________________
૨//૯
જ ઉભય સ્થિતિવાળા હોય છે. જ્યોતિક, વૈમાનિક તો અસંખ્યાતકાલસ્થિતિક છે.
[૧૪] બોધિદંડકમાં - બોધિ - જિનધર્મી પ્રાપ્તિ સુલભ છે જેમને તે સુલભ બોધિક. બીજા તે દુર્લભબોધિક. [૧૫] પાક્ષિક દંડકમાં - વિશુદ્ધપણાથી જે પક્ષ તે શુક્લપક્ષ. તે વડે વિચરે તે શુક્લ પાક્ષિક. શુકલપણું તે કિયાવાદીપણાએ છે. કહ્યું છે કે કિયાવાદી ભવ્ય હોય છે, અભય નહીં, તેમ શુક્લપાક્ષિક હોય છે, કૃષ્ણપાક્ષિક નથી. અથવા આસ્તિકોનો વિશુદ્ધપણે જે પક્ષ તે શુકલપક્ષ, તેમાં થાય તે શુક્લપાક્ષિક, તેથી વિપરીત તે કૃષ્ણ પાક્ષિક. [૧૬] ચરમ-જેઓને તે નારકાદિ ભવ છેલ્લો હોય અથત ફરીથી ત્યાં ઉત્પન્ન ન થાય, કેમકે મોક્ષે જવાથી તે ચમ કહેવાય. તેથી જુદા તે અચરમ.
આ રીતે અઢાર દંડકો કા. પૂર્વે વૈમાનિકો ચરમ-અચરમપણા કહેવાયા. તેઓ અવધિ વડે અધોલોકાદિને જાણે છે, તેથી તેમના જાણવામાં આવતા જીવના બે પ્રકાર વર્ણવે છે
• સૂત્ર-૮૦ :
બે સ્થાન વડે આત્મા અધોલોકને જાણે છે • દેખે છે - સમુદઘાતરૂપ, સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે - દેખે છે. સમુદ્યાત ન કરવારૂપ સ્વભાવ વડે આત્મા અધોલોકને જાણે છે - દેખે છે. એવી રીતે તિછલિોકને, ઉtdલોકને અને પરિપૂર્ણ ચૌદ રાજલોકને જાણે છે કે દેખે છે.
બે સ્થાન વડે આત્મા અધોલોકને જાણે છે - દેખે છે - કરેલ શૈક્રિય શરીરરૂપ સ્વભાવ વડે, ન કરાયેલ વૈક્રિય શરીરરૂપ સ્વભાવ પડે, એવી રીતે તિર્યગ્રલોકને, ઉદdલોકને અને પરિપૂર્ણ ચૌદ રાજલોકને જાણે છે • દેખે છે.
બે સ્થાન વડે આત્મા શબ્દોને સાંભળે છે • દેશથી, સર્વથી. એવી રીતે રૂપને જુએ છે, ગંધોને સુંઘે છે, સોને આસ્વાદે છે, સ્પર્શીને અનુભવે છે.
બે સ્થાન વડે આત્મા દીપે છે - દેશથી અને સર્વથી. એવી રીતે પ્રભાસે છે, વિક છે, પરિચરા સેવે છે, ભાસે-બોલે છે, આહાર કરે છે, પરિણામને પમાડે છે, વેદે છે, નિર્ભર કરે છે. • • બે સ્થાન વડે દેવ શGદોને સાંભળે છે • દેશથી, સવથી. યાવત્ દેવ દેશથી અને સર્વથી નિર્જર કરે છે.
મરત [લોકાંતિક દેવ બે પ્રકારે છે - એક શરીરવાળા અને બે શરીરવાળા. એ પ્રમાણે - કિર, કિપરષ, ગંધર્વ, નાગકુમાર સુવર્ણકુમાર, અનિકુમાર, વાયુકુમાર એ આઠે દેવો બે ભેદે છે - એક શરીરવાળા અને બે શરીરવાળા.
• વિવેચન :
વોદિ ચાર સગો છે - આત્મગત બે સ્થાન-ભેદ વડે જીવ અધોલોકને અવધિ જ્ઞાન વડે જાણે છે, અવધિ દર્શન વડે દેખે છે. વૈક્રિયસમુદ્ઘાતગત સ્વભાવથી અથવા અન્ય સમુઠ્ઠાત સ્વભાવથી અને બીજી રીતે - સમુદ્ઘાત ન કરીને - એ જ વ્યાખ્યા કરે છે - માતi. જે પ્રકારે અવધિ છે જેને તે યથાવધિ - x • અથવા પરમાવધિથી
૮૮
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અધોવર્સી અવધિ જૈને છે તે અધોવધિ આત્મા-નિયત ક્ષેત્ર વિષય અવધિજ્ઞાની
ક્યારેક સમવહત અને ક્યારેક અસમવહત એ રીતે બે સ્વભાવ વડે જાણે છે અને દેખે છે.
એ પ્રમાણે - સમવહત અને ‘અસમવહત બે પ્રકાર વડે અવધિના વિષય વડે કહેવાયેલ છે. એ રીતે તિર્યલોકાદિ પણ જાણવા. તિર્યગૃલોક-ઉદdલોક-કેવલક સૂત્ર સુગમ છે. વિશેષ કહે છે - કેવલ એટલે પરિપૂર્ણરૂપ પોતાના કાર્યના સામર્થ્યથી કલા-કેવળજ્ઞાનની જેમ કે પરિપૂર્ણ કેવલ સર્દેશ અથવા કેવલકા-સિદ્ધાંત શૈલીથી પરિપૂર્ણ ચૌદરાજલોકને જાણે-દેખે.
વૈક્રિય સમઘાત પછી વૈક્રિય શરીર હોય છે, તેથી વૈક્રિયશરીરનો આશ્રય કરીને અધોલોકાદિ જ્ઞાનને વિશે બે ભેદ છે - ય ચાર ચાર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - કુત વક્રિય શરીર વડે જાણે છે - દેખે છે.
જ્ઞાનના અધિકારમાં જ આ બીજો પ્રકાર કહે છે - fઇ પાંચ સૂત્રો, બે ભેદે - (૧) દેશથી - એક કાનનો ઉપઘાત હોય તો એક કાનથી સાંભળે છે અથવા (૨) સર્વથી ન હણાયેલ શ્રોએન્દ્રિયવાળો કે સંભિgશ્રોત નામક લબ્ધિવાળો તે બધી ઇન્દ્રિયો વડે સાંભળે છે. તેથી સર્વથી કથન કરાય છે. એ પ્રમાણે - જેમ દેશ અને સર્વથી શબ્દોને કહ્યા તેમ રૂપાદિને પણ જાણી લેવા. વિશેષ એ કે - જીભના દેશનો પ્રસુત્યાદિ દોષ વડે ઉપઘાત થવાથી દેશથી આસ્વાદે છે, એમ જાણવું.
શબ્દ શ્રવણ આદિ જીવપરિણામો કહ્યા, તેના પ્રસ્તાવથી તેના પરિણામાંતરને કહે છે. રોદિ નવ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - ખધોતની માફક દેશથી કે દીપની માફક સર્વથી દીપે છે. અથવા દેશથી ફરકાવધિજ્ઞાની, સવથી અત્યંતર-અવધિજ્ઞાની જાણે છે. એ પ્રમાણે - દેશ, સર્વથી વિશેષતઃ દીપે છે, દેશથી હાથ આદિનું વૈક્રિયકરણથી, સર્વથી સંપૂર્ણ શરીરની વિકુવણી કરે છે.
યા દેશથી મનોયોગાદિમાંથી કોઈ એક યોગ વડે અને સર્વથી ત્રણે યોગો વડે મૈથુન સેવે છે • દેશથી જીભના સમભાગ વગેરેથી અને સર્વથી સમસ્ત તાલ આદિ સ્થાન વડે ભાષાને બોલે છે - દેશથી માત્ર મુખ વડે અને સર્વથી,
ઓજાહારની અપેક્ષાએ આહાર કરે છે - આહારને જ પરિણમાવે છે. ખલ-રસના વિભાગ વડે ઢંધવાથી દેશ થકી અને પ્લીહાદિ સંઘેલ ન હોવાથી સર્વથી.
વેતિ - દેશથી હાથ વગેરે અવયવ વડે અનુભવે છે અને સર્વથી અવયવ વડે આહાર સંબંધી પરિણામને પ્રાપ્ત થયેલ પગલોને ઇટાનિષ્ટ પરિણામથી. વિનંતિ • આહાર કરેલા, પરિણમેલા, અનુભવેલા આહારના પુદ્ગલોને દેશથી અપાન વગેરેથી અને સર્વથી સંપૂર્ણ શરીર વડે પ્રસ્વેદની જેમ ત્યાગે છે.
અથવા આ ચૌદ સગો વિવક્ષિત વિષયવસ્તુની અપેક્ષાએ લેવા. તેમાં દેશ અને સવની યોજના આ પ્રમાણે સમજવી. દેશમી વિવક્ષિત શબ્દોમાંથી કેટલાંક શબ્દોને સાંભળે છે અને સર્વથી સમસ્તપણે બધાં શબ્દોને સાંભળે છે એવી રીતે રૂપાદિને પણ