________________
૮/-/૯/૪૨૮
પછી દેશબંધક. એ રીતે કાર્પણ શરીરમાં પણ જાણવું. - - હવે ઉક્ત વિષયમાં અલ્પ બહુત્વ કહે છે .
—
૨૨૯
• સૂત્ર-૪૨૯ -
ભગવન્ ! ઔદારિક, વૈક્રિય, આહારક, વૈજસ, કાર્પણ શરીરના દેશબંધક, સર્વબંધક, અબંધકમાં કોન કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી
થોડા જીવો આહારક શરીરના સર્વબંધક છે, તેના દેશબંધક સંખ્યાતગણા, વૈક્રિયશરીરી સર્વબંધક અસંખ્યાતગણા, તેના જ દેશબંધકો અસંખ્યાતગણા, તૈજસ-કાર્પણ બંનેના તુલ્ય, અબંધક અનંતગણા, ઔદાકિશરીરી સર્વબંધક અનંતગુણા, તેના જ અબંધક વિશેષાધિક, તેના જ દેશબંધક અસંખ્યાતગણા, તૈજસ-કાર્પણના દેશબંધક વિશેષાધિક, વૈક્રિય શરીરી અબંધક વિશેષાધિક, આહારકશરીરી અબંધક વિશેષાધિક, ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૪૨૯ :
સૌથી થોડા આહારક શરીરના સર્વબંધક છે, કેમકે ચૌદ પૂર્વધરો જ તેવા કોઈ પ્રયોજનથી કરે છે. સર્વબંધકાળ સમય જ છે, દેશબંધકાળના બહુત્વથી દેશબંધકો સંખ્યાતગણા છે, વૈક્રિય શરીના સર્વબંધક અસંખ્યાતગણા છે, તેના જ દેશબંધકો અસંખ્યાતગણા છે, કેમકે સર્વબંધાપેક્ષાએ દેશબંધાદ્ધાથી અસંખ્ય ગુણત્વ છે. અથવા સર્વબંધક પ્રતિસ્પધમાનક છે, દેશબંધક પૂર્વ પ્રતિપન્ન છે. વૈક્રિય સર્વબંધકથી દેશબંધક અસંખ્યાતગણા છે.
તૈજસ-કાર્પણના અબંધક અનંતગણા છે. કેમકે સિદ્ધો વૈક્રિય દેશબંધકથી અનંતગણા છે. - ૪ - ઔદારિક શરીરના સર્વ બંધકો અનંતગણા છે, તે વનસ્પતિ આદિને આશ્રીને કહેવા. તેના જ અબંધક વિશેષાધિક છે. આમાં વિગ્રહગતિક અને સિદ્ધાદિ હોય છે. તેમાં સિદ્ધાદિની અત્યંત અલ્પત્વથી આ વિવક્ષા છે વિગ્રહગતિક કહેવાનાર ન્યાયથી સર્વબંધકથી ઘણાં છે, માટે તેના અબંધકો વિશેષાધિક છે. તેનાથી ઔદારિક દેશબંધકો અસંખ્યાતગણા છે.
તૈજસ-કાર્મણના દેશબંધક વિશેષાધિક છે. કેમકે બધાં પણ સંસારી તૈજસ
કાર્પણના દેશબંધક હોય છે. તેમાં જે વિગ્રહગતિક ઔદારિક સર્વબંધક અને વૈક્રિયાદિ બંધક તે ઔદાકિ દેશ બંધકથી અતિરિક્ત હોવાથી વિશેષાધિક છે. વૈક્રિય શરીરના અબંધકો વિશેષાધિક છે. કેમકે વૈક્રિયના બંધકો દેવ અને નાસ્કો છે, બાકીના તેના અબંધક છે. તેમાં સિદ્ધો તૈજસાદિ બંધકથી અતિક્તિ છે, તેથી તે વિશેષાધિક કહ્યા. આહાક શરીરના અબંધક વિશેષાધિક છે કેમકે મનુષ્યોને જ આહારક શરીર હોય છે. - ૪ -
* વૃત્તિકાર શ્રીએ અહીં અલ્પબહુત્વ અધિકારમાં ૩૬-ગાથાઓની વૃત્તિમાં નોંધ કરી છે ત્યારપછી આ ૩૬-ગાથાને સ્પષ્ટ કરવા વૃત્તિ પણ રચી છે. અમોએ મૂળ ગાથાનો અક્ષરશઃ અનુવાદ અહીં કરેલ નથી, પણ તેની વૃત્તિનો અનુવાદ કર્યો છે, તથા આવશ્યકતા લાગે ત્યાં મૂળ ગાથાનો અર્થ ઉમેરેલ છે. જિજ્ઞાસુઓને મૂળ વૃત્તિ જોવા વિનંતી.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
અહીં ઔદારિક સર્વબંધાદિના અલ્પાદિ ભાવનાર્થે સર્વબંધાદિ સ્વરૂપ કહે છે – – અહીં ઋજુગતિ વડે, વિગ્રહગતિ વડે ઉત્પન્ન થતાં એવા જીવોને ઉત્પત્તિ ક્ષેત્રની પ્રાપ્તિના પ્રથમ સમયે સર્વબંધ થાય છે. બીજા વગેરે સમયમાં દેશબંધ થાય છે. “સિદ્ધ આદિ” – અહીં આદિ શબ્દથી વૈક્રિયાદિ બંધકોના અને જીવોના ઔદારિકનો અબંધ છે. અહીં સિદ્ધાદિના બંધકત્વ છતાં પણ અત્યંત અલ્પત્વથી વિવક્ષા ન કરીને વૈગ્રહિકોને આશ્રીને જ સર્વબંધકોથી અબંધક વિશેષાધિક કહ્યા છે.
૨૩૦
તેથી જ કહે છે – સાધારણમાં પણ સર્વબંધ ભાવથી સર્વબંધકો સિદ્ધો કરતા અનંતગણા છે. એ પ્રમાણે છે, તેથી સિદ્ધો તેના અનંત ભાગે વર્તે છે. જો સિદ્ધો પણ તેના અનંતભાગે વર્તે છે તો સારી રીતે વૈક્રિય બંધકાદિ સમજી જ શકાય છે. તેથી તેમને છોડીને સિદ્ધ પદ જ કહેવું.
હવે સર્વબંધકોના અને અબંધકોના સમઅભિધાન પૂર્વક અબંધકોના વિશેષાધિકત્વને જણાવવા કહે છે – ઋજુ લાંબી ગતિમાં સર્વબંધકો પહેલા સમયે હોય છે, એ રીતે તેમની એક રાશિ છે. એકવકતાથી જે ઉત્પન્ન થાય છે, તેઓમાં જે પહેલા સમયે તેઓ અબંધક, બીજા સમયે સર્વબંધક, તેઓની બીજી રાશિ છે. તે એક વક્ર નામે બીજી ગતિમાં ઉત્પન્ન થનારાના અર્હુરૂપ થાય છે. બે વક્ર ગતિ વડે જે ઉત્પન્ન થાય છે, તેઓ પહેલા બે સમયમાં અબંધક અને ત્રીજા સમયે સર્વબંધક છે. આ સર્વબંધકોની ત્રીજી રાશિ. તે દ્વિવક નામે ત્રીજી ગતિમાં ઉત્પન્ન થનારના ત્રિભાગરૂપ હોય છે. - x - આ પ્રમાણે સર્વબંધકોની ત્રણ રાશિઓ છે. અબંધકોની ત્રણ જ રાશિ છે. સમયભેદથી
રાશિભેદ છે. એ પ્રમાણે તે રાશિપ્રમાણ તુલ્ય જો કે ચાય છે, તો પણ સંખ્યા પ્રમાણથી અબંધકો અધિક હોય છે. તે આ પ્રમાણે -
-
જે એક સમયિક છે, તે ઋજુ ગતિથી ઉત્પધમાન છે. તેઓ એક સાધારણ શરીરમાં લોક મધ્યે સ્થિત રહીને છ એ દિશામાં અનુશ્રેણિથી આવે છે. જે દ્વિસમયિક છે, તે એક જ વક્ર ગતિથી ઉત્પધમાન છે. તે ત્રીજા. પ્રતથી આવે છે. કેમકે વિદિશાથી વક્રગતિએ આગમન છે. પ્રતરનું સ્વરૂપ હવે કહેશે. જે ત્રિસમયિક જ તે ત્રણ સમયાં બે વક્રગતિથી ઉત્પધમાન છે તેઓ બાકીના લોકથી આવે છે. – પ્રતર પ્રરૂપણા કહે છે -
લોક મધ્યગત એક નિગોદને આશ્રીને તિર્છા આવતા ચારે દિશામાં પ્રતર કલ્પવામાં આવે છે. વિવક્ષિત નિગોદ ઉત્પાદ કાલોચિત અવગાહના બાહલ્સ જ. ઉર્ધ્વ-અધોલોકાંત ગત, પૂર્વ-પશ્ચિમ લાંબા, દક્ષિણ-ઉત્તર લાંબા બે પ્રતરો છે.
હવે અધિકૃત અાબહુવ-જે જીવો પિતકિ છે, એક વક્રગતિથી ઉત્પત્તિવાળા છે, તેઓ ઋજુ ગતિથી છ દિશાથી અસંખ્યગણા હોય છે, બાકીના જે ત્રિસમયિક, શેષ લોકથી આવે છે, તે પણ અસંખ્યાત ગણા છે. કઈ રીતે ? ક્ષેત્ર અસંખ્યગુણિતત્વથી. જેથી છ દિશાક્ષેત્રથી પિતર અસંખ્યાતગુણ છે, તેથી પણ શેષલોક છે. – તેથી કેમ ? - કેમકે આ સૂત્ર બે વક્રગતિને આશ્રીને છે.
પહેલા ઋજુગતિ ઉત્પન્ન સર્વબંધક રાશિ સહસ્ર પરિકલ્પિત. કેમકે ક્ષેત્રની અલ્પતા છે. બે સમય ઉત્પન્નની બે રાશિ, એક અબંધકની, બીજી સર્વબંધકની. તે