________________
૧/૧
૨૨
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
ગંધથી જ સર્વ હસ્તી ભાગી જાય તેમ ભગવંતના તે તે દેશના વિહાર વડે જ સ્વસૈન્ય, પરસૈન્ય, દુકાળ, મરકી આદિ ઉપદ્રવો સો યોજન સુધીમાં નાશ પામે છે, તેથી તે પુરુષવગંધસ્તી છે.
- ભગવંત પુરુષોમાં જ ઉત્તમ છે, તેમ નહીં, સમગ્ર જીવલોકમાં પણ ઉત્તમ છે, તેથી કહે છે તિર્યંચાદિ લક્ષણ લોકમાં ઉત્તમ-૩૪ અતિશયાદિ અસાધારણ ગુણવાળા, સર્વે સુ-અસુર-મનુષ્યાદિના સમૂહને નમવા લાયક હોવાથી લોકોત્તમ. વળી – સંજ્ઞીભવ્ય જીવ રૂપ લોકના સ્વામી હોવાથી લોકનાય છે. યોગ-ફોમને કરનારા હોવાથી નાથ એવું શાઅ વચન છે, તેથી નહીં પામેલ સમ્યગદર્શનાદિનો યોગ કસ્વાથી અને પ્રાપ્તનું પાલન કસ્વાથી આ લોકનાથપણું સિદ્ધ થાય છે. વળી લોકનું હિત કરવાથી જ તેનું સાચું નાથપણું સંભવે છે તેથી કહે છે - એકેન્દ્રિયાદિ પ્રાણિગણ રૂ૫ લોકના હિત - અત્યંત રક્ષાનો પ્રકર્ષ થાય તેવી પ્રરૂપણાથી અનુકૂળવર્તીતાથી લોકહિતકર,
વળી આ નાથત્વ અને હિતવ, તે ભવ્ય જીવોના યથાવસ્થિત સમગ્ર વસ્તુ સમૂહને દીપાવવાથી સંભવે છે, અન્યથા નહીં, તેથી કહે છે - વિશિષ્ટ તિર્યંચ, નર, દેવરૂપ લોકના આત્યંતર અંધકારના સમૂહને નાશ કરવાપૂર્વક ઉત્કૃષ્ટ પદાર્થોને પ્રકાશકારીત્વથી પ્રદીપની જેમ પ્રદીપ હોવાથી લોક પ્રદીપ છે. આ વિશેષણ દટલોકને
શ્રીને કહ્યું, તેથી હવે કહે છે - જે જોવામાં આવે તે લોક એમ વ્યુત્પત્તિથી સંપૂર્ણ સૂર્યમંડલ જેવા સમગ્ર પદાર્થોના સ્વભાવને પ્રગટ કરવામાં સમર્થ એવા કેવલજ્ઞાનપૂર્વક પ્રવચનરૂપી પ્રભાના સમૂહને પ્રવતવિવાથી લોકાલોકરૂપ સર્વ વસ્તુસમૂહના સ્વભાવને પ્રગટ કરવાના સ્વભાવ વડે લોકપધોતકર છે.
અહીં શંકા કરે કે - લોકનાચવ આદિ તો વિષ્ણુ, શંકર, બ્રહ્માદિને પણ તે તે તીર્થિકોના મતે સંભવે છે, આ શંકા નિવારવા કહે છે કે – પ્રાણનો નાશ કરવામાં રસિક એવા ઉપલકારી પ્રાણીને પણ અભય દેનારા હોવાથી અભયદય છે. અથવા સર્વે પ્રાણીના ભયને દૂર કn દયા હોવાથી અભયદય છે. હરિ-હરાદિ દેવો તેવા નથી.
વળી ભગવંત અપકારકતનો પણ અનર્થ દૂર કરે છે અને અર્થની પ્રાપ્તિને પણ કરે છે, તે દશવિ છે - શુભાશુભ પદાર્થનો વિભાગ કરનાર હોવાથી ચાવતું શ્રતજ્ઞાનને આપે છે, તે ચાઈય છે. વળી લોકમાં ચા પીને વાંછિત સ્થાન માગ દેખાડનાર મહાપકારી હોય છે, તે દેખાડતા કહે છે - સમ્યક્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિાત્મક પરમપદ માર્ગને દેખાડે છે માટે માર્ગદય છે. વળી જેમ લોકમાં ચક્ષનું ઉઘાડવું, માર્ગનું દેખાડવું કહીને ચૌસદિથી ઉપદ્રવ પામતાં પ્રાણીને ઉપદ્રવહિત સ્થાનને પમાડનાર પરમોપકારી થાય છે, તે દર્શાવતા કહે છે
શરણ-અજ્ઞાનરૂપ ઉપદ્રવથી હત પ્રાણીને રક્ષા સ્થાન, એવા તે પરમાર્થથી નિવણ તેને દેનારા હોવાથી શરણાય છે. જેમ લોકમાં ચા-માર્ગ-શરણ દાનથી દુ:ખીને જીવિતવ્ય આપ્યું કહેવાય તેમ અહીં પણ કહે છે - જીવ એટલે ભાવપ્રાણનું ધારણ કરવું થતું આમરણધર્મવ એવા જીવનને આપે છે જીવદય કહેવાય. આવા વિશેષણ ભગવંતને ધર્મમય મૂર્તિ હોવાથી પ્રાપ્ત થાય, તેથી - x • કહે છે –
દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે તે ધર્મ-શ્રુત ચારિત્રાત્મક છે. તે ધર્મને આપે માટે ધર્મદય. તે દાન દેશનાયી થાય, તેથી કહે છે – ધર્મને કહે છે, માટે ધર્મદશક છે. આ ધર્મદિશકવ, ધર્મસ્વામીત્વથી થાય છે પણ નાની જેમ નથી, તે બતાવે છે - ક્ષાયિક જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મના નાયક એટલે યથાર્થ પાલન કરનાર - સ્વામી તે ધર્મનાયક છે. ધર્મના સાચી છે, જેમ રચના સારથી રથ, ચિક, અશોનું રક્ષણ કરે છે, તેમ ભગવંત ચાસ્ત્રિ ધર્મના અંગભૂત એવા સંયમ, આત્મા અને પ્રવચનના રક્ષણના ઉપદેશથી ધર્મશાસ્થી કહ્યા.
વળી ત્રણ સમુદ્ર અને ચોથો હિમવંત તે ચારેના અંત સુધી, જેનું સ્વામીપણું છે, તે ચાતુરંત કહેવાય, એવા ચાતુરંત જે ચક્રવર્તી તે - x • અને શ્રેષ્ઠ એવા જે પૃથ્વીના ચાતુરંત ચક્રવર્તી તે વસાતુરંત ચક્રવર્તી છે. તે ધર્મના વિષયમાં કહેવાથી ભગવંત ધર્મવચાતુરંત-ચકવર્તી કહેવાય છે. જેમ પૃથ્વી પર સર્વ રાજાઓથી ચડીયાતા વચાતુરંત ચક્રવર્તી હોય, તેમ ધર્મના વિષયમાં શેષ પ્રણેતાથી ભગવંત અતિશયવાળા હોવાથી ધર્મવચાતુરંતચક્રવર્તી કહેવાય.
આ ધર્મદાયકાદિ પાંચ વિશેષણો પ્રકૃષ્ટ જ્ઞાનાદિ યોગે સંભવે છે, તેથી કહે છે – અપ્રતિહત એટલે કટ, ભીંત, પર્વતાદિથી અખલિત અથવા અવિસંવાદિ અથવા સાયિકવથી પ્રધાન એવા કેવલજ્ઞાન-દર્શન ધાક હોવાથી અપતિત-વર-જ્ઞાન દર્શનધર કહેવાય. આવી સંપદા વડે સહિત હોવા છતાં પણ જો તે છડાવાનું - મિચ્યોપદેશકારી હોય તો ઉપકારી થતા નથી, તેથી છાસ્થરહિતતા જણાવવા વ્યાવૃdછા કહ્યા. અથવા તેમને પ્રતિહત સંવેદન કેમ પ્રાપ્ત થયું ? તે કહે છે – આવરણ અભાવથી, એ જ વાત કહે છે - વ્યાવૃત એટલે નાશ પામ્યું છે અશઠવરૂપ આવરણ-છાત્વ જેનું તે વ્યાવૃતછઘ છે. વળી તેમને માયા અને આવરણનો અભાવ રાગાદિનો જય કરવાથી થયો છે, તેથી કહે છે કે –
રાગદ્વેષાદિ શત્રુઓને જે જિતે છે – દૂર કરે છે, તે જિન છે, રાગાદિનો જય તેના સ્વરૂપને જાણીને અને તેના જયના ઉપાયોને જાણીને જ કર્યો છે, તેથી કહે છે – છાઘસ્થાદિ ચાર જ્ઞાનો વડે જે જાણે છે, તે જ્ઞાપક છે. આ વિશેષણોથી ભગવંતની સ્વાર્થ સંપતિનો ઉપાય કહ્યો, હવે સ્વાર્થસંપત્તિ પૂર્વક પરાર્થસંપત્તિપણાને છ વિશેષણો વડે કહે છે -
તીર્ણ-સંસાર સાગરને તરવાથી તથા તારક-ઉપદેશવર્તી બીજાને પણ તારે છે, તે તાક છે. બુદ્ધ-જીવાદિ તત્વોને જાણનાર, બીજા જીવોને જીવાદિ તત્વો જણાવનાર હોવાથી બોધક છે, મુક્ત-બાહ્ય અત્યંતર ગ્રંચિ બંધનથી રહિત અને બીજાને પણે તેમજ મૂકાવનાર. મુક્તત્વ છતાં પણ સર્વજ્ઞ અને સર્વદર્શી એવા પણ અન્યદર્શનીઓએ મુક્તાવસ્થામાં આત્માને જડ માન્યો છે, તેવા નહીં. તથા સિદ્ધિગતિ નામક જે સ્થાન છે -
સર્વબાધારહિત હોવાથી શિવ સ્વાભાવિક કે પ્રાયોગિક ચલન હેત અભાવથીઅચલ, શરીર અને મન ન હોવાથી રોગરહિત-અજ, અનંત અર્થના વિષયવાળા