________________
૯/-/૩૩/૪૬૫
ભાગ, દેશ એટલે મહત્તર ભાગ. આ દંડક બીજી રીતે પણ છે, તે આ – કંદર, દરિ, કુહર, વિવર, ગિરિ, પાયાર, અટ્ટાલ, ચરિય, દ્વાર, ગોપુર, પ્રાસાદ, દુવાર, ભવન, દેવકુલ, આરામ, ઉધાન, કાનન, સામપ્રદેશ. * X » X -
૮૩
ઘોડાની હણહણાટી, હાથીનો ગુલગુલાટ, રથનો ઘણઘણાટ એ શબ્દોના મીશ્રણથી મહા કલકલ અવાજથી, લોકોના સુમધુર (સ્વર)થી આકાશને પુરતો, ચોતરફ ઉત્તમ સુગંધ, પુષ્પ, ચૂર્ણની નીકળતી વાસથી આકાશને સુગંધી કરતો. તેમાં સુગંધી એટલે ઉત્તમ પુષ્પોનું ચૂર્ણ, ઉવિદ્ધ એટલે ઉંચે ગયેલ, વાસરેણુવાસકની રજૂ.
કાલાગટ્ટુ પવર ઈત્યાદિ – તેમાં કાલાગતુ - ગંધ દ્રવ્ય વિશેષ, પ્રવર કુંદરુક્ક, તુરુષ્ક, તેના સિવાયનો ધૂપ. આવા લક્ષણવાળો અથવા તેમાંથી જે નીકળતો-વહેતો,
જેના વડે જીવલોક વાસિત કરતો. જેમના ગમનથી જનમંડલ ક્ષોભિત થયેલ છે તે (તે રીતે નીકળે છે)
પરખ઼નવાનવુૐ ઈત્યાદિ - પૌજન અથવા પ્રચુરજનો, બાળકો અને વૃદ્ધો, જેઓ પ્રમુદિત થયા છે, વસ્તિ દોડ્યા અર્થાત્ શીઘ્ર જતાં એવા, તેઓના વ્યાકુળઆકુળ અર્થાત્ અતિવ્યાકુલ એવા જે બોલશબ્દો, તે ઘણાં છે જેમાં, તે તથા આ પ્રકારે આકાશને કરતા, ક્ષત્રિય કુંડગ્રામનગરની વચ્ચોવચ્ચથી નીકળ્યા. બાકી લખ્યું જ છે.
પડખે વા, અહીં યાવત્ કરણથી આમ જાણવું - કુમુદ, નલીન, સુભગ, સૌગંધિક ઈત્યાદિ. આ ભેદો રૂઢિથી જાણવા. કામ એટલે શબ્દાદિરૂપોમાં જન્મેલ, ભોગ એટલે ગંધ-રસ-સ્પર્શ, તેની મધ્યે વૃદ્ધિને પામેલ. કામ સ્વરૂપ રજ તે કામરજ, તેના વડે અર્થાત્ કામરજથી, કામતથી અથવા કામાનુરાગથી લેપાયા નથી.
મિત્તના ઈત્યાદિ. મિત્ર, જ્ઞાતિ-સ્વજાતીય, નિજક એટલે મામા વગેરે, સ્વજન
પિતા, કાકા આદિ, સંબંધી-સસરા આદિ, પરિજન-દાસ આદિ, આ બધાંથી લેપાયા નહીં અર્થાત્ સ્નેહથી ન બંધાયા.
રવાર - અહીં ચાવત્ કરણથી આમ જાણવું – ધારા, સિંદુવાર, ભાંગેલી મુક્તાવલીની જેમ અશ્રુ (ની ધાર થઈ)
નવ્યું - હે પુત્ર ! પ્રાપ્ત સંયમ યોગમાં પ્રયત્ન કરવો. ઘડિયવ્યું - અપ્રાપ્ત સંયમયોગોમાં પ્રાપ્તિ માટે ઘટતું કરવું, પરિમિયવ્યું એટલે પરાક્રમ કરવું, પુરુષત્વ અભિમાન સિદ્ધ ફળ કરવું જોઈએ. આ બધાં પ્રયોજન માટે પ્રવ્રજ્યા પાલન લક્ષણમાં પ્રમાદ ન કરવો જોઈએ.
એ પ્રમાણે જેમ ઋષભદત્ત - તેના દ્વારા આ પ્રમાણે સૂચવે છે - ત્યાં ગયો, જઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદનનમસ્કાર કર્યા, કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્ ! આ લોક આદિપ્ત છે ઈત્યાદિ. • સૂત્ર-૪૬૬,૪૬૭ :
[૪૬] ત્યારપછી કોઈ દિવસે જમાલી અણગાર જ્યાં શ્રમણ ભગવંત
*
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
મહાવીર હતા, ત્યાં આવે છે, ત્યાં આવીને શ્રમણ ભગતનું મહાવીરને વંદનનમસ્કાર કરે છે, કરીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન્ ! આપની અનુજ્ઞા પામીને હું ૫૦૦ અણગારો સાથે બહારના જનપદ વિહારમાં વિચરવા ઈચ્છુ છું. ત્યારે તે શ્રમણ ભગવંત મહાવીર, જમાલી અણગારની આ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો અને મૌન રહ્યા.
ત્યારે તે જમાલી અણગારે શ્રમણ ભગવંત મહાવીરને બે વખત, ત્રણ વખત આ પ્રમાણે કહ્યું – હે ભગવન્ ! હું આપની અનુજ્ઞા પામીને ૫૦૦ અણગાર સાથે યાવત્ વિચરવા ઈચ્છુ છું.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર જમાલી અણગારના આ કથનને બીજી વાર, ત્રીજી વાર (સાંભળીને) આદર ન કર્યો, મૌન રહ્યા.
ત્યારે તે જમાલી અણગાર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર્યું, નમન કર્યું. વંદન-નમન કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી, બહુશાલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને ૫૦૦ અણગારોની સાથે બહારના જનપદ વિહારથી વિચરે છે. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી - વર્ણન - કોષ્ઠક ચૈત્યવર્ણન. ચાવત્ વનખંડ. તે કાળે, તે સમયે ચંપા નામક નગરી હતી - વર્ણન. પૂર્ણભદ્ર ચૈત્ય હતું - વર્ણન યાવત્ પૃથ્વીશિલાપટ્ટક હતો.
ત્યારે તે જમાલિ અણગાર અન્ય કોઈ દિવસે ૫૦૦ અણગારો સાથે સંપવૃિત્ત થઈને, પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં, જ્યાં શ્રાવસ્તી નગરી હતી, જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, ત્યાં આવ્યા, ત્યાં આવીને સ્થપતિરૂપ અવગ્રહ, અવગ્રહ છે. અવગ્રહ અવગ્રહીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અદા કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરતા યાત સુખે સુખે વિહાર કરતાં જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં આવે છે, ત્યાં આવીને યથાપતિરૂપ અવગ્રહ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને સંયમ, તપથી આત્માને ભાવતા રહે છે.
ત્યારે તે જમાલી અણગારને તેવા રસ, વિસ, અંત, પ્રાંત, રૃક્ષ, તુચ્છ, કાલાતિક્રાંત, પ્રમાણાતિક્રાંત, શીત પાન-ભોજન વડે અન્ય કોઈ દિવસે શરીરમાં વિપુલ રોગાતંક પ્રભવિ પામ્યો. તે રાગ ઉજ્વલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કટુક, ચંડ, દુઃખરૂપ, દુર્ગ, તીવ્ર અને દુગ્રહ હતો. તેમનું શરીર પિત્તજવરથી વ્યાપ્ત હોવાથી દાહજ્જરવાળું થયું.
ત્યારે તે જમાલિ અણગારે વેદનાથી અભિભૂત થઈને શ્રમણ નિગ્રન્થોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – દેવાનુપ્રિયો ! તમે મારા માટે શય્યાસંસ્તારક પાથરો. (તૈયાર કરો.)
ત્યારે તે શ્રમણ નિગ્રન્થોએ જમાલ અણગારના આ કથનને વિનય વડે