________________
૧/-/૫૧
કે ગ્રામઘાતક છ પુરુષ દૃષ્ટાંતે જાણવું.
લેશ્તાના સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - કૃષ્ણ વર્ણ દ્રવ્યસહાયતાથી ઉત્પન્ન અશુભ પરિણામરૂપ લેશ્યા, જેમને છે તે કૃષ્ણલેશ્યક. આ રીતે બાકીના પદો જાણવા. વિશેષ એ કે - નીલ લેશ્મા કંઈક સુંદર રૂપવાળી છે, આ રીતે આ જ ક્રમ વડે - x - ત્રણ સૂત્રો જાણવા. તેમાં કબૂતરના વર્ણ વડે સમાન ધૂમ દ્રવ્યોની સહાયતાથી ઉત્પન્ન તે કાપોત લેશ્યા, કંઈક શુભતર છે. તેજ-અગ્નિની જ્વાળા જેવા વર્ણવાળીલાલ દ્રવ્યની સહાયતાથી ઉત્પન્ન તે તેજોલેશ્યા, શુભ સ્વભાવવાળી છે. પગર્ભ વર્ણળાળા પીળા દ્રવ્યોની સહાયતાથી ઉત્પન્ન તે પાલેશ્યા શુભતર છે. શુક્લ વર્ણવાળા દ્રવ્યોથી ઉત્પન્ન તે શુક્લ લેશ્યા અતિ શુભ છે.
આ લેશ્યાઓનું વિશેષ સ્વરૂપ લેશ્યા અધ્યયનથી જાણવું. નાસ્કોની જેમ જે અસુરાદિની જેટલી લેશ્યાઓ છે, તેના કથનથી તેની વર્ગણાનું એકત્વ જાણવું. મવળે - આદિ સૂત્ર વડે તે લેફ્સાના પરિણામો કહેતા સંગ્રહણી ગાથા–
નકોને વિશે કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ લેશ્યા છે, ત્રીજી નરકમાં કાપોત અને નીલ લેશ્મા છે, પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ લેશ્યા છે. ભવનપતિ અને
વ્યંતરને કૃષ્ણાદિ ચાર, જ્યોતિક-સૌધર્મ-ઇશાનમાં એક તેજોલેશ્યા, સનત્ કુમારમાહેન્દ્ર-બ્રહ્મલોકે પાલેશ્યા, તેથી ઉપરનાને શુક્લ લેફ્યા છે.
બાદર પૃથ્વી, પાણી અને પ્રત્યેક વનસ્પતિમાં કૃષ્ણાદિ ચાર લેશ્યા, ગર્ભજ તિર્યંચ અને મનુષ્યને છ લેશ્યા અને બાકીનાને ત્રણ લેશ્યા છે. આ સામાન્ય લેશ્યાદંડક કહ્યો. એ જ ભવ્ય-અભવ્યના વિશેષણથી અન્ય દંડક છે. - ૪ -. આ રીતે કૃષ્ણ લેશ્માની જેમ કૃષ્ણાદિ છ માં, અન્યથા નીલ આદિ પાંચમાં કથન કરવા યોગ્ય થશે. ભવ્ય-અભવ્ય લક્ષણા બબ્બે પદ દરેક લેફ્યા પ્રત્યે કહેવા. જેમકે મીત્તતેમાળ મસિદ્ધિવાળું વળા આદિ. લેશ્યાદંડકમાં જ દર્શનત્રય વિશેષિત અન્ય દંડક છે - પ્રા પનેમા સમરિદ્ધિવામિ - આદિ.
૫૩
જે નાસ્કીને જેટલી દૃષ્ટિ-સમ્યકત્વાદિ છે, તેને તેટલી દૃષ્ટિ કહેવી. તેમાં એકેન્દ્રિયોને મિથ્યાત્વ જ છે, વિકલેન્દ્રિયને સમ્યકત્વ અને મિથ્યાત્વ છે અને શેષ દંડકમાં ત્રણે દૃષ્ટિઓ હોય છે. લેશ્મા દંડક જ કૃષ્ણ-શુકલ પક્ષ વિશિષ્ટ અન્ય દંડક છે. શા નેમાળ પચિયાળ - આદિ.
હવેના આઠ પદ વડે ચોવીસે દંડકમાં એક-એક વર્ગણા કહેવી. તે આઠ પદ આ છે - ઓઘ, ભવ્યાદિ, દર્શન, પક્ષ, લેશ્યા, ભવ્યવિશિષ્ટ, દર્શનવિશિષ્ટ અને પક્ષવિશિષ્ટ લેશ્યાવાળા વર્ગણા જાણવી. હવે સિદ્ધવર્ગણા કહે છે - સિદ્ધો બે ભેદે૧-અનંતર સિદ્ધ, ૨-પરંપર સિદ્ધ. તેમાં અનંતર સિદ્ધો પંદર ભેદે છે, તેની વર્ગણાનું એકત્વ કહે છે. તિત્યે ઇત્યાદિ વડે. તેમાં જેના વડે તરાય તે તીર્થ, દ્રવ્યથી નદી આદિનો સમ ભૂમિભાગ કે ભૌતાદિ પ્રવચન. તેના અપ્રધાનપણાથી દ્રવ્યતીર્થતા છે. ભાવથી તરણીય સંસારસાગરને દ્રવ્યતીર્થ વડે તરવું અશક્ય છે. તેમજ સાવધ
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
હોવાથી અપ્રધાન છે. ભાવતીર્થ તે સંઘ છે, જે કારણથી જ્ઞાનાદિ ભાવ વડે તેના વિપક્ષ ભૂત અજ્ઞાનાદિ અને સંસારથી તારે છે.
અથવા ક્રોધાગ્નિદાહનો ઉપશમ, લોભતૃષ્ણા નિરાસ અને કર્મમલ દૂર કરવારૂપ ત્રણ લક્ષણોમાં અથવા જ્ઞાનાદિ લક્ષણમાં ત્રણ અર્થમાં જે રહે છે તે ત્રિસ્થને પ્રાકૃતમાં તીર્થ કહે છે. - ૪ - તીર્થ તે સંઘ, સંઘ તે તીર્થ. અહીં તેનો વિશેષણ-વિશેષ્ય સંબંધ છે. - ૪ - અહીં અર્થ શબ્દ ફલવાચક છે અથવા જ્ઞાનાદિ ત્રણ અર્થો છે જેને તે ચર્ચ [તીર્થ] કહ્યું છે. કે - ૪ - અહીં અર્થ શબ્દ વસ્તુનો પર્યાયવાચી છે, તે તીર્થના સમ્યગ્દર્શનાદિ ત્રણ અર્થો છે. તે તીર્થ હોય ત્યારે ઋષભસેન ગણધરાદિ માફક જેઓ સિદ્ધ થયા છે, તે તીર્થ સિદ્ધ, તેઓની વર્ગણા એક છે.
પ્રતીર્થ - તીર્થાન્તરમાં સાધુઓના અભાવકાળમાં જાતિસ્મરણાદિ વડે જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે, તે મરુદેવી માફક અતીર્થ સિદ્ધ છે. વં શબ્દથી જ્ઞા તિસ્ત્યાર સિદ્ધાળું વાળા ઇત્યાદિ જાણવું. ઉક્ત લક્ષણવાળા તીર્થને અનુકૂલપણાથી, હેતુપણાથી
કે સ્વભાવપણાથી જે કરે તે તીર્થંકર છે. કહ્યું છે કે - આનુલોમ્સ, હેતુ, તસ્વભાવત્વથી જે ભાવતીર્થને કરે છે - પ્રકાશે છે તે હિત કરનારા તીર્થંકરો છે, તીર્થંકરરૂપે સિદ્ધ થાય તે ઋષભ’ આદિ માફક તીર્થંકર સિદ્ધ કહેવાય છે, તેઓની એક વર્ગણા છે. અતીર્થકર સિદ્ધો-સામાન્ય કેવલી થઈ જે સિદ્ધ થાય તે ગૌતમાદિ, સ્વયં તત્ત્વને જાણે તે સ્વયંબુદ્ધ થઈને સિદ્ધ થાય, અનિત્યાદિ ભાવના કારણથી કોઈ એક પદાર્થ નિમિત્તે-જેમકે વૃષભ, જોઈને પરમાર્થ જાણનારા તે પ્રત્યેકબુદ્ધ થઈ સિદ્ધ થાય તે પ્રત્યેક બુદ્ધોની વર્ગણા એક છે.
૫૪
સ્વયંબુદ્ધ અને પ્રત્યેક બુદ્ધોને બોધિ, ઉપધિ, શ્રુત, લિંગથી ભેદ છે. સ્વયંબુદ્ધોને બાહ્ય નિમિત્ત વિના બોધિ પ્રાપ્ત થાય, પ્રત્યેક બુદ્ધોને તેની અપેક્ષાએ, જેમ કકુંડુ આદિને થઈ. સ્વયંબુદ્ધોને પાત્ર, પાત્ર બંધ, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પલ્લા, જસ્ત્રાણ, ગુચ્છા, પાત્રનિયોંગ, ત્રણ વસ્ત્રો, રજોહરણ અને મુહપત્તિ એ બાર ઉપધિ હોય છે, પ્રત્યેકબુદ્ધોને નવ ઉપધિ હોય છે. સ્વયંબુદ્ધને પૂર્વભવે ભણેલ શ્રુતનો નિયમ નથી, પ્રત્યેકબુદ્ધને નિયમા પૂર્વે શ્રુતાભ્યાસ હોય. સ્વયંબુદ્ધોને મુનિવેશ આચાર્ય સમીપે પણ હોય જ્યારે પ્રત્યેકબુદ્ધોને તે દેવતા આપે છે.
બુદ્ધબોધિત - આચાર્યાદિ વડે બોધ પામીને સિદ્ધ થાય તે બુદ્ધબોધિત સિદ્ધ. તેમની એક વર્ગણા છે. ઉક્ત સિદ્ધો સ્ત્રી-પુરુષ કે નપુંસકલિંગે હોય છે. તેઓ જોહરણાદિ અપેક્ષાએ સ્વલિંગસિદ્ધ કે પરિવ્રાજકાદિ વેશે અન્યલિંગસિદ્ધ થાય કે મરુદેવી માફક ગૃહિલિંગે સિદ્ધ થાય. એક સમયે એક-એક સિદ્ધ થાય તે એક સિદ્ધ અને એક સમયે બે થી ૧૦૮ સુધી સિદ્ધ થાય તે અનેક સિદ્ધ. તે બધાંની [પ્રત્યેકની
એક એક વર્ગણા છે.
અનેક સમય સિદ્ધની પ્રરૂપણા ગાથાનું વિવરણ-જ્યારે એક સમયે એકથી માંડીને ઉત્કૃષ્ટ ૩૨-સુધી સિદ્ધ થાય ત્યારે બીજા સમયે પણ ૩૨-એ રીતે સતત આઠ