________________
૨/-/૧/૧૧૬,૧૧૭
બંને હાથ જોડી, મસ્તકે અંજલિ જોડી આમ બોલે છે
રહંત ભગવંતોને યાવત્ સંપપ્તને નમસ્કાર થાઓ. અચળ સ્થાનને પામવાની ઈચ્છાવાળા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ, ત્યાં રહેલા ભગવંતને અહીં રહેલો હું વ ંદુ છું, ત્યાં રહેલ ભગવંત મને જુઓ. એમ કરી વાંદી, નમીને આમ બોલ્યા–
પૂર્વે પણ મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે સર્વે હિંસાના પચ્ચક્ખાણ સાવજીવ માટે કર્યા છે - યાવત્ - મિથ્યાદર્શનશલ્યના પચાણ કર્યા છે. હાલ પણ હું ભગવંત પાસે સર્વ પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યનો જાવજીવ માટે ત્યાગ કરું છું. તથા સર્વે અશન-પાનાદિ ચાર આહારના પણ જાવજીવ માટે પચ્ચક્ખાણ કરું છું. વળી જ્યાં સુધી આ શરીર ઈષ્ટ, કાંત, પ્રિય ચાવતુ સ્પર્શ છે તેને પણ મારા છેલ્લા શ્વાસોચ્છ્વારો વોસિરાવું છું. એમ કરી સંલેખના, દૂષણા કરી, ભોજન-પાનનો ત્યાગ કર્યો, વૃક્ષની પેઠે સ્થિર થઈને કાળની
આકાંક્ષા ન કરતા વિચરે છે.
-
-
હવે તે કુંદક અણગાર ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિકાદિ અગિયાર અંગોને ભણીને પ્રતિપૂર્ણ બાર વર્ષનો શ્રામણ્ય પર્યાય પાળીને માસિકી સંલેખનામાં આત્માને જોડીને ૬૦ ભક્ત અનશનને છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત થઈ, અનુક્રમે કાળધર્મને પામ્યા.
[૧૧૭] ત્યારે તે સ્થવિર ભગવંતો સ્કંદક અણગારને કાળધર્મ પામેલા જાણીને પરિનિવણિ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો, કરીને તેમના વસ્ત્ર, પાત્ર ગ્રહણ કર્યા. વિપુલ પર્વત ઉપરથી ધીમે ધીમે ઉતર્યા. ઉતરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને ભગવંતને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
એ પ્રમાણે આપ દેવાનુપ્રિયનો શિષ્ય કુંદક નામે અણાગાર, જે પ્રકૃતિથી - ભદ્રક, વિનીત, ઉપશાંત, પાતળા ક્રોધ માન માયા લોભવાળા, મૃદુ-માવતા સંપન્ન, આલીન, ભદ્રક, વિનીત, તે આપ દેવાનુપિયની અનુજ્ઞા પામીને સ્વયમેવ પાંચ મહાવ્રત આરોપીને, શ્રમણ-શ્રમણીઓને ખમાવીને, અમારી સાથે વિપુલ પર્વત ચડ્યા ઇત્યાદિ યાવત્ - અનુક્રમે કાળધર્મ પામ્યા. આ તેમના વસ્ત્રપાત્રો છે.
.
૧૫૧
-
ભગવન્ ! એમ કહી ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. કરીને આમ કહ્યું આપ દેવાનુપ્રિયનો શિષ્ય કુંદક અણગાર મૃત્યુ અવસરે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? શ્રમણ ભગવંત મહાવીરે
ગૌતમાદિને આમ કહ્યું – હે ગૌતમ ! મારો શિષ્ય કુંદક અણગાર, જે પ્રકૃતિભદ્રક હતો યાવત્ મારી આજ્ઞાથી સ્વયમેવ પંચમહાવ્રત ઉચ્ચરીને ઇત્યાદિ પૂર્વવત્ જાણવું યાવત્ આલોચના, પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત થઈ, મૃત્યુવેળા કાળ કરીને અચ્યુત કો દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની ૨૨-સાગરોપમ સ્થિતિ છે, ત્યાં સ્કંદક દેવની પણ રર-સાગરોપમ સ્થિતિ છે. ભગવન્ !
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સ્કંદક દેવ, તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય કરીને અનંતર ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ-ભુ-મુકત« પરિનિવૃત્ત દુ:ખાંતકર થશે.
- વિવેચન-૧૧૬,૧૧૭ -
૧૫૨
પૂર્વે કહ્યું તે સંગત છે કે અસંગત એમ પર્યાલોચે છે. પાદપોપગમન પૂર્વે લઘુશંકાદિની જરૂર રહે, માટે ઉચ્ચારભૂમિ પડિલેહણ કરવું નિરર્થક નથી. પદ્માસને બેસેલ. માથા સાથે ન અડકેલ કે માયામાં આવર્તવાળું - તેને. સાઈઠ ટંક જમ્યા સિવાય-રોજ બે ટંકનો ત્યાગ ગણતા ૩૦ દિવસે ૬૦ ટંક થાય. ગુરુએ કહેલ જે અતિચાર, તેને ન કરનાર અથવા આલોચના દાનથી આલોચિત, મિથ્યાદુષ્કૃત દાનથી પ્રતિક્રાંત તે. પરિનિર્વાણ એટલે મરણ અથવા શરીરને પરઠવવું તે, તે હેતુથી. કઈ ગતિમાં ગયા ? કયા દેવલોકાદિમાં ઉત્પન્ન થયા ? આયુકર્મના દલિકો નિર્જરવાથી, દેવભવના કારણભૂત-ગત્યાદિ કર્મો નિર્જરવાથી, આયુકર્મની સ્થિતિના વેદનથી, ાવીને. - ૪ - ૪ -
શતક-૨, ઉદ્દેશો-૧, ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
શતક-૨, ઉદ્દેશો-૨ “સમુદ્ઘાત” છે
— * - * - * — * - * —
• હવે બીજો ઉદ્દેશો આરંભે છે. તેના સંબંધ આ છે - પૂર્વે કહેલું કે કયા મરણે મરતા જીવનો સંસાર વધે? મરણ બે ભેદે મારણાંતિક સમુદ્ઘાતથી અને મારણાંતિક સમુદ્દાત સિવાય. અહીં સમુદ્ઘાતનું સ્વરૂપ કહીએ છીએ. આ સંબંધે આવેલ પહેલું સૂત્ર
- સૂત્ર-૧૧૮ -
ભગવન્ ! સમુદ્લાતો કેટલા કહ્યા ? ગૌતમ ! સાત. તે આ – વેદના સમુાતાદિ. અહીં છાાસ્થિક સમુદ્દાત સિવાયનું સમુદ્દાત પદ કહેવું. ચાવત્ વૈમાનિક. કષાય સમુદ્ઘતિનું અલ્પબહુવ. ભગવન્ ! ભાવિતાત્મા અણગારને કેવલિસમુદ્દાત યાવત્ ભાવિકાળમાં શાશ્વત રહે છે ? - સમુદ્દાત પદ કહેવું.
• વિવેચન-૧૧૮ :
સમુદ્દાત શું છે ? સમ્ - એકમેક થવું, ગ્ - પ્રબળતાથી, ઘાત - હણવું. એકીભાવથી પ્રબળતાથી હનન. કોની સાથે એકીભાવ? જેમ કોઈ જીવ વેદનાદિ સમુદ્દાતવાળો હોય, તો વેદનાદિ અનુભવ જ્ઞાનની સાથે એકીભાવ થાય છે. પ્રબળતાથી ઘાત કઈ રીતે ? જેથી વેદનાદિ સમુદ્દાત પરિણત, ઘણા વેદનિયાદિ કર્મપ્રદેશોને જે કાળાંતરે વેદવા યોગ્ય છે, તેને ઉદીરણાકરણથી ખેંચી ઉદયમાં લાવીને આત્મ પ્રદેશોથી જુદા કરે તે. વેદનાદિ સમુદ્દાત પ્રજ્ઞાપનામાં જોવા. તેમાં “છાાસ્થિક સમુદ્દાત કેટલા કહ્યા છે ?'’ ઇત્યાદિ સૂત્રો વર્જવા.
સમુદ્દાત પદ પ્રજ્ઞાપનામાં ૩૬મું છે. તે આ પ્રમાણે – ભગવન્! સમુદ્ઘાતો