________________
૫/-/૪/૨૨૮
૩૫
- સૂત્ર-૨૨૯ -
તે કાળે, તે સમયે મહાશુક્ર કલ્પથી. મહાસર્ગ મહાવિમાનથી, મહદ્ધિક યાવત્ મહાનુભાગ બે દેવો શ્રમણ ભગવંત મહાવીર પાસે પ્રગટ થયાં. તે દેવો એ ભગવંત મહાવીરને મનથી વાંદી-નમીને, મનથી જ આ આવા પ્રશ્નનો પૂછયા–
ભગવન્! આપ દેવાનુપ્રિયના કેટલો સો શિષ્યો સિદ્ધ થશે યાવત્ આંત કરશે ? ત્યારે, તે દેવોએ મનથી પ્રશ્નો પૂછ્યા પછી, ભગવંત મહાવીરે મનથી જ તેમને આ આવા પ્રકારનો ઉત્તર આપ્યો કે - હે દેવાનુપ્રિયો ! મારા ૭૦૦
-
શિષ્યો સિદ્ધ થશે યાવત્ દુઃખત કરશે.
ત્યારે તે દેવો, ભગવંત મહાવીરને મનથી પૂછેલ અને મનથી જ આવા પ્રકારે ઉત્તર સાંભળી હષ્ટ, તુષ્ટ યાવત્ હર્ષિતહદય થઈને ભગવંત મહાવીરને વાંદી, નમી, મનથી જ શુશ્રુષા, નમન કરતા અભિમુખ થઈને યાવત્ પપાસાના
કરવા લાગ્યા.
તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ નીકટમાં, ઉભડક બેસી યાવત્ વિચરતા હતા. ત્યારે તે ગૌતમવામીને ધ્યાનાંતરિકામાં વર્તતા આવા પ્રકારે યાવત્ સંકલ્પ ઉપજ્યો કે – આ બે મહર્ષિક યાવત મહાનુભાવ દેવો ભગવંત મહાવીર પાસે આવ્યા, હું તે દેવોને જાણતો નથી કે કયા કલ્પ, સ્વર્ગ કે વિમાનથી, કયા કારણથી અહીં શીઘ્ર આવ્યા? ભગવંત મહાવીર પાસે જઈ વાંદું, નમું, યાવત્ ણુપાસતા આ આવા પ્રશ્નને પૂછીશ, એમ કરી ઉભા થઈ, ભગવંત મહાવીર પાસે યાવત્ રોવે છે.
હે ગૌતમાદિ શ્રમણો ! એમ આમંત્રી ભગવંત મહાવીરે ગૌતમ સ્વામીને
આમ કહ્યું – હે ગૌતમ ! ધ્યાન સમાપ્તિ પછી તારા મનમાં આવો સંકલ્પ થયો યાવર્તી મારી પાસે શીઘ્ર આવ્યો. હે ગૌતમ ! આ વાત યોગ્ય છે ? - હા, છે. તો હે ગૌતમ ! તું એ દેવો પાસે જા, તેઓ તને એ સંબંધે પૂરા પ્રશ્નોત્તર કહેશે. ત્યારે ગૌતમસ્વામી, ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને ભગવંતને વાંદી, નમાં, જ્યાં તે દેવો હતા, ત્યાં જવા સંકલ્પ કર્યો. ત્યારે તે દેવો ગૌતમ સ્વામીને પાસે આવતા જોઈને હૃષ્ટ યાવત્ હર્ષિત હ્રદય થઈને જલ્દીથી ઉઠીને સામે ગયા
ગૌતમરવામી પાસે આવ્યા, આવીને યાવત્ નમીને આમ કહ્યું – હે ભદંત ! અમે મહાશુક કલાના મહાસર્ગ મહાવિમાનથી મહદ્ધિક એવા બે દેવો આવ્યા. ત્યારે અમે ભગવંતને વાંદી, નમી, મનથી જ આ પ્રશ્ન પૂછ્યો, ભગવન્ ! આપ દેવાનુપ્રિયના કેટલા સૌ શિષ્યો સિદ્ધ થશે યાવત્ અંત કરશે ? ત્યારે ભગવંતે અમારા મનથી પૂછેલા પ્રશ્નનો અમને મનથી જ આ ઉત્તર આપ્યો કે – મારા ૭૦૦ શિષ્યો યાવત્ દુઃખત કરશે. ત્યારે અમે ભગવંતને મનથી જ પૂછેલા પ્રશ્નનો ભગવતે મનથી જ આવો ઉત્તર આપેલો સાંભળીને ભગવંતને વાંદી, નમી યાવત્ પપાસતા હતા, એમ કહીને ગૌતમને વાંદી, નમી, જ્યાંથી આવ્યા હતા, ત્યાં ગયા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
• વિવેચન-૨૨૯ :
મહાશુ - સાતમો દેવલોક. ધ્યાનાંતકિા-ધ્યાનની સમાપ્તિ આરંભેલ ધ્યાનની સમાપ્તિ કરી નવું ધ્યાન ન આરંભવું. તેવી સ્થિતિમાં વર્તતા. - - દેવલોકના એક પ્રસ્તટથી તેના એક ભાગથી. વાગરણ - પ્રશ્નાર્થો. - - દેવપ્રસ્તાવથી આ કહે છે.
૩૬
- સૂત્ર-૨૩૦,૨૩૧ :
[૨૩] ભગવન્ ! એમ કહી ગૌતમ શ્રમણે, ભગવંત મહાવીરને આમ કહ્યું – ભગવન્ ! દેવો સંયત કહેવાય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, આ અભ્યાખ્યાન છે. ભગવન્ ! દેવો અસંયત કહેવાય ? ના, એમ ન કહેવાય, આ નિષ્ઠુર વચન છે. ભગવન્ ! દેવો સંયતા-સંયત કહેવાય ? ગૌતમ ! ના, આ અસદ્ભુત છે. ભગવન્ ! તો પછી દેવોને કેવા કહેવા ? ગૌતમ ! દેવો, નૌસંયત
કહેવાય.
[૩૧] ભગવન્ ! દેવો કઈ ભાષા બોલે ? દેવો દ્વારા બોલાતી કઈ ભાષા વિશિષ્ટરૂપ છે ? ગૌતમ ! દેવો અર્ધમાગધી ભાષા બોલે છે, બોલાતી ભાષામાં અર્ધમાગધી ભાષા જ વિશિષ્ટરૂપ છે.
• વિવેચન-૨૩૦,૨૩૧ :
મે - હવે, જિ - પ્રશ્ન, જીરૂ - વળી, દેવો શું કહેવાય ? ‘નોસંયત' કહેવાય. તે અસંયતનો પર્યાય હોવા છતાં ‘નોસંયત' શબ્દ અનિષ્ઠુર વચન છે. જેમ મરી ગયાને બદલે પરલોક ગયા કહે છે. દેવાધિકારથી બીજું કહે છે. - ૪ -અર્ધમાગધી. - ભાષા છ પ્રકારે – પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પિશાચી, શૌરસેની અને અપભ્રંશ. તેમાં માગધી અને પ્રાકૃત ભાષાનું કંઈ-કંઈ લક્ષણ જેમાં છે, તે અર્ધમાગધી. આ અર્ધમાગધીની વ્યુત્પત્તિ છે. - - કેવલિ, છાસ્ત્રની વક્તવ્યતાથી કહે છે –
• સૂત્ર-૨૩૨ થી ૨૩૭ :
[૩૨] ભગવન્ ! કેવલિ, અંતકર કે અંતિમશરીરીને જુએ, જાણે ? હા, ગૌતમ ! જુએ, જાણે. ભગવન્ ! જેમ કેવલિ અંતકર, અંતિમશરીરીને જાણે, જુએ તેમ છદ્મસ્થ તેઓને જાણે, જુએ? ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. તો પણ સાંભળીને કે પ્રમાણથી જાણે, જુએ. શું સાંભળીને ? કેવલિ, કેવલિના શ્રાવક, કેવલિની શ્રાવિકા, તેના ઉપાસક કે ઉપાસિકા, તેના પાક્ષિક, તેમના પાક્ષિક શ્રાવક, શ્રાવિકા, ઉપાસક કે ઉપાસિકા પાસેથી સાંભળીને (જાણે) [૨૩] તે પ્રમાણ શું છે ? ચાર પ્રકારે છે પ્રત્યક્ષા, અનુમાન, ઔપમ્ય, આગમ. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યા મુજબ પ્રમાણ જાણવું. યાવત્ તે પછી નોઆત્માગમ, નોઅનંતરાગમ, પરંપરાગમ.
[૩૪] ભગવન્ ! કેવલિ, છેલ્લા કર્યું કે છેલ્લી નિર્જરાને જાણે, જુએ ? હા, ગૌતમ ! જાણે, જુએ. ભગવન્ ! જે રીતે કેવલિ, છેલ્લા કર્મને આદિ અંતકરના આલાવા માફક બધું જ જાણવું.
[૩૫] ભગવન્ ! કેવલિ પ્રકૃષ્ટ મન કે વાનને ધારે ? હા, ધારે. ભગવન્ !