________________
el-I૬૮૫,૬૮૬
૮૨
ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંભોગિક, ક્રિયા, જ્ઞાન. અહીં સાંભોગિક એટલે એક સામાચારીવાળા, ક્રિયા-આસ્તિકતા. અહીં એ ભાવના છે - તીર્થકર અને તીર્થંકરપ્રણીત ધર્મની અનાશાતનામાં વર્તવું. એ રીતે સર્વત્ર સમજવું. વળી અરહંતથી કેવલજ્ઞાન પર્યન્ત પંદર સ્થાનની ભક્તિ કરવી, બહુમાન કરવું અને યશોગાન કરવું.
ર્શન વિનય કહ્યો.
(૩) ચાઅિવિનય - ચારિ જ વિનય કે ચાસ્ત્રિનો શ્રદ્ધાનાદિ રૂપ વિનય. કહ્યું છે - સામાયિકાદિ ચાસ્ત્રિનું શ્રદ્ધાન કરવું, કાયા વડે સ્પર્શવું. તથા ભવ્ય જીવોની આગળ પ્રરૂપવું. તે ચાસ્ત્રિવિનય છે.
(૪ થી ૬) મન, વચન અને કાયવિનય તો મન વગેરેના વિનયને યોગ્ય સ્થાનમાં કુશલ પ્રવૃત્તિ આદિ. કહ્યું છે - આચાર્યાદિનો સર્વકાળમાં પણ મન, વચન, કાય વડે વિનય તે અકુશલનો નિરોધ, કુશલની ઉદીરણા.
(8) લોકોનો ઉપચાર-વ્યવહાર તેના વડે અથવા તે જ વિનય તે લોકોપચાર વિનય. મન-વચન-કાયાનો વિનય, તે પ્રત્યેક સાત પ્રકારે છે, તથા લોકોપચાર વિનય પણ સાત પ્રકારે કહે છે.
૦ પ્રશસ્ત મન સૂત્ર સપ્તક સુગમ છે. વિશેષ એ કે - શુભ મનનું લઈ જવું તે વિનય-પ્રવર્તન તે પ્રશસ્ત મનોવિનય. તેમાં પાપ - શુભ વિચારણારૂપ. માથા - ચોરી આદિ નિંદિત કર્મના અનાલંબનરૂપ. શિય કાયિકી અને આધિકરણિકી આદિ કિયારહિત. નિપવરશ - શોકાદિ બાધા રહિત. મનાવજY - આશ્રવ એટલે કર્મનું ગ્રહણ, તેને કરવાના સ્વભાવવાળો તે આસ્તવકર, તેના નિષેધથી અનાસ્તવકર અર્થાત પ્રાણાતિપાતાદિ આશ્રવ વર્જિત. અક્ષર - પ્રાણીઓને વ્યથા વિશેષને ક્ષયને ન કરનાર, કબૂતાઈવાન - જેનાથી ભૂત-જીવ શંકા પામતા નથી તે - અભયને કરનાર, આ સાતે પદોનો પ્રાયઃ સર્દેશ અર્થ હોવાથી શબ્દનયાભિપાયથી ભેદો જાણવા અથવા બીજી રીતે પણ જાણવા. આ પ્રમાણે બાકીનું પણ જાણવું.
યોગને કાબૂમાં રાખનાર ઉપયોગવાળાનું જે ગમન તે આયુકણમન એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે- સ્થાન - ઉભું રહેવું, કાયોત્સર્ગાદિ. નિયT • બેસવું, સુવા - સૂવું, શયન - ડેલી આદિનું અતિક્રમણ, પ્રસ્નધન - અર્ગલાનું અતિક્રમણ. બધી ઈન્દ્રિયોના યોગો કે તેને યોજનતા કરવી તે સર્વેન્દ્રિય યોગ યોજનતા.
(૧) અભ્યાસવર્તીત્વ-સમીપમાં વર્તવું. – શ્રુતાદિના અર્થી જીવોએ આચાર્ય આદિની સમીપે રહેવું. (૨) પરછંદાનુવર્તીત્વ - બીજાના અભિપ્રાય મુજબ વર્તવું તે. (3) કાર્ય હેતુ - શ્રતની પ્રાપ્તિ આદિ કાર્યના હેતુથી અર્થાત હું એની પાસેથી શ્રતને પામ્યો છું, તેથી વિશેષથી તેના વિનયમાં વર્તવું અને તેનું અનુષ્ઠાન કરવું જોઈએ. (૪) કૃત પ્રતિકૃતિતા - ભોજનાદિથી ઉપચાર કરતા ગુરુઓ પ્રસન્ન થઈ સૂત્રાદિના દાનથી મારા પર પ્રત્યુપકાર કરશે માટે ભiાદિના દાન માટે પ્રયત્ન કરવો. (૫) આd-દુઃખથી પીડાયેલને ઔષધાદિ, ગવેષતું તે જ આતંગવેષણતા-પીડિતને ઉપકાર કરવો અથવા પોતે કે આપ્ત થઈને ગવેષj - સારી કે માઠી સ્થિતિનું [7/6].
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ અન્વેષણ (૬) દેશકાલજ્ઞતા-અવસર્ત જાણવાપણું. (૭) સર્વ અર્થમાં સાનુકુલવ.
વિનયથી કમનો ઘાત થાય, તે સમુદ્ધાતમાં વિશિષ્ટતર થાય, તેથી સમુદ્ઘાતની પ્રરૂપણાને માટે કહે છે–
• સૂત્ર-૬૮૭ :
સાત સમુઠ્ઠાતો કહ્યા છે. – વેદના સમુદ્યાd, કષાયસમુદ્ધાંત, મારણાંતિક -સમુદ્ધતિ, વૈક્રિયસમુધાત, તૈજસસમુદ્રઘાત, આહાસમુઘાત કેવલિસમુઘાત. મનુષ્યોને રીતે જ સમુદ્ધાત કહ્યા.
• વિવેચન-૬૮૭ :
નન - ઘાત. એકીભાવ વડે પ્રબળતાથી નિર્જરા તે સમુઠ્ઠાત. કોનું કોની સાથે એકીભાવમાં જવું? આત્માનું વેદના અને કષાયાદિના અનુભવરૂપ પરિણામ સાથે. જ્યારે આત્મા, વેદનીયાદિતા અનુભવરૂપે જ્ઞાન પરિણત થાય ત્યારે અન્ય જ્ઞાનથી પરિણત હોતો નથી. પ્રબળતાથી ઘાત કેવી રીતે? જે હેતુથી વેદનીયાદિ સમુદ્દાત વડે પરિણત જીવ કાલાંતરે અનુભવવા યોગ્ય ઘણા વેદનીયાદિ કર્મપ્રદેશોને ઉદીરણાકરણ વડે આકર્ષીને ઉદયમાં પ્રોપી, અનુભવીને નિર્ભર છે અર્થાત્ આત્માના પ્રદેશો સાથે મળી ગયેલ કર્મપ્રદેશોને દૂર કરે છે. કહ્યું છે કે પૂર્વકૃત કર્મનું શાસન તે નિર્જસ છે. તે વેદનાદિ ભેદ વડે સાત પ્રકારે થાય છે. તેથી સમુદ્ધાત સાત છે.
તેમાં વેદના સમુદ્ઘાત અસાતા વેદનીય કર્મના આશ્રયવાળો છે. કષાય સમુઘાત કષાયયાત્રિ મોહનીય કર્માશ્રય છે. મારણાંતિક સમુઠ્ઠાત અંતર્મુહd શેષ આયુક કમશ્રિય છે. વૈક્રિય-તૈજસ-આહારક આ ત્રણ સમુહ્નાત શરીરનામકમશ્રિય છે. કેવલી સમુદ્યાત સાતા-અસાતા વેદનીય, શુભાશુભનામ, ઉચ્ચ-નીચ ગોત્ર આ ત્રણ કમશ્રિય છે.
તેમાં વેદનીય કર્મના સમુદ્દાત વડે જોડાયેલ આત્મા વેદનીય કર્મ પુગલોનો ઘાત કરે છે. કષાય સમુદ્દાત વડે જોડાયેલ કપાયપુદ્ગલોનો નાશ કરે છે. મારણાંતિક સમુઘાતથી સમુઘત આયુષ્ય કર્મનો ઘાત કરે છે. વૈક્રિય સમુઠ્ઠાત સમુધત જીવપદેશોને શરીરથી બહાર કાઢીને શરીના વિકંભ જેટલો પહોળો અને લંબાઈથી સંખ્યાત યોજનનો દંડ કરે છે. કરીને પૂર્વે બાંધેલ વૈકિય શરીર નામકર્મના યથાસ્થૂલ પુદ્ગલોનો નાશ કરે છે. કહ્યું છે કે – વૈકિય સમુઠ્ઠાત વડે સમવહે છે, સમવહીને સંખ્યાત યોજન પ્રમાણ દંડને કાઢે છે, કાઢીને પૂર્વે બાંધેલા ચયા બાદર પુદ્ગલોને દૂર કરે છે. એ રીતે તૈજસ અને આહારક સમુઠ્ઠાતની પણ વ્યાખ્યા કરવી. કેવલી સમુદ્યાત વડે જોડાયેલ કેવલી વેદનીયાદિ કર્મના પુગલોનો નાશ કરે છે. અહીં છેલ્લો સમુદ્ધાત આઠ સમયનો છે અને શેષ છ સમુદ્યાત અસંખ્યાત સમયના છે.
ચોવીશદંડકની વિચારણામાં સાતે સમુઠ્ઠાતો મનુષ્યોને જ હોય છે, માટે કહે છે - મસાઇ જે સામાન્ય સૂત્રવતુ જાણવા.
જિનેશ્વરોએ કહેલ આ સમુઠ્ઠાતાદિ વસ્તુને અન્યથા પ્રરૂપતો પ્રવયન બાણ થાય છે. જેમ નિકૂવો. તેથી નિહ્નવ સૂત્ર કહે છે