________________
૨/૩/૮૬
આદિ કૃત વિશેષરહિત, અનાનાત્વ-અવસર્પિણી આદિથી કરેલ આયુ આદિ ભાવના ભેદથી વર્જિત. તેથી કહે છે - પરસ્પર ઉલ્લંઘતા નથી. કઈ રીતે ? તે કહે છે - લંબાઈપણે, પહોળાઈપણે, સંસ્થાન-પણછ ચડાવેલા ધનુષ્યના આકારે તેમજ પરિધિ વડે - ૪ - અથવા લંબાઈથી બહુ સમતુલ્ય છે. તયા કહે છે - ભરતપર્યન્ત આ શ્રેણી૧૪,૪૭૧ યોજન ઉપર કિંચિત્ ન્યૂન છ કલા ઉત્તર ભરતાદ્ધની જીવા છે. કલા એટલે યોજનનો ૧૯મો ભાગ જાણવો. એવી રીતે ઐવત ક્ષેત્ર પણ જાણવું.
તથા અવિશેષ-પહોળાઈથી બંને આ પ્રમાણે છે - ૫૨૬ યોજન અને ૬-કળા અધિક ભરતક્ષેત્ર પહોળું જ છે, એ જ પ્રમાણે ઐવત ક્ષેત્ર પણ જાણવું. અનાનાત્વબંને ક્ષેત્ર સંસ્થાનથી પરસ્પર સરખાં છે. પરિધિ એટલે જીવા અને ધનુપૃષ્ઠનું પ્રમાણ, તેમાં જીવાનું પ્રમાણ ઉપર કહ્યું છે, ધનુપૃષ્ઠનું પ્રમાણ આ છે - ૧૪,૫૨૮ યોજન અને ૧૧ કલા અધિક ભરતનું ધનુપૃષ્ઠ છે. એ જ રીતે ઐરવતનું પણ જાણવું. અથવા આ પદો એકાર્થિક છે. અતિશયાર્થપણું હોવાથી પુનરુક્તિ દોષ નથી. કહ્યું છે કે - અનુવાદ, આદર, વીપ્સા, અતિશયાર્થ, વિનિયોગહેતુ, અસૂયા, સંભ્રમ, વિસ્મયાદિમાં પુનરુક્તિ દોષ નથી.
તે બે ક્ષેત્રો આ પ્રમાણે - ભરત અને ઐરવત. - - X - જંબૂદ્વીપના દક્ષિણ ભાગે ભરત, હિમવતપર્વત પર્યન્ત છે અને ઉત્તર ભાગે ઐરવતક્ષેત્ર શિખરીપર્વત પર્યન્ત છે. ભરત અને ઐવતની માફક આ અભિલાષ વડે “ મંજૂરીને ચીને ’’ આદિના ઉચ્ચાર વડે બીજા બે સૂત્રો કહેવા. તે બેમાં આ વિશેષ છે કે - હેમવંત ક્ષેત્ર મેરુની દક્ષિણ દિશાએ હિમવાન્ અને મહાહિમવાન પર્વતની મધ્યમાં છે, ઔરણ્યવત્ ક્ષેત્ર મેરુની ઉત્તર દિશાએ કમી અને શિખરી પર્વતની મધ્યમાં છે, હરિવર્ષ ક્ષેત્ર દક્ષિણમાં મહાહિમવાત્ અને નિષધની મધ્યે છે, રમ્યવર્ષ ઉત્તરે નીલવાન્ અને રુકમી મધ્યે છે.
સંપૂર્ણવે આદિ પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં યથાક્રમે પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ, આ બંનેનું લંબાઈ આદિ વર્ણન ગ્રંથાંતથી જાણવું.
મંજૂ આદિ - મેરુની દક્ષિણે દેવકુટુ અને ઉત્તરે ઉત્તરકુઠુ ક્ષેત્ર છે. તેમાં દેવકુટુ હાથીના દાંતના આકારવાળા વિધુત્વભ અને સૌમનસ નામક બે વક્ષસ્કાર પર્વતથી આવૃત્ત છે. બીજો ઉતકુરુ તે ગંધમાદન અને માલ્યવાન્ પર્વત વડે આવૃત્ત છે. આ બંને ક્ષેત્ર અર્હચંદ્રને આકારે છે. દક્ષિણ-ઉત્તરમાં વિસ્તૃત છે, તેઓનું પ્રમાણ આ પ્રમાણે - ૧૧,૮૪૨ યોજન અને ૨ કલા છે. બંનેની જીવા પૂર્વ-પશ્ચિમ ૫૩,૦૦૦ યોજન છે. અતિ મોટા, ઘણાં તેજના કે મહોત્સવના આશ્રયરૂપ તે મહાતિમહ આલય અથવા મહાતિમહાલય અર્થાત્ સિદ્ધાંતની ભાષા વડે મહાન પ્રશસ્તપણાઓ બે મહાદુમો છે. તેની પહોળાઈ, ઉંચાઈ, ભૂમિમાં ઉંડાઈ, આકાર અને પરિધિ.
તેમાં બે વૃક્ષોનું પ્રમાણ આ પ્રમાણે છે–
જંબવૃક્ષના પુષ્પો અને ફળો રત્નમય છે, વિખંભ આઠ યોજન, ઉચ્ચત્વ આઠ યોજન, અર્ધયોજન જમીનમાં, સ્કંધ બે યોજન ઉંચો, બે કોશ પહોળો છે, ચોતરફ 5/7
69
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિસ્તરેલી શાખાઓ મધ્યે વિડિમ નામે શાખા સૌથી ઉંચી અને છ યોજન છે. ચારે દિશામાં ચાર શાખાઓ છે, તેમાં પૂર્વદિશાની શાખા મધ્યે અનાદંત દેવનું શયનભવન એક કોશ પ્રમાણ છે, શેષ ત્રણ શાખામાં પ્રાસાદો છે, તેમાં રમ્ય સીહાસનો છે. શાલ્મલી વૃક્ષમાં પણ એમજ જાણવું.
કૂટ-શિખરના આકારવાળો શાલ્મલી વૃક્ષ તે કૂટશાલ્મલી વૃક્ષ, જેનું દર્શન સુંદર છે તે સુદર્શન, તે બે વૃક્ષોને વિશે મોટીઋદ્ધિ-આવાસ, પરિવાર, રત્નાદિ જેઓને છે તેવા બે મહર્ષિક યાવના ગ્રહણથી મહાધુતિક, મહાનુભાગ, મહાયશા મહાબલી [દેવો છે.] તેમાં ધુતિ-તે શરીર, આભૂષણની દીપ્તિ. અનુભાવ-અચિંત્ય શક્તિ-વૈક્રિયાદિ કરણ, યશ-ખ્યાતિ, બળ-શરીર સામર્થ્ય, સૌખ્ય-આનંદરૂપી અને ક્વચિત્ ‘મહેશાખ્ય' પાઠ છે. તે પલ્યોપમ આયુવાળા ગરુડ-સુપર્ણકુમાર જાતિય વેણુદેવ અને અનાતા દેવ છે.
૯૮
• સૂત્ર-૮૭ :
જંબુદ્વીપના મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશાએ બે વર્ષધર પર્વતો કહ્યા છે . તે બહુ સમતુલ્ય, અવિશેષ, નાતાત્વરહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતા તેમજ લંબાઈ-પહોળાઈ - ઉંચાઈ - ઉંડાઈ - સંસ્થાન પરિધિ વડે સમાન છે. તે આ - લઘુ હિમવંત અને શિખરી, એ રીતે મહા હિમવંત અને રુકમી, એમ જ નિષધ અને નિલવાન જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે હેમવંત અને હૈરણ્યવત ક્ષેત્રમાં બે વૃત્તવૈતાઢ્ય પર્વત છે બહુમતુલ્ય, અવિશેષ, નાનાવરહિત યાવત્ તે શબ્દાપાતી અને વિકટાપાતી નામક છે. તેમાં બે મહદ્ધિક દેવો યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા છે - તે સ્વાતિ, પ્રભાસ.
-
જંબુદ્વીપના મેરુની ઉત્તર અને દક્ષિણે હરિવર્ષ અને રમ્યક્ વર્ષ ક્ષેત્રમાં બે-તૃત્તવૈતાઢ્ય પર્વત છે બહુ સમતુલ્ય યાવત્ ગંધાપાતી અને માહ્યવંતપર્યાય નામક છે. તે બંનેમાં એક એક મહદ્ધિક સવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તે અરુણ અને પદ્મ નામક છે. જંબૂદ્વીપના મેરુની દક્ષિણ દિશામાં દેવકુર ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમ પડખામાં અશ્વના સ્કંધ સશ, અર્ધ ચંદ્ર-સંસ્થાન સંસ્થિત બે વક્ષસ્કાર પર્વતો છે. તે બહુસમ છે યાવત્ સૌમના અને વિદ્યુતપભ નામે છે. જંબુદ્વીપના મેરુની ઉત્તર દિશાએ ઉત્તપુર ક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમ પડખામાં અશ્વના સ્કંધ સમાન યાવત્ ગંધમાદન, માહ્યવંત બે વક્ષસ્કાર પર્વત છે, જે અર્ધચંદ્રાકાર છે ઇત્યાદિ પૂર્વવત્.
જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે બે દીધવૈતાઢ્ય પર્વત છે. બહુસમતુલ્ય સાવત્ ભરતમાં દીર્ઘરૈતાદ્ય, ઔરવતમાં દીર્ઘ વૈતાઢ્ય. ભરતના દીર્ઘ વૈતાઢ્યમાં બે ગુફાઓ કહી છે - બહુ સમતુલ્ય, અવિશેષ, નાનાત્વ રહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતી, લંબાઈ-પહોળાઈ-ઉંચાઈ-આકાર-પરિધિ વડે સમાન છે તે આ તમિસા ગુફા અને ખંડપ્રપાત ગુફા. ત્યાં બે મહર્ષિક યાવત્ પલ્યોપમ
-