________________
૮૩/૧૬૨
સમવાય-૮૩ — * — *
• સૂત્ર-૧૬૨ :
• શ્રમણ ભગવંત મહાવીર ૮ર-રાત્રિ-દિન વીત્યા અને ૮૩મો રાત્રિદિન વર્તતો હતો ત્યારે એક ગર્ભથી બીજા ગર્ભમાં સંહરાયા.. ૰ અરહંત શીતલને ૮૩-ગણ, ૮૩-ગણધરો હતા.. ૰ સ્થવિર મંડિલ પુત્ર ૮૩ વર્ષનું સર્વયુ પાળી સિદ્ધ યાવત્ દુઃખ મુક્ત થયા.. . અરહંત ઋષભ કૌશલિક ૮૩-લાખ પૂર્વ ગૃહવાસમાં રહી, મુંડ થઈ યાવત્ પ્રવૃતિ થયા.. ૦ ચાતુરંત ચક્રવર્તી ભરત ૮૩લાખ પૂર્વ ગૃહવાસમાં રહી, જિન-કેવલી-સર્વજ્ઞ-સર્વદર્શી થયા.
• વિવેચન-૧૬૨ :
૮૩મું સ્થાનક - અહીં શીતલ જિનના ૮૩-ગણ, ૮૩-ગણધરો કહ્યા, પણ આવશ્યક સૂત્રમાં-૮૧ કહ્યા છે, તે મતાંતર જાણવું.
સ્થવિર મંડિતપુત્ર, મહાવીર પ્રભુના છટ્ઠા ગણધર, તેનું સર્વાયુ ૮૩ વર્ષનું હતું, તે આ રીતે – ૫૩ વર્ષ ગૃહસ્થ પર્યાયમાં, ૧૪ વર્ષ છાસ્થ પર્યાયમાં અને ૧૬વર્ષ કેવલીપણે, એ રીતે કુલ-૮૩-વર્ષ થયા.
કોશલ દેશમાં થયા માટે કૌશલિક. ૨૦-લાખ પૂર્વકુમારપણે, ૬૩ લાખ પૂર્વ રાજ્યમાં.. તથા ભરત ચક્રવર્તી ૭૭ લાખ પૂર્વકુમારપણે, ૬ લાખ પૂર્વ ચક્રવર્તીપણે એ રીતે ૮૩-લાખ પૂર્વ ગૃહવાસમાં વસીને જિન થયા અર્થાત્ રાજ્યાવસ્થામાં જ રાગાદિના ક્ષયથી કેવલી-સંપૂર્ણપણે કોઈની સહાય વિના વિશુદ્ધ જ્ઞાનાદિ ત્રણના યોગથી કેવલી થયા, વિશેષ બોધથી સર્વજ્ઞ અને સામાન્ય બોધથી સર્વદર્શી થઈ, પ્રવ્રજ્યા ગ્રહણ કરવાપૂર્વક એક લાખ પૂર્વ સુધી કેવલીપણે વિચરીને સિદ્ધ થયા. સમવાય-૮૩-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
સમવાય-૮૪ સે
૧૩૩
— * - * -
• સૂત્ર-૧૬૩ :
૦ ૮૪ લાખ નસ્કાવાસા છે.. ॰ રહંત ઋષભ કૌશલિક ૮૪-લાખ પૂર્વનું સયુિ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત્ દુઃખ મુક્ત થયા.. ॰ એ પ્રમાણે ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરીને જાણવા. ૭ અરહંત શ્રેયાંસ ૮૪ લાખ વર્ષનું સાયુ પાળીને સિદ્ધ યાવત્ દુ:ખ મુક્ત થયા.. • ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૪-લાખ વર્ષનું સર્વાય પાળીને અપ્રતિષ્ઠાન નકે નૈરયિક થયા.
૦ દેવેન્દ્ર દેવરાજ શક્રને ૮૪,૦૦૦ સામાનિક દેવો છે.. ૰ સર્વે બાહ્ય મેરુ પર્વતો ૮૪-૮૪ હજાર યોજન ઉંચા છે. • સર્વે અંજનગ પર્વતો ૮૪-૮૪ હજાર યોજન ઉંચા છે. છ હરિવર્ષ અને રમ્યક્ ક્ષેત્રની જીવાના ધનુઃપૃષ્ઠનો વિસ્તાર ૮૪૦૧૬-૪/૧૯ યોજન પરિક્ષેપથી કહ્યો છે.
• પંક બહુલ કાંડના ઉપરના ચરમાંતથી નીચેના ચરમાંત સુધી ૮૪ લાખ
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ યોજન અબાધાએ આંતરું છે.. છ વિવાહ પ્રજ્ઞપ્તિ-ભગવતી સૂત્રના કુલ ૮૪,૦૦૦ પદો છે.. ૦ ૮૪ લાખ નાગકુમાર આવાસો છે.
.
૦ ૮૪,૦૦૦ પ્રકીકો છે.. ૦ ૮૪ લાખ જીવ યોનિ પ્રમુખ કહ્યા છે.. ૦ પૂર્વથી આરંભીને શીપિહેલિકા પર્યન્ત સ્વસ્થાનથી સ્થાનાંતરોનો ૮૪ લાખે ગુણાકાર કહ્યો છે.. ૦ અરહંત ઋષભને ૮૪,૦૦૦ શ્રમણો હતા... ૰ સર્વે મળીને વિમાન આવાસો ૮૪,૯૭,૦૨૩ છે તેમ કહ્યું છે.
• વિવેરાન-૧૬૩ :
૧૩૪
૮૪મું સ્થાનક - ૮૪ લાખ નરકાવાસો છે, આ રીતે – અનુક્રમે (૧) ૩૦ લાખ, (૨) ૨૫ લાખ, (૩) ૧૫ લાખ, (૪) ૧૦ લાખ, (૫) ૩ લાખ, (૬) પાંચ ઓછા ૧લાખ, (૭) પાંચ, આ સર્વે મળીને ૮૪-લાખ થાય છે.
૦ શ્રેયાંસ, ૧૧-માં તીર્થંક-૨૧ લાખ વર્ષ કુમારપણે, ૪૨ લાખ રાજ્યમાં, ૨૧લાખ પ્રવ્રજ્યામાં એ રીતે ૮૪-લાખ પાળીને સિદ્ધ થયા.
૦ ત્રિપૃષ્ઠ, પહેલા વાસુદેવ, શ્રેયાંસ જિનના કાળે થયા. તે પ્રતિષ્ઠાન નરકે
- સાતમી નારકીમાં પાંચ નરકાવાસની મધ્યે, ઉત્પન્ન થયા.
૦ સામાનિક - સમાન ઋદ્ધિવાળા.. ૦ બાહ્ય-જંબૂદ્વીપના મેરુ સિવાયના ચાર મેરુ પર્વતો ૮૪,૦૦૦ યોજન ઉંચા છે.. ૰ જંબૂદ્વીપથી આઠમા નંદીશ્વર નામક દ્વીપમાં ચક્રવાલ વિધ્યુંભના મધ્યભાગે પૂર્વ આદિ ચારે દિશામાં ચાર અંજનરત્નમય અંજનક પર્વતો છે.
૦ હરિવર્ષ - અહીં યોજનના ચાર ભાગ કહ્યા તે ૪/૧૯ જાણવા. આ અર્થ માટે કહે છે - ૮૪,૦૧૬ યોજન તથા ૪-કળા ધનુપૃષ્ઠ જાણવું.
૦ પંકબહુલ, બીજો કાંડ છે, તેનું બાહલ્સ ૮૪,૦૦૦ યોજનનું છે.
૦ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અર્થાત્ ભગવતી સૂત્ર, તેમાં પદ પરિણામથી ૮૪,૦૦૦ પદો છે. અહીં જ્યાં અર્થની ઉપલબ્ધિ થાય તે પદ, મતાંતરે તો ‘આચાર’ સૂત્રના ૧૮,૦૦૦ પદ છે, બાકીના અંગો તેથી બમણા પ્રમાણવાળા છે. તેથી વ્યાખ્યાયજ્ઞપ્તિના પદ ૨,૮૮,૦૦૦ થાય છે.
૦ નાગકુમારના આવાસો દક્ષિણમાં ૪૪-લાખ, ઉત્તરમાં ૪૦-લાખ છે. એ રીતે ૮૪-લાખ છે.. ૦ યોનિ એટલે જીવોત્પત્તિ સ્થાનો, તે રૂપી પ્રમુખ-દ્વાર, તે યોનિ પ્રમુખ૮૪ લાખ છે, તે આ રીતે - પૃથ્વી, અક્, અગ્નિ, વાયુ તે એકૈકની સાત-સાત લાખ યોનિ કહી, પ્રત્યેક વનસ્પતિની દશ લાખ અનંતકાયની ચૌદ લાખ, વિકલેન્દ્રિયની ત્રણેની બબ્બે લાખ, નાક, તિર્યંચ અને દેવની ચાર-ચાર લાખ, મનુષ્યની ૧૪-લાખ. એ રીતે ૮૪ લાખ. જોકે જીવોના ઉત્પત્તિ સ્થાનો અસંખ્યાતા છે, તો પણ સમાન વર્ણ
ગંધ-રસ-સ્પર્શવાળા ઘણા સ્થાનોને એક જ સ્થાનપણે વિવક્ષા હોવાથી કહેલ યોનિ સંખ્યામાં દોષ ન જાણવો.
૦ પૂર્વ છે આદિમાં જેને તે પૂર્વાદિ, તથા શીર્ષ પ્રહેલિકા અંતે છે જેને તે શીર્ષપ્રહેલિકા પર્યવસાન. તેના સ્વસ્થાન થકી - · પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તરોતર સંખ્યાસ્થાનની