________________
પ્રકીર્ણક સમવાય-૨૩૪ થી ૨૪૪
૧૫
૧૯૬
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
લેપાયેલ તળિયું જેનું છે એવા, તથા અપવિત્ર કોહેલી ગંધવાળા હોવાથી અતિ દુર્ગધી, કાળા અગ્નિના વર્ણ જેવી કાંતિવાળા, કઠોર સ્પર્શવાળા, દુ:સહ નકામો છે. તેમાં નિત્ય એટલે સર્વદા અંધકારને કરનાર ઘણાં વાદળાના સમૂહ વડે આચ્છાદિત કરેલા ગગનમંડળવાળી અમાસની અર્ધ સગિના અંધકાર જેવો અંધકાર જેમાં છે તે નિત્યાંધકાર તમસ કહેવાય છે અથવા નિત્યાંધકાર વડે - સાર્વકાલિક અંધકાર વડે જે સમિ તે નિત્યાંધકાર તમાસ કહેવાય. અર્થાત્ જન્માંધને મેઘાંઘકારવાળી અમાસની મધ્યરાત્રિ જેવી લાગે તેવા અંધકારવાળા નક છે.
- કારણ ? - અવિધમાન છે ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રરૂપ જ્યોતિક લક્ષણવાળા વિમાનોની અથવા જ્યોતિષ એટલે દીવાદિના અગ્નિની પ્રભા જેમાં એવા અથવા તો પથ • માર્ગ એમ અર્થ કરવો. તથા શરીરના અવયવો જે ભેદ, વસા, પૂર, રુધિર અને માંસ તેનો જે કાદવ તેનાથી લિપ્ત છે, અનુલેપન અને ઉપલેપન વડે જેનું ભૂમિતલ લિત છે તે – “ભેદોવસાપૂયરુધિરમાંસ ચિખલલિત” છે.
જો કે તે નરકવાસમાં નારકીઓને વૈક્રિય શરીર હોવાથી દારિક પંચેન્દ્રિયના શરીરના અવયવરૂ૫ ભેદાદિ હોતા નથી. તો પણ ત્યાં તેવા જ આકારવાળા તે અવયવો કહેવાય છે. તથા તે નરકો અપવિત્ર વિશ્વ એટલે આમગંધવાળા-કોહેલી ગંધવાળા છે. તેથી જ અત્યંત દુર્ગધી છે. તથા તે નરક - લોટું આદિ ધમવાથી જે કાળો અગ્નિ થાય, તેના વર્ણની જેવી કાંતિ છે તે કૃણાનિ વણભ કહેવાય છે, તે નરક કઠોર સ્પર્શવાળા છે, તેથી તેની વેદના દુધિસહ્ય કહેવાય છે, તેથી કરીને જ નસ્કો અશુભ છે, તેમાં અશુભ વેદના છે.
આ પ્રમાણે સાતે નકો કહેવા. અહીં પહેલી નરકને પણ સાથે ગણવાથી સાતે કહ્યું છે. જે પૃથ્વીનું બાહલ્ય અને નરકાવાસનું જે પરિણામ યોગ્ય હોય તે અન્ય સ્થાને કહા પ્રમાણે પૃથ્વીને વિશે કહેવું, તે આ પ્રમાણે - બંને ગાથા કહેવી. (સૂ૩૫,૩૬ની મુલાઈમાં નોંધ્યું છે.)
- X - X - X - બીજી નરક પૃથ્વીનો આલાવો આ પ્રમાણે - શર્કરાપભા પૃથ્વીમાં કેટલા ક્ષેત્રને ઓળંગીને કેટલા નકાવાસા કહ્યા છે ? હે ગૌતમ ! આ શર્કરપ્રભા પૃથ્વી ૧,૩૨,000 યોજન છે, તેમાં ઉપસ્થી ૧ooo યોજન અવગાહીને તથા નીચેના ૧૦૦૦ યોજન વજીને ૧,૩૦,૦૦૦ યોજન રહ્યા. ત્યાં શર્કરાપભા પૃથ્વીમાં ૨૫-લાખ નરકાવાસો કહ્યા છે. ગાથામાં કહ્યા મુજબ બીજા પણ પાંચ આલાવા કહેવા. - શેષ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ગાથાએ કરીને એટલે ગાયાનુસારે એમ અર્થ કરવો. નરકાવાસા કહેવા. ઇત્યાદિ • x - x - હવે અસુરાદિનો આલાવો
૦ અસુકુમા-સૂત્રનું વિવેચન વૃિત્તિનો અનુવાદ
સુત્ર સુગમ છે. વિશેષ આ - વિમાનો બહાર વસ્તુળ-વૃતપ્રાકાર વૃત નગર જેવા છે. અંદર સમચતુરસ છે. કેમકે તેના અવકાશના સ્થાનો ચતુરસ છે. નીચેનો ભાગ પુકરકર્ણિકા એટલે કમલના મધ્ય ભાગના સંસ્થાને રહેલો છે. તથા ઉત્કીર્ણ એટલે પૃધી ખોદીને કરેલ પાળરૂપ આંતરું. - x - એવા વિપુલ અને ગંભીર ખાત અને
પMિાવાળા ભવનો છે. અહીં ઉપર અને નીચે સરખું હોય તે “ખાત” અને જે ઉપર વિશાળ અને નીચે સાંકડી હોય તે “પરીખા”. તે બંને વચ્ચે પાળ બાંધેલી છે એવા, ચારાલક એટલે પ્રાકારની ઉપર રહેલા આશ્રય વિશેષ, ચરિકા એટલે નગર અને પ્રાકારની વચ્ચે આઠ હાથ પહોળો માર્ગ. પાઠાંતરથી ચતુક એટલે ગામમાં પ્રસિદ્ધ એવા સભા-વિશેષ. ગોપુરના દ્વાર અર્થાત્ નગરની પ્રતોલી, કપાટ અને તોરણ પણ પ્રસિદ્ધ છે. પ્રતિદ્વાર એટલે અવાંતર દ્વાર, પછી અટ્ટાલકાદિ સર્વે શબ્દોનો હૃદ્ધ સમાસ કરવો. –
- આ સર્વ જેના દેશરૂપ ભાગને વિશે છે એવા વિમાનો છે. અહીં દેશ અને ભાગ એ બંનેના ઘણાં અર્યો છે. તેથી આ બંનેનો પરસ્પર વિશેષણ વિશેષ્યભાવ જાણવો. સંત - પત્થર ફેંકવાનું યંત્ર, પુણત - સાંબેલુ, મુલુંદી - શસ્ત્ર વિશેષ, શતની-સેંકડોનો ઘાત કરનાર મોટા કાષ્ઠ અને શિલાના થાંભલા, તેથી સહિત, પરિવાર - પરિકિલિત, કિલ્લાને કારણે પરસૈન્યો યુદ્ધ ન કરી શકે તે અયોધ્યા અથવા જેના પ્રત્યે પરસૈન્યના સુભટો નથી તે અયોધ્ય કહેવાય છે.
- ૪૮ પ્રકારના વિચિત્ર છંદ અને ગોપુર વડે ચેલા, અન્ય આચાર્યો કહે છે. આઇવાન શબ્દ પ્રશંસા અર્ચવાયી છે. ૪૮ ભેદે પ્રશંસાને લાયક કરી છે વનમાલા - વનસ્પતિના પલ્લવોની માળા જેમાં એવા. નીર્ઘ - ભૂમિને જે છાણાદિથી લીંપવું, Farોવ - ભીંતની શ્રેણિને ખડી આદિથી જે ધોળવું, તે બંને વડે જાણે કે પૂજિત હોય તે.
- ર - ઘણાં ગોશીષ ચંદન અને રસ સહિત જે રક્તચંદન, તે બંને વડે જેની ભીંતો ઉપર પાંચે આગળી સહિત થાપા છે ચોવા, અથવા ગોશીર્ષ અને સરસ રકતચંદનના દર્ટર વડે - ચપેટા મારવા વડે અથવા દરપગથિયાની વીણીને વિશે પાંચે આંગળીઓના થાપા જેમાં દીધા છે, તે ગોશીષ સરસરક્ત ચંદન દઈર દuપંચાગુલિ.
- કાલાગુરુ - કૃણાગરુ નામક ગંધ વિશેષ, પ્રવર - પ્રધાન, સ્વ- ચીડા, તા - સિલ્હક, એ ગંધ વિશેષ જ છે, આ સર્વે બળતા એવા ગંધનો જે ધમાડો મઘમઘાય માન થતો હોય અથતિ ઘણો સુગંધવાળો ધૂમાડો, તે વડે ઉકટ એવા અભિરામ. સુધિ - સુરભી એવી જે પ્રધાન ગંધ, તેનો ગંધ છે જેના વિશે તે સુગંધિવરગંધિક. ગંધદ્રવ્યોની ગંધયુતિના શાસ્ત્રોકત રીતિથી બનાવેલ જે ગુટિકા. તેની જેવા તે ગંધવર્તિભૂત અત્િ શ્રેષ્ઠ ગંધ ગુણવાળા.
છ - આકાશ સ્ફટિક જેવા ઉજ્જવળ, સઇદ - સૂમ પરમાણુ ધથી બનાવેલ હોવાથી ગ્લષ્ણ એટલે બારીક તંતુથી બનાવેલા વસ્ત્ર જેવા સૂમ, નg - ગ્લણ એટલે ઘંટેલા વસ્ત્રની જેવા કોમળ, પદ્ધ - કઠણ સરાણ ઉપર ઘસેલી પત્થરની પ્રતિમા જેમ, ભટ્ટ - કોમળ સરાણે ધૃષ્ટ પ્રતિમાને શોધિત કે પ્રમાનિકા વડે સાફ કરેલ.
નીરવ - રજરહિત, નિમન - કઠણ મળના અભાવે નિર્મલ, યિતિષિર - અંધકાર રહિત, વિદ્ધ - કલંકરહિત, ચંદ્રની જેમ કલંકવાળા નહીં, સUS - પ્રભા