________________
૩/૧/૧૩૨
ન ઉત્પન્ન થવાના સ્વભાવરૂપ યોગ્ય કામ પરિચારક દેવ વિશેષ હોય છે. તથા અન્ય દેવ પહેલા બે પ્રકારના ત્યાગપૂર્વક છેલ્લા પ્રકાર વડે પરિચારણા કરે છે, એ ત્રીજી પરિચારણા જાણવી કેમકે અલ્પકામ અને અલ્પઋદ્ધિક દેવ વિશેષનો સ્વામી હોય છે.
૧૪૫
[૧૩૧] મૈથુન વિશેષ હમણાં કહ્યું. તે મૈથુનની જ સામાન્ય પ્રરૂપણા કરતા કહે છે - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - સ્ત્રીપુરુષનું યુગલ તે મિથુન, તે બંનેનું કાર્ય તે મૈથુન. નાસ્કોને દ્રવ્યથી મૈથુન સંભવતું નથી, તેથી ચોયો ભેદ કહ્યો નથી. મૈથુન કરનારને કહે છે - તો ત્યાનિ, સુગમ છે, તેઓના જ ભેદોને કહે છે. તો મેત્તુળ, ઇત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - વિચક્ષણો સ્ત્રી આદિના લક્ષણ આ રીતે કહે છે - યોનિ, મૃદુત્વ, અસ્વૈર્ય, મુગ્ધત્વ, કાયરતા, બે સ્તન, પુરુષ કામના. આ સાત સ્ત્રીત્વના લક્ષણો છે.
પુરુષ ચિહ્ન, કઠોરતા, દૃઢત્વ, શૂરવીરતા, શ્મશ્ર, ધૃષ્ટતા, સ્ત્રીની ઇચ્છા આ સાત લક્ષણો પુરુષપણામાં છે. તથા સ્તનાદિ અને દાઢી-મૂછાદિ ભાવ અભાવ સમન્વિત અને મોહરૂપ અગ્નિ વડે પ્રજ્વલિત હોય તેને ડાહ્યા પુરુષો નપુંસક કહે છે. વળી અન્યત્ર પણ કહ્યું છે કે સ્તન અને કેશવતી સ્ત્રી હોય, રોમવાળો પુરુષ હોય, સ્ત્રી તેમજ પુરુષ બંનેમાં જે અંતર છે તેના અભાવમાં નપુંસક હોય છે. આ બધાં
યોગવાળા હોય છે, માટે યોગ - કહે છે–
- સૂત્ર-૧૩૨ -
યોગ ત્રણ પ્રકારે કહેલ છે - મનોયોગ, વચનયોગ, કાયયોગ એવી રીતે વિકલેન્દ્રિયને વર્જીને નૈરયિકથી વૈમાનિક પર્યન્ત ત્રણ યોગ હોય છે.
-
ત્રણ પ્રકારે પ્રયોગ કહેલ છે - મનપયોગ, વચનપયોગ, કાયપ્રયોગ. જેમ યોગમાં કહ્યું તેમ વિકલેન્દ્રિયને વર્જીને પ્રયોગમાં પણ જાણવું. કરણ ત્રણ ભેદે કહેલ છે મનકરણ, વચનકરણ, કાયકરણ. એ પ્રમાણે વિકલેન્દ્રિયને વર્જીને વૈમાનિક પર્યન્ત જાણવું...કરણ ત્રણ ભેદે કહ્યા છે - આરંભકરણ, સંરંભકરણ, સમારંભકરણ. તે વૈમાનિક પર્યન્ત બધાને છે.
• વિવેચન-૧૩૨ -
-
યોગ ત્રણ પ્રકારે - અહીં વીર્યાન્તરાયના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત લબ્ધિ વિશેષના પ્રત્યયરૂપ અભિસંધિ અને અનભિસંધિપૂર્વક આત્માનું જે વીર્ય તે યોગ. કહ્યું છે કે - યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્ય આ આઠ યોગના પર્યાયો છે. તે વીર્ય બે પ્રકારે છે - સકરણ, અકરણ. તેમાં અલેશ્મી કેવલીને સમસ્ત જ્ઞેય અને દૃશ્ય પદાર્થને વિશે કેવલજ્ઞાન, કેવલદર્શનને જોડનાર જે અપરિસ્પંદ, પ્રતિઘાત રહિત વીર્ય વિશેષ તે અકરણવીર્ય. તેનો અહીં અધિકાર નથી, સકરણવીર્યનું જ ત્રિસ્થાનકમાં અવતારિતપણું હોવાથી તેમાં જ યોગ શબ્દની વ્યુત્પત્તિ છે. તેને આશ્રીને સૂત્રની વ્યાખ્યા છે.
કર્મથી જીવ જેના વડે જોડાય છે, કર્મ જોગના નિમિત્તથી બંધાય છે. આ
5/10
૧૪૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
વચનથી જે પર્યાય પ્રત્યે વિશેષ જોડાય છે તે યોગ - વીર્યાન્તરાયના ક્ષયોપશમજનિત જીવના પરિણામ વિશેષ. કહ્યું છે કે - મન વડે, વચન વડે કે કાયા વડે યુક્ત જીવનો આત્મ સંબંધી જે વીર્ય પરિણામ, તે જિનેશ્વરે યોગસંજ્ઞા કહેલ છે. અગ્નિના યોગ
વડે ઘડાનો જેમ રાતાપણું પરિણામ થાય છે. તેમ જીવના કરણ પ્રયોગમાં વીર્ય પણ આત્માનો પરિણામ થાય છે.
મનકરણથી યુક્ત જીવનો યોગ-વીર્ય પર્યાય, દુર્બલ માણસને લાકડીની જેમ જે મદદગાર થાય છે, તે મનોયોગ. તે ચાર પ્રકારે કહ્યો છે - સત્યમનોયોગ, મૃષા મનોયોગ, સત્યમૃષા મનોયોગ અને અસત્યામૃષા મનોયોગ અથવા મનનો યોગ કરવું, કરાવવું, અનુમતિરૂપ જે વ્યાપાર તે મનોયોગ ચાર પ્રકારે છે.
એ જ રીતે વચનયોગ તથા કાયયોગ જાણવો. કાયયોગ સાત પ્રકારે છે -
ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર, કાર્યણકાયયોગ. તેમાં શુદ્ધ ઔદાકિાદિનો બોધ સુગમ છે. ઔદાકિમિશ્ર તો અપરિપૂર્ણ ઔદારિક જ મિશ્ર કહેવાય છે. જેમ ગોળ મિશ્ર દહીંનો ગોળ કે દહીં રૂપે વ્યવહાર કરાતો નથી, કેમકે તે ગોળ કે દહીં વડે અપરિપૂર્ણ હોય છે. એવી રીતે ઔદારિક, કાણની સાથે મિશ્ર છે, તે ઔદાસ્કિપણાએ વ્યવહાર કરવાને શક્ય નથી અને કાર્મણપણાએ પણ વ્યવહાર કરવા યોગ્ય નથી. અપરિપૂર્ણ હોવાથી ઔદાકિ મિશ્ર એવો તેનો વ્યવહાર કરાય છે. એ રીતે વૈક્રિયમિશ્ર, આહારકમિશ્ર જાણવું. આ શતક નામક કર્મગ્રંથની ટીકાનો લેશ [અંશ] જાણવો.
પન્નવણાની વ્યાખ્યાના અંશ તો આ પ્રમાણે છે - શુદ્ધ ઔદારિક વગેરે કાયયોગો ઔદારિકાદિ શરીરપર્યાપ્તિ વડે પર્યાપ્તકને અને મિશ્રો અપર્યાપ્તકને હોય છે. તેમાં ઉત્પતિકાળમાં ઔદારિકકાય, કાર્પણ સાથે મિશ્ર થાય છે અને ઔદાકિ શરીરવાળા જીવનો વૈક્રિય અને આહારક શરીર કરવાના કાળમાં વૈક્રિય અને આહાસ્ક વડે મિશ્ર થાય છે. એ રીતે ઔદાકિ મિશ્ર થાય છે. તથા વૈક્રિયમિશ્ર દેવાદિના ઉત્પત્તિકાળમાં કાર્પણ વડે થાય છે અને કૃત વૈક્રિયના ઔદારિકના પ્રવેશકાળમાં ઔદાકિ સાથે મિશ્ર થાય છે. આહારક મિશ્ર તો તે શરીરનું પ્રયોજન જેણે સિદ્ધ કર્યુ છે, તે ફરીથી ઔદારિક શરીરના પ્રવેશકાળમાં ઔદાકિ સાથે મિશ્ર થાય છે. કાર્પણયોગ વિગ્રહગતિમાં અથવા કેવલિ સમુદ્ઘાતને વિશે છે. આ બધાં યોગ પંદર
પ્રકારે છે. - ૪ -
સામાન્યથી યોગની પ્રરૂપણા કરી વિશેષથી નાકાદિ ચોવીશ પદોમાં યોગનો અતિદેશ કરતું સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - અતિ પ્રસંગના પરિહાર માટે કહ્યું કે પંચેન્દ્રિય સિવાય. એકેન્દ્રિયોને તો કાયયોગ જ હોય, વિકલેન્દ્રિયોને કાય અને વાક્ યોગ હોય, મન વગેરે સંબંધથી આ પ્રમાણે કહે છે - પ્રયોગ ત્રણ છે, તેમાં વિશેષ એ કે - વ્યાપાર કરતાં મન વગેરેનું હેતુમાં કર્તારૂપ જીવ વડે જે પ્રયોજન તે પ્રયોગ, મનનો જે પ્રયોગ તે મનઃ પ્રયોગ. એ રીતે કાયયોગ વચનપ્રયોગ પણ