________________
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ
-ભO-13(૫) ભગવતી અંગ-સૂત્ર/પ
- અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન
• ભૂમિકા :
“ભગવતી” એ પાંચમું આગમ છે, અંગસૂત્રોમાં ભગવતી એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે જવ નામે પ્રસિદ્ધ છે, તે “વિવાપન્નર'' કે 'વિવાદ' નામે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર ભજવતી અને ચાર પ્રાપ્તિ નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-મૂળ નામે જ પ્રસિદ્ધ છે. આ સૂગનું એક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧ શતક છે. [અધ્યયનને શતક નામે ઓળખે છે.) આ શતકમાં પેય વર્ગ કે પેટા શતક પણ છે. તેના પેટા ઉદ્દેશા પણ છે.
“ભગવતી” સંગનો મુખ્ય વિષય સ્વસમય, ૫સમયની વિચારણા છે, ઇન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાંક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો છે. તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે ચાનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુઠ્ઠાત, અસ્તિકાય, કિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષાદિ અનેક વિષયો છે.
- આ આગમના મૂળમૂત્રોનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે, વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન' શબ્દ અમે પસંદ કર્યો છે. પણ તેમાં વૃત્તિ સાથે ક્વચિત્ ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, ક્યાંક વૃદ્ધિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે. ત્યાં - X - X • એવી નિશાની કરેલ છે.
ભગવતી સૂત્ર અનુવાદ પાંચ ભાગોમાં મુદ્રિત થયો છે. જેમાં આ પાંચમો ભાગ છે, તેના ૧૫ થી ૨૦ શતકો ચાર ભાગમાં છપાયા છે.
ૐ શતક-૨૧ છે
– X - X – • શતક-૨૦ની વ્યાખ્યા કરી, હવે અવસર પ્રાપ્ત શતક-૨૧ કહે છે– • સૂત્ર-૮૦૬ :
શાલિ, કલાય, અલસી, વાંસ, ઈર્ષા, દર્ભ, આભ, તુલસી એ રીતે શતક૨૧ ના આઠ વર્ગ છે, [પ્રત્યેકના ૧૦] કુલ ૮૦ ઉદ્દેશ છે.
® વર્ગ-૧, ઉદ્દેશક-૧ @
– X - X - X – સગ-૮૦૩ -
રાજગૃહમાં ચાવતુ આમ પૂછયું - ભગવાન ! હવે (11) શાલી, નહી, ઘઉં, જવ, જાવજત આ (ધાન્યો)ના જીવો ભગવન્! મૂળરૂપે ઉત્પન્ન થાય, ભગવન? તે જીવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? શું નૈરયિકથી કે તિર્યંચા, મનુણ, દેવથી ? સુકાંતિ પદમાં કહ્યા મુજબ ઉપાદ કહેવો. વિશેષ એ કે - દેવનું વર્જન કરવું.
ભગવન! તે જીવો એક સમયે કેટલા ઉપજે? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાત ઉપજે. આ જીવોનો ઉપહાર ઉપલ ઉદ્દેશ માફક કહેવો.
ભગવન! આ જીવોના શરીરની અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ! જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષ પૃથd. ભગવન ! તે જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે બંધક ? જેમ ઉત્પલ ઉદ્દેશમાં કહ્યું તેમ કહેવું. • • એ પ્રમાણે વેદન, ઉદય અને ઉદીરણા પણ કહેવા. - • ભગવન ! તે જીવો શું કૃષણલેશ્યી છે નીલલેશ્યી છે કે કાપોતલેશ્યી ? ૨૬ ભંગો કહેવા. દષ્ટિ યાવત ઈન્દ્રિયો ઉત્પલ ઉદ્દેશવત કહેવા.
ભગવાન્ ! તે શાલી, વીહી, ઘઉં, જવ, ચવકના મૂળના જીવો કેટલો કાળ રહે છે ? ગૌતમ! જઘન્ય અંતર્મુહd. ઉત્કૃષ્ટ અસંખ્યકાળ.
ભગવત્ ! તે શાલી, વીહી, ઘઉં, જવ, જાવકના મૂળના જીવો પૃedીજીવમાં ઉત્પન્ન થઈ ફરી ચાલી આદિ રૂપે કેટલો કાળ રહે? કેટલો કાળ ગતિ-આગતિ કરે ? ઉત્પલ ઉદ્દેશ મુજબ કહેવું.
એ પ્રમાણે આ આલાવાથી યાવત મનુષ્ય જીવ સુધી કહેતું. આહાર ઉત્પલ ઉદ્દેશવતુ કહેવો. • • સ્થિતિ જઘન્ય અંતર્મહd. ઉત્કૃષ્ટ વર્ષ પૃથકd. : - સમુઘાત સમવહત, ઉત્પલ ઉદ્દેશકવન કહેવા
ભગવન્! શું સર્વ પ્રાણ યાવતુ સર્વ સવ શાલી, વીહી યાવત્ જવ, જવકના મૂળ જીવપણે પૂર્વે ઉતin થયા છે ? હા, ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે.
ભગવાન ! તે એમ જ છે, એમ જ છે.
[13/2]