________________
૧/-/૧૩/૧૪૫
સમીપે વાસ્તુપાઠક પસંદિત ભૂમિ ભાગમાં યાવત્ નંદ પુષ્કરિણી ખોદાવું, આ પ્રમાણે સંકલ્પ કર્યો.
૧૯૩
બીજે દિવસે યાવત્ પૌષધ પાર્ટી, પારીને સ્નાન કરી, બલિકર્મ કરીને મિત્ર, જ્ઞાતિ યાવત્ પરીવરીને મહાર્ય યાવત્ રાજાને યોગ્ય પ્રભૃત લઈને શ્રેણિક રાજા પાસે આવ્યો. યવત્ પ્રાભૂત ઉપસ્થિત કર્યુ. પછી કહ્યું – હે સ્વામી ! હું આપની અનુજ્ઞા પામીને રાજગૃહની બહાર ચાવત્ ખોદાવવાને ઈચ્છુ છું. હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કરો.
ત્યારપછી નંદે, શ્રેણિક રાજાની અનુજ્ઞા પામીને, હર્ષિત થઈને રાજગૃહની વચ્ચોવચ્ચ થઈ નીકળ્યો, પછી વાસ્તુપાઠક પસંદિત ભૂમિ ભાગમાં નંદા પુષ્કરિણી ખોદાવવાને પ્રવૃત્ત થયો. ત્યારપછી તે નંદા પુષ્કરિણી અનુક્રમે ખોદાતા-ખોદાતા પુષ્કરિણી થઈ ગઈ તે ચતુષ્કોણ, સમતી, અનુપૂર્વ-સુજાત-તપ-શીતલ જળવાળી થઈ. જળપત્ર, બિાતંતુ અને મૃણાલોથી આચ્છાદિત થઈ. ઘણાં ઉત્પલ-પદ્મકુમુદ-નલિન-સુભગ-સૌગંધિક-પુંડરીક-મહાપુંડરીક-શતપત્ર-સહસત્રકમલ-કેસર યુક્ત થઈ. પહિત્ય જલતંતુ, ભ્રમણ કરતા મદોન્મત્ત ભ્રમર, અનેક પક્ષી યુગલ દ્વારા કરેલ શબ્દોથી ઉન્નત અને મધુર સ્વરથી તે પુષ્કરિણી-ગુંજવા લાગી. - ૪ - ત્યારપછી તે નંદમણિકારે નંદા પુષ્કરિણીની ચારે દિશામાં ચાર વનખંડ રોપાવ્યા. તે વનખંડને અનુક્રમે સંરક્ષણ-સંગોપન-સંવર્ધન કરતા, તે વનખંડ કૃષ્ણ યાવત્ નિકુભભૂત, પત્ર-પુયુક્ત યાવત્ ઉપશોભિત થઈ ગયા. ત્યારપછી નંદે પૂર્વીય વનખંડમાં એક મોટી ચિત્રાભા કરાવી, તે અનેક શત સ્તંભ સંનિર્વિષ્ટ, પ્રાસાદીય હતી. ત્યાં ઘણાં કૃષ્ણ સાવત્ શુક્લવર્ણી કાષ્ઠ-પુસ્તકચિત્ર-લેખ-ગ્રથિત-વેષ્ટિમ-પૂરિમ-સંઘાતિમ કર્મની દર્શનીય [કલાકૃતિઓ] હતી.
ત્યાં ઘણાં આરાનો, શયનો, નિરંતર પાથરેલા રહેતા હતા. તેમાં ઘણાં નટ, નૃત્યક સાવત્ દૈનિક ભોજન-વેતનવાળા પુરુષો હતા, જે તાલાચર કર્મ કરતા વિચરતા હતા. રાજગૃહથી નીકળેલ ઘણાં લોકો ત્યાં આવીને પહેલાથી રાખેલ આસન, શયને બેસતા-સુતા, કથાદિ સાંભળતા નાટકાદિ જોતાં, શોભા અનુભવતા સુખે-સુખે વિચરતા હતા.
ત્યારપછી નંદ દક્ષિણી વનખંડમાં એક મોટું રસોઈગૃહ કરાવ્યું, તે અનેક સ્તંભ સંનિવિષ્ટ ાવત્ પ્રતિરૂપ હતી. ત્યાં ઘણાં પુરુષો દૈનિક ભોજન-વેતનથી હતા, તે વિપુલ અશનાદિ તૈયાર કરતા હતા. તે ઘણાં શ્રમણ-બ્રાહ્મણ-અતિથીકૃપણ-તનીપકોને આપતા હતા.
ત્યારપછી નંદમણિકારે પશ્ચિમી વનખંડમાં એક મોટી ચિકિત્સાશાળા કરાવી, તે અનેક શત સ્તંભ સંનિવિષ્ટ યાવત્ પ્રતિરૂપ હતી, ત્યાં ઘણાં વૈધો-વૈધ પુત્રો, જ્ઞાયક-પુત્રો, કુશલ-કુશલ પુત્રો, દૈનિક ભોજન-વેતનથી નિયુક્ત કરાયેલ હતા. તેઓ ઘણાં રોગી-ગ્લાન-વ્યાધિત અને દુર્ભૂલોની ચિકિત્સા કરતા વિચરતા હતા. ત્યાં બીજા પણ ઘણાં પુરુષો દૈનિક વેતન-ભોજનથી હતા, જે વ્યાધિત યાવત્ દુબલોને ઔષધ, મેસજ્જ, ભોજન, પાણી વડે પ્રતિચાર કર્મ કરતા
14/13
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
વિચારતા હતા.
ત્યારપછી તે નંદે ઉત્તરી વનખંડમાં એક મોટી અલંકારસભા કરાવી. તે અનેક શત સ્તંભો પર બનેલી યાવત્ પ્રતિરૂપ હતી. ત્યાં ઘણાં આલંકાકિ પુરુષો દૈનિક ભોજન-વેતનથી રાખ્યા હતા. તે ઘણાં શ્રમણો, અનાથો, ગ્લાનો, રોગીઓ, દુર્બલોના અલંકારકર્મ કરતા રહ્યા હતા.
ત્યારપછી તે નંદા પુષ્કરિણીમાં ઘણાં સનાથ, અનાથ, પાર્થિક, પથિક, કારોટિક, ઘસિયારા, તૃણ-પત્ર-કાણ્ડાહારક આદિ આવતા હતા. કેટલાંક સ્નાન કરતા, કેટલાંક પાણી પીતા, કેટલાંક પાણી ભરતા, કેટલાંક પસીનો-જલ્લ-મલપરિશ્રમ-નિદ્રા-ભુખ-તરસ નિવારતા સુખે સુખે વિચરતા હતા. રાજગૃહથી નીકળતા ઘણાં લોકો શું કરતા હતા ? તેઓ જલરમણ, વિવિધ મજ્જન, કદલી-લતાગૃહોમાં પુષ્પશય્યા અને અનેક પક્ષી સમૂહના શબ્દોથી યુક્ત પુષ્કરિણીમાં સુખે સુખે વિચરતા.
૧૯૪
ત્યારે નંદા પુષ્કરિણીમાં ઘણાં લોકો નાન કરતા, પાણી પીતા, પાણી ભરતા, એકબીજાને આમ કહેતા હે દેવાનુપ્રિય ! નંદમણિયાર ધન્ય છે, કૃતાર્થ છે, યાવત્ તેનું જન્મ અને જીવન સફળ છે. જેની આવી સાતુષ્કોણ યાવત્ પ્રતિરૂપ નંદા પુષ્કરિણી છે, ઇત્યાદિ પૂર્વવત્ વર્ણન ચારે વનખંડોનું જાણવું યાવત્ રાજગૃહથી નીકળતાં, ઘણાં લોકો ત્યાં આસન-શયનમાં બેસતા-સુતાજોતા-શોભતા સુખે વિચરતા હતા.
તેથી તે નંદ મણિકાર ધન્ય, કૃતાર્થ, કૃતપુત્યાદિ છે, તેણે મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ પ્રાપ્ત કરેલ છે. ત્યારે રાજગૃહના શ્રૃંગાટકાદિમાં યાવત્ ઘણાં લોકોને પરસ્પર આમ કહેતા-પરૂપતા આદિ - x - x - સાંભળીને તે નંદ મણિકાર - ૪ - ૪ - હર્ષિત થયો, ધારાથી આહત કદંબવૃક્ષ સમાન તેની રોમરાજી વિકવર થઈ, તે પરમ શાતાસુખ અનુભવતો વિચરવા લાગ્યો.
• વિવેચન-૧૪૫ :
-
બધું સુગમ છે. સુરિયામ - “રાજપ્રશ્નીય” સૂત્રમાં કરાયેલ સૂભદેવનું વર્ણન અહીં જાણવું. - ૪ - કેવલ-પરિપૂર્ણ, કલ્પ-સ્વ કાર્ય કરણ સમર્થ. અથવા કેવલ એવો કલ્પ. તેને જોતો જોતો, શ્રમણ ભગવત્ મહાવીરને જોયા. કૂટાગાર દૃષ્ટાંત-તે આ રીતે છે. ભગવન્ ! એમ કેમ કહ્યું કે શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી ? ગૌતમ ! કોઈ કૂટાગારશાળા હતી. તે બહારથી અને અંદરથી આવરણયુક્ત અને છાણ આદિ ઉપલેપનથી લિપ્ત અને ગુપ્ત હતી. બહારથી પ્રાકાર વડે આવૃત્ત અને અંદરથી ગુપ્ત અથવા ગુપ્ત દ્વારોમાં કેટલાંક બંધ કરેલ અને કેટલાંક બંધ ન કરેલ એવી. વાયુના પ્રવેશરહિત, નિવાતગંભીર, તે કૂટાગાર શાળાથી નજીક એક મોટો જનસમૂહ હતો. તેમણે એક મોટું વર્ષાનું વાદળ કે અભ્રવાદળ કે મહાવાતને આવતો જોયો. તેઓ શાળામાં પ્રવેશીને રહ્યા. તે રીતે હે ગૌતમ ! એમ કહ્યું કે શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી.
અસાધુદર્શન-સાધુને ન જોવાથી. અપર્યુપાસના-સેવના ન કરવાથી. અનનુશાસનયા-શિક્ષાના અભાવે. અશુશ્રૂષણયા-શ્રવણેચ્છા અભાવ. સમ્યકત્વપર્યય