________________
૯/-/૩૨/૪૫૩
થાય. બધાં મળીને ૮૦૦૮ ભંગ થાય છે.
• સૂત્ર-૪૫૩ (અધુરેથી)
ભગવન્ ! સંખ્યાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા, પૃચ્છા. ગાંગેય ! રત્નપ્રભામાં હોય યાવત્ અધઃરાપ્તમીમાં હોય (૭). - અથવા - એક ન સંખ્યાતા શર્કરા હોય, એ પ્રમાણે યાવત્ અધરાતી હોય. - - અથવા - બે રત્ન સંખ્યાતા શર્કરામાં હોય. એ પ્રમાણે યાવત્ જે રત્ન સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય - અથવા ત્રણ રત્ન સંખ્યાતા શર્કરામાં હોય. એ પ્રમાણે આ ક્રમથી એક એકનો સંયોગ વધારતા યાવત્ - અથવા - દશ રત્ન સંખ્યાતા શર્કરા હોય. એ પ્રમાણે યાવત્ અથવા દશ રત્ન સંખ્યાતા
અધઃસપ્તમીમાં હોય.
- - અથવા - સંખ્યાત રત્ન સંખ્યાતા શર્કરામાં હોય યાવત્ - અથવા સંખ્યાતા રત્ન સંખ્યાતા અધઃરાપ્તમીમાં હોય.
-
- વા
એક શર્કરા સંખ્યાતા વાલુકામાં હોય. એ રીતે રત્નપભા માફક ઉપરની પૃથ્વી સાથે સંયોગ કરવો. એ રીતે એક એક પૃથ્વીનો ઉપર પૃથ્વી સાથે સંયોગ કરવો. યાવત્ - અથવા - સંખ્યાતા તમામાં, સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
૪૩
-
- ચા - એક રત્ન એક શા૰ સંખ્યાતા વાલુકા હોય. - અથવા - એક રત્ન એક શર્કરા સંખ્યાતા પંક હોય. યાવત્ અથવા એક રત્ન એક શર્કરા સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
- 24241
એક રત્ન બે શર્કરા સંખ્યાતા વાલુકા હોય. - અથવા એક રત્ન બે શર્કરા સંખ્યાતા ધરાપ્તમીમાં હોય.
- અથવા - એક રત્ન ત્રણ શર્કરા સંખ્યાતા વાલુકા હોય. એ પ્રમાણે આ ક્રમથી એક-એક સંયોગ વધારવો - અથવા - એક રત્ન સંખ્યાતા શર્કરા સંખ્યાતા વાલુકા હોય યાવત્ અથવા એક રત્ન સંખ્યાતા વાલુકા સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
- અથવા બે રત્ન સંખ્યાતા શર્કરા૰ સંખ્યાતા વાલુકા હોય. યાવત્
અથવા બે રત્ન સંખ્યાતા શર્કરા સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય - અથવા - ત્રણ રત્ન સંખ્યાતા શર્કરા સંખ્યાતા વાલુકા હોય. એ પ્રમાણે આ ક્રમથી એક એક રત્નપ્રભા સાથે સંયોગ કરવા યાવત્ અથવા સંખ્યાતારનૂં સંખ્યાતા શર્કરા સંખ્યાતા વાલુકા હોય યાવત્ અથવા સંખ્યાતા રત્ન સંખ્યાતા શકરા સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય. અથવા એક રત્ન એક વાલુકા સંખ્યાતા પંકમાં હોય. યાવત્ - અથવા - એક રત્ન એક વાલુકા સંખ્યાતા અધઃ સપ્તમીમાં હોય - અથવા - એક રત્ન બે વાલુકા સંખ્યાતા પંકપ્રભામાં હોય. એ પ્રમાણે આ ક્રમથી ત્રિક સંયોગ, ચતુષ્ક
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3
સંયોગ યાવત્ સપ્ત સંયોગ જેમ દશમામાં કહ્યો, તેમ કહેવો. છેલ્લો આલાવો સપ્તસંયોગે - અથવા - સંખ્યાતી રત્ન સંખ્યાતા શર્કરા યાવત્ સંખ્યાતા અધઃસપ્તમીમાં હોય.
• વિવેચન-૪૫૩ (અધુરેથી) :
અહીં સંખ્યાતા એટલે અગિયારથી શીર્ષપ્રહેલિકા સુધી. અહીં પણ એકત્વમાં
સાત ભંગ છે. દ્વિકસંયોગમાં સંખ્યાતાના બે ભાગ કરતાં એક-સંખ્યાતા ઈત્યાદિ દશ-સંખ્યાતા એવા ૧૧ વિકલ્પો. આ ઉપરની પૃથ્વીમાં એકાદિ અગીયાર પદોના ઉચ્ચારણમાં અધસ્તન પૃવીમાં સંખ્યાતપદના ઉચ્ચારણથી જાણવા. જે બીજી આગળની પૃથ્વીમાં સંખ્યાતપદના અધઃસ્તનપૃથ્વીમાં એકાદી અગીયાર પદોના ઉચ્ચારણમાં પ્રાપ્ત થાય છે, તેની અહીં વિવક્ષા કરી નથી.
પૂર્વસૂત્રોમાં જ દશાદિરાશીનું વૈવિધ્યકલ્પનામાં ઉપર એકાદિ લઘુ સંખ્યા ભેદ પૂર્વે કર્યા. નીચે નવ આદિ મહાન્ત. એમ અહીં પણ એકાદ ઉપર અને નીચે સંખ્યાત
રાશિ. તેમાં સંખ્યાતરાશિથી અધસ્તન એકાદિ આકર્ષણે પણ સંખ્યાતત્વ અવસ્થિત
**
જ છે. કેમકે પ્રચૂરત્વ છે. પૂર્વ સૂત્રોમાં નવ આદિની જેમ એકાદિપણે તેનું અવસ્થાન નથી. તેથી નીચે એકાદિ ભાવ નથી. સંખ્યાતનો જ સંભવ હોવાથી અધિક વિકલ્પની વિવક્ષા નથી. ત્યાં રત્નપ્રભા એકાદિ વડે સંખ્યાત અંત વડે અગિયાર પદોથી ક્રમથી વિશેષિત સંખ્યાતપદ વિશેષિત વડે બાકીના સાથે ક્રમથી સંયોગ કરતા ૬૬ ભંગો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શર્કરાપ્રભામાં ૫૫, વાલુકામાં ૪૪, પંપ્રભામાં ૩૩, ધૂમપ્રભામાં ૨૨, તમઃપ્રભામાં ૧૧. એ રીતે દ્વિસંયોગીમાં ૨૩૧ ભંગ થાય છે.
ત્રિકયોગમાં વિકલ્પ પરિમાણ માત્ર જ દેખાડે છે - રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા એ પ્રથમ ત્રિકયોગ. તેમાં ૧.૧. સંખ્યાતા એ પહેલો વિકલ્પ, પછી પહેલીમાં એક અને ત્રીજામાં સંખ્યાતપદે જ રહીને, બીજીમાં ક્રમથી અક્ષ વિન્યાસથી હ્રયાદિ ભાવે દશમ સંયોગમાં સંખ્યાત પદ થાય છે. એ રીતે આ પૂર્વની સાથે ૧૧, પછી બીજી, ત્રીજીમાં સંખ્યાતપદમાં જ રહીને, પહેલીમાં તે જ રીતે હ્રયાદિ ભાવથી દશમ સંયોગે સંખ્યાતપદ થાય. એ રીતે અહીં દશ. આ રીતે બધાં થઈને
એકત્ર ત્રિક સંયોગમાં ૨૧. તેને સપ્તપદ ત્રિકસંયોગમાં ૩૫-થી ગુણતાં ૭૩૫ ભંગો થાય છે.
ચતુષ્ક સંયોગમાં ફરી પહેલાથી ચોથા વડે પહેલો ચતુષ્ક સંયોગ, તેમાં ૧.૧.૧. સંખ્યાતા, એ એક વિકલ્પ. પછી પૂર્વોક્ત ક્રમથી ત્રીજીમાં દશમ સંયોગે સંખ્યાતપદ, એ રીતે બીજીમાં અને પહેલીમાં. આ રીતે એકત્ર ચતુષ્ક સંયોગ-૩૧. તેને સપ્તપદ ચતુષ્ક સંયોગમાં ૩૫થી ગુણતા ૧૦૮૫ ભંગ થાય છે.
પંચક સંયોગમાં પહેલા પાંચ વડે પહેલો પંચકયોગ, તેમાં ૧.૧.૧.૧. સંખ્યાતા, એ એક વિકલ્પ, પછી પૂર્વોક્ત ક્રમથી ચોથીમાં દશમ સંયોગમાં સંખ્યાત પદ, એ રીતે બાકીનામાં પણ છે. એ રીતે આ બધાં મળીને પંચક યોગમાં ૪૧-ભેદ છે. આ