________________
૮|-|૫/૪૦૨ થી ૪૦૪
દેશવિરતિ પરિણામ ઉત્પન્ન થતા, તે શ્રાવક પછી પ્રાણાતિપાત વિરતિ કાળે, પચ્ચક્ખાણ કરતાં શું કરે ? વાચનાંતરમાં અપÜા ના સ્થાને અને પન્નામાળે ને બદલે પન્નવાલેમાળે જોવા મળે છે. તેમાં પ્રત્યાખ્યાન કર્તા પોતે જ પોતાને ગુરુ વડે ગ્રહણ કરીને પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરે.
૧૮૩
તીત - ભૂતકાળમાં કરેલ પ્રાણાતિપાત, તેનાથી નિંદાદ્વાર વડે નિવર્તે. પશુપન્ન - વર્તમાનકાલીન પ્રાણાતિપાતને ન કરે અને અનામત - ભવિષ્યકાળ વિષય પ્રાણાતિપાત નહીં કરું તેમ સ્વીકારે,
તિવિદ્ તિવિદેTM આદિ નવ વિકલ્પો, તેમાં ગાથા છે – ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકના યોગમાં ત્રણ-બે-એક, ત્રણ-બે-એક, ત્રણ-બે-એક એ પ્રમાણે કરવું. તેનાથી આ પ્રમાણે વિકલ્પો મળે – એક, ત્રણ ત્રિક, બે નવક, ત્રણ, નવ, નવ, એ રીતે ૪૯ ભાંગા થાય. એ રીતે ૪૯ ૪ ૩-કાળ x ૫-વ્રત = ૭૩૫ ભાંગા થાય.
તેમાં ત્રિવિર્ય - કરણ, કરાવણ, અનુમોદન ભેદે પ્રાણાતિપાતનો યોગ જાણવો. ત્રિવિષેન - મન, વચન, કાયારૂપ કરણ વડે પ્રતિક્રમે છે, તેની નિંદાથી વિરમે છે.
તિવિ સુવિખ્ખું - વધ કરવો આદિ ત્રણ ભેદ અને મન વગેરેમાંથી કોઈ એકને છોડીને, બાકીના બે વડે. તિવિદ્ વિજ્ઞેળ - કરવું આદિ ત્રણ ભેદ સાથે મન વગેરેમાંથી કોઈ એક કરણ વડે. - - યુવિસ્તૃ તિવિખ્ખું - કરવું આદિ ત્રણમાંથી કોઈપણ બે, તેને મન વગેરે ત્રણ કરણથી. આ પ્રમાણે બીજા પણ ભેદો જાણવા.
- રાતિ - ભૂતકાળમાં પ્રાણાતિપાતને સ્વયં ન કરે. મનમા - અરે ! હું હણાયો, કે જે મેં ત્યારે આને ન હણ્યો એમ ચિંતવે. નૈવ જાતિ - મનથી ચિંતવે કે અરે ! આ યોગ્ય ન કર્યુ, જે આને બીજા વડે ન હણાવ્યો તથા વંન્ત - કરનારની ઉપલક્ષણથી કરાવનારની અર્થાત્ બીજા જીવની હત્યા કરનાર કે કરાવનારને મનથી જ સ્મરણ દ્વારા અનુમોદના ન કરે. એ જ પ્રમાણે વચનથી ન કરે, ન કરાવે, ન અનુમોદે. એ જ પ્રમાણે તથાવિધ અંગચેષ્ટા કરીને કાયા દ્વારા ન કરે, ન કરાવે, ન અનુમોદે. એ રીતે અહીં ચણાસંખ્ય-અનુક્રમનો નિયમ ન અનુસરવો. જેમકે મનથી કરે નહીં, વચનથી કરાવે નહીં, કાયાથી અનુમોદે નહીં.
- ૪ - એ પ્રમાણે ત્રિવિધ ત્રિવિધે એ એક જ ભંગ છે. તે સિવાય બીજા, ત્રીજા, ચોયામાં ત્રણ-ત્રણ વિકલ્પ છે. પાંચમા, છટ્ઠામાં નવ-નવ વિકલ્પ છે. સાતમામાં ત્રણ, આઠમા-નવમામાં નવ-નવ ભંગ છે, એમ બધાં મળીને ૪૯-ભંગો થાય. એ રીતે આ અતીતકાળને આશ્રીને કરણ-કરાવણાદિ યોજવું અથવા એ પ્રમાણે અતીત કાળે મન વગેરેથી કૃત-કાતિ-અનુજ્ઞાતથી વધ ન કરે, ન કરાવે, ન અનુમોદે તેની નિંદા દ્વારા, તેના અનુમોદનના નિષેધથી પછી નિવર્તે. - x -
વર્તમાનકાળને આશ્રીને સુગમ છે. ભવિષ્યકાળ અપેક્ષાએ - મનથી હું હણીશ એવી વિચારણા ન કરે, મનથી હું હણાવીશ એવી વિચારણા ન કરે. મનથી ભાવિમાં થનાર વધને સાંભળીને હર્ષ પામવા દ્વારા અનુમોદન ન કરે. એ પ્રમાણે વચનકાયાથી તે પ્રમાણે ન કરે. અથવા મન આદિ વડે કરીશ, કરાવીશ, અનુમોદીશ એ રીતે વધ ક્રમથી ન કરે, ન કરાવે, ન અનુમોદે. તેનાથી નિવૃત્તિ લે. એ રીતે આ ત્રણે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાળથી કુલ-૧૪૭-ભંગ થાય. અહીં ત્રિવિધ, ત્રિવિધે વિકલ્પને આશ્રીને વૃદ્ધ દ્વારા કહેવાયેલ આક્ષેપ-પરિહાર આ પ્રમાણે છે -
જો ગૃહસ્થ આ ત્રિકો ન કરે, તો દેશવિરત કઈ રીતે થાય ? વિષયથી બહાર અનુમતિનો પણ પ્રતિષેધ કહે છે. કોઈ કહે છે – “ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધે સંવરણ હોતું નથી.’' તેમ નથી તે આ જ સૂત્રમાં વિશેષ નિર્દેશ છે. તો નિયુક્તિમાં અનુમતિનો નિષેધ કેમ કર્યો ? - તે સ્વવિષયમાં કે સામાન્યથી કહ્યું છે. બીજે વિશેષથી ત્રિવિધ ત્રિવિધેન કહ્યું તો તેમાં કયો દોષ છે ? અહીં સ્વવિષયમાં જે અનુમતિ છે, તે સામાન્ય કે અવિશેષ પ્રત્યાખ્યાનમાં છે, છતાં અન્નત્ય ૩ - વિશેષે સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્યાદિમાં૰ - પુત્રાદિ સંતતિ નિમિત માત્રથી અગિયારમી પ્રતિમા સ્વીકારેલ દીક્ષાભિમુખ ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધન પચ્ચક્ખાણ કેટલાંક કહે છે. જેમ અહીં ત્રિવિધ-ત્રિવિધેનમાં આક્ષેપ-પરિહાર કર્યો, તેમ બીજે પણ કરવો - x -
૧૮૪
મનથી કરણ આદિ કઈ રીતે? કહે છે. જેમ વચન, કાયા વડે થાય તેમ. કહ્યું છે કે – મનથી કરણ, કરાવણ, અનુમતિ કઈ રીતે? જેમ વાણી, કાયાના યોગે કરણાદિ છે, તેમ મન વડે પણ થાય. તેને આધીન વાણી અને કાયાથી કરણ આદિ અથવા મનથી કરણ તે સાવધ યોગનું મનન એમ વીતરાગે કહેલ છે. “આને સાવધ કરાવું” એમ ચિંતવવું તે મનથી કારાવણ, ‘સારુ કર્યું' એવી વિચારણા. તે અનુમતિ.
આ પ્રમાણે પાંચે અણુવ્રતમાં પ્રત્યેકમાં ૧૪૭ ભંગથી કુલ ૭૩૫ ભંગો થાય છે. જ્યારે આજીવિક વડે સ્થવિરોને શ્રાવક સંબંધી વસ્તુ પછી ત્યારે ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું. આવા કહેલા આચાવાળા શ્રમણોપાસકો જ હોય, આજીવિકોપાસક ન હોય.
આજીવિકોને પણ ગુણવાળા રૂપે સ્વીકાર્યા છે, તે કહે છે – આ કહેવાયેલા નિર્ણન્ય, આવા પ્રાણાતિપાતાદિને વિશે અતીતકાળના પ્રતિક્રમણ આદિવાળા, તે અર્થને ગોશાલકના શિષ્ય-શ્રાવકો જાણતા નથી. હવે તે જ અર્થને વિશેષથી સમર્થન
માટે આજીવિકના સિદ્ધાંત-અર્થને, તેના ઉપાસકના વિશેષ સ્વરૂપના અભિધાનપૂર્વક આજીવિક ઉપાસકની અપેક્ષાએ શ્રમણોપાસકોના ઉત્કર્ષ માટે કહે છે–
આજીવિક સમય એટલે ગોશાલકનો સિદ્ધાંત, તેનો આ અર્થ – આયુષ્ય ક્ષય ન થાય, ત્યાં સુધી અપ્રાસુકને ભોગવે એવા આચારવાળા તે અક્ષીણપરિભોજી અથવા અનપગત આહારમાં ભોગાસક્ત. સર્વે સત્તા - સર્વે અસંયત પ્રાણી. જો એમ છે તો શું ? તે કહે છે - તેમને હણીને, ત્લિા - અસિપુત્રિકા વડે બે ભાગ કરીને, મિત્ત્વા - શૂળાદિથી ભેદન કરીને, ભુવા - પાંખ આદિ કાપીને વિનુષ્ય - ત્વચા કાઢીને,
अपद्राव्य - નાશ કરીને આહાર કરે છે.
એ રીતે રહેલ અસંયત પ્રાણીસમૂહના હનન આદિ દોષમાં ક્ત છે. અથવા આજીવિક સિદ્ધાંતમાં અધિકરણરૂપ એવા બાર વિશેષ અનુષ્ઠાનત્વથી ગણેલા છે અથવા આનંદાદિ ઉપાસવત્ બીજા ઘણાં છે. એક 'તાલ' નામ છે. એ રીતે તાલપ્રલંબ આદિ પણ છે. દંત રેવયાળ - ગોશાલકે તેણે કલ્પેલા અર્હતત્વથી. પાંચ