________________
9]•/૬૮૮,૬૮૯
અનુકંપાથી પોતાના જ મૃતશરીરમાં અધિષ્ઠિત થઈને બધી સામાચારી અનુપ્રવર્તાવીને યોગની સમાપ્તિ શીઘ્ર કરી. પછી તે મુનિઓને વંદન કરીને કહ્યું – હે ભદંતો ! તમે મને ક્ષમા કરશો. કેમકે મેં અવિરતિ હોવા છતાં તમારી પાસે વંદન કરાવ્યું. પછી શિષ્યોએ વિચાર્યુ કે અમે ઘણાં કાળ અસંયતને વંદન કર્યુ. એમ વિચારીને અવ્યક્ત મત સ્વીકાર્યો. તે આ–
૮૫
કોણ જાણે આ સાધુ હશે કે દેવ ? કોઈએ કોઈને વંદન ન કરવું. કેમ કે અસંયતને વંદન થઈ જાય. કોઈને વ્રતી કહેતા મૃષાવાદનો દોષ લાગે. સ્થવીરોએ તેમને કહ્યું – જો તમને બીજા વિશે શંકા થાય છે કે આ દેવ છે કે સાધુ ? તો તમને દેવમાં પણ આ દેવ છે કે નહીં તે શંકા કેમ નથી થતી ? તેણે કહ્યું કે – હું દેવ છું. અમોને પણ તેને જોવાથી આ દેવ છે એમ લાગે છે, એવું જો તમે કહેતા હો તો જે કહે છે - હું સાધુ છું અને સાધુ સમાન વેશ દેખાય છે તો શંકા શા માટે ? અથવા શું દેવ વચન સત્ય છે અને સાધુનું નથી ? જેથી જાણવા છતાં તમે પરસ્પર
વંદન કરતા નથી.
એ રીતે સ્થવિરોએ સમજાવ્યા છતાં, તેઓએ ન સ્વીકારતા તેમને સંઘ બહાર કર્યા, પછી તેઓ વિચરતા રાજગૃહે આવ્યા. બલભદ્ર રાજાએ કોટવાળ દ્વારા મારવાનો હુકમ કર્યો. ત્યારે તેઓ બોલ્યા – તું શ્રાવક છો છતાં અમને સાધુને કેમ મરાવે છે? ત્યારે રાજાએ કહ્યું – અમે જાણતા નથી કે તમે ચોર છો કે ગુપ્તચરો? એ રીતે તેઓને પ્રતિબોધ્યા. તે આ અવ્યક્ત મતના ધર્માચાર્ય. જો કે અષાઢાચાર્ય તે મતના પ્રરૂપક નથી.
(૪) અશ્વમિત્ર - તે મહાગિરિના શિષ્ય કૌડિન્યનામનો શિષ્ય હતો. મિથિલામાં લક્ષ્મીગૃહ ચૈત્યમાં અનુપ્રવાદ નામક પૂર્વમાં-નૈપૂણિક નામક વસ્તુમાં છિન્ન છેદન નય વક્તવ્યતામાં-વર્તમાન સમયના વૈરયિકો નાશ પામશે યાવત્ વૈમાનિકો પણ નાશ પામશે, એ પ્રમાણે દ્વિતીયાદિ સમયોમાં કહેવું. આવા આલાપકને ભણતા મિથ્યાત્વ પામ્યો, બોલ્યા કે – જ્યારે બધાં જીવો વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા નાશ પામશે ત્યારે કર્મોનું વેદન ક્યાંથી થાય? એ રીતે સુકૃત-દુષ્કૃતાદિનું વેદન ક્યાંથી હોય કેમકે ઉત્પાદ પછી બધા જીવના નાશનો સદ્ભાવ છે.
તેને ગુરુએ સમજાવ્યું – આ સૂત્ર વચન એક નયના મત વડે છે, તેને ગ્રહણ ન કર. કેમકે અન્ય નયોની અપેક્ષા રહિત વચન મિથ્યાત્વ છે. માટે તું બીજા નયોનું વચન પણ હૃદયમાં વિચાર. કારણ અહ્વાપર્યાય માત્ર કાલમૃત અવસ્થાનો નાશ થતાં વસ્તુનો સર્વથા નાશ થતો નથી. કેમકે દરેક વસ્તુ સ્વપર્યાય-પપર્યાયોથી અનંતધર્માત્મક છે. જો સૂત્રના પ્રમાણથી તું સર્વથા વસ્તુનાશ છે એમ માનતો હોય, તો અન્ય સૂત્રમાં વસ્તુનું શાશ્વતપણું પણ દ્રવ્યાર્થતાએ છે અને પર્યાયથી અશાશ્વત. ત્યાં પણ-સર્વથા
નાશ કહ્યો નથી. સમયાદિ વિશેષણથી નાશ કહ્યો છે. અન્યયા સર્વનાશે સમયાદિ વિશેષણ ઘટી શકશે નહીં.
ગુરુના આ વચન નાં સ્વીકારતા, તેને સંઘ બહાર કર્યો. પછી તે કાંપિલ્ગપુરે
૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩
આવ્યો. ત્યાં શુલ્કપાલ શ્રાવકે મારતા, તેણે કહ્યું કે – તમે શ્રાવક થઈને સાધુને કેમ મારો છો ? શ્રાવકે કહ્યું – તમારા ક્ષણિક નાશના સિદ્ધાંત વડે સાધુ-શ્રાવક નાશ પામ્યા. હાલ તમે અને અમે તો અન્ય છીએ. આવા ઉત્તથી તે સમ્યકત્વ પામ્યો. તે આ સામુચ્છેદિકોનો ધર્માચાર્ય અશ્વમિત્ર હતો.
(૫) ગંગ - આર્ય મહાગિરિના શિષ્ય ધનગુપ્તનો શિષ્ય. ઉલુકાતીર નામક નગથી શરદઋતુમાં આચાર્યને વંદનાર્થે ચાલ્યા. ત્યારે નદી ઉતરતા મસ્તકે સૂર્યના તાપથી ઉષ્ણતા અને બંને ચરણોમાં નદીની ઠંડકનો અનુભવ થતા વિચારવા લાગ્યો કે – સૂત્રમાં કહ્યું છે, એક સમયે શીત કે ઉષ્ણ એક ક્રિયા વેદાય, પણ હું હાલ બે ક્રિયાને વેદુ છું. આથી એક સમયે બે ક્રિયા વેદાય છે. પછી ગુરુ પાસે જઈને, વેદન કરીને પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. આચાર્યએ તેને અટકાવીને કહ્યું – એક સમયે બે ક્રિયાનું વેદન ન જ થાય. માત્ર સમય અને મનની સૂક્ષ્મતાને લઈને તે ભેદ સમજાતો નથી. તો પણ ગંગે તે ન સ્વીકારતા તેને સંઘથી દૂર કરાવ્યો.
કોઈ વખતે રાજગૃહ નગરમાં મહાતપસ્તીરપ્રભા નામક દ્રહની સમીપે મણિનાગ નામક ચૈત્યમાં પર્ષદા મધ્યે પોતાના મતનું નિવેદન કરતો હતો ત્યારે મણિનાગે - - કહ્યું – હે દુષ્ટ ! અમે અહીં વિધમાન છીએ તો પણ તું આવા અપરૂપ્ય વચનને કેમ પ્રરૂપે છે? આ સ્થાનમાં જ ભગવત્ વર્ધમાન સ્વામીએ કહ્યું છે કે – એક સમયમાં એક જ ક્રિયા અનુભવાય છે. તો શું તું તેનાથી પણ વિશેષ જ્ઞાની થયો છે ? જો તું આ મિથ્યાવાદને નહીં છોડે, તો હું તને મારીશ. એમ સાંભળી તે ભય પામતો
પ્રતિબોધિત થયો. આ ટૈક્રિયાવાદીનો ધર્માચાર્ય.
(૬) પલુક – દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય લક્ષણ છ પદાર્થના પ્રરૂપકત્વથી અને ગોત્ર વડે કૌશિક હોવાથી ષડ્વક, જે નામાંતરથી રોહગુપ્ત છે, તે અંતરંજીપુરિમાં ભૂતગૃહ વ્યંતરાયતનમાં રહેલ શ્રી ગુપ્ત આચાર્યને વંદનાર્થે ગ્રામાંતરથી આવતા પ્રવાદી વડે વગાડાવેલ ઢોલના ધ્વનિને સાંભળીને ગર્વસહિત તેનો નિષેધ કર્યો. પછી આચાર્યને તેનું નિવેદન કરીને, તેમની પાસેથી માયૂરી આદિ વિધા ગ્રહણ કરીને રાજસભામાં આવ્યો. બલશ્રી રાજા પાસે પોટ્ટશાલ નામના પસ્ત્રિાજક
પ્રવાદીને બોલાવીને વાદ આરંભ્યો.
વાદીએ જીવ અને અજીવ બે રાશિ સ્થાપી. ત્યારે રોહગુપ્તે તેની શક્તિના પ્રતિઘાત માટે ‘નોજીવ’ લક્ષણ ત્રીજી રાશિને સ્થાપી, તથા તેની વિધાને પોતાની વિધા વડે પ્રતિઘાત કરવાપૂર્વક તેને જીતીને ગુરુની આગળ આવીને સર્વ વૃત્તાંત નિવેદન કર્યુ. ત્યારે ગુરુએ તેને કહ્યું – તું રાજસભામાં જઈને કહે કે, ત્રણ રાશિનું પ્રરૂપણ અપસિદ્ધાંતરૂપ છે, પણ વાદીનો પરાભવ કરવા માટે કર્યુ હતું. ત્યારે તે અભિમાનથી આચાર્યને બોલ્યો કે રાશિ ત્રણ જ છે. જેમકે જીવો - સંસારી આદિ, અજીવો-ઘર વગેરે, નોજીવો તો દૃષ્ટાંતસિદ્ધ છે. જેમ દંડનો આદિ, મધ્ય અને અગ્રભાગ હોય છે, એમ બધાં ભાવોનું ત્રિવિધપણું છે, આચાર્યે રાજ સમક્ષ કુત્રિકાપણમાંથી જીવની યાચના કરતાં પૃથ્વી આદિ જીવ મળ્યા. અજીવની યાચના કરતા અચેતન ઢેકું મળ્યા