________________
૮-૩૪૭ થી ૩૮૧
૧૧૫
સાતિરેક બે ગાઉની ઉંડાઈ વડે અધિક સર્વ પરિમાણથી, તેની પૂવદિ દિશામાં ચાર શાખા છે. તેમાં પૂર્વની શાખામાં - અનાદંત દેવને સૂવાયોગ્ય એક કોશ પ્રમાણ લંબાઈથી, અર્ધ કોશ પ્રમાણ પહોળાઈથી, દેશ ન્યૂન એક કોશ પ્રમાણ ઉંચાઈથી ભવન છે. શેષ ત્રણ-શાખામાં પ્રાસાદો છે. ત્યાં સિંહાસનો છે.
તે પ્રાસાદો દેશોન એક કોશ ઉંચા, સંપૂર્ણ એક કોશ લાંબા, અર્ધકોશ પહોળા છે અને વિડિમ ઉપર જિનભવન છે. તે જિનભવન અધકોશ પહોળું, રોક કોશ લાંબુ અને દેશોન એક કોશ ઉયુ છે. આ જંબૂવૃક્ષ અન્ય ૧૦૮ જંબૂથી વીંટાયેલ છે. તે પરિવાર જંબવૃક્ષો મૂળ જંબૂવૃક્ષથી અર્ધ પ્રમાણ છે. તથા ૧૦૦ યોજન પ્રમાણવાળા ત્રણ વનો વડે સુદર્શના વીંટાયેલ છે.
પ્રથમ વનખંડમાં પ્રત્યેક દિશા-વિદિશામાં જંબૂથી ૫૦-૫૦ યોજને ચારે દિશાઓમાં ભવનો અને ત્યારે વિદિશામાં પ્રાસાદો હોય છે. તે ભવનો એક કોશ લાંબા, અર્ધકોશ પહોળા, દેશોન એક કોશ ઉંચા છે, અનાદત દેવોના પ્રાસાદો ચાર વાવડીઓથી યુક્ત છે. બધી વાવડીઓ ૫૦૦ ધનુષ્પ ઉડી, અર્ધકોશ પહોળી, એક કોશ લાંબી હોય છે. ચારે પ્રાસાદો અને ભવનોના આંતરામાં કૂટો છે, તે આઠ છે. કહ્યું છે - આઠે કૂટો sષભકૂટ જેવા, જંબુનદમય કહ્યા છે, તે કૂટોની ઉપર જિનભવનો છે, તે એક કોશ પ્રમાણ છે.
કૂટ શાભલી વૃક્ષની વક્તવ્યતા જંબૂવૃક્ષ તુલ્ય જાણવી. કહ્યું છે – દેવગુરુના પશ્ચિમાઈમાં ગરુડસુવર્ણકુમારના આવાસભૂત શામલી વૃક્ષનો આ જ આલાપક જાણવો. વિશેષ એ કે - પીઠ અને કૂટ જતમય છે.
| [૪૮] ગુફાના બે સૂત્રો સ્પષ્ટ છે.
[9૪૯] જંબૂ આદિ વસ્તુઓ જંબૂદ્વીપમાં જ હોય છે માટે જંબૂદ્વીપના અધિકારી તેમાં રહેલ વસ્તુઓને પ્રરૂપવા માટે અને ક્ષેત્રસામ્યથી ધાતકીખંડ તથા પુકરાર્ધગત વસ્તુઓની પ્રરૂપણા માટે જંબૂ આદિ સૂત્રોનું કહે છે–
સૂકો સિદ્ધ છે. વિશેષ એ કે – સૂત્રોનો આ વિભાગ છે. આદિ બે સૂબો વાકારોના છે. પ્રત્યેક ચાર સૂત્રો વિજય, નગરી, તીર્થકરાદિ, દીર્ધ વૈતાદ્ય આદિના ૧૮, એક ચૂલિકાનો એમ ૧૯ છે. એ રીતે ધાતકી ખંડાદિમાં જાણવું.
ધાતકી આદિ સુત્રો પવધ સંબંધી છે, તેથી બે-બે હોય છે. મેરના ઈશાન ખૂણામાં રહેલ માલવત પર્વતથી શરૂ કરીને પ્રદક્ષિણાએ વક્ષસ્કાર અને વિજયોની વ્યવસ્થા કરાય છે,
જેઓમાં ચક્રવર્તી વિજય મેળવે છે તે ચકવર્તી વિજયો-ફોલ્ટ વિભાગો. યાવત પુકલાવતીથી મંગલાવર્ત, પુકલ જાણવું. ચાવતું મંગલાવતી કહેવાથી મહાવસ, વસાવતી, રમ્ય, મ્યક રમણીય જાણવું. [ઇત્યાદિ વિજયના નામો વૃત્તિ અનુસાર જાણવા. તે સરળ હોવાથી અહીં તેનો અનુવાદ નોધેલ નથી.]
કચ્છાદિ વિજયોની આ ક્ષેમાદિ રાજધાનીઓ શીતાદિ નદીઓની નજીકમાં રહેલ ત્રણ ખંડના મધ્ય ખંડમાં નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી હોય
૧૧૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ છે. તેમાં તીર્થંકરાદિ હોય છે. માટે કહે છે
| [૫૦] ઉકાટથી આઠ અરિહેતો હોય છે. પ્રત્યેક વિજયમાં હોવાથી એ રીતે ચકવર્તી આદિ પણ જાણવા. એ રીતે મહાનદીના ચારે કિનારે ૩ર-તીર્થકરો હોય છે. ચકવર્તીઓ શીતા, શીતોદા નદીના એક એક કિનારે આઠ-આઠ જ ઉત્પન્ન થાય છે, તો પણ બધી વિજયની અપેક્ષાએ એક સમયે બબીશ હોતા નથી. કેમકે જઘન્યથી પણ મહાવિદેહ ક્ષેત્રમાં ચાર વાસુદેવનું અવિરહત્વ છે. જ્યાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી ન હોય, તેથી ઉત્કૃષ્ટથી ૨૮ ચક્વર્તીઓ જ હોય છે. એ રીતે જઘન્યથી ચાર ચક્રવર્તીનો સંભવ હોવાથી વાસુદેવ ઉત્કૃષ્ટથી ૨૮ જ હોય છે. બલદેવ પણ ૨૮-જ હોય.
[9૫૧] દીર્ધ શબ્દનું ગ્રહણ વૃત વૈતાના વ્યવચ્છેદ માટે છે. આઠ ગુફાઓમાં યથાક્રમે આઠ દેવો છે. ગંગાકુંડો, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણ નિતંબે રહેલા, સાઠ યોજનાના લાંબા-પહોળા અને મધ્યવર્તી ગંગા-દેવીના ભવન સહિત દ્વીપોવાળા અને ત્રણે દિશામાં તોરણ સહિત દ્વાર છે જે પ્રત્યેક કુંડોથી દક્ષિણ તોરણથી ગંગા નીકળીને વિજયોના વિભાગ કરતી ભરતગંગાવતું શીતા નદીમાં પ્રવેશે છે. એ રીતે સિંધુ કુંડી પણ જાણવા.
આઠ કષભકૂટ પર્વતો છે, કેમકે આઠે વિજયોમાં તે હોય છે. તે વર્ષધર પર્વતની નજીકમાં છોના ત્રણ ખંડમાં મધ્ય ખંડવર્તી સર્વે વિજય અને ભરત, ઐરાવત ક્ષેત્રોમાં હોય છે.
તેનું પ્રમાણ-Mધાં ઋષભકૂટો આઠ યોજન ઉંચા, મૂળમાં બાર યોજન, મધ્ય આઠ, ઉપર ચાર યોજન વિસ્તીર્ણ જાણવા. દેવો તેમાં વસે છે.
વિશેષ એ કે- શીતાનદીની દક્ષિણે પણ આઠ દીધ વૈતાઢ્યાદિ સર્વે સમાન છે, માત્ર ગંગા, સિંધુને બદલે ક્તા, ક્તવતી નદી કહેવી. ગંગાદિ કુંડના સ્થાને રક્તાદિ કુંડો કહેવા. તે આ - આઠ ક્વાકુંડો, આઠ ક્તવતી કુંડો, આઠ તા. નદી ઇત્યાદિ.
નિષઘ વર્ષધર પર્વતના ઉત્તર નિતંબે રહેલા ૬૦ યોજન પ્રમાણ રકતા અને કાવતી કુંડો છે. જેમાંથી ઉત્તરના તોરણહારથી નીકળીને ક્તા, કતવતી નદીઓ શીતામાં જઈને મળે છે.
[૩પ૨] મેરુ પર્વતની ચૂલિકા સંબધી કોઈ વૃતિ નોંધાઈ નથી.
[૫૩] ધાતકી મહાધાતકી, પદ્મ, મહાપદ્મવૃક્ષો, જંબૂવૃક્ષ સમાન કહેવા. તેથી કહ્યું છે - જંબૂવૃક્ષના વર્ણન મુજબ ધાતકી આદિ વૃક્ષનું વર્ણન જાણવું. દેવકુ? આદિમાં શાભલી વૃક્ષનું વર્ણન જંબૂદ્વીપના શાભલીવત છે..
[૫૪,૫૫] ક્ષેત્રના અધિકારી જંબૂદ્વીપમાં આદિ ચાર સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ભદ્રશાલ વન મેરુ પર્વતને પરિક્ષેપથી ચોતરફ વીંટીને ભૂમિમાં છે. તેમાં શીતા-શીતોદાના બંને કિનારે રહેલ પૂર્વાદિ દિશામાં હાથી આકારે આઠ કૂટો તે દિશાહસ્તિકૂટો કહ્યા છે. તે આ - પદોત્તર૦ શ્લોક સુગમ છે. વિશેષ એ કે - સપ્રસંગ આ વિભાગ છે.