________________
૨/૪/૧૦૧
૧૫
૧૨૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
સવભિ વડે પ્રગટ કરીને દડા ગતિમાં છે. અથવા શરીરના દેશથી આત્મકપણાએ પ્રગટ કરીને પગ વગેરેથી અને સવાંગથી નિર્માણકાળે તેમ સમજવું અથવા ફોડીને એટલે નાશ કરીને, તેમાં દેશથી આંખ વગેરેનો નાશ અને સર્વથી સમસ્ત નાશ વડે દેવદીપાદિ જીવની માફક જાણવું. શરીરને આત્મપણાએ ફૂટ કરતો કોઈ જીવ તે શરીરનું સંકોચન કરે છે - x - શરીરને સંકોચીને દેશ વડે ઇલિકાગતિમાં શરીરમાં રહેલ પ્રદેશો વડે અને સર્વાભિ વડે દડા જેવી ગતિથી સવત્મિપદેશોનું શરીરમાં રહેલા હોવાથી નીકળે છે.
અથવા ઉપચારથી જીવ પ્રત્યે દંડના યોગથી દંડ પુરષની જેમ જાણવું. તેમાં દેશથી સંકોચ, મરનાર સંસારી જીવોને પગ વગેરેથી જીવના પ્રદેશના સંકોચથી છે. અને સર્વગી તો મોક્ષમાં જનારને હોય છે અથવા દેશથી-હાથ વગેરેના સંકોચ વડે અને સર્વથી સર્વ શરીરના સંકોચન વડે કીડી વગેરે માફક જાણવું. આત્માનું સંવર્ણના કરતો શરીરનું નિવર્તન કરે છે તેથી નિવયત્તાને કહ્યું. તેમજ તિવર્ચ-એટલે જીવના પ્રદેશોથી શરીરને અલગ કરીને. તેમાં દેશની ઇલિકાગતિ અને સર્વથી દડાગતિએ અથવા દેશથી • x - પગ વડે નીકળે અને સર્વથી - સવગમાંથી નીકળનાર છે.
અથવા પાંચ પ્રકારના શરીરના સમુદાયની અપેક્ષાએ દેશી દારિકાદિ શરીર છોડીને અને તૈજસ-કાર્પણ સાથે તથા સર્વશી પાંચે શરીરના સમુદાયને છોડીને નીકળે છે અર્થાત સિદ્ધ થાય છે - તે પરંપરાએ ધર્મશ્રવણ લાભાદિમાં થાય છે, તે જેમ થાય છે, તેમ દર્શાવતા કહે છે
સત્ર-૧૦૨ -
બે સ્થાન વડે આત્મા કેવલિપજ્ઞખ ધર્મને શ્રવણપણે પ્રાપ્ત કરે છે - હાયથી કે ઉપશમથી એ રીતે યાવતું મનઃયવિજ્ઞાન પામે - ક્ષય કે ઉપશમથી.
• વિવેચન-૧૦૨ -
સૂત્ર સુગમ છે, વિશેષ એ કે . “ક્ષયથી " - જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મના ઉદયમાં પ્રાપ્ત થયેલનો ક્ષય-નિર્જરા વડે અને અનુદિત કર્મના ઉપશમ વડે વિપાકનો અનુભવ ન કરવાથી અતિ ક્ષયોપશમથી એમ કહ્યું. યાવતુ શGદથી - કેવલ બોધિને પામે, મંડિત થઈને ગૃહવાસથી નીકળી સાધુત્વ પામે, કેવલ બ્રહ્મચર્યવાસમાં વસે, કેવલ સંયમમાં યત્ન કરે, કેવલ સંવરથી સંવૃત્ત થાય, કેવલ મતિજ્ઞાન • ચાવતું - મન:પર્યવજ્ઞાનને ઉત્પન્ન કરે.
કેવલજ્ઞાન તો કર્મના ક્ષયથી જ થાય છે. માટે કહ્યું નથી.
અહીં જો કે બોધિ આદિ સમ્યકત્વચાત્રિરૂપ હોવાથી માત્ર ક્ષય અને ઉપશમથી જ થાય છે, તો પણ તે ક્ષયોપશમથી પણ થાય છે. શ્રવણ, અભિનિબોધિકાદિ તો ક્ષયોપશમથી જ થાય છે. આ હેતુથી સર્વસાધારણ ક્ષયોપશમ બે પદ વડે કહેલ છે. બોધિ, આભિનિબોધિક, શ્રુત અને અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમ હોય છે. સાગરોપમ તો પલ્યોપમના આશ્રયે હોય છે. તેથી તે બેની પ્રરૂપણા કરે છે–
• સૂઝ-૧૦૩ થી ૧૦૬ :
[૧૦] બે પ્રકારે ઉપમાવાળો કાળ કહ્યો છે - પલ્યોપમ, સાગરોપમ. તે પલ્યોપમ શું છે ? પલ્યોપમ - [૧૪] જે યોજન લાંબો-પહોળો-ઉંડો કુવો] પલ્ય હોય. તેને એકથી સાત દિવસના ઉગેલા કરોડો વાલાગો વડે ઠાંસી ઠાંસીને ભરવો. : [૧૫] તે વાલાામાંથી સો સો વર્ષે એક એક વાલાણને કાઢવાથી જેટલે કાળે તે પરા ખાલી થાય તેટલા કાળને એક પલ્યોપમ કાળ જાણવો. • [૧૦] એ એક પલ્યોપમને દશ કોડાકોડી ગુણા કરવાથી એક સાગરોપમના કાળનું પ્રમાણ થાય છે.
• વિવેચન-૧૦૩ થી ૧૦૬ :
[૧૦]] ઉપમા વડે થયેલ તે ઔપમિક. અદ્ધા એટલે કાળ - તે વિષયની ઉપમા યુક્ત તે અદ્ધપમિક. ઉપમાન સિવાય જે કાળના પ્રમાણને અતિશય જ્ઞાનરહિત જીવો વડે ગ્રહણ ન કરી શકાય તે અપમિક જાણવું. તે બે ભેદે - પલ્યોપમ, સાગરોપમ. તેમાં પચની ઉપમા જેને વિશે છે તે પલ્યોપમ તથા સાગરની ઉપમા જેને વિશે છે તે સાગરોપમ. સાગરવતું મોટા પરિમાણવાળું એ અર્થ છે.
પલ્યોપમ અને સાગરોપમરૂપ પમિક સામાન્યથી ઉદ્ધાર, અદ્ધા અને લોગભેદથી ત્રણ પ્રકારે છે. તે એક-એકના સંવ્યવહાર અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકાર છે. તેમાં સંવ્યવહાર પલ્યોપમ આ પ્રમાણે છે
[૧૦૪] એક યોજન લાંબો, પહોળો અને ઊંચાઈવાળા પચ કુવા ને મુંડન પછી એકથી સાત અહોરાત્ર પર્વતના ઉગેલા વાલાણોથી ભરવો.
[૧૦૫] પ્રતિસમયે વાલાણને કાઢતા જેટલા કાળ વડે તે પલ્ય ખાલી થાય તે કાળને સંવ્યવહારિક ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે.
[૧૬] તેવા દશ કોડાકોડી વ્યવહાર પલ્યોપમનો એક વ્યવહારિક ઉદ્ધાર સાગરોપમ કહેવાય છે - તે વાલાણના જ દૃષ્ટિગોચર અતિ સૂક્ષ્મદ્રવ્યના અસંખ્યાત ભાગ માગ સૂક્ષ્મ પનકની અવગાહનાથી અસંખ્યાત ગુણરૂપ અવગાહનાવાળા ખંડો કરીને ભરેલ પરા સમયે સમયે એક એક વાલાણના અપહાર-કાઢવા વડે જેટલા કાળે ખાલી થાય તેટલા કાળે સૂમ ઉદ્ધાર પલ્યોપમ થાય છે. તેવા દશ કોડાકોડી સૂમ ઉદ્ધાર પલ્યોપમ વડે સૂક્ષમ ઉદ્ધાર સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ વડે દ્વીપ અને સમુદ્રોની પસિંખ્યા-ગણતરી કરાય છે.
કહ્યું છે કે- અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમયો છે, તેટલા દ્વીપ, સમુદ્રો છે. તે અનુક્રમે એક-એકથી બમણા બમણા વિસ્તારવાળા છે. વળી તે સર્વદ્વીપ તથા સમુદ્રો મળીને તેનું પ્રમાણ એક રાજ થાય છે.
અદ્ધા પલ્યોપમ અને સાગરોપમમાં પણ સુક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. વિશેષ એ કે - સો સો વર્ષો પૂર્વોકત વાલાણને કાઢવાથી બાદ અદ્ધા અને તે વાલાણના અસંખ્યાત ખંડને સો સો વર્ષે કાઢવાથી સમ અદ્ધાપલ્યોપમ અને સાગરોપમ