________________
૫/૧/૪૩૦,૪૩૧
અશક્ત. મેદ - શૈક્ષક, નવદીક્ષિત, સામિ - લિંગ અને પ્રવચનથી સમાન ધર્મી. ઝુન - સાધુ સમુદાય વિશેષ રૂપ, ચાંદ્રાદિ કુલો પ્રસિદ્ધ છે. નળ - કુલનો સમુદાય, સંઘ - ગણનો સમુદાય. આ રીતે અત્યંતર તપના ભેદરૂપ દશ પ્રકારે વૈયાવચ્ચ કહ્યું છે. - ૪ -
• સૂત્ર-૪૩૨ થી ૪૩૪ ૭
૧૫૯
[૪૩૨] પાંચ સ્થાનોમાં શ્રમણ નિગ્રન્થ, સાધર્મિક સાંભોકિને વિસંભોગિક કરતો જિનાજ્ઞા ઉલ્લંઘતો નથી. (૧) પાપકાયને સેવનાર હોય, (૨) સેવીને આલોચના ન કરે, (૩) આલોચીને પ્રાયશ્ચિત્ત ન કરે, (૪) પ્રાયશ્ચિત્ત લઈને તેને પરિપૂર્ણ ન કરે. (૫) જે આ સ્થવિરોનો સ્થિતિ કલ્પ છે તેને ઉલ્લંદી - ઉલ્લંઘીને વિરુદ્ધ વર્તન કરે, ત્યારે જો તેને કોઈ તેમ ન કરવા પ્રેરણા કરે તો બોલે કે સ્થવિરો મને શું કરી લેશે ?
પાંચ સ્થાનોમાં શ્રમણ નિર્ગુન્થ સાધર્મિકને પારાંચિત કરતા જિન આજ્ઞાને ઉલ્લંઘતો નથી. (૧) જે કુળમાં વસે, તે જ કુલમાં ભેદ માટે તત્પર થાય. (૨) જે ગણમાં વસે તે ગણમાં ભેદ માટે તત્પર થાય. (૩) હિંસાપેક્ષી, (૪) છિદ્ર પ્રેક્ષી, (૫) વારંવાર અંગુષ્ઠ પ્રાદિ સાવધનો પ્રયોગ કરે.
[૪૩૩] આચાર્ય-ઉપાધ્યાયના ગણને વિશે પાંચ વિગ્રહ સ્થાનો કહ્યા. - (૧) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં રહેલા શ્રમણોને આજ્ઞા કે નિષેધ સમ્યક્ પ્રકારે ન કરે, (૨) ગણમાં રહેલા શ્રમણો દીક્ષા પર્યાયના ક્રમે સમ્યક્ પ્રકારે વંદન ન કરે (૩) ગણમાં કાળ ક્રમે આગમની વારાના ન આપે. (૪) ગણમાં ગ્લાન કે શૈક્ષ્યની વૈયાવચ્ચની સમ્યક્ વ્યવસ્થા ન કરે. (૫) ગણમાં રહેલા શ્રમણો ગુરુની આજ્ઞા વિના વિહાર કરે, આજ્ઞા લઈને ન વિયરે.
આચાર્ય-ઉપાધ્યાયના ગણમાં અવિગ્રહના પાંચ કારણો કહ્યા (૧) આચાર્ય-ઉપાધ્યાય ગણમાં રહેલા શ્રમણોનો આજ્ઞા કે નિષેધ સમ્યક્ પ્રકારે કરે. (૨) ગણમાં રહેલ શ્રમણ દીક્ષાપાસના ક્રમથી સમ્યક્ પ્રકારે વંદના કરે (૩) ગણમાં જેને જે કાળે વાચના આપવાની છે તે આગમ વાચના આપે (૪) આચાર્ય-ઉપાધ્યાય પોતાના ગણમાં ગ્લાન કે શૈક્ષની વૈયાવચ્ચ માટે સમ્યક્ વ્યવસ્થા કરે. (૫) ગણમાં રહેનાર શ્રમણ ગુરુની આજ્ઞાથી વિચરે પણ અનાÐિતયારી ન બને.
[૩૪] પાંચ નિષધાઓ કહી - ઉત્ક્રુટિકા, ગોદોહિકા, સમપાદપુતા, પર્વકા, અર્ધપકા... પાંચ આવિ સ્થાનો કહ્યા - શુભ આવ, શુભ માર્દવ, શુભ લાઘવ, શુભ ક્ષાંતિ, શુભ ગુપ્તિ
• વિવેચન-૪૩૨ થી ૪૩૪ :
-
[૪૩૨] એક ભોજન મંડલીવાળા આદિ તે સાંભોગિકને વિસંભોગિક મંડલીની બહાર કરતા આજ્ઞાને ઉલ્લંઘતો નથી. કેમકે તે ઉચિતત્વ છે. (૧) સવ - પ્રસ્તાવથી અશુભ કર્મના બંધયુક્ત સ્થાન - અકૃત્ય વિશેષને સેવનાર હોય. (૨)
૧૬૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ સેવીને ગુરુ પાસે નિવેદન ન કરે. (૩) આલોચીને ગુરુ ઉપર્દિષ્ટ પ્રાયશ્ચિત્તનો આરંભ ન કરે. (૪) આરંભીને સંપૂર્ણ પ્રવેશ ન કરે અથવા આચરણ ન કરે. (૫) સુપ્રસિદ્ધપણે સ્થવિર કલ્પીઓના જે પ્રત્યક્ષ કલ્પો, સ્થિતÎ - સમ્યગ્ આચારમાં, વિશેષ કલ્પનીય યોગ્ય વિશુદ્ધ પિંડ, શય્યાદિ તે સ્થિતિ પ્રકલ્પનીયો અથવા માસકલ્પાદિ સ્થિતિ અને આહારાદિ પ્રણ્ય, તે સ્થિતિ પ્રકલ્પ્યો તેને ઉલ્લંઘી-ઉલ્લંઘી તેથી અન્ય અયોગ્ય કર્તવ્યોને સેવે છે, તેને સંઘાટકાદિ સાધુ એમ કહે - “આ અકૃત્ય સેવવું ઉચિત નથી.” ગુરુ આપણને બંનેને બહાર કરશે. ત્યારે તે કહેશે કે - હું સેવું છું તો ગુરુઓ મને શું કરશે ? તેઓ રોષવાળા થઈને પણ મને કંઈ કરી શકશે નહીં. એ રીતે બળનું પ્રદર્શન કરશે.
પાત્રિય - દશમા પ્રાયશ્ચિતરૂપ ભેદવાળા, વેશ વગેરે ખેંચી લેવા રૂપ પારંચિક પ્રત્યે કરતો સામાયિકને ઉલ્લંઘતો નથી.. જુન - ચાંદ્રાદિમાં જે વો છે તે ગચ્છવાસી. તે કુલમાં જ ભેદ પડાવવા તત્પર થાય.. હિંસા સાધુ આદિના વધને શોધે છે, તે હિંસા પ્રેક્ષી.. હિંસા માટે અથવા નિંદા માટે પ્રમત્તતાદિ છિદ્રોને જુએ તે છિદ્ર પ્રેક્ષી.. પુનઃ પુનઃ અંગુષ્ઠ અને ભીંત આદિના પ્રશ્નો અથવા સાવધ અનુષ્ઠાનનું પૂછવું, તે જ અસંયમના આયતનો, તે પ્રશ્નાયતનોનો પ્રયોગ કરનારો હોય છે.
[૪૩૩] આચાર્ચ ઉપાધ્યાય. અહીં સમાહાર દ્વંદ કે કર્મધારય સમાસ છે. આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં વિTM - કલહના આશ્રયો અથવા આચાર્ય ઉપાધ્યાય બંનેના ગણમાં ગ઼ા - હે સાધુ ! “તારે આમ કરવું”, આવી વિધિરૂપ આજ્ઞાને તથા ધારા - “તારે આમ ન કરવું.” આવા પ્રકારની ધારણા પ્રત્યે, ઉચિતપણાએ પ્રયોજનાર થતો નથી, માટે સાધુ પરસ્પર કલહની આચરણા કરે છે,
કેમકે યથાર્થ પ્રવૃત્તિ નથી અને દુઃખે જોડાયેલ છે. અથવા ઉચિતપણાએ પ્રવૃત્તિ ન કરનાર આચાર્યાદિ પ્રત્યે કલહ કરે છે.
અથવા ગીતા, દેશાંતરમાં રહેલ અન્ય ગીતાર્થને નિવેદન કરવા અગીતાર્થ પાસે જે અતિચારનું નિવેદન કરે છે તે આજ્ઞા. અનેક વખત આલોચના દાનથી પ્રાયશ્ચિત્ત વિશેષનું અવધારવું તે ધારણા. આ બંનેને સમ્યક્ પ્રયોગ ન કરનાર લહ
કરનાર થાય છે તે એક.
તથા તે જ રત્નો દ્રવ્યથી, ભાવથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્યથી - કર્મેતનાદિ અને ભાવથી - જ્ઞાનાદિ. તેમાં જ્ઞાનાદિ રત્નોથી વ્યવહાર કરે છે. તે સાત્વિક - મોટા પર્યાયવાળો જે રાત્મિક તે યથારાત્વિક, તેનો ભાવ તે યથારાત્વિકતા. તેના વડે યથાજ્યેષ્ઠને વંદન કરવું... વિનય જ વૈનયિક, તેને સમ્યક્ પ્રયોકતા નથી અથવા અંતર્ભૂતકારિત અર્થ હોવાથી પ્રયોકતા ન થાય તે બીજું - તે જ સૂત્રાર્થના પ્રકારોને ધારણા વિષયી કરે છે. તેને યથાયોગ્ય સમયે સમ્યક્ રીતે ભણાવનાર થતો નથી, આ ત્રીજું.
કાળે વાચના આપનાર કહ્યું, તેની ગાથા - કાળ ક્રમથી સંવત્સરાદિ વડે જે સંવત્સરને વિશે સૂત્ર પ્રાપ્ત થાય તે જ કાળમાં ધીર પુરુષ વાચના કરે. [હવે તે