________________
૨૩/૫ થી ૯૭
૧૧૩
તે ફરી ક્રમથી પહોળાઈમાં વૃદ્ધિ પામે છે.
ભરતક્ષેત્રની અંદરની પહોળાઈ ૬૬૧૪ યોજન અને ૨૧૨ના ૧૨૯ ભાગ અધિક છે, ભરતની બહારની પહોળાઈ ૮૫૪૩ યોજન અને ૨૧૨ના ૧૫૫ ભાગ અધિક છે અર્થાત ૮૫૪૩-૧૫૫/૧૨ છે.
ભરત ફોગમાં અંદરના ભાગે અને બહારના ભાગે જે વ્યાસ-પહોળાઈ છે તેને ચામુણી કરવાથી હૈમવત ક્ષેત્રની અનુક્રમે અંદરની અને બહારના ભાગની પહોળાઈ થાય. હૈમવત ક્ષેત્રના વ્યાસને ચારગણો કરવાથી હરિવર્ષ ક્ષેત્રનો વ્યાસ થાય અને હસ્વિષ ક્ષેત્રના વ્યાસને ચાર ગણો કQાથી મહાવિદેહ ક્ષેત્રનો વ્યાસ થાય.
જેમ દક્ષિણના ત્રણ બનો વ્યાસ કહ્યો, તેમજ ઉત્તરાદિ દિશાના ત્રણે ફોમનો વ્યાસ ક્રમશઃ જાણવો. એ રીતે પૂર્વાધિ ધાતકી ખંડના સાત ક્ષેત્રના વ્યાસ માફક પશ્ચિમાઈ ધાતકીખંડને પણ જાણવું.
દેવકર-ઉત્તરકુર ક્ષેત્રનો વિકંભ ૩૯૭૮૯૩ યોજન અને ૨ર૧૨ છે. ૨૨૩૧૫૮ યોજન બંનેની જીવા છે. તે જીવામાં બે ગજદંતાકૃતિ પર્વતોની લંબાઈ એકત્ર કરવાથી જે પરિમાણ થાય તેટલું કુરુક્ષેત્રનું ધનુપૃષ્ટ જાણવું.
ધાતકીખંડના પૂર્વદ્ધિ અને પશ્ચિમાદ્ધમાં ૧૨ વર્ષધર પર્વતો અને ૩ર-વફાકાર પર્વતો છે, તે જંબુદ્વીપના પર્વતોથી બમણા પહોળા છે અને ઊંચાઈમાં જંબુદ્વીપના પર્વતો પ્રમાણે છે.
દેવકુર-ઉcકુરુમાં રહેલ કંચનગિરિ પર્વતો, ચમકાદિ પર્વતો, વૃત વૈતાઢ્ય અને દીર્ધવૈતાય એ બધાંની પહોળાઈ, ઊંડાઈ, ઊંચાઈ જંબુદ્વીપના પર્વતો પ્રમાણે જાણવી. વિધાભ અને ગંધમાદનની લંબાઈ-બંનેની ૩,૫૬,૨૨૩ યોજન છે. સૌમનસ અને માલ્યવંત બંનેની લંબાઈ ૫,૬૯,૨૫૯ યોજનની છે. ચારે પર્વતો વર્ષધર પર્વતની પાસે ૧૦૦૦ યોજન પહોળા છે.
ઘાતકીખંડદ્વીપની બધી નદીઓ, જંબૂદ્વીપની નદીની અપેક્ષાએ ઊંડાઈ અને પહોળાઈમાં બમણા પ્રમાણની છે. સીતા-સીટોદાના બે વનમુખ પહોળાઈથી બમણા પ્રમાણવાળા છે. વર્ષધર પર્વતો, કુરુક્ષેત્રના દ્રહો, નદીના કુંડો, તેમાં રહેલ દ્વીપો જંબુદ્વીપની અપેક્ષાએ ઊંડાઈ, ઊંચાઈમાં સમાન છે અને લંબાઈ-પહોળાઈમાં બમણા છે.
પૂર્વાર્ધ ઘાતકીખંડના અભિલાપ વડે જંબૂદ્વીપનું પ્રકરણ ક્યાં સુધી કહેવું ? તે કહે છે - નાવ ડોમુ વાસેલુ ઇત્યાદિ. આ સૂત્રથી આગળ જંબૂહીપના પ્રકરણમાં ચંદ્રાદિ જ્યોતિકોના સૂત્રો કહેલા છે. તે સૂકો ઘાતકીખંડ અને પુખરાર્ધદ્વીપના પ્રકરણોમાં સંભવતા નથી. કેમકે આ આ અધ્યયનમાં બે સ્થાનનો અધિકાર છે. જ્યારે ધાતકીખંડાદિમાં તો ચંદ્ર વગેરેની સંખ્યા ઘણી છે. કહ્યું છે કે
જંબુદ્વીપમાં બે ચંદ્રો છે, લવણસમુદ્રમાં ચાર છે, ધાતકીખંડમાં બાર ચંદ્રો અને સૂર્યો છે. એ રીતે ચંદ્ર આદિનું બેપણું ન હોવાથી, બેસ્થાનમાં વર્ણન નથી.
જંબૂદ્વીપના પ્રકરણથી ધાતકીખંડનું વિશેષપણું દેખાડતા કહે છે - કેવલ
૧૧૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિશેષ એ કે કુટુ-ફોગના સૂત્ર પછી, તેમાં “કૂટશાભલી અને જંબૂસુદર્શન' પાઠ છે. અહીં જંબૂવૃક્ષના સ્થાનમાં ધાતકીવૃક્ષ કહેલ છે. તે બંને વૃક્ષનું પ્રમાણ બૂઢીપના શાભલીવૃક્ષ વગેરેની જેમ જાણવું. તે બે વૃક્ષના દેવસૂત્રમાં “અનાટ્યદેવજંબૂ દ્વીપાધિપતિ" આ વક્તવ્યમાં સુદર્શન દેવું કથન કરવું.
પશ્ચિમાઈ ઘાતકીખંડનું પ્રકરણ પૂર્વાદ્ધ માફક જાણવું. આ જ કહે છે - ચાવત્ છ પ્રકાના આરાને અનુભવતા” ઇત્યાદિ. વિશેષ એ કે - ધાતકી ખંડના પૂવદ્ધિમાં ઉત્તરકુરમાં ધાતકીવૃક્ષ કહ્યું, અહીં ત્યાં મહાપાતક વૃક્ષ કહેવું. વળી દેવસૂત્રમાં ત્યાં બીજો દેવ સુદર્શન કહ્યો. અહીં ત્યાં પ્રિયદર્શન કહેવો.
પૂર્વાદ્ધિ અને પશ્ચિમાર્ક મળવાથી સંપૂર્ણ ઘાતકીખંડ દ્વીપ થાય છે. તેનો આશ્રય કરીને બે સ્થાનક ધાતકીખંડ, ઇત્યાદિ વડે કહે છે - બે ભરત પૂર્વાર્ધ અને પશ્ચિમાધના જે દક્ષિણ દિગવિભાગમાં છે, તે બે વિભાગના ભાવથી જ કહેવાય છે, એવી રીતે સર્વત્ર છે. ભરત ક્ષેત્રાદિનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
બે કૂટ શાભલી વૃક્ષો છે. તે બે વૃક્ષના વાસી બે વેણુદેવો છે. ધાતકીવૃક્ષ અને મહાધાતકી વૃક્ષ છે, તે વૃક્ષના નિવાસી સુદર્શન અને પ્રિયદર્શન બે દેવો છે.
લઘહિમવંત આદિ છ વર્ષધર પર્વતો તથા શબ્દાપાતી, વિકટાપાતી, બે ગંધાપાતી અને મારાવ૫ર્યાય નામના વૃતવૈતાઢ્ય પર્વતો અને તેના નિવાસી અનુક્રમે સ્વાતી, પ્રભાસ, અરુણ અને પાનાભ નામક દેવોને બન્ને સંખ્યા વડે યુક્ત ક્રમથી બળે કહેલ છે.
ઉત્તરકુર ક્ષેત્રની પૂર્વ દિશામાં રહેલ બે માલ્યવંત નામક ગજદંત પર્વતો છે. તે ગજદંત પર્વતોથી ભદ્રશાલવન, તેની વેદિકા અને વિજયથી આગળ સીતાનાદીના ઉત્તર કિનારે રહેલ, દક્ષિણ-ઉત્તર લાંબા, બે ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતો છે. તે પછી વિજય, પછી અંતરનદી છે. તે પછી વિજયને છેડે બે પાકૂટ પર્વતો છે. તે પછી વિજય, અંતરનદી પછી વિજયના અંતે બે નલિનકૂટ પર્વત છે. તેમજ તરિત વળી એકશૈલ નામક બે પર્વતો છે.
વળી પૂર્વના વનમુખની વેદિકા અને વિજયથી પહેલાં સીતાનદીના દક્ષિણ કિનારે રહેલ તેમજ ત્રિકૂટ આદિ ચાર બબ્બે પર્વતો છે. ત્યારપછી દેવકર ક્ષેત્રથી પૂર્વ દિશામાં સૌમનસ નામે બે ગજદંત પર્વતો છે. પછી ગજદંતના જ આકારવાળા દેવકરથી પશ્ચિમદિશામાં બે વિધુતપ્રભ પર્વતો છે. પછી ભદ્રશાલવન, તેની વેદિકા અને વિજયથી આગળ તે જ રીતે કાપાતી આદિ ચાર, બબ્બે પર્વતો સીતોદા નદીના દક્ષિણ કિનારે રહેલ છે.
વળી બીજા પર્વતો પશ્ચિમ વનમુખ વેદિકા વિજયથી પૂર્વથી ક્રમશઃ ચંદ્ર આદિ ચાર પર્વતો બળે છે. પછી ઉત્તરકુરુના પશ્ચિમે રહેલ ગંધમાદન નામે બે ગજદૂત પર્વતો છે. આ પર્વતો ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાધમાં હોય છે માટે બબ્બે કહ્યા. બે પુકાર પર્વતો દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેલ છે, તે ઘાતકી ખંડના બે
5/8]