________________
૧૨૮
૧/-/૧૦/૧૦૧
૧ર૩ ચાલતું એ ચાલૂ યાવત્ નિર્જરાતુ એ નિર્જરાય ન કહેવાય. (૨) બે પરમાણુ યુગલો એકમેકને ચોંટતા નથી -x - કેમ ચોંટતા નથી ? બે પરમાણુ યુદ્ગલોમાં ચીકાશ નથી, માટે એકમેકને ચોંટતા નથી. (૩) ત્રણ પરમાણુ યુદ્ગલ પરસ્પર ચોટે છે. • x - શા માટે ચોટે છે? ત્રણ પરમાણુ યુગલોમાં ચિકાશ હોય છે, માટે પરસ્પર ચોંટી જાય છે. વળી જો તેના ભાગ કરવામાં આવે તો તેના બે ભાગ કે ત્રણ ભાગ પણ થઈ શકે છે. જે તેના બે ભાગ કરવામાં આવે તો એક તરફ દોઢ પરમાણુ યુગલ અને બીજી તરફ દોઢ પરમાણુ યુદ્ગલ આવે છે. જે તેના ત્રણ ભાગ કરવામાં આવે તો ત્રણે પરમાણુ યુગલ જુદા જુદા થઈ જાય છે. એ પ્રમાણે ચાર પરમાણુ યુગલોમાં જાણવું. પાંચ પરમાણુ યુગલો પરસ્પર ચોંટી જાય છે. ચોંટીને કમપણે થાય છે. કર્મ શાશ્વત છે, હંમેશાં સારી રીતે ઉપચય અને અપચય પામે છે.
(૪) બોલવાના સમયની પૂર્વે જે ભાલા, તે ભાષા છે. બોલતા સમયની ભાષા, તે અભાષા છે. બોલાયા પછીની ભાષા તે ભાષા છે. હવે જે પૂર્વની ભાષા ભાષા છે, બોલાતી ભાષા અભાષા છે, બોલાયેલી ભાષામાં ભાષા છે, તો શું તે બોલનારની ભાષા છે કે ન બોલનારની ભાષા છે ? - : ન બોલનારની ભાષા છે પણ બોલનારની ભાષા નથી.
(૫) પૂર્વની ક્રિયા દુઃખહેતુ છે, કરતી ક્રિયા દુઃખહેતુ નથી. કરાયા પછીની ક્રિયા તે દુઃખહેતુ છે. હવે જે પૂર્વની ક્રિયા દુઃખહેતુ છે, કરાતી ક્રિયા દુ:ખહેતુ નથી અને કરવાના સમય પછીની ક્રિયા દુઃખહેતુ છે, તો શું તે કારણથી દુઃખહેતુ છે કે કરણથી દુઃખ હેતુ છે ? - - તે અકરણથી દુઃખહેતુ છે, પણ કરણથી દુઃખહેતુ નથી.
(૬) અકૃત્ય દુઃખ છે, અસ્પૃશ્ય દુઃખ છે, અક્રિયમાણકૃત દુઃખ છે, તેને ન કરીને પ્રાણ-ભૂત-જીવ-સત્વો વેદના વેદ છે.
ભગવન્! હું તેમનું મંતવ્યો કઈ રીતે માનવું ?
ગૌતમ! જે તે અન્યતીર્થિકો એમ કહે છે યાવત વેદના વેદે છે એવું વકતવ્ય છે, તે કથન મિથ્યા છે. હે ગૌતમ ! હું એમ કહું છું કે - ચાલતું ચાલ્યુ વાવનું નિર્જરાતુ નિર્જટાયુ કહેવાય.
બે પરમાણુ યુગલો પરસ્પર ચોટે છે. • x • કેમકે x • બે પરમાણુ પુદગલોમાં ચીકાશ છે. • x • તેનો ભેદ કરવાથી બે ભાગ થાય છે. તે ભાગ કરાતા એક તરફ એક અને બીજી તરફ એક પરમાણુ પુદગલ આવે છે... ત્રણ પરમાણુ યુગલો પસ્પર ચોટે છે. કેમકે - X - ત્રણ પરમાણુ યુગલમાં ચીકાશ છે. તેનો ભેદ કરતા બે અથવા ત્રણ ભાગ થઈ શકે છે. જે બે ભાગ કરાય તો એક તરફ એક પરમાણુ યુદગલ આવે છે, બીજી તરફ દ્વિપદેશિક સ્કંધ આવે છે. જે ત્રણ ભાગ કરાય તો ત્રણ પરમાણુ પુદગલ થાય છે. એ રીતે ચાર પરમાણુ પણ જાણવા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પાંચ પરમાણુ યુગલો પરસ્પર ચોટે છે, ચોંટીને એક સ્કંધરૂપ થાય છે. તે અંધ અપાશ્ચત છે, હંમેશા ઉપચય-અપચય પામે છે.
પૂર્વની ભાષા અભાષા છે, બોલાતી ભાષા ભાષા છે, બોલ્યા પછીની ભાષા અભાષા છે. જે તે પૂર્વની ભાષા અભાષા છે, બોલાતી ભાષા ભાષા છે, બોલ્યા પછીની ભાષા અભાષા છે - x • તે બોલતા પુરુષની ભાષા છે, ન બોલતા પુરુષની ભાણ તો તે ભાષા નથી જ.
પૂર્વની ક્રિયા દુઃખ હેતુ નથી ઇત્યાદિ ભાષા પેઠે જાણવી. ચાવત કરણથી તે દુ:ખહેતુ છે, અકરણથી દુઃખહેતુ નથી એમ કહેવું.
કૃત્ય દુઃખ છે, સૃશ્ય દુ:ખ છે, ક્રિયમાણ કૃત દુઃખ છે, તેને કરીને પ્રાણભૂત-જીવ-સંવ વેદના વેદે છે, એમ કહેવાય.
• વિવેચન-૧૦૨ -
(૧) ચાલતું કર્મ અચલિત છે, કેમકે ચાલતું કર્મ, ચાલેલ કર્મ માફક કાર્ય ન કરી શકે. વર્તમાનનો વ્યવહાર અતીતની પેઠે થવો અશક્ય છે. આ પ્રમાણે બીજે પણ જાણવું. (૨) એક સ્કંધપણે જોડાતા નથી - મળતા નથી. બંને સૂક્ષ્મ હોવાથી તેમાં ચીકાશગુણ નથી, પણ ત્રણ વગેરેના યોગે સ્થૂલત્વથી ચિકાશ હોય છે. (3) પાંચ પદગલો એકઠા થઈ કર્મપણે થાય છે, તે અનાદિ હોવાથી શાશ્વત છે, હંમેશાં સારી રીતે સપરિમાણ વૃદ્ધિ અને નાશ પામે છે.
પૂર્વ - બોલ્યા પહેલાંની, જH - વાણીના દ્રવ્યોનો સમૂહ, - સત્ય આદિ ભાષા. કેમકે શબ્દના દ્રવ્યો ભાષાના કારણરૂપ છે. અથવા વિભંગ જ્ઞાનીત્વથી, અન્યતીર્થિકોનો યુક્તિ વિનાનો આ મત છે. જે ઉન્મત્ત થયેલના વયન જેવું છે. આ પ્રમાણે સર્વત્ર જાણવું. તથા મુખેથી નીકળતા વાકુ દ્રવ્યો અભાષા છે. કેમકે વર્તમાન સમય અતિ સૂક્ષ્મ હોવાથી વ્યવહારનું અંગ નથી. •X - ભાષાનો સમય વીત્યા પછી • બોલાયેલી ભાષા તે ભાષા કહેવાય કારણ કે ભાષાથી સાંભળનારને અર્થનું જ્ઞાન થાય છે. બોલ્યા પૂર્વે કે પછી ભાષા સ્વીકારવાથી તે ન બોલનારની ભાષા છે. બોલાવી ભાષા, ભાષારૂપે સ્વીકૃત હોવાથી બોલનારની ભાષા, ભાષા ન કહેવાય.
કાયિકી આદિ ક્રિયા, ન કરાય ત્યાં સુધી દુ:ખહેતુ છે. કરાતી ક્રિયા દુઃખહેતુ નથી. કિયા સમય વીતે પછી ક્રિયા કરાય છે. એ વ્યવહાર મટીને ક્રિયા કરાયેલી છે એવો વ્યવહાર થતાં તે દુઃખહેતુ છે. આ પણ યુક્તિરહિત મત છે. અથવા અભ્યાસ ન હોવાથી પૂર્વ ક્રિયા દુ:ખરૂપ લાગે છે. અભ્યાસ પછી દુ:ખરૂપ લાગતી નથી. ક્રિયા કર્યા પછી શ્રમ લાગે છે, માટે કરેલ ક્રિયા દુ:ખરૂપ છે. કરણને આશ્રીને - કરતી વખતે. અકરણને આશ્રીને - ન કરતી વખતે. કેમકે અક્રિયમાણ સ્થિતિમાં તેને દુઃખરૂપે સ્વીકારેલી છે.
એ પ્રમાણે પૂર્વોક્ત વસ્તુ વક્તવ્ય છે. એ યુક્તિયુક્ત છે. હવે બીજા કોઈ અન્યતીચિંકનો મત કહે છે - ઋત્ય એટલે ભાવિ કાળની અપેક્ષાએ જીવો વડે ન ઉપજે તેવું. દુ:ખ એટલે અશાતા અથવા તેનું કારણરૂપ કર્મ. અકૃત્ય હોવાથી ન