________________
પ્રકીર્ણક સમવાય-૨૮૮ થી ૨૩૨
૧૮૫
મુક્ત થઈ અનુત્તર સિદ્ધિ માર્ગને પામ્યા, આ અને આવા બીજા ભાવો મૂલ પ્રથમાનુયોગમાં કહેલા છે, તે અહીં પ્રજ્ઞાપાય છે પ્રરૂપાય છે.
તે ગંડિકાનુયોગ શું છે? અનેક પ્રકારે કહ્યો છે - કુલકરગંડિકા, તીર્થંકરપંડિકા, ગણધરગંડિકા, ચક્રવર્તીમંડિકા, દશારગંડિકા, બલદેવમંડિકા, વાસુદેવમંડિકા, હરિવંશગંડિકા, ભદ્રબાહુગંડિકા, તપકર્મમંડિકા, ચિત્રાંતરખંડિકા, ઉત્સર્પિણીગંડિકા, અવસર્પિણીગંડિકા, દેવાદિ ચાર ગતિમાં ગમન વિવિધ પ્રકારે પર્યટન, તેનો અનુયોગ, તે ખંડિકાનુયોગ તે અહીં કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પ્રરૂપાય છે.
તે ચૂલિકા કઈ છે ? પહેલા ચાર પૂર્વોમાં ચૂલિકાઓ છે અને બાકીના પૂર્વમાં ચૂલિકાઓ નથી. આ તે ચૂલિકા કહી.
આ દૃષ્ટિવાદમાં પરિતા વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાતી પ્રતિપત્તિ, સંખ્યાતી નિયુક્તિ, સંખ્યાતા શ્લોક, સંખ્યાતી સંગ્રહણી છે. અંગાપણે આ બારમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. ચૌદ પૂર્વ છે, સંખ્યાતી વસ્તુ, સંખ્યાતી ચૂલાવસ્તુ, સંખ્યાતા પાહુડા, સંખ્યાતા પ્રભૂતામૃત, સંખ્યાતી પ્રાકૃતિકા, સંખ્યાતી પ્રાકૃતપા-કૃતિકા, સર્વે મળીને સંખ્યાતા લાખ પદો કહ્યા છે.
વળી સંખ્યાતા અક્ષરો, અનંતાગમા, અનંતા પર્યાયો, પત્તિ ત્રો, અનંતા સ્થાવરો છે. તે દ્રવ્યથી શાશ્વત અને પર્યાયથી મૃત્ છે. તથા જિનવરે કહેલા નિબદ્ધ અને નિકાચિત ભાવો આમાં કહેવાય છે, પાપાય છે, પરૂપાય છે, દેખાડાય છે, નિર્દેશાય છે, ઉપદેશાય છે, એ પ્રમાણે ભાવો જાણ્યા છે, વિશેષે જાણ્યા છે, એ રીતે ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ દૃષ્ટિવાદ કહ્યો. તે આ બાર અંગરૂપ ગણિપિટક કહ્યું.
• વિવેચન-૨૨૮ થી ૨૩૨ઃ
દૃષ્ટિ એટલે દર્શન, વદન-બોલવું તે. દૃષ્ટિને જે વાદ તે દૃષ્ટિવાદ અથવા દૃષ્ટિનો પાત જેમાં છે તે દૃષ્ટિવાત અર્થાત્ સર્વ નયની દૃષ્ટિ જ અહીં કહેવાય છે. દૃષ્ટિવાદ કે દૃષ્ટિપાત વડે સર્વ ભાવની પ્રરૂપણા કહેવાય છે. પ્રાયઃ આ સર્વે વિચ્છેદ પામ્યું છે, તો પણ જે કંઈ જોયું-જાણ્યું છે, તે કંઈક લખાય છે. તેમાં સૂત્રાદિ ગ્રહણ યોગ્યતા પ્રાપ્ત કરવામાં સમર્થ તે પરિકર્મ. તે પરિકર્મવ્રુત મૂળ ભેદે સાત પ્રકારે અને ઉત્તર ભેદે ૮૩-પ્રકારે છે. આ સર્વે મૂલોત્તભેદ સહ વિચ્છેદ પામેલ છે.
આ સાત પરિકર્મમાં પહેલા છ સ્વસમય સંબંધી છે અને ગૌશલકે પ્રવતવિલ આજીવિક પાખંડી સિદ્ધાંતના મતે સાતે પકિર્મ કહેલા છે. હવે પરિકર્મમાં નય વિચાર કરે છે. તેમાં વૈગમ બે પ્રકારે - સાંગ્રાહિક - અસાંગ્રાહિક. તેમાં સંગ્રહમાં પ્રવેશેલ તે સાંગ્રાહિક, વ્યવહારમાં પ્રવેશેલો તે અસાંગ્રાહિક. તેથી સંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર, શબ્દાદિ મળીને એક જ એમ ચાર નય માનેલા છે. આ ચારે નય વડે સ્વસમય સંબંધી છ પરિકર્મ ચિંતવાય છે. તેથી મૂળસૂત્રમાં છ ચતુષ્કનયિક કહ્યું છે.
વળી તેઓ જ આજીવિક એટલે કૈરાશિક કહ્યા છે. શાથી ? તે કહે છે –
૧૮૬
સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ
તેઓ સર્વ વસ્તુ ત્રણ સ્વરૂપવાળી ઈચ્છે છે. જેમકે જીવ, અજીવ, જીવાજીવ, લોક
અલોક-લોકાલોક, સત-અસત્-સદસત્ એ પ્રમાણે નય વિચારણામાં પણ તેઓ ત્રણ પ્રકારે નયને ઈચ્છે છે - દ્રવ્યાર્થિક, પાયિાર્થિક, ઉભયાર્થિક. તેથી મૂળ સૂત્રમાં કહ્યું છે - સાત પરિકર્મને ઐરાશિક પાખંડીઓ ત્રણ પ્રકારના નયથી ચિંતવે છે. તે આ પકિર્મ.
સૂત્ર-તેમાં સર્વ દ્રવ્ય, પર્યાય અને નય આદિ અર્થ સૂચવનાર હોવાથી સૂત્ર કહેવાય છે. તે સૂત્રો-૮૮ છે. તે સર્વે સૂત્ર અને અર્થથી વિચ્છેદ પામ્યા છે. તો પણ જોયા-જાણ્યા મુજબ કંઈક લખીએ છીએ–
કહે છે
આ ઋજુ આદિ ૨૨-સૂત્રો છે, તે જ વિભાગથી ૮૮-થાય છે. કેવી રીતે ? તે આ ૨૨ સૂત્રો છિન્નચ્છેદ નયને આશ્રીને સ્વસમયના સૂત્રની પરિપાટીએ કહ્યા છે. અહીં જે નય છિન્ન એવા સૂત્રને છેદ વડે ઈચ્છે છે, તે છિન્નુચ્છેદ નય કહેવાય છે. જેમકે - ધમ્મો મંગનમુકિ, ઇત્યાદિ શ્લોક સૂત્રથી અને અર્થથી પ્રત્યેક છેદે કરીને રહેલા છે, તે બીજા, ત્રીજા આદિ કોઈ શ્લોકની અપેક્ષા રાખતો નથી. એટલે દરેક શ્લોકને અંતે અર્થપૂર્ણ થાય છે.
=
આ ૨૨-સૂત્રો સ્વસમય સૂત્રની પરિપાટીએ રહેલા છે, તથા એ જ ૨૨-સૂત્રો અચ્છિન્નચ્છેદ નયવાળા આજીવિક સૂત્ર પરિપાટીએ છે. તેનો અર્થ આ રીતે – અહીં જે નય છેદ વડે અચ્છિન્ન સૂત્રને ઈચ્છે છે તે અચ્છિન્નચ્છેદ નય કહેવાય. જેમકે ધમ્મો મંગનમુદ્ઘિ ઇત્યાદિ શ્લોક અર્થથી બીજા, ત્રીજા આદિ શ્લોકની અપેક્ષા કરનાર છે અને બીજો, ત્રીજો આદિ પહેલા શ્લોકની અપેક્ષા કરે છે. એમ અન્યોન્યાપેક્ષિત છે.
આ ૨૨-સૂત્રો આજીવિક અને ગોશાલકે પ્રવર્તાવલ પાખંડ સૂત્રની પરિપાટીએ કરીને અક્ષરચનાના વિભાગ વડે રહેલા છે. તો પણ અર્થથી તો પરસ્પર અપેક્ષાવાળા છે જ.. અહીં જે ત્રિરાશિક કહ્યા તે આજીવિક જ કહેવાય છે. તથા ફન્દ્રેવાડું આદિ
સૂત્રમાં ચાર નયના અભિપ્રાયથી ચિંતવાય છે.
વમેવ
આદિ - એ પ્રમાણે ૮૮ સૂત્ર
થાય છે.
-
હવે તે પૂર્વગત શું છે ? તે કહે છે જેથી તીર્થંકર તીર્થ પ્રવૃત્તિ સમયે ગણધરોને સર્વ સૂત્રોનો આધાર હોવાથી પ્રથમ પૂર્વગત સૂત્રનો અર્થ કહે છે તેથી કરીને તે “પૂર્વ” એવા નામે કહેલ છે. ગણધરો સૂત્ર રચના કરતા “આચાર'' આદિ સૂત્ર અનુક્રમે રચે છે અને સ્થાપે છે. મતાંતથી પૂર્વગત સૂત્રનો અર્થ પહેલા અરિહંતે કહ્યો અને ગણધરોએ પૂર્વગત શ્રુતને જ પહેલા રચેલ છે અને પછી ‘આચાર’ આદિ ચ્યા છે.
[શંકા] “આચાર” નિયુક્તિમાં કહ્યું છે – “બધામાં આચારાંગ પહેલું છે” તે કઈ રીતે ? - [સમાધાન] નિર્યુક્તિમાં સ્થાપનને આશ્રીને તેમ કહ્યું છે અને અહીં અક્ષરરચનાને આશ્રીને કહ્યું છે કે પૂર્વે પહેલા રચ્યા છે. - - હવે તે પૂર્વગત ચૌદ પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે –
=
(૧) ઉત્પાદપૂર્વ - તેમાં સર્વ દ્રવ્ય અને પર્યાયોના ઉત્પાદભાવને અંગીકાર