________________
૧૦/-/૯૬૬ થી ૯૭૬
મુખવાળો હાથી બનાવ્યો. તેના પ્રત્યેક મુખમાં આઠ દાંતો કર્યા. દરેક દાંતમાં આઠ પુષ્કરણીઓ બનાવી, દરેક પુષ્કરિણીમાં આઠ-આઠ કમલ સ્થાપ્યા. દરેક કમલમાં
૨૦૩
-
આઠ દળ બનાવી, પ્રતિ દલમાં બત્રીશબદ્ધ નાટકની રચના કરી. એવા ગજેન્દ્ર ઉપર સમારૂઢ થઈને પોતાની લક્ષ્મી વડે સમસ્ત ગગનમંડલને પૂર્યો. એવા સ્વરૂપવાળા ઈન્દ્રને જોઈને રાજાએ ચિંતવ્યુ કે અમારા જેવાને ક્યાંથી આવી વિભૂતિ હોય? એણે નિરવધ ધર્મ કરેલ છે માટે હું એવા ધર્મને કરું એમ ચિંતવીને દિક્ષા લીધી ત્યારે ઈન્દ્રે કહ્યું – હમણાં તેં મને જીતી લીધો. એમ કહીને નમસ્કાર કર્યા. તે આ દશાર્ણભદ્ર સંભવે છે, પણ અનુત્તરોપપાતિકાંગમાં કહેલ નથી. ક્યાંક સિદ્ધ થયેલ
છે તેમ સંભળાય છે.
અતિમુક્ત-અંતકૃત્ દશાંગમાં આ પ્રમાણે સંભળાય છે – પોલાસપુર નગરમાં વિજય રાજાને શ્રીદેવી નામે રાણીને અતિમુક્ત નામે પુત્ર, છ વર્ષનો હતો. તે ગૌચરીને માટે આવેલ ગૌતમસ્વામીને જોઈને એમ બોલ્યો કે - તમે કોણ છો અને શા માટે ફરો છો ? ત્યારે ગૌતમસ્વામી બોલ્યા – અમે સાધુ છીએ અને ભિક્ષાર્થે ફરીએ છીએ ભદંત ! તમે આવો, તમોને હું ભિક્ષા અપાવું. એમ બોલીને અંગુલી વડે ભગવાન્ ગૌતમને ગ્રહણ કરીને પોતાને ઘેર લાવ્યો. ત્યારે શ્રીદેવી ખુશ થઈને ભગવંત ગૌતમને પ્રતિલાભ્યા. અતિમુક્ત ફરીથી બોલ્યો કે – તમે ક્યાં વસો છો ? ભગવંત બોલ્યા – ભદ્ર ! મારા ધર્માચાર્યશ્રી વર્ધમાનસ્વામી ઉધાનમાં વસે છે, ત્યાં હું વસું છું. કુમાર બોલ્યો – ભદંત ! ભગવાન્ મહાવીરના ચરણયુગલને વાંદવા તમારી સાથે આવું? ગૌતમ બોલ્યા – હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કર.
ત્યારે ગૌતમની સાથે આવીને અતિમુક્ત કુમારે ભગવંતને વંદન કર્યુ. ધર્મ સાંભળીને તે પ્રતિબોધ પામ્યો. ઘેર આવીને માબાપને કહ્યું કે – સંસારથી હું ઉદાસીન થયો છું. માટે દિક્ષા ગ્રહણ કરું છું તેથી તમે બંને મને રજા આપો. ત્યારે તેના માબાપ બોલ્યા કે – હે બાળક ! તું શું જાણે છે ? ત્યારે અતિમુક્તે કહ્યું – હે માતાપિતા ! જે હું જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે જાણું છું. ત્યારે તેના માબાપ બોલ્યા કે – કેવી રીતે ? તે બોલ્યો. હે માતાપિતા ! હું જાણું છું કે જન્મેલાએ અવશ્ય મરવાનું છે, પણ નથી જાણતો કે કયા સમયે કયા સ્થાનમાં અથવા કેવી રીતે કે કેટલી વખત ? તથા નથી જાણતો કે કયા કર્મો વડે નકાદિ ગતિમાં જીવો ઉપજે
છે ? વળી હું એ જાણું છું કે – પોતાના કરેલા કર્મો વડે જીવો, નસ્કાદિમાં ઉપજે છે. આવી રીતે તેણે માબાપને સમજાવીને દિક્ષા ગ્રહણ કરી, તપ કરીને મોક્ષે ગયો. આ સૂત્રમાં અનુત્તરોપપાતિક દેવોમાં દશમાં અધ્યયનપણે કહ્યો. તેથી પ્રસ્તુત અતિમુક્ત બીજો જ હશે. દશ અધ્યયનો કહ્યા.
[૯૭૫] આચાર દશાના અધ્યયન વિભાગને કહે છે અસમાધિ એટલે જ્ઞાનાદિ ભાવના નિષેધરૂપ અપ્રશસ્ત ભાવ આ અર્થ છે. તેના સ્થાનો - પદો તે અસમાધિ સ્થાનો અર્થાત્ જેના આરોવન વડે પોતાને બીજાને અને ઉભયને, અહીં પરભવમાં અથવા ઉભયલોકમાં અસમાધિ ઉત્પન્ન થાય છે તેને અસમાધિ સ્થાનો
=
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ કહેવાય છે. તે શીઘ્ર ચાલવું આદિ વીશ સ્થાનો ત્યાંથી જ જાણવા, તેને પ્રતિપાદન કરનાર અધ્યયન, અસમાધિ સ્થાનો કહેવાય છે આ પ્રથમ,
૨૦૪
એકવીશ ‘શબલા' શબલ એટલે કાબરું-મલિન. દ્રવ્યથી વસ્ત્રાદિ અને ભાવથી અતિચાર સહિત ચાસ્ત્રિ. અહીં શબલ ચાસ્ત્રિના યોગથી ‘શબલા’ સાધુઓ છે, તે હસ્તકર્મરૂપ પ્રકારાંતર વડે મૈથુન આદિ-૨૧-૫દો છે. તે ઉક્તરૂપવાળા ૨૧-પદોમાં જ સેવતા-દોષ લગાડતાં સાધુઓ ઉપાધિથી એકવીશ થાય છે. તે અધ્યયન ૨૧ શબલા છે. ૩૩-આશાતનાઓ - જ્ઞાનાદિ ગુણો, આ - સમસ્તપણે, શાત્ય - નાશ પામે છે, જેના વડે તે આશાતના - રત્નાધિકના વિષયમાં આગળ ગમનાદિક અવિનયરૂપ, તે આશાતના, ૩૩ ભેદે પ્રસિદ્ધ છે, તે અધ્યયન.
આઠ પ્રકારે ગણિસંપદા - આચાર, શ્રુત, શરીર, વયનાદિક આચાર્યના ગુણોની ઋદ્ધિ, આઠમાં સ્થાનમાં કહેવાયેલ સ્વરૂપવાળી જેમાં કહેવાય છે, તે અધ્યયન પણ ગણિસંપદા નામે કહેવાય છે.
ચિત્ત સમાધિના દશ સ્થાનો - જે હોવાથી ચિત્તની પ્રશસ્ત પરિણતિ થાય છે
તે દશ ચિત્તસમાધિ સ્થાનો. ન ઉત્પન્ન થયેલ પૂર્વક ધર્મની ચિંતાનું ઉત્પન્ન કરવું આદિ ત્યાંજ પ્રસિદ્ધ છે. તે કહેવાય છે, જે અધ્યયનમાં દશ ચિત સમાધિ સ્થાનો નામથી કહેવાય છે.
એકાદશ ઉપાસક-શ્રાવકની પ્રતિમા-દર્શન, વ્રત, સામાયિક આદિ વિષયવાળી જેમાં પ્રતિપાદન કરાય છે તે એકાદશ પ્રતિમા છે.
બાર ભિક્ષુ પ્રતિમા-અભિગ્રહો. માસિકી, દ્વિમાસિકી વગેરે જેમાં કહેવાય છે, તે દ્વાદશ ભિક્ષુપ્રતિમા નામે અધ્યયન કહેવાય છે.
પર્યાયો, ઋતુબદ્ધિકો - તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંબંધવાળા છોડાય છે જેમાં તે નિરુક્ત વિધિથી પર્યાસવના અથવા પરીતિ-સર્વતઃ ક્રોધાદિ ભાવથી ઉપશાંત થવાય છે જેમાં તે પર્યાપશમના અથવા પત્તિ - સર્વથા એક ક્ષેત્રમાં જઘન્યથી ૭૦ દિવસ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત વસવું તે નિરુક્ત વિધિથી પર્યુષણા. તેનો કલ્પ-આચાર અર્થાત્ મર્યાદા તે પોસવણા કલ્પ, પર્યુપશમના કલ્પ અથવા પર્યુષણા કલ્પ છે. તે - x - પ્રસિદ્ધ જ છે. તે અર્થવાળું અધ્યયન તે જ નામથી પર્યુષણા કલ્પ કહેવાય છે.
ત્રીશ મોહનીય કર્મબંધના સ્થાનો-કારણો ઈત્યાદિ ત્યાં જ પ્રસિદ્ધ મોહનીય સ્થાનો છે તેને પ્રતિપાદન કરનારું અધ્યયન.
આજાતિ સ્થાન - સંમૂર્ખન, ગર્ભ અને ઉ૫પાતથી જન્મ, તેનું સ્થાન-સંસાર, તે નિદાન સહિત પુરુષને જ હોય છે. એવા પ્રકારના અર્થને પ્રતિપાદન કરનાર અધ્યયન તે ‘આજાતિ સ્થાન' કહેવાય છે.
• અહીં કહેલ સ્વરૂપવાળી પ્રશ્ન વ્યાકરણ દશા વર્તમાનમાં દેખાતી નથી. હાલ તો પાંચ આશ્રવ, પાંચ સંવરાત્મક છે. અહીં કહેલ ઉપમાદિ અધ્યયનોનો અક્ષરાર્થ તો સુગમ જ છે. વિશેષ એ કે –
પમિળ૰ - પ્રશ્નવિધા, જેના વડે ક્ષૌમક-વસ્ત્રાદિને વિશે દેવતાનો અવતાર