાના ઘેરથી નીકળ્યા. રાજગૃહની વચ્ચોવચ્ચ થઈને શ્રેણિક રાજાના મુખ્ય મહેલના દ્વારે આવ્યા. આવીને એક સાથે મળીને શ્રેણિક રાજાના મહેલના દ્વારમાં પ્રવેશ કર્યો, કરીને બાહ્ય ઉપસ્થાન શાળામાં શ્રેણિક રાજા હતો, ત્યાં આવ્યા, આવીને શ્રેણિક રાજાને જય-વિજ્ય વડે વધાવે છે. શ્રેણિક રાજાએ અર્ચિત-વંદિત-પૂજિત-માનિત-સત્કારિત-સન્માનિત કરી પ્રત્યેકને પૂર્વે રાખેલ ભદ્રાસનોએ બેસાડ્યા. ૩૪ પછી તે શ્રેણિક રાજાએ યવનિકા પાછળ ધારિણી દેવીને બેસાડ્યા, બેસાડીને હાથમાં ફળ-ફૂલ ભરી, પરમ વિનયથી તે સ્વપ્ન પાઠકને આમ કહ્યું – હે દેવાનુપિયો ! આજે ધારિણીદેવી તે તેવા પ્રકારની શય્યામાં યાવત્ મહાસ્વપ્ન જોઈને જાગી. હૈ દેવાનુપિયો ! આ ઉદાર યાવત્ સશ્રીક મહાસ્વપ્નનું શું કલ્યાણકારી, ફળ વૃત્તિ વિશેષ થશે ? ત્યારે તે સ્વપ્ન પાઠકો શ્રેણિક રાજા પાસે આ અર્થને સાંભળી, અવધારીને હર્ષિત યાવત્ હદયી થઈ તે સ્વનને સમ્યક્ અવગ્રહીને ઈહામાં પ્રવેશે છે, પ્રવેશીને અન્યોન્ય સાથે વિચાર વિમર્શ કર્યો. તે સ્વપ્નને લબ્ધાર્થ, ગૃહિતાર્થ, પૃÐિતાર્થ, વિનિશ્ચિતાર્થ, અભિગતાર્થ (કરી) શ્રેણિક રાજા પાસે સ્વપ્ન શાસ્ત્રને ઉચ્ચારતા આ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! અમારા સ્વપ્ન શાસ્ત્રમાં ૪૨-સ્વનો, ૩૦-મહાસ્વપ્નો, એમ કર-સર્વ સ્વનો કહ્યા છે. તેમાં હે સ્વામી ! અરિહંત કે ચક્રવર્તીની માતા, અરિહંત કે ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે આ ૩૦-મહાસ્વપ્નોમાંથી આ ૧૪ જોઈને જાગે છે– [૧૬] ગજ, વૃષભ, સીંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મસરોવર, સાગર, વિમાન-ભવન, રત્નરાશિ અને શિખા [૧૭] વાસુદેવની માતા, વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહારવપ્નોમાંના કોઈ ચાર [સાત] મહાસ્વપ્નો જોઈને જાગે છે. બલદેવની માતા બળદેવ ગર્ભમાં આવે ત્યારે આ ૧૪-મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહા સ્વપ્ન જોઈને જાગે, માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે આમાંના કોઈ એક મહારવપ્નને જોઈને જાગે. હે સ્વામી ! ધારિણી દેવીએ આમાંનું એક મહાસ્વપ્ન જોયું છે. હે સ્વામી ! ધારણી દેવીએ ઉદાર યાવત્ - ૪ - માંગલ્યકારી સ્વપ્નને જોયેલ છે. તેનાથી હે સ્વામી ! અર્થ-સુખ-ભોગ-પુત્ર-રાજ્યનો લાભ થશે. હે સ્વામી ! ધારણિ દેવી, નવ માસ બહુપતિપૂર્ણ થતા સાવત્ તેણી એક બાળકને જન્મ આપશે. તે બાળક, બાલભાવથી મુક્ત થઇ, વિજ્ઞાન પરિણત થઈ, યૌવનને પ્રાપ્ત
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy