________________
૧/-/3/39
સંશય પામેલ.. ક્ષિત - અન્યાન્ય દર્શનના ગ્રહણથી તેની ઈચ્છાવાળા થયેલ. વિનિર્જિવ - ફળના વિષયમાં શંકિત.. મેસમાપત્ર - શું આ જિનશાસન છે કે આ જિનશાસન છે, એ રીતે જિનશાસનના સ્વરૂપમાં પ્રતિભેદને પામેલ. અથવા અનિશયરૂપ મતિભંગને પામેલા. અથવા શંકિત આદિ વિશેષણવાળા છે માટે જે જેઓની બુદ્ધિ દ્વિધાભાવને પામી છે તે. તુષમાપન્ન - “એ એમ નથી” એવી વિપરીત બુદ્ધિ પામેલા.
એ પ્રકારે જ જીવો કાંક્ષા મોહનીયને વેદે છે એમ જાણવું. કેમકે આ રીતે જિનવરે કહ્યું છે અને તે સત્ય છે. તેની સત્યતા -
• સૂત્ર-3૮
ભગવન! તે જ નિઃશંક, સત્ય છે જે જિનવરે કહ્યું છે ? હા, ગૌતમ! તે જ નિઃશંક, સત્ય છે, જે જિનવરે કહ્યું છે.
• વિવેચન-૩૮ -
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ – જિન સિવાયનાએ કહેલું રાગાદિથી ઉપહત હોવાથી સત્ય નથી, તેમાં અસત્યપણું સંભવે છે. સત્ય વ્યવહારથી પણ હોય, તેથી કહ્યું નિઃશંક - સંદેહ રહિત.
હવે જિન પ્રવેદિત સત્યને માનનારો કેવો હોય તે કહે છે – • સૂત્ર-૩૯ -
ભગવાન ! ઉપર મુજબ મનમાં ધારતો, પ્રકરતો, રહેતો, સંવરતો આજ્ઞાનો આરાધક થાય? હા, ગૌતમ ! - X • થાય.
• વિવેચન-૩૯ :
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - નિશ્ચિતપણે. “તે જ નિઃશંક સત્ય છે, જે જિનવરે કહ્યું છે” એમ માનીને મનને સ્થિર કરતો, ઉક્તરૂપે મન ન હોય તો પણ તેમ કરતો, ઉકતરૂપે મનની ચેષ્ટા કરતો, “બીજા મતો સત્ય નથી” ઇત્યાદિ ચિંતામાં મનથી પ્રવૃત, અથવા તપ, ધ્યાનાદિમાં મનની ચેષ્ટા કરતો, એ રીતે મનને રોકતો-બીજા મતોથી મનને પાછું વાળતો અથવા હિંસાદિથી મનને અટકાવ તો જીવ, જિન ઉપદિષ્ટ જ્ઞાનાદિ આસેવારૂપ આજ્ઞાનો આરાધક થાય છે.
“તે સત્ય છે, જે જિનવરે કહ્યું છે તેનું શું કારણ ? જેવી વસ્તુસ્થિતિ છે, તેવી જ જિનવરે કહી છે, માટે સત્ય છે તે દર્શાવે છે.
• સૂત્ર-૪૦ -
ભગવદ્ ! અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે, નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે? હા, ગૌતમ! ચાવતું પરિણમે છે.
ભાવના અસ્તિત્વ અસ્તિત્વમાં અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે, તે શું પ્રયોગથી કે વિસસાથી ? ગૌતમ બંનેથી.
ભગવાન ! જેમ તમારા મતે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે, તેમજ નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે ? અને જેમ તમારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પરિણમે છે, તેમજ તમારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે ? હા ગૌતમ જેમ મારા મતે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે તેમ મારું નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે. જેમ મારે નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે તેમજ મારું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે.
ભગવાન ! હું અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છેગૌતમ ! જેમ પરિણમે છે ના બે આલાપક છે, તેમ ગમનીયના પણ બે આલાપક કહેવા. યાવતું મારા મતે અસ્તિત્વ અસ્તિત્વે ગમનીય છે.
• વિવેચન-૪૦ :
અંગુલિ આદિનું અંગુલિ આદિ ભાવથી હોવું તે અસ્તિત્વ. કહ્યું છે - સર્વ વસ્તુ સ્વરૂપે છે અને પર રૂપે નથી અન્યથા સર્વે ભાવોના એકત્વનો પ્રસંગ આવે. તે અહીં જવ આદિ પયયિરૂપે જાણવું. કેમકે અંગુલિ આદિ દ્રવ્યનું અસ્તિત્વ બાજુવાદિ પર્યાય થકી અભિન્ન છે. અંગુલિ આદિનું અંગુલિ આદિ ભાવથી સવ એટલે વકતવાદિ પયરયપણે પરિણમે છે. અર્થાત્ દ્રવ્યની બીજા પ્રકારે સત્તા પ્રકારમંતર સત્તામાં વર્તે છે. જેમ માટી રૂ૫ દ્રવ્યની સત્તા પિંડ પ્રકારમાંથી ઘડા રૂપે વર્તે છે. • • नास्तित्व०
અંગુલિની અપેક્ષાએ અંગુઠાણું તે નાસ્તિત્વ, પછી તે અંગુલિ આદિનું નાસ્તિત્વ અંગુઠાદિ અસ્તિત્વરૂપે અને અંગુલિઆદિનું નાસ્તિત્વ ગુષ્ઠાદિના પર્યાયાંતરથી અસ્તિત્વરૂપે પરિણમે છે. જેમકે માટીનું નાસ્તિત્વ તંતુ આદિ રૂપે છે અને તે માટીના નાસ્તિત્વરૂપ પટમાં હોય છે • x • અથવા -
સત્ વસ્તુ સત્ રૂપે પરિણમે છે, તે સતું જ હોય છે. પણ સત્ વસ્તુ સર્વયા નાશ પામતી નથી. કેમકે વિનાશ એટલે માત્ર પયયાારપણું. જેમ દીવાનો નાશ થતા અંધકારદિ રૂપથી તે પરિણમે છે. અત્યંત અભાવરૂપ નાસ્તિત્વ ‘ગઘેડાની શીંગ' આદિની જેમ છે. તેમાં નાસ્તિત્વ એટલે અત્યંત અભાવ થાય. • x • x • અથવા ધર્મી સાથે અભેદ છે માટે મસ્તિત્વ - સત, જે સત છે તે સત્ રૂપ ધર્મમાં હોય છે. જેમ પટ પટવમાં જ છે. નાસ્તિત્વ એટલે અસતુ. જેમ અપટ અપટવમાં છે.
હવે પરિણામ હેતુ દર્શાવવાને માટે કહે છે - પર્યાય પયિાંતરતાને પામે છે, બીજા પદાર્થનો પર્યાય ઈતર પર્યાયને પામે છે. પ્રયોજન - જીવના વ્યાપારથી, વિશ્રા - ઘડપણના પર્યાયરૂપે રૂઢ છે પણ અહીં તેનો અર્થ સ્વભાવ કરવો. તે અસ્તિત્વ અાદિ પરિણામ પ્રયોગ વડે પણ થાય છે. જેમ - કુંભાની ક્રિયાથી માટીનો પિંડ ઘડારૂપે પરિણમે છે. આંગળી સીપીમાંથી વાંકી થાય છે અને * ધોળું વાદળ અન્યરૂપે પરિણમે છે.
નાસ્તિત્વ પરિણામમાં પણ પ્રયોગ અને વિસસાના ઉદાહરણો કહેવા. પણ તે બીજી વસ્તુની અપેક્ષાએ સમજવા. - x - ‘સતુ’ સરૂપ જ હોય છે, વ્યાખ્યાંતરમાં પણ આ જ ઉદાહરણો સમજવા. કેમકે પૂર્વ અને ઉત્તર અવસ્થા સલૂપ છે. વળી જે અભાવરૂપ હોય તે અભાવરૂપ જ રહે છે” એમ જે કહ્યું, તે પક્ષમાં પ્રયોગ અને