________________
૧૯-૧૬/૧૭૨ થી ૧૭૬
-
ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલને કહ્યું - દેવાનુપ્રિય ! આ તમારું જ પૂર્વ કર્મ લાગે છે. ત્યારે કૃષ્ણ વાસુદેવને આમ કહેતા સાંભલી કચ્છલનારદે ઉત્પતની વિધાનું સ્મરણ કરીને X - છા ગયા.
-
ત્યારે કૃષ્ણ વાસુદેવે દૂતને બોલાવીને કહ્યું – તું જા. હસ્તિનાપુર પાંડુરાજાને આ વૃત્તાંત કહે હે દેવાનુપ્રિય ! ધાતકીખાંડદ્વીપમાં પૂર્વ દિશામાં અપર્કકા રાજધાનીમાં પદ્મનાભના ભવનમાં દ્રૌપદીદેવીની પ્રવૃત્તિ જાણી છે, તો પાંચે પાંડવો, ચતુરંગી સેનાથી પરીવરીને, પૂર્વીય વૈતાલિકના કિનારે મારી પ્રતીક્ષા કરો. તેઓ પણ યાવત્ તેમ રહ્યા. ત્યારપછી કૃષ્ણવાસુદેવે કૌટુંબિકોને કહ્યું કે
હે દેવાનુપ્રિયો ! સાહિક ભેરી વગાડો. તેઓએ વગાડી. ત્યારે તે સમ્રાહિક ભેરીનો શબ્દ સાંભળીને સમુદ્રવિજયાદિ દશ દશાર યાવત્ ૫૬,૦૦૦ બલવકો સદ્ધદ્ધ યાવત્ આયુધ-પહરણ લઈને, કોઈ ઘોડા ઉપર, કોઈ હાથી ઉપર યાવત્ સુભટોથી પરીવરીને સુધસભામાં કૃષ્ણવાસુદેવ પાસે આવી, હાથી જોડી યાવત્ વધાવ્યા.
-
ત્યારપછી કૃષ્ણવાસુદેવ, કોરંટપુષ્પ યુક્ત છત્ર ધારણ કરી, ચામરસહ, હાથી-ઘોડા ઘણાં સુભટાદિથી પરીવરીને દ્વારવતી નગરીની વચ્ચોવચથી નીકળે છે, પૂર્વી વૈતાલિક પાસે આવ્યા. આવીને પાંચ પાંડવોની સાથે, એકત્ર થઈને, છાવણી નાંખે છે, પછી પૌષધશાળામાં પ્રવેશે છે, પ્રવેશીને સુસ્થિત દેવને મનમાં ધારણ કરીને રહ્યા. ત્યારપછી કૃષ્ણવાસુદેવે અક્રમભકતમાં પરિણમમાણ થતાં સુસ્થિત દેવ આવ્યો. બોલ્યો કે – મારે શું કરવું જોઈએ
તે કહો.
૨૩૩
-
-
ત્યારે કૃષ્ણ વાસુદેવે સુસ્થિતને કહ્યું હે દેવાનુપ્રિય ! દ્રૌપદીદેવી યાવત્ પાનાભના ભવનમાં સંહરાવી છે, તો તમે પાંચ પાંડવો સાથે, મને છઠ્ઠાને એમ છએના રથોને લવણસમુદ્રમાં માર્ગ આપો, જેથી હું અપકા રાજધાનીમાં દ્રૌપદીને પાછી લાવવા જઉં. ત્યારે સુસ્થિત દેવે, કૃષ્ણ વાસુદેવે કહ્યું . દેવાનુપિય ! જેમ પાનાભે પૂર્વ સંગતિક દેવ પાસે દ્રૌપદીને યાવત્ સંહરાવી, તેમ દ્રૌપદીદેવીને ધાતકીખંડ દ્વીપના, ભરતથી યાવત્ હસ્તિનાપુરે સંહરું અથવા પદ્મનાભ રાજાને નગર-બલ-વાહન સાથે લવણસમુદ્રમાં પટકુ. ત્યારે કૃષ્ણવાસુદેવે સુસ્થિતદેવને કહ્યું – દેવાનુપિય ! તું તેને સંહરતો નહીં, તું અમને છને માટે રથ માર્ગ તૈયાર કર. હું જાતે દ્રૌપદીને પાછી લાવવા જઈશ. ત્યારે સુસ્થિતદેવે કૃષ્ણને કહ્યું ભલે, તેમ થાઓ. પાંચ પાંડવ ગ્રહ છ માટે રથ માર્ગ બનાવ્યો.
--
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ચાતુરંગિણી સેનાને વિદાય કરી. પાંચ પાંડવ અને પોતે છઠ્ઠા, છ એ રથ સાથે લવણસમુદ્રની વચ્ચોવચથી નીકળ્યા, નીકળીને અપરકંકા રાજધાનીમાં ત્યાંના અગ્રોધાનમાં આવ્યા, રથ ઉભો
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
રાખ્યો, દારુક સારથીને બોલાવ્યો. કહ્યું – દેવાનુપિય ! તું જા, અમસ્કંકા રાજાધાનીમાં જઈને, પાનાભ રાજાની પાદપીઠને તારા ડાબા પગથી ઠોકર મારી, ભાલાની અણીથી આ પત્ર આપજે. કપાળમાં ત્રણ સળ ચઢાવી, ભ્રુકુટી ચઢાવી, ક્રોધિત થઇ, પુષ્ટ-કુદ્ધ-કુપિત-ચાંડિય થઈને આમ કહે—
હૈ, ભો ! પદ્મનાભ ! અપાર્થિતના પ્રાર્થિત ! દુરંત પ્રાંત લક્ષણ ! હીનપુન્ય ચૌદીયા ! શ્રી-હી-ધી રહિત ! તું આજ નહીં રહે, કેમકે તું જાણતો નથી કે કૃષ્ણ વાસુદેવની ભગિની દ્રૌપદીદેવીને અહીં જલ્દી પાછી લાવવા આવેલ છે. તો તું જલ્દી દ્રૌપદીદેવી, કૃષ્ણ વાસુદેવને પાછી આપી દે અથવા યુદ્ધને માટે તૈયાર થા. કૃષ્ણ વાસુદેવ, પાંચ પાંડવો સાથે દ્રૌપદીને પાછી લેવા આવી ગયા છે.
૨૩૪
ત્યારે દારુક સારથી, કૃષ્ણવાસુદેવને આમ કહેતા સાંભળીને હષ્ટ-તુષ્ટ થઈને યાવત્ આજ્ઞા સ્વીકારી. પછી અપરકંકા રાજધાનીમાં પ્રવેશ્યો, પાનાભ પાસે આવ્યો, બે હાથ જોડી યાવત્ વધાવીને કહ્યું – હે સ્વામી ! આ મારી વિનય પ્રતિપત્તિ છે. મારા સ્વામીએ બીજી આજ્ઞા કહી છે. એમ કહી, ક્રોધિત થઈ, ડાબા પગે પાદપીઠને ઠોકર મારી, પછી ભાલાની અણીથી પત્ર
આપ્યો. ાવત્ દ્રૌપદીને પાછી લેવા આવી પહોંચ્યા છે. ત્યારે દારુક સારથીને
આમ કહેતો સાંભળી પદ્મનાભે ક્રોધિત થઈ, કપાળે ત્રણ સણ ચડાવી,
ભ્રુકુટી ખેંચીને કહ્યું હું કૃષ્ણ વાસુદેવને દ્રૌપદી પાછી નહીં આપું, હું સ્વયં જ યુદ્ધ માટે સજ્જ થઈને નીકળું છું, એમ કહીં દારુકને કહ્યું
રાજાનીતિમાં દૂત વધ્ય છે. એમ કહી સત્કાર-સન્માન ન કરીને પાછલા દ્વારેથી કાઢી મૂક્યો. ત્યારે દારુક સારથી, પદ્મનાભ વડે સત્કારિત થતાં યાવત્ બહાર કઢાતા, કૃષ્ણ વાસુદેવ પાસે આવી, હાથ જોડી ચાવત્ કહ્યું – હે સ્વામી ! ચાવત્ મને કાઢી મૂક્યો.
ત્યારે તે પદ્મનાભે, સેનાપતિને બોલાવીને કહ્યું હે દેવાનુપ્રિય ! જલ્દીથી આભિષેક્સ હસ્તિરત્નને તૈયાર કરો. ત્યારપછી કુશલ આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન મતિ કલ્પના વિકલ્પોથી સાવત્ હાથી લાવ્યા. પછી પાનાભ સદ્ધ થઈ, હાથી પર બેસી, ઘોડા-હાથી સાથે યાવત્ કૃષ્ણ વાસુદેવ પાસે જવા નીકળ્યો.
-
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે પદ્મનાભ રાજાને આવતો જોઈને, પાંચ પાંડવોને કહ્યું – હે બાળકો ! તમે પદ્મનાભ સાથે યુદ્ધ કરશો કે જોશો ? ત્યારે પાંચે
પાંડવોએ કૃષ્ણને કહ્યું – હે સ્વામી ! અમે લડશું, આપ યુદ્ધ જુઓ. ત્યારે પાંચે પાંડવો સન્નદ્ધ યાવત્ શસ્ત્રો. યુક્ત થઈ રથમાં બેઠા. બેસીને પદ્મનાભ રાજા પાસે આવીને કહ્યું “આજ અમે નહીં કે પાનાભ નહીં, એમ
કહી યુદ્ધમાં લાગી ગયા.
ત્યારપછી પાનાભ રાજાએ, તે પાંચે પાંડવોને જલ્દી જ હત-મર્થિત
-