________________
૬/-[૪/૨૮૬,૨૮૭
E
વનસ્પતિ અને વિકલેન્દ્રિયો ન કહેવા. એકેન્દ્રિયમાં ત્રીજો ભંગ વાયુની વૈક્રિય ક્રિયાથી કહ્યો છે. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો વૈક્રિયલબ્ધિવાળા થોડા છે, તો પણ
તેઓમાં ત્રણ ભંગ છે. - x -
આહારકશરીરીમાં જીવ અને મનુષ્યમાં છ ભંગો જાણવા, કેમકે તેઓ અલ્પ છે. - - તૈજસ, કાર્યણ શરીરને આશ્રીને જીવાદિ કહેવા. તેમાં ઔધિક જીવો સપ્રદેશો જ કહેવા, કેમકે તૈજસાદિનો સંયોગ અનાદિન છે. નાકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયોને ત્રીજો ભંગ છે. આ શરીરાદિ દંડકમાં સિદ્ધ પદ ન કહેવું. પ્રદેશાદિત્વપણે કહેવા યોગ્ય અશરીરી જીવાદિમાં, જીવપદમાં, સિદ્ધ પદમાં ત્રણ ભંગ કહેવા.
આહાર પર્યાપ્તિમાં જીવ અને પૃથ્વી આદિ પદોમાં ઘણાં જીવો છે, ૫ર્યાપ્તિ તજી પર્યાપ્તિ ભાવને પામતાં પણ ઘણાં છે, માટે એક જ ભંગ જાણવો. બાકીના જીવોમાં ત્રણ ભંગ જાણવા. ભાષા, મન પર્યાપ્તાને બહુશ્રુત અભિમત કોઈ કારણથી એકત્વરૂપે કહેલ છે. તેને સંડ્વી જીવો વત્ જાણવા. અહીં પંચેન્દ્રિયો જ કહેવા. - x -
પર્યાપ્તિ સ્વરૂપ [ટુંકમાં] - જે કરણથી આત્મા ખાધેલ આહાર પચાવવા સમર્થ થાય, તે કરણ નિષ્પત્તિ તે આહાર પર્યાપ્તિ. - ૪ - જીવ જે કરણ દ્વારા ઔદારિકાદિ શરીરને યોગ્ય દ્રવ્યો ગ્રહણ કરીને તે દ્રવ્યોને ઔદાકિાદિ ભાવે પરિણમાવે, તે કરણની નિષ્પત્તિ તે શરીસ્પર્યાપ્તિ. જે કરણ દ્વારા સ્પર્શાદિ ઈન્દ્રિયોને યોગ્ય દ્રવ્યો ગ્રહણ કરીને પોતાના વિષયો જાણવા સમર્થ થાય છે, તે કરણની નિષ્પત્તિતે ઈન્દ્રિય પર્યાપ્તિ. જે કરણથી આનપ્રાણ યોગ્ય દ્રવ્યોને અવલંબી, તે દ્રવ્યોને આનપ્રાણપણે બહાર કાઢવા સમર્થ થાય તે આનપ્રાણ પર્યાપ્તિ. જે કરણ દ્વારા સત્યાદિ ભાષાને યોગ્ય દ્રવ્યોને અવલંબી. - ૪ - ભાષાના નિસર્જનમાં સમર્થ થાય તે કરણની નિષ્પત્તિ. તે ભાષા પર્યાપ્તિ. જે કરણ દ્વારા આત્મા મનન કરવા સમર્થ થાય તે કરણની નિષ્પત્તિ તે મન:પર્યાપ્તિ. - - અહીં જીવ પદ, પૃથ્વીપદમાં એક જ ભંગ કહેવો - ૪ - બાકીના જીવોમાં પૂર્વોક્ત છ ભંગો કહેવા. - ૪ - શરીર અપર્યાપ્તિમાં જીવ અને એકેન્દ્રિયનો એક જ ભંગ કહેવો, બીજે ત્રણ ભંગ કહેવા. - ૪ - નાક, દેવ, મનુષ્યોમાં છ ભંગ જાણવા. ભાષા અને મનપર્યાપ્તિ - અપિિપ્તમાં જેઓને ભાષા અને મનની યોગ્યતા હોય તો પણ અસિદ્ધિ હોય તેવા માત્ર પંચેન્દ્રિયો જ છે. જેઓને આ પર્યાપ્તિનો અભાવ હોય, તેઓમાં એકેન્દ્રિયો પણ હોવા જોઈએ. તે હોય તો જીવપદે માત્ર ત્રીજો ભંગ થાય, પણ તેમ નથી. સૂત્રકાર કહે છે – જીવાદિના ત્રણ ભંગો કહેવા. તાત્પર્ય એ કે જે જીવોને જન્મથી ભાષા અને મનની યોગ્યતા હોય પણ તેની અસિદ્ધિ હોય તે જ જીવો અહીં અપર્યાપ્તિથી અપર્યાપ્ત કહેવા, તેમાં જીવો અને પંચેન્દ્રિયો આવે - x - વૈરયિક, દેવ, મનુષ્યને છ ભંગ કહેવા - x - અહીં સિદ્ધ પદ ન કહેવું. પૂર્વોક્ત દ્વારની સંગ્રહ ગાથા કહે છે - સપ્રવેશ - કાળથી જીવો પદેશા અને પ્રદેશા છે. બારા - તે રીતે આહારક અને અનાહાર, વિવા - ભવ્ય, અભવ્ય, ઉભય નિષેધવાળા. સન્નિ - સંજ્ઞી, અસંજ્ઞી અને બંનેના નિષેધવાળા. તેમ - સલેશ્યા, કૃષ્ણાદિ લેશ્યા, અલેશ્યા. વિકૢિ - સમ્યક્ દૃઢ્યાદિ ત્રણ. સંવત - સંયત, અસંય, મિશ્ર.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
સાય - ક્રોધાદિ કષાયવાળા, અકષાયી. ઇત્યાદિ - ૪ - જીવ અધિકારથી કહે છે • સૂત્ર-૨૮૮ થી ૨૯૦ :
[૨૮] ભગવન્ ! જીવો પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાનઅપ્રત્યાખ્યાની ? ગૌતમ ! ત્રણે હોય - સર્વ જીવો માટે પૃચ્છા-ગૌતમ ! નૈરયિકો પ્રત્યાખ્યાની છે યાવત્ ચતુરિન્દ્રિય. બીજા બેનો નિષેધ કર્યો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પ્રત્યાખ્યાની નથી પણ બીજા બે ભંગ હોય. મનુષ્યોને ત્રણે ભંગ હોય. બાકીના જીવો નૈરસિકવત્ કહેવા.
ભગવન્ ! જીવો પ્રત્યાખ્યાનને જાણે ? પત્યાખ્યાનને જાણે ? પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનને જાણે ? ગૌતમ ! પંચેન્દ્રિયો ત્રણેને જાણે. બાકીના પચ્ચક્ખાણાદિ ત્રણેને ન જાણે.
૮૦
ભગવન્ ! જીવો, પ્રત્યાખ્યાન કરે ?, અપવ્યાખ્યાન કરે ? પ્રત્યાખ્યાનાંપ્રત્યાખ્યાન કરે? ઔધિક પ્રમાણે જાણવું. • - ભગવન્ ! જીવો, પ્રત્યાખ્યાનઅપ્રત્યાખ્યાન કે પ્રત્યાખ્યાનાપત્યાખ્યાનથી નિર્વર્તિત આયુવાળા છે ? ગૌતમ ! જીવો અને વૈમાનિકો પ્રત્યાખ્યાન નિવર્તિત આદિ ત્રણે વાળા છે બાકી અપ્રત્યાખ્યા નિવર્તિતાયુ છે.
[૨૮] પ્રત્યાખ્યાન, જાણે, કરે, આયુનિવૃત્તિ, પ્રદેશ ઉદ્દેશામાં ચાર દંડકો છે - - [૨૦] ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૨૮૮ થી ૨૯૦ :
પદ્મવવાળી - સર્વ વિત, અપન્નવાળિ - અવિત, ત્રીજા તે દેશવિત. પ્રત્યાખ્યાન, દેશપ્રત્યાખ્યાનનો નિષેધ છે. કેમકે નૈરયિકાદિ અવિત છે. પ્રત્યાખ્યાન તેના જ્ઞાનથી થાય, માટે જ્ઞાનસૂત્ર. તેમાં નાક આદિ દંડકોક્ત પંચેન્દ્રિયો, સમનસ્ક હોવાથી, સમ્યગ્દષ્ટિપણું હોય તો જ્ઞપરિજ્ઞાથી પ્રત્યાખ્યાનાદિ ત્રણને જાણે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિયો ન જાણે. પ્રત્યાખ્યાન કરવાથી થાય, માટે કરણ સૂત્ર. પ્રત્યાખ્યાન આયુબંધનો હેતુ પણ છે, માટે આયુસૂત્ર. જીવપદમાં જીવો પ્રત્યાખ્યાનાદિ ત્રણે વડે નિબદ્ધ આયુવાળા કહેવા. વૈમાનિકો પણ તેમજ છે. બાકીના અપ્રત્યાખ્યાન નિવૃત્તાયુ
છે. - x - પ્રત્યાખ્યાનને માટે એક દંડક છે. બીજા ત્રણ છે.
છે શતક-૬, ઉદ્દેશો-૫-‘તમસ્કાય'
— * - * — * - * —
૦ સપ્રદેશા જીવો કહ્યા. હવે સપ્રદેશ એવા તમસ્કાય કહે છે – • સૂત્ર-૨૯૧ :
ભગવન્ ! આ તમસ્કાય શું છે ? પૃથ્વી કે પ્રાણી તમસ્કાય કહેવાય ? ગૌતમ ! પૃથ્વી ન કહેવાય, પણ પાણી ‘તમસ્કાય' કહેવાય. એમ કેમ ? ગૌતમ ! કેટલોક પૃથ્વીકાય શુભ છે, દેશને પ્રકાશિત કરે છે, કેટલોક પૃથ્વીકાય પ્રકાશિત નથી કરતો, તેથી એમ કહ્યું - - ભગવન્ ! તમસ્કાયના આદિ અને અંત ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપની બહાર તિછાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી અરુણવરદ્વીપની