________________
૧/-/૧૩ થી ૪૩
४४
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
[૪૩] જેના વડે, જેનાથી અને જેમાં અર્થો જણાય છે તે જ્ઞાન.-જ્ઞાન, દર્શનાવરણનો ક્ષય કે ક્ષયોપશમ. જે જાણવું તે જ્ઞાન, જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયાદિથી પ્રગટ થયેલ આત્માનો પર્યાય વિશેષ. સામાન્ય-વિશેષાત્મકમાં વિશેષાંશ ગ્રહણ કરવામાં ચતુર અને સામાન્ય અંશનો ગ્રહક, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનરૂપ. તે અનેક છે છતાં બોધ સામાન્યથી કે ઉપયોગ અપેક્ષા વડે એક છે. તે કહે છે - લબ્ધિથી ઘણાં બોધ વિશેષોનો એક સમયે સંભવ છતાં પણ ઉપયોગથી એક જ સંભવે છે. કેમકે જીવનો ઉપયોગ એક છે.
શંકા દર્શનનું જ્ઞાનમાં કથનપણું અયુક્ત છે, કેમકે વિષયભેદ છે - સામાન્ય ગ્રહણ તે દર્શન, વિશેષ ગ્રહણ તે જ્ઞાન છે. [સમાધાન સામાન્ય ગ્રાહકવથી ઇહા અને અવગ્રહ જ દર્શન છે. વિશેષ ગ્રાહકથી અપાય અને ધારણારૂપ જ્ઞાન છે. અથવા આગમમાં દર્શન અને જ્ઞાન બંને જ્ઞાનપ્રહણથી ગૃહીત છે - “આભિનિબોધિક જ્ઞાનમાં અઠ્ઠાવીસ પ્રકૃતિ છે.” એ વચનથી સામાન્યથી દર્શન પણ જ્ઞાનરૂપ કહેવામાં વિરોધ નથી.
શંકા હવે પછીના સૂરમાં દર્શન જુદું જ કહ્યું છે, તો અહીં જ્ઞાન વડે દર્શનનું કથન શા માટે? સમાધાન ત્યાં દર્શન શ્રદ્ધાના અર્થમાં વિવક્ષિત છે. જ્ઞાનાદિ ત્રણ સાથે સમ્યક શબ્દ જોડતાં મોક્ષમાર્ગ વિવક્ષિત હોવાથી શ્રદ્ધાના પર્યાય વડે જ દર્શનની સાથે આ ત્રણ મોક્ષના માર્ગભૂત છે.
ને સંલ - જેના વડે, જેનાથી કે જેનામાં પદાર્થો શ્રદ્ધારૂપ થાય છે, તે દર્શન-દર્શનમોહનીયનો ક્ષય કે ક્ષયોપશમ. અથવા દષ્ટિ-દર્શન. તે દર્શન મોહનીયના ક્ષયાદિ વડે પ્રગટ તવ શ્રદ્ધારૂપ આત્મ પરિણામ. તે ઉપાધિ ભેદથી અનેક પ્રકારે છે, તો પણ શ્રદ્ધાનું સામ્યતાથી એક છે અથવા જીવને એક સમયે એકનો જ ભાવ હોય છે. અવબોધનું સમાનપણું છતાં સમ્યકત્વ તે રયિ છે અને તે રુચિનું કારણ તે જ્ઞાન છે. કહ્યું છે કે - જેમ અવાય-ધારણારૂપ જ્ઞાન, અવગ્રહ-ઇહારૂપ દર્શન છે, તેમ તત્વચિરૂ૫ સમ્યકત્વ છે અને જેના વડે રુચિ થાય છે. તે જ્ઞાન છે. - રિ - મોક્ષાભિલાષી જીવો વડે વિધિપૂર્વક સેવાય તે ચારિ છે. અથવા જેના વડે નિવૃત્તિમાં જવાય તે યાત્રિ અથવા કર્મોના સંચયને શૂન્ય કરવું, તે નિરક્ત ન્યાયથી ચારિત્ર. ચાત્રિમોહનીયના ક્ષયાદિથી પ્રગટ આત્માના વિરતિરૂપ પરિણામ તે ચારિ. તે હવે કહેવાનાર સામાયિકાદિ ભેદોથી વિરતિરૂપ સામાન્યમાં અંતભવથી કે જીવને એક સમયે એક ચાત્રિનો જ સભાવ હોવાથી ચાસ્ત્રિ એક છે. આ જ્ઞાનાદિનો આ જ ક્રમ છે. કેમકે ન જાણેલું શ્રદ્ધાનરૂપ ન થાય. શ્રદ્ધા વિના સખ્યણાચરણ ન થાય. જ્ઞાનાદિ ઉત્પત્તિ-વિનાશ-સ્થિતિવાળા છે. તેથી સમયનું નિરૂપણ
• સૂત્ર-૪૪ થી ૪૬ -
[૪૪] સમય એક છે..[૪૫] પ્રદેશ એક છે, પરમાણુ એક છે..[૪૬] સિદ્ધિ એક છે, સિદ્ધ એક છે, પરિનિર્વાણ એક છે, પરિનિવૃત્ત એક છે.
• વિવેચન-૪૪ થી ૪૬ -
[૪૪] સમય-પરમ વિરુદ્ધ કાલ, સેંકડો કમલપત્ર ભેદન કે જીર્ણવા વિદારણના દષ્ટાંતથી આગમમાં પ્રસિદ્ધ છે. તે વર્તમાન સ્વરૂપ સમય ભૂતકાળનો નાશ અને ભાવિકાળની ઉત્પત્તિનો અભાવ હોવાથી એક જ છે અથવા સ્વરૂપ વડે અંશરહિત હોવાથી સમય એક છે. અશરહિત અધિકારી કહે છે–
[૪૫-૪] પાસે, [૪૫-૪] ને પરમાણુ. પ્રકૃષ્ટ-અંશરહિત ધર્મ-અધર્મઆકાશ-જીવોના દેશ-અવયવરૂપ પ્રદેશ એક છે. કેમકે સ્વરૂપથી બીજા, ત્રીજા વગેરે પ્રદેશમાં ‘દેશ'ના કથન વડે પ્રદેશપણાનો અભાવપસંગ થશે.
પરમાણુ-અત્યંત સૂક્ષ્મ તે પરમાણુ, દ્યણુકાદિ સ્કંધોના કારણભૂત છે. કહ્યું છે કે - છેલ્લામાં છેલ્લું કારણ સૂક્ષ્મ અને નિત્ય પરમાણુ છે. એક સ-વર્ણ-ગંધબે સ્પર્શવાળો છે, કાર્યથી જણાય છે, તે પરમાણુ. તે સ્વરૂપથી એક જ છે, એમ જો ન માનીએ તો આ પરમાણુ એવું નામ જ નહીં હોય અથવા સમય, પ્રદેશ અને પરમાણું અનંત છતાં પણ તુલ્યરૂપની અપેક્ષાએ તેમનું એકપણું છે. જેમ તથાવિધ એકવ પરિણામ વિશેષથી પરમાણુંનું એકત્વ છે, તેમ જ અનંત અણુમય સ્કંધનું પણ એકવ થાય તે દર્શાવવા બાદરસ્કંધ શ્રેષ્ઠ પૃથ્વી છે
[૪૬] ‘UT frrદ્ધ' જ્યાં જીવો કૃતાર્થ થાય તે સિદ્ધિ. જો કે તે લોકના અગ્રભાગે છે, તેથી કહ્યું છે - અહીં શરીર છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. તો પણ લોકાંતના સમીપપણાથી પાપામારા પૃથ્વી પણ ‘સિદ્ધિ' કહેવાય છે કહ્યું છે. • સવથિસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર સિદ્ધિ છે. જો લોકાણ જ સિદ્ધિ હોય તો પછી જ કહ્યું છે - સ્વચ્છ જલવત્ વર્ણવાળી, ગાયનું દૂધ, મોતીનાહાર જેવી શ્વેત ઇત્યાદિ સિદ્ધિ સ્વરૂપ કેમ ઘટે ? કેમકે લોકાણ અમૂર્ત છે, તેથી થતું પ્રાગભારા સિદ્ધિ કહી છે. દ્રવ્યાર્થતાથી ૪૫ લાખ યોજન સ્કંધ પરિમાણવ થકી તે એક છે. પયાર્થથી અનંત છે અથવા કૃતાર્યવ લોકાણરૂપ અથવા અણિમા, મહિમાદિ સિદ્ધિ છે. સામાન્યથી સિદ્ધિનું એકત્વ છે.
સિદ્ધિની પછી સિદ્ધનું વર્ણન કરે છે - અને સિદ્ધ - કૃતાર્થ થયા અથવા કરી ન આવવા વડે જે લોકાણને પ્રાપ્ત થયા તે સિદ્ધ અથવા જેના બદ્ધ કર્મો બળી ગયા છે, તે નિરકતથી સિદ્ધ - કર્મ પ્રપંચમુક્ત છે. તે દ્રવ્યાર્થતાથી એક છે અને પર્યાયાથથી અનંતપચયિ છે. અથવા સિદ્ધોના અનંતપણું છતાં સિદ્ધોના સામાન્યવથી એકપણું છે. અથવા કર્મ, શિલ્પ, વિધા આદિ ભેદો વડે સિદ્ધોનું અનેકાણું છતાં સિદ્ધોનું સિદ્ધ શબ્દ ઉચ્ચારત્વથી સામ્ય હોવાથી એકપણું છે. કર્મક્ષય સિદ્ધનો પરિનિર્વાણરૂપ સ્વભાવ છે, તેથી કહે છે
r farm - સર્વથા સકલ કર્મકૃત વિકારરહિત થવાથી સ્વસ્થ થવું તે પરિનિવણિ, તે એક છે, તેનો એક વખત સંભવ થતાં ફરીને અભાવ હોવાથી, પરિનિવણિ ધર્મયોગી તે જ કર્મક્ષય સિદ્ધ-પરિનિવૃત કહેવાય છે. તે બતાવે છે -