________________
૩/૧/૧૪૬,૧૪૮
૧૬૫
વંશપત્રિકા. વ્યક્રમ એટલે ઉત્પન્ન થવું. બલદેવ-વાસુદેવોનું સાથે રહેવાપણું હોવાથી એકત્વ વિવા વડે ઉત્તમ પુરુષનું ઐવિધ્યત્વ જાણવું. હવે ઇત્યાદિ. યોનિપણાથી જીવો અને જીવને ગ્રહણ યોગ્ય પુદ્ગલો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. એ જ વ્યાખ્યા કરે - વિધિમતી - ચ્યવે છે, યતિ - ઉત્પન્ન થાય છે. પૃથગૃજન - સામાન્ય મનુષ્યની ઉત્પત્તિનું કારણ છે.
યોનિ વડે મનુષ્યો કહ્યા. તેના સમાનધર્મી બાદવનસ્પતિકાય કહે છે. • સૂત્ર-૧૪૯,૧૫૦ :
[૧૯] તૃણ [બાદર) વનસ્પતિકાચિક ત્રણ પ્રકારે કહી છે • સંખ્યાત જીવવાળી, અસંખ્યાત જીવવાળી અને અનંત જીવવાળી.
[૧૫] જંબૂદ્વીપનામક દ્વીપમાં ભરતક્ષેત્રને વિશે ત્રણ તીર્થો કહેલ છે . માગધ, વરદામ અને પ્રભાસ. એ રીતે ઐરવતમાં પણ ઝિણ તીથી છે.
જંબુદ્વીપનામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં એક-એક ચક્રવર્તી વિજયમાં ત્રણ તીર્થો કહેલા છે . માગધ, વરદમ અને પ્રભાસ. એ પ્રમાણે ધાતકી ખાંડ દ્વીપમાં પૂવદ્ધિમાં પણ છે. પશ્ચિમાદ્ધમાં પણ છે. પુકરવર દ્વીપાદ્ધના પૂવધિમાં પણ છે અને પશ્ચિમમાં પણ છે. [દરેકમાં ત્રણ-ત્રણ તીર્થો છે.)
• વિવેચન-૧૪૯,૧૫૦ -
[૧૪૯] તૃણ વનસ્પતિઓ એટલે બાદર, સંખ્યાતા જીવોવાળા - જેમ નાલિકા બદ્ધ ફલો • જઈ આદિ છે, અસંખ્યાત જીવવાળા - જેમકે • લીમડો, લાંબો વગેરેના મૂલ, કંદ, સ્કંધ, છાલ, શાખા, પ્રવાલ છે, અનંત જીવવાળા-પનક આદિ છે.
અહીં પ્રજ્ઞાપના સૂત્રમાં આ રીતે છે - જે કોઈ નાલિકાબદ્ધ પુષ્પો છે તે સંખ્યાત જીવવાળા છે, નિહ તેમજ તેવા પ્રકારના બીજા પણ અનંત જીવવાળા જાણવા. ૫દાઉત્પલ-નલિન-સુભગ-સૌગંધિક-અરવિંદ-કોકનદ-શતપત્ર-સહમ્રપત્ર-કમલોના બટબહારના ગો-કણિકા-અંદરના પગો-કેશરા-મિંજા તે દરેક એક એક જીવવાળા છે. લીંમડો-આમ-જાંબૂ-કોસાંબ-શાલ-અંકોલ-પીલુ,-શાલૂક-સલ્લકી-મોયડી-માલુક-બકુલપલાશ-કરંજ ઇત્યાદિ તેના મૂલ, કંદ, સ્કંધ, છાલ, શાખા, કુંપણ એ અસંખ્ય જીવવાળા છે, દરેક પત્રો એકૈક જીવવાળા છે અને તેના પુષ્પો પ્રાયઃ અનેક જીવવાળા છે. તથા ફળો એક અસ્થિવાળા છે.
હમણાં વનસ્પતિઓ કહી. તે જળાશ્રયી છે, જળાશ્રયરૂપ તીર્થોને કહે છે, સાક્ષાત્ અને અતિદેશથી કહેલા ૧૫-સૂત્રો સુગમ છે. કેવલ ચક્રવર્તીઓને સમુદ્ર અને શીતાદિ મહાનદીઓમાં ઉતારવા રૂપ તે તીર્થોના નામવાળા દેવોના નિવાસભૂત તીર્થો છે. તેમાં ભારત અને ઐરવત ક્ષેત્રને વિશે તે તીર્થો પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં ક્રમશઃ માગધ, વરદામ, પ્રભાસ નામે છે. વિજયોને વિશે તો સીતા, સીતોદા મહાનદીમાં પૂર્વાદિ ક્રમે જાણવા.
જંબૂઢીપાદિમાં મનુષ્યોગમાં તીર્થો કહ્યા છે. હવે તે મનુષ્ય ક્ષેત્રમાં જ રહેલ
૧૬૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ત્રણ સ્થાનને ઉપયોગી કાળનું સાક્ષાત્, અતિદેશથી નિરૂપણ
• સૂત્ર-૧૫૧ :
૧-જંબુદ્વીપ નામક દ્વીપમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમા આરામાં ત્રણ કોડાકોડી સાગરોપમ કાળ હતો. -- એ રીતે અવસર્પિણીમાં પણ કહેલ છે. • • આગામી ઉત્સર્પિણીમાં પણ એ પ્રમાણે જ કાલમાન થશે. - ૪ થી ૯૯ એ રીતે ધાતકી ખંડના પૂર્તિમાં અને પશ્ચિમાદ્ધિમાં પણ કહેવું. -૧૦ થી ૧૫- એ રીતે પુરવટદ્વીપાદ્ધના પૂર્વ-પશ્ચિમમાં કહેવું.
-૧- જંબુદ્વીપ નામક દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમસુષમા નામક આરામાં મનુષ્યો ત્રણ ગાઉની ઊંચાઈવાળા હતા અને ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુ પાળ્યું. -- આ પ્રમાણે વર્તમાન અવસર્પિણીમાં જાણવું. *3- આગામી ઉત્સર્પિણીમાં પણ એમ જ જાણવું. •૪- જંબૂદ્વીપમાં દેવકુર-ઉત્તરકુરમાં મનુષ્યો ત્રણ ગાઉ ઉંચા છે અને ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુ પાળે છે. એ પ્રમાણે ચાવતું પુષ્કરવર હીપાદ્ધ છે.
જંબુદ્વીપદ્ધીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણીમાં ત્રણ વંશો ઉત્પન્ન થયા છે - થાય છે અને - થશે. તે આ પ્રમાણે * અરિહંત વંશ, ચક્રવતવંશ, દસાર વંશ. એવી રીતે યાવત પુષ્કરધરદ્ધીપાઈના પશ્ચિમાદ્ધમાં જીણવું. - - જંબુદ્વીપના ભરત, ઐરવતમાં એક એક અવસર્પિણી, ઉત્સર્પિણીમાં ત્રણ ઉત્તમ પુરષો ઉત્પન્ન થયા છે - થાય છે - થશે. * અરિહંત, ચક્રવતી, બલદેવ-Mાસુદેવ. એ પ્રમાણે ચાવત પુરવરદ્વીપાર્વના પશ્ચિમાર્કમાં જાણવું. • • ઝણ યથાયુષ્યને પાળે છે - અરિહંત ચક્રવર્તી, બલદેવ-વાસુદેવ - - ત્રણ મળમાયુને પાળે છે - અરિહંત, ચક્રવર્તી, બલદેવ-વાસુદેવ.
• વિવેચન-૧૫૧ -
સૂત્ર સુગમ છે. પણ ‘v=' શબ્દથી અવસર્પિણીકાળના, વર્તમાનત્વથી અતીત ઉત્સર્પિણીવત્ હોલ્યા એમ ચપદેશ ન કરવો, પણ ‘પન્ન' એમ વ્યપદેશ કરવો જિંબૂદ્વીપમાં” એ આદિ સૂત્રથી આરંભીને છેલ્લા સૂગ વડે કાળના ધર્મો કહેલ છે. જે સુગમ છે. વિશેષ એ કે - યથાયુષ્ય એટલે કે નિરૂપકમથી હોવાથી યથાયુષ્યને પાળે છે અને વૃદ્ધત્વનો અભાવ હોવાથી મધ્યમાયુને પાળે છે.
આયુષ્ય અધિકારથી હવે કહે છે– • સૂત્ર-૧૫ર થી ૧૫૪ :[૧પર) ભાદર તેઉકાચિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રિ કહી છે. ભાદર વાયુકાયિકોની સ્થિતિ ઉકૃષ્ટથી ૩ooo વર્ષ પ્રમાણ છે.
[૧૩] હે ભગવન શાલી, વીહિ, જવ, જવજવ,આ ધાન્યોને કોઠામાં નાખેલા, પાવામાં રાખેલા, મંચો પર સ્થાપેલા, માળ ઉપર રાખેલા, ઢાંકણ મૂકી લીંપીને રાખેલા, ચોતરફ લીમ્પલ, લંકિત કરેલા, મુદ્રિત કરેલા, ઢાંકેલા એવા