________________
૧૯૦
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
પ્રકીર્ણક સમવાય-૨૩૩
૧૮૯ ગણિપિટક ન હતું - નથી કે નહીં હોય એમ નથી પણ હતું - છે - હશે. વળી તે અચલ, ધુવ ચાવતું નિત્ય છે.
આ દ્વાદશાંગ ગણિપિટકમાં અનંત ભાવો, અનંત અભાવો, અનંત હેતુઓ, અનંત અહેતુઓ, અનંત કારણો, અનંત અકારણો, અનંત જીવો, અનંત જીવો, અનંત ભવસિદ્ધિઓ, અનંત અવ્યવસિદ્ધિઓ, અનંત સિદ્ધો અને અનંત અસિદ્ધો કહેવાય છે, પજ્ઞાપના કરાય છે, પરપણા કરાય છે, દેખાડાય છે, નિદર્શન કરાય છે, ઉપદર્શન કરાય છે, એ રીતે દ્વાદશાંગ ગણિપિટક છે.
• વિવેચન-૩૩ :
આ દ્વાદશાંગ ગણિપિટકને ભૂતકાળમાં અનંતા જીવોએ આજ્ઞા વડે વિરાધીને ચાતુરંત સંસાકાંતારમાં પરિભ્રમણ કરેલ હતું. કેમકે આ દ્વાદશાંગ સૂત્ર, અર્થ અને ઉભય વડે ત્રણ પ્રકારે છે. તેથી આજ્ઞા વડે સૂઝ-આજ્ઞા વડે અભિનિવેશથી પાઠાદિને અન્યથા કરવારૂપ ભૂતકાળમાં અનંતા જીવો ચાતુરંત સંસારાટવી - નાસ્કી, તિર્યંચ, નર, અમર, રૂપ વિવિધ વૃક્ષોના સમૂહને લીધે દુતર એવા ગાઢ ભવારમાં જમાલિની જેમ ભ્રમણ કરતા હતા, કદાગ્રહથી અન્યથા પ્રરૂપણારૂપ અજ્ઞા વડે ગોઠા માહિલાદિની જેમ તથા પંચાચારનું જ્ઞાન અને તે જ પ્રમાણે ક્રિયા કરવામાં ઉધત ગુની આજ્ઞાથી વિપરીત કરવારૂપ ઉભયાજ્ઞા વડે ગુના પ્રત્યનિકપણે વર્તતા દ્રવ્યલિંગને ધારણ કત અનેક સાધુઓની જેમ સૂત્ર, અર્થ, ઉભયની વિરાધના કરીને કે દ્રવ્ય-ફોગ-કાળભાવની અપેક્ષાવાળું આગમોકત અનુષ્ઠાન તે રૂપી આજ્ઞાને વિરાધીને ભમ્યા.
બેદ્ય આદિ સત્ર સુગમ છે. વિશેષ એ કે - પરિતા એટલે સંખ્યાતા જીવો. કેમકે વર્તમાનકાળે વિશિષ્ટ વિરાધક મનુષ્ય જીવો સંગાતા જ હોય છે.. અનુપરાવર્તન એટલે ભ્રમણ કરે છે.
૦ આ સૂત્રનો અર્થ કહેવાઈ જ ગયો છે. વિશેષ એ કે • પર્યટન કરશે... આદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - વ્યતિક્રમ કરતા હતા એટલે કે ચતુર્મતિ સંસારને ઓળંગીને મુક્તિ પામ્યા હતા. એ જ પ્રમાણે વર્તમાનકાળે પણ, વિશેષ એ - વ્યતિક્રમ કરે છે. એ જ પ્રમાણે અનાગત કાળે પણ, વિશેષ એ કે - વ્યતિક્રમ કરશે એમ કહેવું..
જે આ અનિટ અને ઇષ્ટ ભેદવાળું ફળ કહ્યું, તે દ્વાદશાંગ નિત્ય સ્થાયી હોય તો જ બને. તેથી કહે છે - x• આ દ્વાદશાંગ ગણિપિટક અનાદિપણું હોવાથી કદાપિ ન હતું એમ નહીં, નિરંતર હોવાથી કદાપિ નથી એમ પણ નહીં, અંતરહિત હોવાથી નહીં હોય એમ પણ નહીં. ત્યારે તે કેવું છે ? સદા હતું, છે અને હશે. આ ગણિપિટકનું ત્રિકાલવ હોવાથી અચળ છે, અયલવથી મેરુ આદિની જેમ ધ્રુવ છે, ઘવત્વથી પાંચ અસ્તિકાયને વિશે લોકની જેમ નિયત છે. નિયતત્વથી જ સમય અને આવલિકા આદિમાં જેમ કાળ કહેવાય છે, તેમ શાશ્વત છે -
- શાશતત્વથી ગંગાનદીના અવિચ્છિન્ન વહેતા પ્રવાહ છતાં પાદ્રહના જળની જેમ અક્ષય હોવાથી વાયનાદિ આપ્યા છતાં અક્ષય છે. અક્ષયત્વથી જ માનુષોત્તર
પર્વતની બહાર રહેલ સમુદ્રવત્ અવ્યય છે. અવ્યયત્વથી જ જંબૂઢીપાદિની જેમ પોતાના પ્રમાણમાં અવસ્થિત છે. અવસ્થિતત્વથી જ આકાશની જેમ નિત્ય છે.
હવે દાંત અર્થે કહે છે - જેમ ધમસ્તિકાય આદિ પાંચે અસ્તિકાય કદાપિ ન હતા એમ નહીં, ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. દાન્તિક યોજના પાઠસિદ્ધ જ છે.
આ દ્વાદશાંગ ગણિપિટકમાં અનંતા ભાવો કહેવાય છે, તેમ યોજવું. તેમ જવન - જે હોય તે ભાવ-જીવાદિ પદાર્થો, આ પદાર્થો જીવ અને પુદ્ગલનું અનંતપણું હોવાથી અનંત છે. તથા અનંત અભાવો કહેવાય છે, એટલે સર્વે પદાર્થો અન્યરૂપે કરીને અછતા હોવાથી જ અભાવો પણ અનંત છે, કેમકે દરેક વસ્તુdવ સ્વપરની સત્તાનો ભાવ અને અભાવ એ બંનેને આધીન હોય છે. તે આ પ્રમાણે
જીવો જે તે જીવાત્મા વડે ભાવરૂપે છે અને અજીવાત્મા વડે અભાવરૂપે છે. જો એમ ન હોય તો આજીવપણાની પ્રાપ્તિ થઈ જાય. ચાન્ય આચાર્યો તો - ધર્મની અપેક્ષાએ અનંતાભાવો અને અનંત અભાવો વસ્તુ વસ્તુ પ્રત્યે અસ્તિત્વ અને નાસ્તિત્વ વડે પ્રતિબદ્ધ છે. એમ વ્યાખ્યાન કરે છે. તથા અનંત હેતુઓ કહેવાય છે. તેમાં જાણવાને ઈચ્છેલા વિશિષ્ટ અર્થોને જે જણાવે - તે હેતુ કહેવાય છે. તે હેતુઓ વસ્તુના અનંત ધર્મો હોવાથી અને તેનાથી પ્રતિબદ્ધ એવા ધર્મ વડે વિશિષ્ટ વસ્તુને જણાવનાર હોવાથી અનંત છે. કેમકે હેતુ અને સૂત્ર અનંતગમાં અને અનંત પર્યાયવાળા છે.
કહેલા હેતુના પ્રતિપક્ષપણાથી અનંતા અહેતુ છે. તથા અનંતા કારણો છે, ઘટ બનાવવામાં માટીનો પિંડ કારણ છે, પટ બનાવવામાં તંતુ કારણ છે આદિ. તથા અનંતા અકારણો છે, કેમકે સર્વ કોઈપણ કારણ બીજા કાર્યનું કારણ ન થઈ શકે. જેમકે માટીનો પિંડ પટને બનાવી ન શકે. અનંતા જીવો છે, એ પ્રમાણે અજીવો હયણુકાદિ અનંતા છે, તથા ભવસિદ્ધિક-ભવ્યો, સિદ્ધા-તિષ્ઠિતા અને બીજાને સંસારી જાણવા.
- x x - • સૂત્ર-૨૩૪ થી ૨૪૪ :
[૩૪] રાશિ બે કહી છે - જીવરાશિ અને જીવરાશિ.. જીવરાશિ બે ભેદે છે - રૂપી અજીવરાશિ. અરપી અજીવરાશિ... અરી અજીવાશિ દશ પ્રકારે છે • ધમસ્તિકાય ચાવ4 અદ્ધાસમય. રપી અજીવરાશિ અનેક પ્રકારે છે યાવત તે અનુત્તરોપપાતિક કેટલા છે? અનુત્તરોપપાતિક પાંચ પ્રકારે છે – વિજય, વૈજયંત, જયંત, પરાજિત, રવિિસદ્ધિક. તે આ અનુરોપપાતિક કહ્યા. તે આ સંસારી પાંચેન્દ્રિય જીવરાશિ કહી.
મૈરાણિક બે ભેદ છે – પર્યાપ્તા, અપયા . એ જ પ્રમાણે દંડક કહેવો ચાવત વૈમાનિક સુધી કહેવું. આ રનપભા પૃથ્વીમાં કેટલા ક્ષેત્રને ઓળંગીને કેટલા નરકાવાસા કહ્યા છે? હે ગૌતમ ! રતનપભાં પૃdી ૧,૮૦,ooo યોજન છે. તેમાં ઉપરના ૧ooo યોજન ઓળંગીને અને નીચેના ૧000 યોજન લઇને