________________
9/-/20/399
૧૩૫
સૂત્ર-૩૭૭ :
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. [વર્ણન] ગુણશીલ ચૈત્ય હતું [વર્ણન યાવત્ પૃથ્વીશિલા પક હતો [વર્ણન]. તે ગુણશીલ ચૈત્યની થોડે દૂર ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. તે આ – કાલોદાયી, શૈલોદાયી, શૈવાલોદાયી, ઉદય, નામોદય, નોંદય, પાલક, શૈલપાલક, શંખપાલક, સુહસ્તી ગાથાપતિ. ત્યારે તે અન્યતીર્થિકો હે ભગવંત! અન્ય કોઈ દિવસે એક સ્થાને આવ્યા, એકઠા થયા અને સુખપૂર્વક બેઠો.
તેઓમાં પરસ્પર આવો વાર્તાલાપ આરંભ થયો. એ પ્રમાણે શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ આસ્તિકાય પ્રરૂપે છે. તે આ - ધર્માસ્તિકાય યાવત્ આકાશાસ્તિકાય, તેમાં શ્રમણ જ્ઞાતપુત્રે ચાર અસ્તિકાયોને અજીવકાય કહ્યા છે. તે આ − ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. શ્રમણ જ્ઞાતપુત્રે. એક જીવાસ્તિકાયને અરૂપીકાય, જીવકાય કહે છે. તેમાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાયને અરૂપીકાય કહે છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિ કાય, જીવાસ્તિકાય. કેવળ એક પુદ્ગલાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર રૂપીકાય જીવકાય કહે છે. તે વાત કઈ રીતે માનવી ?
તે કાળે, તે સમયે શ્રમણ ભગવન્ મહાવીર યાવત્ ગુણશીલ ચૈત્યે પધાર્યા. યાવત્ પા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર જે ગૌતમ ગોત્રના હતા, એ રીતે જેમ બીજા શતકમાં નિગ્રન્થ ઉદ્દેશકમાં કહ્યા મુજબ ભિક્ષાચરીમાં ફરતા યથાપર્યાપ્ત ભોજનપાન ગ્રહણ કરીને રાજગૃહથી યાવત્ ત્વરિત, અચપળ, અસંભ્રાંત યાવત્ ઈપિથ શોધતા શોધતા, તે અન્યતીર્થિક પાસેથી નીકળ્યા.
-
ત્યારે તે અન્યતીર્થિકોએ ભગવન ગૌતમને નજીકથી જતાં જોયા, જોઈને તેઓએ પરસ્પર એકબીજાને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું – એ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! આપણે ઉક્ત વાત પગટ છે. આ ગૌતમ આપણી થોડે દૂરથી જઈ રહ્યા છે. તેથી દેવાનુપિયો ! આપણે માટે ગૌતમ પાસે આ અર્થ પૂછતો શ્રેયસ્કર છે. એમ વિચારી, તેઓએ પરસ્પર આ સંબંધે પરામર્શ કર્યો પછી જ્યાં ગૌતમરવામી હતા, ત્યાં આવ્યા. આવીને તેઓએ ગૌતમ સ્વામીને આમ કહ્યું – હે ગૌતમ ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ પુત્રે પાંચ અસ્તિકાય કહ્યા છે, ધર્માસ્તિકાય યાવત્ આકાશાસ્તિકાય. તે પ્રમાણે વર્તી રૂપી અજીવકાય કહ્યું છે. ગૌતમ ! તે કેવી રીતે છે ?
ત્યારે ગૌતમસ્વામીએ તે અન્યતીર્થિકોને આમ કહ્યું – દેવાનુપિયો ! અમે અસ્તિભાવને નાસ્તિ કે નાસ્તિભાવને અસ્તિ એમ કહેતા નથી. હે દેવાનુપિયો ! અમે સર્વે અસ્તિભાવને અસ્તિ અને નાસ્તિભાવને નાસ્તિ એમ કહીએ છીએ.
તેથી હે દેવાનુપ્રિયો ! આપ સ્વયં આ અર્થનું ચિંતન કરો. એમ કહીને તે અન્યતીર્થિકને આમ કહ્યું – તે તેમ પૂર્વોક્ત જ છે.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
એમ કહીને ગૌતમ, જ્યાં ગુણશીલ ચૈત્ય, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ઇત્યાદિ જેમ નિગ્રન્થ’ ઉદ્દેશકમાં છે તેમ યાવત્ ભોજન-પાન દેખાડે છે, દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને દૂર નહીં, તેમ નીકટ નહીં એવા સ્થાને બેસીને સાવત્ પ પાસે છે.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ધર્મોપદેશે પ્રવૃત્ત હતા. કાલોદાયી તે સ્થાને જલ્દીથી આવ્યો. હે કાલોદાયી ! એમ સંબોધન કરીને
૧૩૬
ભગવંત મહાવીરે કાલોદાયીને આમ કહ્યું – હે કાલોદાયી ! કોઈ દિવસે એક સ્થાને, બધાં સાથે આવ્યા, સુખપૂર્વક બેઠા, તમે બધાં યાવત્ આ કઈ રીતે માનવું ? હે કાલોદાયી ! શું આ વાત યોગ્ય છે ? હા, છે.
-
હૈ કાલોદાયી ! એ વાત સત્ય છે કે હું પંચાસ્તિકાયને કહું છું તે આ • ધર્માસ્તિકાય યાવત્ પુદ્ગલાસ્તિકાય. તેમાં હું ચાર અસ્તિકાયનાં અજીવાસ્તિકાયોને અજીવરૂપે કહું છું. તે પ્રમાણે યાવત્ એક પુદ્ગલાસ્તિકાયને રૂપીકાય કહું છું. ત્યારે તે કાલોદાયીએ ભગવંતને આમ કહ્યું – ભગવન્ ! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ અરૂપી અજીવકાયો ઉપર કોઈ બેસવા, સુવા, ઉભવા, નિષધા કરવા કે વર્તના કરવા સમર્થ છે ? ના, તેમ નથી. હે કાલોદાયી ! એક પુદ્ગલાસ્તિકાય જ રૂપી અજીવકાય છે, તેના પર કોઈ બેસવા, સુવા આદિ ક્રિયા કરવા સમર્થ છે.
ભગવન્! આ પુદ્ગલાસ્તિકાય રૂપી અજીવકાયને, જીવોને પાપ કર્મ પાપકર્મ ફલવિપાક સંયુક્ત પાપકર્ષ લાગે? ના, ન લાગે. આ અરૂપી જીવાસ્તિકાયમાં જીવોને પાપફળવિપાકયુક્ત પાપકર્ષ લાગે? હા, લાગે. એ રીતે તે કાલોદાયી બોધ પામ્યો. ભગવંતને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું – હે ભગવન્ ! હું તમારી પાસે ધર્મ શ્રવણ કરવા ઈચ્છુ છું. એ રીતે સ્કંદકની જેમ દીક્ષા લીધી, તેમજ ૧૧-અંગ ભણી યાવત્ વિચરે છે.
• વિવેચન-૩૭૭ :
.
પ્રાવો અન્ય સ્થાનેથી એક સ્થાને આવીને મળ્યા, બેઠા. બેસવું તે ઉત્ક્રુટુકળ્વાદિને પણ કહે છે, તેથી કહ્યું – સુખેથી બેઠા ચાવત્ અસ્થિાય - પ્રદેશરાશી, ગનીવાય - અચેતન કાયા, અજીવોની રાશિ. સૂવિદ્યાય - અમૂર્ત. નીવાય - જીવે
તે જીવ - જ્ઞાનાદિ ઉપયોગ પ્રધાન કાય તે જીવકાય. કેટલાંક જીવાસ્તિકાયને જડરૂપે સ્વીકારે છે, તેના મતના નિષેધ માટે કહે છે – આ અસ્તિકાય વસ્તુને કેમ માનવી ? આ ચેતનાદિ વિભાગથી થાય છે. આ અસ્તિકાય વક્તવ્યતા પણ અનુકૂળપણાથી પ્રક્રાંત છે. અથવા વિશેષણથી પ્રગટ નથી. અથવા અવિપકૃત છે. અથવા પ્રાબલ્સથી
પ્રગટ નથી. એ રીતે અમે સર્વે અસ્તિભાવોને ‘અસ્તિ’ કહીએ છીએ. તથાવિધ સંવાદ તમારા દર્શનમાં પણ પ્રસિદ્ધ છે. મનથી પ્રમાણ અબાધિતત્વ લક્ષણથી આ અસ્તિકાય સ્વરૂપને આપમેળે વિચારો.
- ૪ - ૪ - અયંસિ ાં અંતે ! જીવ સંબંધી પાપકર્મો અશુભ સ્વરૂપ ફળલક્ષણ