________________
૧૧/-/૧૨/૫૨૫ થી ૫૨૮
ચૈત્ય હતું - વર્ણન, તે આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમુખ ઘણાં શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ આદ્ય સાવત્ અપભૂિત હતા. જીવાજીવના જ્ઞાતા હતા, યાવર્તી વિચરતા હતા.
ત્યારે તે શ્રાવકો અન્ય કોઈ દિવસે એક સાથે એકત્રિત થઈ બેઠેલા, તે શ્રાવકોમાં પરસ્પર આ આવા પ્રકારનો વાર્તાલાપ થયો. હે આર્યો ! દેવલોકમાં દેવોની સ્થિતિ કેટલાં કાળની કહી છે?
૧૬૭
=
ત્યારે તે ઋષિભદ્ર શ્રમણોપાસક દેવસ્થિતિનો જ્ઞાતા હતો, તેણે તે શ્રાવકોને આમ કહ્યું – હે આર્યો ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, તેના પછી સમયાધિક, હિસમયાધિક યાવત્ દશ સમયાધિક, સંખ્યાત સમયાધિક, અસંખ્યાત સમયાધિક, ઉત્કૃષ્ટ 33 સાગરોપમ સ્થિતિ કહી, તેના પછી દેવ, દેવલોક નથી.
ત્યારે તે શ્રાવકો ઋષિભદ્રપુત્ર શ્રાવકના આ પ્રમાણે આખ્યાનથી ચાવત્ આ પ્રરૂપણાથી, આ અર્થની શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી. આ અર્થની અશ્રદ્ધા કરતા, અપ્રીતિ કરતા, અરુચિ કરતા જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
[પર૬] તે કાળે, તે સમયે શ્રમણ ભગવત્ મહાવીર યાવત્ પધાર્યા યાવત્ પર્યાદા પાસે છે. ત્યારે તે શ્રાવકો આ વૃત્તાંત જાણીને હર્ષિત, તુષ્ટિત આદિ, જેમ ‘તુંગિકા' ઉદ્દેશમાં છે. તેમ જાણવું યાવત્ પાસે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રાવકોને અને તે મોટી પર્યાદાને ધર્મકથા કહી યાવત્ આતાના આરાધક થયા.
ત્યારે તે શ્રાવકો શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, વધારી હર્ષિત-તુષ્ટિત થઈ ઉત્થાનથી ઉઠ્યા, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું (પૂછ્યું–)
-
ભગવન્! એ પ્રમાણે ઋષિભદ્રપુત્ર શ્રાવકે અમને એમ કહ્યું યાવત્ US → હે આર્યો! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, તેના પછી સમયાધિક યાવત્ પછી દેવ, દેવલોક નથી, હે ભગવન્! આમ કઈ રીતે હોય? આર્યોને આમંત્રીને શ્રમણ ભગવન્ મહાવીરે તે શ્રાવકોને આમ કહ્યું - હે આર્યો! જે ઋષિભદ્રપુત્ર શ્રાવકે તમને આ પ્રમાણે કહ્યું છે યાવત્ પ્રરૂપેલ છે – હે આર્યો! દેવલોકમાં દેવોની જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ કહી છે, તેના પછી સમયાધિક યાવત્ તેના પછી દેવો, દેવલોક નથી, આ અર્થ સત્ય છે. હું પણ હે આર્યો! આમ જ કહું છું યાવત્ પ્રરૂપુ છું - હે આર્યો! દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ આદિ પૂર્વવત્, તેના પછી દેવ, દેવલોક નથી, સત્ય છે.
ત્યારપછી તે શ્રાવકો શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ અર્થને સાંભળીને,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 અવધારીને ભગવનને વંદન-નમન કરીને જ્યાં ઋષિભદ્રપુત્ર શ્રાવક હતો ત્યાં ગયા, જઈને ઋષિભદ્રપુત્ર શ્રાવકને વંદન-નમસ્કાર કરીને આ અર્થને સારી રીતે વિનયથી વારંવાર ખમાવે છે.
૧૬૮
ત્યારપછી શ્રાવકોએ (ભગવંતને) પ્રશ્નો પૂછ્યા, તેના અર્થો ગ્રહણ કર્યા, કરીને ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, પછી જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા.
[પર] ભગવન્ ! એ રીતે આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવન્ મહાવીરને વાંદી-નમીને આમ પૂછ્યું – હે ભગવન્ ! ઋષિભદ્રપુત્ર શ્રાવક આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને, ઘરથી નીકળી અણગાકિ પ્રવ્રજ્યા લેવા સમર્થ છે? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી.
હે ગૌતમ! ઋષિભદ્રપુત્ર શ્રાવક ઘણાં શીલ-વ્રત-ગુણ-વ્રત-વેરમણપ્રત્યાખ્યાન-પૌષધોપવારા-થાપરિંગૃહિત તોકથી આત્માને ભાવિત કરતાં, ઘણાં વર્ષોનો શ્રાવકપર્યાય પાળશે. પાળીને માસિકી સંલેખના વડે આત્માને ઝોષીત કરી, માસિકી સંલેખનાથી ૬૦ ભક્તોને અનશન વડે છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પામીને, કાળ માસે કાળ કરી, સૌધર્મકલ્પમાં અરુણાભતિમાને દેવપણે ઉપજશે, ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે, ત્યાં ઋષિભદ્રપુત્ર દેવની પણ ચાર પલ્યોપમ
સ્થિતિ થશે.
ભગવન્ ! તે ઋષિભદ્રપુત્ર દેવ તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં યાવત્ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ અંત કરશે.
ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે, એમ કહીને ગૌતમ સ્વામી યાવત્ આત્માને ભાવિત કરતાં વિચરે છે.
[પર૮] ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે આલભીકા નગરીના શંખવન ચૈત્યથી નીકળે છે, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરતા વિચરે છે.
તે કાળે, તે સમયે આલભિકા નામક નગરી - વર્ણન. ત્યાં શંખવનચૈત્ય હતું - વર્ણન. તે શંખવનચૈત્યથી દૂર નહીં - નીકટ નહીં, (તેવા સ્થાને) પુદ્ગલ નામે પરિવાક રહેતો હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, યાવત્ નસોમાં સુપરિનિષ્ઠિત હતો. નિરંતર છટ્ઠ છઠ્ઠના તપોકર્મ વડે, ઉર્ધ્વ હાથ રાખી યાવત્ આતાપના લેતા વિચરે છે.
ત્યારે તે પુદ્ગલને છટ્ઠ-છઠ્ઠના તપથી યાવત્ આતાપના લેતા, પ્રકૃતિભદ્રતાથી શિવરાજર્ષિની જેમ સાવત્ વિભંગ નામે અજ્ઞાન સમુત્પન્ન થયું, તે તે સમુપ વિભંગજ્ઞાનથી બહાલોક કલ્પમાં રહેલ દેવોની સ્થિતિને જાણે છે