________________
૩/-/૧/૧૬૦ થી ૧૬૩
એમ કરી, તામલિના શરીરની હીલણા-નિંદા-હિંસા-ગહા-અવમાનના-તનાતાડના-પરિવધ-કદર્થના કરે છે. શરીરને આડું-અવળું ઢસડે છે. એ રીતે હીલના યાવત્ આકડવિડ કરીને એકાંતમાં નાખી - ૪ - ચાલ્યા ગયા.
[૧૬૩] ત્યારે તે ઈશાન કલ્પવાસી ઘણાં વૈમાનિક દેવો દેવીઓએ જોયું - બલિયાના રહીશ ઘણાં અસુકુમાર દેવ-દેવીઓએ તામલિ બાલતપસ્વીના શરીરની હીલણા-નિંદા યાવત્ આકડવિકડ કરે છે. તે જોઈને ક્રોધિત થઈ યાવત્ ગુસ્સાથી ધમધમતા જ્યાં ઈશાનેન્દ્ર છે, ત્યાં જઈને બે હાથ જોડી, દશનખ ભેગા કરી મસ્તકે અંજલિ જોડી, જય-વિજયથી વધાવી આમ કહ્યું – હે દેવાનુપ્રિય 1 બલિયંચાના રહીશ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓ આપ દેવાનુપ્રિયને કાલગત જાણીને, ઈશાન કો ઈન્દ્રપણે ઉત્પન્ન થયેલ જોઈને ક્રોધ પૂર્વક યાવત્ એકાંતમાં આપનું શરીર ફેંકીને - ૪ - પાછા ગયા.
૧૮૯
ત્યારે તે ઈશાનેન્દ્રએ તે ઈશાનકલ્પવાસી ઘણાં દેવ-દેવી પાસે આ અર્થ જાણી, અવધારી ક્રોધથી યાવત્ ધમધમતા તે ઉત્તમ દેવ શય્યામાં રહીને ભ્રુકુટીને ત્રણ વળ દઈ, ભવાં ચડાવી બલિાંચા સામે, નીચે, સાક્ષ, સપ્રતિદિશિ જોયું. ત્યારે તે બલિયંચાને ઈશાનેન્દ્રએ x - આ રીતે જોતાં, તેમના દિવ્યપભાવથી બલિયંચા અંગારા જેવી, આગના કણિયા જેવી, રાખ જેવી, તપ્ત વેણુકણ જેવી, તપીને લ્હાય જેવી થઈ ગઈ. ત્યારે બલિાંચાના રહીશ ઘણાં અસુકુમાર દેવદેવીઓએ બલિાંચા રાજધાનીને અંગારા જેવી સાવત્ લ્હાય જેવી તપેલી જોઈ, તેનાથી ભય પામ્યા-ત્રાસ્યા-ઉદ્વેગ પામ્યા-ભયભીત થઈ ચારે બાજુ દોડવાભાગવા-એકબીજાની સોડમાં ભરાવા લાગ્યા.
જ્યારે તે બલિચાના રહીશો - ૪ - એ એમ જાણ્યું કે ઈશાનેન્દ્ર કોપેલ છે, ત્યારે તેઓ ઈશાનેન્દ્રની દિવ્ય-દેવઋદ્ધિ, દેવધુતિ, દેવાનુભાગ, તેોલેશ્યાને સહન ન કરતા બધાં સપક્ષ અને પ્રતિદિશામાં રહીને, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી, ઈશાનેન્દ્રને જય-વિજય વડે વધાવીને આ પ્રમાણે કહ્યું – અહો ! આપ દેવાનુપ્રિયને દિવ્ય દેવઋદ્ધિ યાવર્તી સામે આણેલી છે. આપ દેવાનુપિયની તે દિવ્ય-દેવઋદ્ધિ ાવત્ લબ્ધ, પ્રાપ્ત અને સામે આણેલી છે (તે અમે જોઈ) અમે આપની ક્ષમા માંગીએ છીએ હે દેવાનુપિય ! અમને ક્ષમા કરો. આપ ક્ષમા કરવાને યોગ્ય છો. ફરીવાર અમે એમ નહીં કરીએ. એ રીતે સારી રીતે, વિનયપૂર્વક વારંવાર ખમાવે છે બલિાંચા રહીશ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓએ પોતાના અપરાધ બદલ ઈશાનેન્દ્રની સમ્યક્ વિનયપૂર્વક વારંવાર ક્ષમા માંગી ત્યારે ઈશાનેન્દ્રે તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્ તેજોવૈશ્યાને સંહરી લીધી.
હે ગૌતમ ! ત્યારથી તે બલિાંચા રહીશ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓ ઈશાનેન્દ્રનો આદર કરે છે ચાવત્ પાસે છે. દેવેન્દ્ર ઈશાનની આજ્ઞા-સેવા
આદેશ-નિર્દેશમાં રહે છે. એ રીતે હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની તે દિવ્ય
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧
દેવઋદ્ધિ સાવત્ મેળવેલી છે.
ભગવન્ ! ઈશાનેન્દ્રની કેટલી કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! સાતિરેક બે સાગરોપમ. દેવેન્દ્ર ઈશાન તે દેવલોકથી આયુ ક્ષય થતાં ચાવત્ ક્યાં જશે ? કાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ સર્વે દુઃખોનો
અંત કરશે.
૧૯૦
• વિવેચન-૧૬૦ અધુરેથી-૧૬૩ :
અનિત્ય વિચારણા. જોઈને બોલાવેલા, ગૃહસ્થાપણામાં પરિચિત જૂના મિત્રાદિ નિર્વર્તનિક-એક જાતનું ક્ષેત્રનું માપ, તેના જેટલા પરિમાણવાળું અથવા પોતાના શરીર
પ્રમાણ ક્ષેત્ર. - ૪ -
ઈન્દ્રરહિત, શાંતિકર્મક-પુરોહિતરહિત. અહીં ઈન્દ્ર નથી માટે જ પુરોહિત નથી. ઈન્દ્રને વશ હોવાથી ઈન્દ્ર આધિન. ઈન્દ્રયુક્ત હોવાથી ઈન્દ્ર અધિષ્ઠિત. તેથી જ - જેનું કાર્ય ઈન્દ્રને આધિન છે તેવી. સ્થિતિકલ્પ એટલે બલિચંચામાં રહેવાનો સંકલ્પ.. ઉત્કર્ષવાળી તે દેવગતિ વડે, આકુળતા હોવાથી ઉતાવળી, પણ સ્વાભાવિક નહીં. ત્યાં માનસિક ચપળતા સંભવે છે માટે કહ્યું – કાયાની ચપળતાવાળી ગતિ વડે. રૌદ્ર-ભયંકર ગતિ વડે. બીજી ગતિને જિતનાર ગતિ વડે, ઉપાયમાં પ્રવૃત્તિ કર્તા નિપુણ ગતિ વડે. શ્રમ અભાવે સિંહ જેવી ગતિ વડે, વેગવતી-દિવ્ય ગતિ વડે ચાલતા વસ્ત્ર ઉડતા હોય તેમ, દર્પવાળી ગતિથી.. પૂર્વાદિ ચારે દિશા સમાન પક્ષે હોવાથી સપક્ષ, બધા ખૂણાં સરખા પડે તે પ્રતિદિ. નાટ્ય વિષય વસ્તુ બત્રીશ પ્રકારે હોવાથી બત્રીશવિધ. તે શપયોણીયથી જાણવું.
મઢું બંધ - પ્રયોજન વિશે નિશ્ચય કરો. નિવાન - પ્રાર્થના. શીઘ્ર કોપી વિમૂઢબુદ્ધિ અથવા કોપના ચિન્હો પ્રગટેલા છે તે, કોપનો ઉદય થયેલા, પ્રગટ રૌદ્રરૂપવાળા, ક્રોધથી સળગતા માટે દેદીપ્યમાન.
દોરડી વડે, થુંકે છે. આડુ-અવળું કરે છે. જાતિ વગેરે ઉઘાડી પાડીને નિંદે છે, મન વડે કુત્સા કરે છે, પોતાની સમક્ષ વચનોથી ખિંસા કરે છે, લોક સમક્ષ ગર્લ કરે છે, અપમાન પાત્ર માને છે, આંગળી આદિ હલાવી તર્જના કરે છે, હાથેથી મારે છે, કદર્ચના કરે છે, પ્રકૃષ્ટ વ્યથા આપે છે.
ઉત્તમ શય્યામાં રહેલ, મળ સળ કપાળે પાડી, ભૃકુટી ખેંચી, અગ્નિ સમાન થયેલ.. ભયવાળા થઈ, ભયથી કંપતા, આનંદરસ સૂકાઈ ગયેલા, રહેઠાણ છોડી થોડું કે વધારે દોડે છે. એકબીજાની સોડમાં ભરાઈ જતાં.. અમે વારંવાર આવું નહીં કરીએ.
દેવાના મનવાળા. તાત્પર્ય એ કે
માઁ - ‘આ કરવાનું જ છે' એવો આદેશ પપાત - સેવા, વચન - આજ્ઞાપૂર્વક આદેશ, નિર્દેશ - પૂછેલાં કાર્ય સંબંધે નિયત ઉત્તર.
ઈશાનેન્દ્ર વક્તવ્યતા પ્રસ્તાવથી તે જ સંબંધે કહે છે–
-
- સૂત્ર-૧૬૪ થી ૧૬૯ :
[૧૬૪] ભગવના દેવેન્દ્ર દેવરાજ શક્રના વિમાનો કરતાં શું દેવેન્દ્ર દેવરાજ