________________
33/૧૦૯
માં મંડલમાં આ કહેલ પ્રમાણ બરાબર મળતું આવે છે. કેમકે પ્રત્યેક મંડલે કંઈક અધિક ૮૪ યોજન પ્રથમ મંડલના માનમાં નાંખવા પડે છે. તેથી કહ્યું છે.
સમવાય-૩૩-ના ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
સમવાય-૩૪
- — * -
સૂત્ર-૧૧૦ ઃ
તીર્થંકરના ૩૪-અતિશયો કહ્યા છે. તે આ પ્રમાણે .
-
૯૩
(૧) અવસ્થિત કેશ, શ્મશ્ર, રોખ, નખ. (૨) નિરામય નિરુપલેપ ગત્રલતા. (૩) ગાયના દૂધ જેવા શ્વેત માંસ અને લોહી. (૪) પા, કમલ જેવા સુગંધી ઉચ્છ્વાસ નિઃશ્વાસ. (૫) ચર્મ-ચક્ષુથી જોઈ ન શકાય તેવા આહાર-નિહાર.
(૬) આકાશે રહેલું ધર્મચક્ર, (૭) આકાશે રહેલ છત્ર, (૮) આકાશે રહેલ શ્વેત ઉત્તમ ચામર. (૯) આકાશ જેવા સ્ફટીકમય પાદપીઠ સીંહાસન. (૧૦) આકાશે રહેલ હજારો પતાકાથી સુશોભિત ઈન્દ્રધ્વજ આગળ ચાલે છે. (૧૧) જ્યાં જ્યાં અરહંત ભગવંત ઉભા રહે કે બેો. ત્યાં ત્યાં યજ્ઞ દેવો પત્ર-પુષ્પ-પલ્લવથી વ્યાપ્ત, છત્ર-ધ્વજા-ઘંટા-પતાકાથી યુક્ત શ્રેષ્ઠ અશોકવૃક્ષને નિર્મિત કરે છે. (૧૨) કંઈક પાછળના ભાગે મસ્તક સ્થાને તેજમંડલ [ભામંડલ] હોય છે, જે અંધકારમાં દશે દિશા પ્રકાશિત કરે છે.
(૧૩) બહુ સમ રમણિય ભૂમિ ભાગ. (૧૪) કાંટાઓ અધોમુખ થાય છે. (૧૫) વિપરીત ઋતુ પણ સુખ સ્પર્શવાળી થાય છે. (૧૬) શીતલ, સુખ સ્પર્શવાળો સુગંધીવાયુ ચોતરફ એક યોજન પ્રમાણ પૃથ્વીને સ્વચ્છ કરે છે.
(૧૭) ઉચિત જળબિંદુની વૃષ્ટિ વડે મેઘ રજ અને રેણુરહિત કરે છે. (૧૮) જળજ, સ્થલજ, ભાવર, પભુત નીચા ડીંટવાળા અને પંચવર્ષી પુો વડે ઢીંચણ પ્રમાણ પુષોપચાર કરે છે. (૧૯) અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધનો અભાવ છે. (૨૦) મનોજ્ઞ શાદિ પાંચનો પ્રાદુર્ભાવ હોય છે.
(૨૧) ધર્મોપદેશ સમયે હૃદયગમનીય અને યોજનનીહારી સ્વર. (૨૨) ભગવંત અર્ધમાગધી ભાષામાં ધર્મને કહે છે. (૨૩) તે પણ અર્ધમાગધી ભાષા બોલવામાં આવે ત્યારે તે સર્વે આર્ય, ન્યાય, દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસૃપાદિ પોતપોતાની હિત-શિવ-સુખદ ભાષામાં પરિણમે છે..
(૨૪) પૂર્વબદ્ધ વૈરી એવા દેવ-અસુર, નાગ-સુવર્ણ, યક્ષ-રાક્ષસ, કિંનરપુરુષ, ગડ-ગંધર્વ મહોરગાદિ અરહંતના પાદમૂલે પ્રશાંત ચિત મનથી ધર્મને સાંભળે છે. (૨૫) અન્યતીર્થિકના પાવાની પણ આવે તો વંદન કરે છે. (૨૬) અરહંતના પાદમૂલે આવેલા તેઓ નિરુત્તર થઈ જાય છે.
(૨૭) જ્યાં જ્યાં અરહંત ભગવંત વિચરે ત્યાં ૨૫-યોજન સુધી ઈતિ હોતી નથી, (૨૮) મારી ન હોય, (૨૯) સ્વરચક્ર ભય ન હોય, (૩૦) પર ચક્ર
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ ભય ન હોય, (૩૧) અતિવૃષ્ટિ ન હોય, (૩ર) અનાવૃષ્ટિ ન હોય, (૩૩) દુર્ભિક્ષ ન હોય, (૩૪) પૂર્વોપ ઉત્પાત અને વ્યાધિ તત્કાળ શાંત થાય.
– જંબુદ્વીપ દ્વીપમાં ૩૪-ચક્રવર્તી વિજય છે . મહાવિદેહમાં ૩૨, ભરતમાં૧, ઐવતમાં-૧... જંબૂદ્વીપ દ્વીપમાં ૩૪-દીવિતાઢ્યો છે... જંબુદ્વીપ દ્વીપમાં ઉત્કૃષ્ટથી ૩૪-તિર્થંકરો ઉત્પન્ન થાય છે... અસુરેન્દ્ર અસુરરાજ મરના ૩૪ લાખ ભવનો છે... પહેલી-પાંચમી-છઠ્ઠી-સાતમી એ ચારે પૃથ્વીમાં કુલ ૩૪ લાખ
નરકાવાસો છે.
୧୪
• વિવેચન-૧૧૦ :
હવે ૩૪માં સ્થાનક વિશે કંઈક લખે છે - યુદ્ધ - તીર્થંકરોના જે અતિશેષ - અતિશયો તે બુદ્ધાતિશેષ (૧) અવસ્થિત - વૃદ્ધિ ન પામનારા એવા કેશ-મસ્તકના વાળ, શ્મશ્રુ-દાઢીમૂછના વાળ, રોમ-શરીરના રુંવાડા, નખ.
(૨) નિરામય-નિરોગી, નિરુપલેપ-નિર્મળ, ગાત્રયષ્ટિ-શરીરલતા.
(૩) ગાયના દૂધ જેવું ઉજ્વલ માંસ અને લોહી... (૪) પદ્મ, કમલ અથવા સુગંધી પદાર્થ જે પદ્મક નામે પ્રસિદ્ધ છે, ઉત્પલ-નીલકમલ કે ઉત્પલકુષ્ઠ નામે ગંધદ્રવ્ય વિશેષ, બંનેની ગંધ જેને વિશે છે તેવા ઉચ્છ્વાસ-નિઃશ્વાસ... (૫) પ્રચ્છન્ન આહાર અને નીહા-મળ, મૂત્રનો ત્યાગ. આ પ્રચ્છન્નત્વ કઈ રીતે ? તે કહે છે - માંસ ચક્ષુવાળા જોઈ ન શકે તેવી રીતે, પણ અવધિ આદિ જ્ઞાન નેત્રવાળા ન જોઈ શકે તેમ નહીં.
અહીં બીજાથી પાંચમો અતિશય જન્મને આશ્રીને હોય છે.
(૬) આકાશગત - આકાશમાં વર્તતુ અથવા આકાશગક-પ્રકાશવાળું ચક્ર એટલે ધર્મચક્ર... (૭) આકાશમાં રહેલ ત્રણ છત્ર... (૮) આકાશપ્રકાશવાળા શ્વેત, ઉત્તમ ચામર... (૯) આકાશની જેમ અત્યંત સ્વચ્છ, સ્ફટિકમય પાદપીઠ સહિત સિંહાસન... (૧૦) અત્યંત ઉંચો, વ્હેમ - લઘુપતાકા અર્થ સંભવે છે, તેનાથી પરિમંડિત, અભિરમણીય આવો ઈન્દ્રધ્વજ-બીજા સર્વે ધ્વજની અપેક્ષાએ અત્યંત મોટો હોવાથી ઈન્દ્ર એવો જે ધ્વજ તે ઈન્દ્રધ્વજ અથવા ઈન્દ્રત્વ સૂચક ધ્વજ આગળ ચાલે છે.
(૧૧) ગમનની નિવૃત્તિ વડે ઉભા રહે છે કે બેસે છે. તત્કાળ એટલે કાળના વિલંબ વિના, પત્રો વડે ઢંકાયેલ-વ્યાપ્ત, પત્ર-પુષા-પલ્લવ સહિત. પલ્લવ-અંકુરા, છત્ર-ઘંટા-પતાકા સહિત એવું શ્રેષ્ઠ અશોકવૃક્ષ... (૧૨) ઈષદ્-અલ્પ, પાછળના ભાગમાં, મસ્તકના પ્રદેશે તેજોમંડલ-પ્રભામંડલ... (૧૩) બહુસમ રમણીય ભૂમિભાગ, (૧૪) અધોશિર-અધોમુખ કાંટાઓ થાય છે... (૧૫) ઋતુઓ અવિપરિત હોય છે. કઈ રીતે ? - સુખ સ્પર્શવાળી... (૧૬) સંવર્ત વાયુ વડે એક યોજન પર્યન્ત પૃથ્વીશુદ્ધિ... (૧૭) ઉચિત જળબિંદુ પડવાથી, વાયુએ ઉડાડેલી આકાશમાં રહેલી રજ અને પૃથ્વી પર રહેલ રેણુ - એ ગંધોદક વૃષ્ટિ નામે અતિશય (૧૮) જળ, સ્થળમાં ઉત્પન્ન, ભાસ્વર અને ઘણાં પુષ્પો વડે, ધૃતસ્થાયિ - ઉર્ધ્વ મુખવાળા, દશાર્હુવર્ણ