________________
૧૨/-/૪/૫૩૮
કહેલ છે.
૧૮૭
અનંતપ્રદેશિકમાં બે ભાગે-૧૩, ત્રણ ભાગે-૨૫, ચાર ભાગે-૩૭, પંચ ભાગે૪૯, છ ભાગે-૬૧, સાત ભાગે-૭૩, આઠ ભાગે-૮૫, નવ ભાગે-૯૭, દશ ભાગે-૧૦૯, સંખ્યાત ભાગે-૧૨, અસંખ્યાતત્વમાં-૧૩, અનંત ભેદ કરણમાં તો એક જ વિકલ્પ કહેલ છે. - ૪ - ૪ - X +
પૂર્વે પુદ્ગલોનું સંહનન કહ્યું, તેને આશ્રીને કહે છે -
• સૂત્ર-૫૩૯ -
ભગવન્ ! આ પરમાણુ પુદ્ગલોના સંધાત અને ભેદના સંબંધથી થનારા અનંતાનંત પુદ્ગલ પરાવર્ત જાણવા યોગ્ય છે? તેથી (તેનું) કથન કરાયું છે ? હા, ગૌતમ ! - x - તેથી જ કથન કરાયેલ છે.
ભગવન્ ! પુદ્ગલ પરાવર્ત કેટલા ભેદે છે ? ગૌતમ ! સાત પ્રકારે છે - ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્પણ પુદ્ગલ પરાવર્ત તથા મન, વચન અને આનાપાન પુદ્ગલ પરાવર્ત
ભગવન્ ! નૈરયિકને કેટલા પ્રકારે પુદ્ગલ પરાવર્ત છે ? ગૌતમ ! સાત પ્રકારે છે. તે આ ઔદારિક, વૈક્રિય યાવત્ આનાપાન પુદ્ગલ પરાવર્ત. એ પ્રમાણે યાવત્ વૈમાનિક કહેવું.
ભગવન્ ! પ્રત્યેક નૈરયિકના કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્ત્ત અતીતમાં થયા? અનંતા... ભાવિમાં કેટલા થશે ? કોઈના થશે અને કોઈના નહીં થાય. જેના થશે તેના જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થશે.
-
ભગવન્ ! પ્રત્યેક અસુરકુમારના કેટલા ઔદાકિ પુદ્ગલ પરાવર્ત્ત અતીતમાં થયા ? એ પ્રમાણે જ. એ રીતે વૈમાનિક સુધી કહેવા.
ભગવન્ ! પ્રત્યેક નૈરયિકના કેટલા અતીત વૈક્રિય પુદ્ગલ પરાવર્ત છે ? અનંતા. એ પ્રમાણે જેમ ઔદારિક પુદ્ગલ પરાવર્તમાં કહ્યું, તેમ વૈક્રિય પુદ્ગલ પરાવર્તમાં પણ કહેવું. એ પ્રમાણે ચાવત્ વૈમાનિકના આનાપાન પુદ્ગલ
પરાવર્ત કહેવા.
આ પ્રમાણે એકત્ર સાત દંડકો થાય છે.
ભગવન્ ! નૈરયિકોના અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત કેટલા થયા? ગૌતમ ! અનંતા. ભાવિ કેટલા થશે ? અનંતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું, એ પ્રમાણે વૈક્રિય પુદ્ગલ પરાવર્ત પણ કહેવું. એ પ્રમાણે યાવત્ આનાપાનું પુદ્ગલ પરાવર્ત વૈમાનિક સુધી કહેવા. એ પ્રમાણે આ પૃથક્ પૃથક્ સાત, ચોવીશે દંડકમાં કહેવા.
ભગવન્ ! પ્રત્યેક નૈયિકના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા ? એક પણ નહીં. ભાવિમાં કેટલા થશે ? એક પણ
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
નહીં થાય.
ભગવન્ ! પ્રત્યેક નૈરયિકના અસુરકુમારત્વમાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારત્વમાં, સુકુમારત્વ માફક કહેવું.
ભગવન્ ! પ્રત્યેક નૈરયિકના પૃથ્વીકાયિકત્વમાં કેટલા અતીત ઔદાકિ પુદ્ગલ પરાવર્ત થયા ? અનંતા. ભાવિમાં કેટલા થશે ? કોઇને થશે, કોઈને નહીં થાય. જેને થશે, તેને જઘન્યથી એક કે બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસંખ્યાત કે અનંતા થશે. એ પ્રમાણે યાત્ મનુષ્યત્વમાં જાણવા. વ્યંતર, જ્યોતિક અને વૈમાનિકત્વમાં અસુકુમારત્વ માફક જાણવું.
ભગવન્ ! પ્રત્યેક અસુકુમારના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદારિક પુદ્ગલ પરાવર્ત થયા? નૈરયિકની જે વતવ્યતા કહી, તેવી અસુરકુમારની પણ વૈમાનિક પર્યંત કહેવી. એ પ્રમાણે યાવત્ નિતકુમારની, એ પ્રમાણે પૃથ્વીકાયની, એ પ્રમાણે સાવત્ વૈમાનિકની, બધાંનો એક આલાવો કહેવો.
૧૮૮
ભગવન્ ! પ્રત્યેક નૈરયિકના નૈરયિકપણામાં કેટલા અતીત વૈક્રિય પુદ્ગલ પરાવર્ત થયા? અનંતા. કેટલા થશે? એકથી માંડીને અનંતા. એ પ્રમાણે ચાવત્ સ્તનિતકુમારપણામાં કહેવું. પૃથ્વીકાયિકત્વમાં પૃચ્છા. એક પણ નથી. કેટલા થશે ? એક પણ નહીં એ પ્રમાણે જેને વૈક્રિય શરીર છે, ત્યાંથી લઈને ઉત્તરોત્તર કહેવા. જ્યાં વૈક્રિય શરીર નથી, તેને પૃથ્વીકાયિકત્વ માફક કહેવા. ચાવત્ વૈમાનિક જીવના તૈમાનિકપણા સુધી કહેવા.
તૈજસ પુદ્ગલ પરાવર્ત અને કામણ પુદ્ગલ પરાવર્ત સર્વત્ર એકથી લઈને ઉત્તરોત્તર કહેવા. મન પુદ્ગલ પરાવર્ત બધાં પંચેન્દ્રિયોમાં એકથી ઉત્તરોત્તર કહેવું, વિકલેન્દ્રિયમાં નથી. વાન પુદ્ગલ પરાવર્ત એ પ્રમાણે જ છે, માત્ર એકેન્દ્રિયમાં નથી તેમ કહેવું. આનાપાન પુદ્ગલ પરાવર્ત સર્વત્ર એકથી ઉત્તરોત્તર યાવત્ વૈમાનિકના વૈમાનિકપણાં સુધી કહેવું.
ભગવન્ ! અનેક નૈરયિકોના નૈરયિકપણામાં કેટલા અતીત ઔદાકિ પુદ્ગલ પરાવર્ત થયા ? એક પણ નહીં. કેટલા થશે ? એક પણ નહીં, એ પ્રમાણે સ્તનિતકુમારપણામાં સુધી કહેવું. - - પૃથ્વીકાયિકત્વમાં પૃચ્છા, ગૌતમ ! અનંતા. કેટલા થશે ? અનંતા. એ રીતે મનુષ્યપણા સુધી કહેવું વ્યંતર, જ્યોતિક, વૈમાનિકત્વમાં નૈરયિકત્વ માફક કહેવું. એ પ્રમાણે યાવત્ વૈમાનિકના વૈમાનિકપણામાં સુધી કહેવા.
આ પ્રમાણે સાતે પણ પુદ્ગલ પરાવતો કહેવા. જેને છે તેને અતિતા અને ભાવિના પણ અનંતા કહેવા. જેને નથી તેને બંને નથી તેમ કહેવું યાવત્ વૈમાનિકના વૈમાનિકપણામાં કેટલા અતીતા આનાપાનુ પુદ્ગલ પરાવર્ત થયા ?
અનંતા. કેટલા થશે? અનંતા.