________________
૧૮|-|૨/૭૨૭
ચાલવું યાવત્ સંયમ પાલન કરવું.
ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, ૧૦૦૮ વણિકો સાથે મુનિસુવ્રત અરહંત પાસે આ આવા પ્રકારનો ધર્મોપદેશ સમ્યક્ સ્વીકારે છે. તેમની આજ્ઞા મુજબ જ ચાલે છે યાવત્ સંયમપાલન કરે છે. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી ૧૦૦૮ વણિકો (અણગાર)સહ અણગાર થયા ઈયસિમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી થયા.
ત્યારે કાર્તિક અણગાર મુનિસુવ્રત અર્હતના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ ચૌદ પૂર્વોને ભણ્યા, ઘણાં ઉપવાસ-છટ્ઠ-અક્રમ યાવત્ આત્માને ભાવિત કરતાં બહુ પ્રતિપૂર્ણ ૧૨ વર્ષનો શ્રામણ્ય પાય પાળીને માસિકી સંલેખના વડે આત્માને સેવીને, ૬૦ ભક્તોને અનશન વડે છેદીને, આલોચના કરીને, યાવત્ કાળ કરીને સૌધર્મ કલ્પમાં, સૌધર્માવર્તક વિમાનમાં ઉપપાત સભામાં દેવશય્યામાં યાવત્ દેવેન્દ્ર શકપણે ઉત્પન્ન થયા.
૧૬૯
ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે, ઉત્પન્ન થઈને બાકીનું ગંગદત્તવત્ જાણવું યાવત્ અંત કરશે. વિશેષ એ કે – તેની સ્થિતિ બે સાગરોપમ છે. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે (૨).
• વિવેચન-૭૨૭ :
વૈગમ - વ્યાપારી, વણિક. કજ્જ-ગૃહકરણ સ્વજન સન્માન આદિ કૃત્યોમાં. કારણ - ઇષ્ટાર્થ હેતુમાં, કૃષિ પશુપોષણ વાણિજ્યાદિમાં, કુટુંબ - સંબંધ વિશેષવાળું મનુષ્યવૃંદ જેમ રાયપોણઈયમાં કહ્યું – આના દ્વાર એમ કહે છે કે – મંત્રો, ગુલ, રહસ્ય, વ્યવહાર, નિશ્ચયાદિમાં. પૂછવામાં મેઢીભૂત, આહારમાં આલંબનભૂત, ઇત્યાદિ - ૪ - ૪ - તથા મંત્રેષુ - પર્યાલોચનમાં, શુષુ - લજ્જાનીય વ્યવહાર ગોપવવામાં, રસ્ય - એકાંત યોગ્ય, નિશ્ચય - ચોક્કસ નિર્ણય, આપૃચ્છનીય - પૂછવા યોગ્ય, આ શું છે ? મેઢી - ખલક મધ્યવર્તી સ્તંભ, આધારભૂત - ૪ - ૪ - પ્રમાળ - પ્રત્યક્ષાદિ પ્રમાણવત્ તેમની વાત અવિરુદ્ધ હોય. તેમજ કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવી. आधार - આધેય માફક બધા કાર્યોમાં લોકોને ઉપકારી આનંવન - દોરડાદિની માફક, આપત્તિમાં પડેલને બહાર કાઢે વહ્યુ - લોચન, તેની માફક લોકની વિવિધ કાર્યમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ વિષયક પ્રદર્શક. ઈત્યાદિ,
શતક-૧૮, ઉદ્દેશો-૩-“માકંદીપુત્ર”
— x — x — x — x — x = x -
૦ કાર્તિકની આંતક્રિયા કહી, અહીં પૃથ્વી આદિની વિચારે છે –
• સૂત્ર-૨૮ :
તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું, ગુણશિલક ચૈત્ય હતું. યાવત્ પર્યાદા પાછી ગઈ. - - તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના સાવ શિષ્ય માર્કેદિકપુત્ર નામે અનગાર, પ્રકૃતિ ભદ્રક જેમ મંડિકપુત્ર યાવત્ પર્યુંપાસના કરતા આમ કહ્યું –
ભગવન્ ! શું કાપોતલેક્ષ્મી પૃથ્વીકાયિક, કાપોતલેશ્મી પૃથ્વીકાયિકજીવોમાં
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪
મરીને આંતરરહિત મનુષ્ય શરીર પ્રાપ્ત કરે છે ? પછી કેવલબોધિ પામે છે ? પછી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ યાવત્ દુઃખોનો અંત કરે ? હા, માદિકપુત્ર ! યાવત્ (તે રીતે) અંત કરે છે.
ભગવન્ ! તે કાપોલેશ્મી કાયિક, કાપોતલેશ્મી કાયિકથી અનંતર ઉદ્ધત્વને મનુષ્ય શરીર પામે, પછી કેવલબોધિ પામે પછી યાવત્ દુઃખનો અંત કરે ? હા, માર્કેદિક પુત્ર! યાવત્ અંત કરે છે.
ભગવન્ ! કાપોતલેશ્મી વનસ્પતિકાયિક એ રીતે યાવત્ અંત કરે છે. - ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે, કહી માર્કેદિકપુત્ર અણગાર શ્રમણ ભગવન્ મહાવીરને યાવત્ નમીને જ્યાં શ્રમણ નિર્ણન્યો છે. ત્યાં આવે છે, આવીને શ્રમણ નિગ્રન્થોને આમ કહે છે – હે આયોં ! કાપોતલેશ્મી પૃથ્વીકાય પૂર્વવત્ યાવત્ અંત કરે. હે આર્યો ! કાપોતલેશ્મી અકાયિક યાવત્ અંત કરે. હે કાર્યો ! કાપોતલેશ્તી વનસ્પતિકાયિક યાવત્ એ રીતે અંત કરે છે.
ત્યારે તે શ્રમણ નિગ્રન્થો માદિક પુત્ર અણગારને આમ કહેતા યાવત્ પરૂપતા, આ અર્થની શ્રદ્ધાદિ કરતા નથી. આ અર્થની અશ્રદ્ધા કરતા, શ્રમણ ભગતનું મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને વંદન, નમસ્કાર કર્યા, કરીને આમ કહ્યું – ભગવન્ ! માર્કેદિક પુત્ર અણગારે અમને આમ કહ્યું ચાવત્ પાયું
હે આર્યોં ! કાપોતલેશ્મી પૃથ્વીકાયિક યાવત્ અંત કરે છે, હે આર્યો ! કાપોતલેશ્મી કાયિક યાવત્ અંત કરે છે, એ રીતે વનસ્પતિકાયિક પણ યાવત્ અંત કરે છે. એ કઈ રીતે ?
૧૭૦
-
-
આર્યો ! એમ સંબોધી ભગવંતે શ્રમણ-નિગ્રન્થોને આમંત્રીને આમ કહ્યું – હે આર્યોં ! જે માદિક પુત્ર અણગારે તમને એમ કહ્યું યાવત્ પશ્યુ કે – હે આ ! કાપોતલેશ્મી પૃથ્વી-પ્-વનસ્પતિકાય યાવત્ અંત કરે છે, આ અર્થ સત્ય છે. હે આર્યો ! હું પણ એમ જ કહું છું. હે આર્યો ! નિશ્ચિતપણે કૃષ્ણલેશ્તી પૃથ્વીકાય, કૃષ્ણલેશ્મી પૃથ્વીકાયિકથી યાવત્ દુઃખનો અંત કરે છે, એ પ્રમાણે હે આર્યોં ! નીલલેશ્મી પૃથ્વીકાયિક યાવત્ અંત કરે છે. એ રીતે કાપોતલેશ્મી પણ પૃથ્વીકાયિક માફક અકાયિક, વનસ્પતિકાયિક પણ જાણવા. આ અર્થ સત્ય છે. -- ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે, એમ કહી શ્રમણ નિગ્રો ભગવંતને વાંદી, નમીને માદિક પુત્ર અણગાર પાસે ગયા, તેને વંદન, નમસ્કાર કર્યા, પછી આ અર્થને માટે સમ્યક્ વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા.
• વિવેચન-૭૨૮ :
નહીં મંડિવપુત્તે એમ કહીને આ સૂચવે છે - પ્રકૃતિ ઉપશાંત, પ્રકૃતિથી પાતળા ક્રોધ-માન-માયા-લોભ આદિ. અહીં પૃથ્વી, અ, વનસ્પતિના અનંતર ભવે મનુષ્યત્વ પ્રાપ્તિથી અંતઃક્રિયા સંભવે છે. તેઉ-વાયુમાં ન સંભવે, કેમકે તે બેમાં અનંતર ભવે માનુષત્વ અપ્રાપ્તિથી પૃથ્વી આદિ ત્રણની જ અંતક્રિયાને આશ્રીને કહેલ છે. તેજો-વાયુ કહ્યા નથી. તક્રિયા કહી, હવે અંતક્રિયામાં નિર્જતા પુદ્ગલો કહે છે –