________________
૧/-/૩ થી ૬
[૫] ઉક્ત સ્વરૂપ આત્માના આધાર સ્વરૂપના નિરૂપણ માટે કહે છે - લોક એક છે. પૂર્વી - અવિવક્ષિત અસંખ્ય પ્રદેશ વડે અધો, તિછિિદ દિશાના ભેદ વડે નોશ-કેવળજ્ઞાન વડે જોવાય તે લોક. તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના આધારભૂત આકાશ વિશેષ છે. કહ્યું છે કે - જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની પ્રવૃત્તિ થાય છે, તે દ્રવ્યો સહિત લોક કહેવાય છે અને તેથી ઉલટું તે અલોક. અથવા લોક નામ આદિ ભેદથી આઠ પ્રકારે છે. કહ્યું છે કે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ અને પર્યાય એ આઠ ભેદે લોક છે.
33
તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યલોક જીવ, અજીવ દ્રવ્યરૂપ છે. ક્ષેત્રલોક - અનંત પ્રદેશાત્મક આકાશ માત્ર છે. કાલલોક-સમય, આવલિકાદિ છે. ભવલોક - પોત પોતાના ભવમાં વર્તતા નાકાદિ છે. જેમકે દેવલોક, મનુષ્યલોક આદિ. ભાવલોક-ઔદયિકાદિ છ ભાવો છે. પર્યાયલોક-દ્રવ્યોના પર્યાયમાત્રરૂપ છે. આ આઠ પ્રકારના લોકનું કેવલજ્ઞાન વડે જોવાપણું સામાન્ય હોવાથી એકપણું
કહ્યું છે–
[૬] લોકની વ્યવસ્થા તેના પ્રતિપક્ષભૂત અલોક હોવાથી થાય છે. તેથી હવે અલોકને કહે છે - ક્રૂ અનંત પ્રદેશાત્મકપણું હોય, તેની વિવક્ષા ન કરવા વડે એક.
અો - લોક શબ્દના નિષેધથી અલોક છે, ન જોવાપણાથી નહીં. કેમકે કેવલજ્ઞાનરૂપ પ્રકાશ વડે અલોકનું પણ જોવામળે છે.
[શંકા-] લોકના એક દેશના પ્રત્યક્ષપણાથી, તેના દેશાંતરના બાધક પ્રમાણના અભાવથી અમે લોકની સંભાવના કરીએ છીએ, પણ જે આ અલોકનું દેશથી પણ અપ્રત્યક્ષપણું હોવાથી આ અલોક છે, એવો નિશ્ચય કઈ રીતે કરવા માટે શક્તિમાન થશો? જે કારણથી એકત્વપણે પ્રરૂપો છો?
[સમાધાન-] અનુમાનથી. તે આ પ્રમાણે - લોક વિધમાન વિપક્ષવાળો છે. અહીં જે વસ્તુ વ્યુત્પત્તિવાળા શુદ્ધ શબ્દથી કહેવાય છે, તેનો વિપક્ષ પણ હોય. જેમ ઘટનું વિપક્ષ અઘટ છે. તે રીતે લોકનો વિપક્ષ અલોક છે.
[શંકા-] મૈં ો: મો: એમ કહેવાથી ‘ઘટ' વગેરેમાંની જ કોઈ વસ્તુ થશે. અહીં બીજી વસ્તુની કલ્પના કરવાથી શું?
[સમાધાન-] તેમ નથી. નિષેધના સદ્ભાવથી નિષેધ્ય વડે સમાનપણાથી થાય છે. નિષેધ્ય લોક છે, તે આકાશ વિશેષ જીવાદિ દ્રવ્યનું પાત્ર છે, તેથી અલોક પણ આકાશ વિશેષરૂપ હોવું જોઈએ. જેમ અહિત કહેતા વિશિષ્ટ જ્ઞાનરહિત ચેતન જ
જણાય છે, અચેતન ઘટાદિ નહીં. તેમ અલોક પણ લોક સમાન જ હોય. લોક અલોકનો વિભાગ કરનાર ધર્માસ્તિકાયને કહે છે–
• સૂત્ર-૭ થી ૧૬ ઃ
ધર્માસ્તિકાય એક છે...અધાસ્તિકાય એક છે...બંધ એક છે...મોક્ષ એક છે...પુન્ય એક છે...આપ એક છે...આશ્રવ એક છે...સંવર એક છે.. વેદના
5/3
૩૪
એક છે...નિર્જરા એક છે.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
• વિવેચન-૭ થી ૧૬ -
[૭] પ્રદેશાર્થપણે અસંખ્યાત્મક પ્રદેશત્વ છતાં દ્રવ્યાપણે તેનું એકત્વ હોવાથી છે. ગતિ પરિણત જીવ અને પુદ્ગલોનું સ્વાભાવિક ક્રિયાવણું હોય ત્યારે તેનો સ્વભાવ ધારણ કરવાથી તે ધર્મ છે. અતિ - પ્રદેશો, તેઓના સમૂહરૂપ હોવાથી વાય તે અતિજાય તે ધર્માસ્તિકાય.
[૮] હવે તેનાથી વિપક્ષરૂપ અધર્મનું સ્વરૂપ કહે છે ો અથમ્બે - દ્રવ્યથી એક છે. ધર્મ નહીં તે અધર્મ એટલે અધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલોને
ગતિમાં સહાયક છે. અધર્માસ્તિકાય સ્થિતિ સહાયક છે. [શંકા] ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું હોવાપણું કેમ જાણવું?
અમે પ્રમાણથી કહ્યું છે ગતિ અને સ્થિતિ સર્વલોકને પ્રસિદ્ધ કાર્ય છે.
-
પરિણામીના અપેક્ષા કારણને આધીન આત્મલાભરૂપ કાર્ય વર્તે છે. ઘટાદિ કાર્યોમાં તે પ્રમાણે દેખાય છે. - ૪ - ૪ - જીવ અને પુદ્ગલમાં પરિણામ કારણપણું છે છતાં અપેક્ષા કારણ વિના ગતિ અને સ્થિતિ થવા યોગ્ય નથી. ગતિ અને સ્થિતિપણું દેખાય છે, તેથી બંનેની સત્તા જણાય છે. જે અપેક્ષા કારણ છે, તે ધર્મ અને અધર્મ છે. જેમ માછલાને જળ ગતિમાં સહાયક છે, તેમ ગતિપરિણત પુદ્ગલોને ધર્માસ્તિકાય ગતિમાં સહાયક છે. તથા જેમ પૃથ્વી માછલાદિને સ્થિતિ સહાયક છે તેમ અધર્માસ્તિકાય જીવ, પુદ્ગલોને સ્થિતિ પરિણત હોય ત્યારે સ્થિતિ સહાયક છે.
અનુમાન-ગતિ, સ્થિતિ કાર્ય હોવાથી ઘડાની માફક અપેક્ષા કારણવાળા છે.
વળી અલોકનો સ્વીકાર કરવાથી લોકના પરિમાણને કરનારા ધર્મ-અધર્મ બંનેનો સ્વીકાર અવશ્ય થાય. અન્યથા આકાશની સામ્યતાથી લોક-અલોક એવો ભેદ નહીં રહે. તથા કેવળ આકાશ હોય તો ગતિવાળા જીવો અને પુદ્ગલોના પ્રતિઘાતના અભાવે કોઈ ચોક્કસ સ્થાન નહીં રહે, કેમકે સંબંધના અભાવથી સુખ, દુઃખ, બંધાદિ વ્યવહાર નહીં થાય. - ૪ - ૪ - ૪ - ધર્મ, અધર્માસ્તિકાય વડે ઉપગૃહીત આત્મા દંડ અને ક્રિયા સહિત કર્મથી બંધાય છે, તેથી હવે બંધનું નિરૂપણ કરાય છે.
[૯] Ì સઁધે – બંધાવું તે બંધ. કષાયયુક્ત જીવ કર્મને યોગ્ય પુદ્ગલને ગ્રહણ કરે છે, તે બંધ છે. પ્રકૃતિ-સ્થિતિ-પ્રદેશ-અનુભાવથી બંધના ચાર ભેદો છે, પણ બંધ સામાન્યથી એક છે. મુક્તને પુનઃબંધનો અભાવ છે માટે બંધ એક છે. દ્રવ્યથી બંધ તે બેડી, ભાવથી કર્મ વડે બંધ છે.
[શંકા] જો જીવ અને કર્મનો સંયોગરૂપ બંધ અભિપ્રેત છે. તો તે બંધ આદિ સહિત છે કે રહિત ? જો આદિસહિત પક્ષ સ્વીકારશો તો પહેલા આત્મા અને પછી કર્મ કે પહેલા કર્મ અને પછી આત્મા અથવા કર્મ અને આત્મા બંને સાથે ઉત્પન્ન થાય છે? હવે હેતુ અભાવે આત્માની ઉત્પત્તિ પ્રથમ ન સંભવે. - x - વળી જો આત્મા અનાદિ છે, તો કારણના અભાવે આકાશ માફક આત્માનો કર્મ સાથે યોગ નહીં ઘટે.